Last Update : 28-Dec-2011,Wednesday
 
નવસારીની ૨૪૭ ગ્રા.પં.ની ચૂંટણીમાં ૯૩ મતદાન મથકો અતિસંવેદનશીલ

 

કુલ ૭૦૦ મતદાન મથકો પૈકી ૧૧૦ સંવેદનશીલઃ SRPની ૨ કંપની, તાલુકા દીઠ PI, ૬૦૦ પોલીસ અને ૮૦૦ હોમગાર્ડ બંદોબસ્તમાં તૈનાત કરાશે
નવસારી, મંગળવાર
નવસારી જિલ્લાની ૩૧૩ ગ્રામ પંચાયતોની જાહેર થયેલી ચૂંટણીમાં ૬૬ ગ્રામ પંચાયતો સમરસ બનતાં હવે ૨૪૭ ગ્રામ પંચાયતોની ગુરુવારે ચૂંટણીઓ યોજાશે. જેમાં કુલ ૭૪૦ મતદાન મથકો પૈકી ૧૧૦ સંવેદનશીલ અને ૯૩ મતદાન મથકોને અતિસંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે.
નવસારી જિલ્લાના નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી અને વાંસદા એમ પાંચ તાલુકામાં સમાવિષ્ટ કુલ ૩૬૭ પૈકી ૩૧૩ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી આગામી તા.૨૯-૧૨-૨૦૧૧ના રોજ યોજાશે. ચૂંટણી ટાળી ગ્રામ પંચાયતોને સમરસ (બિનહરિફ) બનાવવા માટે રાજકીય- સામાજીક આગેવાનોના પ્રયાસો બાદ કુલ ૬૬ ગ્રામ પંચાયતો 'સમરસ' જાહેર થઇ હતી. ત્યારબાદ હવે માત્ર ૨૪૭ ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે. ચિત્ર સ્પષ્ટ થતાં ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની-ખેંચવાની પ્રક્રિયા પુરી થઇ હતી અને તંત્રએ ચૂંટણીલક્ષી કામગીરી હાથ ધરી હતી.
નવસારી જિલ્લામાં કુલ ૭૪૦ મતદાન મથકો પરથી મતદાતાઓ મતદાન કરશે. જેમાં ૧૧૦ મતદાન મથકો સંવેદનશીલ અને ૯૩ અતિસંવેદનશીલ તરીકે જાહેર થયા છે. જેમાં નવસારી તાલુકામાં ૯ ગામોમાં આવેલા ૪૩ મતદાન મથકો સંવેદનશીલ અને ૨૧ અતિસંવેદનશીલ જાહેર થયા છે, જલાલપોર તાલુકાના ૭ ગામોના ૧૯ સંવેદનશીલ જ્યારે ૨૮ અતિસંવેદનશીલ, ગણદેવી તાલુકાના ૯ ગામોના ૧૫ સંવેદનશીલ અને ૯ અતિસંવેદનશીલ, ચીખલી તાલુકાના ૧૧ ગામોના ૫૦ સંવેદનશીલ જ્યારે ૩૭ મતદાન મથકો અતિસંવેદન જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે છેવાડાના વાંસદા તાલુકાના ૫ ગામોમાં આવેલા ૨૧ મતદાન મથકો સંવેદનશીલ અને ૭ અતિસંવેદનશીલ જાહેર કરાયા છે.
જ્યારે નવસારી જિલ્લા પોલીસ દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને તે માટે એસઆરપીની ૨ કંપની, દરેક તાલુકા દીઠ પીઆઇ તથા ૫૧ ગુ્રપ પેટ્રોલીંગ ટીમો બનાવામાં આવી છે. ૬૦૦થી વધુ પોલીસ, ૮૦૦ હોમગાર્ડઝ, ૮૦૦ ગ્રામ રક્ષક દળના જવાનો બંદોબસ્ત સાચવશે. એમ જિલ્લા પોલીસ વડા જે.આર. મોથલીયાએ જણાવ્યું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેરકાયદે બાંધકામ અંગે IAS અધિકારીઓ સામેની રિટ ફગાવાઇ
વિઝા એજન્ટનું અપહરણ કરી પોણા બે લાખ વસૂલીને છોડયો
ભદ્ર પાથરણાબજારમાં ૧૦૦૦ની જાલીનોટ વટાવતા યુવક પકડાયો
પાલિતાણા, અંબાજી, દ્વારકા અને અંકલેશ્વરમાં એરપોર્ટ સ્થપાશે
ડિસેમ્બરમાં પણ ફાલ્સીપેરમના ૧૪૩ કેસ ઃ એક દર્દીનું મોત
હઝારેને ખુલ્લો ટેકો આપવામાં કે તેમનો વિરોધ કરવામાં શહેરના નેતા ગભરાય છે
સાથીઓની વિનંતી છતાં અણ્ણાએ ઉપવાસ પાછા ન જ ખેંચ્યા
મજબૂત લોકપાલ માટે અણ્ણા હઝારેના અનશનઃ આંદોલનના શ્રીગણેશ
વિકાસને વેગ આપવા રાજ્ય પરીવહન સેવાઓ વિકસાવી કમાણી કરવા માગે છે
રાષ્ટ્રગીતની શતાબ્દી ઃ જનગણમન...ના ગાન સાથે અણ્ણાના અનશનનો આરંભ
તેંડુલકર મેગા સદી ચૂક્યો ઃ ઓસ્ટ્રેલિયાના ૩૩૩ રન સામે ભારતના ૩ વિકેટે ૨૧૪
પેટીન્સન જાણી જોઈને સેહવાગ જોડે અથડાયો ઃ સિડલની ગેરશિસ્ત
સેહવાગ ૮૦૦૦+ બનાવનાર વિશ્વનો ૨૩મો, ભારતનો પાંચમો બેટ્સમેન
ઇંગ્લેન્ડના 'બાર્મી આર્મી'ની જેમ ભારતના ચાહકોનું 'સ્વામી આર્મી'

ફીડે રેટિંગ ચેસ ઃ સંતોષ કુમાર સિન્હા ચેમ્પિયન

લાંબુ વેકેશન માણવાની શાહરૃખ ખાનની ઇચ્છા પર યશ ચોપરાએ લગામ તાણી
બોની કપૂર 'મિ. ઈન્ડિયા'ની સિકવલ ૨૦૧૪માં શરૃ કરશે
૨૨ વર્ષના ઇમ્તિયાઝ ખત્રી સાથે ૩૬ વર્ષની અભિનેત્રીનું નામ ચર્ચામાં
મલ્લિકા શેરાવતને નવા વર્ષની પૂર્વસંધ્યાએ પફોર્મ કરવા માટે રૃા. બે કરોડ મળ્યા
'પ્રોફેસર'ની શમ્મી કપૂરની હિરોઈન કલ્પનાની તબિયત ગંભીર
રિલાયન્સની કેજી-ડી૬ બ્લોકમાં ૧.૫ અબજ ડોલરની રોકાણ યોજના મંજૂર થવા સંભવ
એનટીપીસીની પાવર ઉત્પાદન ક્ષમતા વધીને ૩૬૦૧૪ મેગાવોટ થઈ
સોયાતેલ વાયદો ઉછળતાં એરંડા વાયદાએ પણ રૃ.૩૬૦૦ની સપાટી કૂદાવી ઃ સિંગદાણામાં આવા માલોની તીવ્ર અછત
ચાંદીમાં પણ પીછેહઠ ઃ જો કે રૃપિયા સામે ડોલર ફરી ઉછળી રૃ.૫૩ને પાર કરી ગયો
શેરબજાર.....
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફિલ્મોમાં ફેરફાર મારે કરવા પડશેઃ રિતેષ

સલમાન એક સારો ડાન્સર છેઃ કંગના

કંિસંિગ સીન્સ ફિલ્મનો ભાગઃ ઈમરાન હાશ્મી

બ્રાન્ડ એમ્બેસેડર બન્યો ભજ્જી
‘ઝલક દિખલા જા ૫’માં માઘુરી
  More Stories
 
   

અંબાણી પરિવાર નો સનેડો

બાબુ બજરંગીના જામીન યથાવત્‌

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved