Last Update : 28-Dec-2011,Wednesday
 
કલાનગરી વડોદરાની કલાસીક્લ સ્પર્ધાઓમાં કરૃણ હાલત

 

યુવક મહોત્સવોમાં વડોદરા કરતાં અન્ય શહેરો આગળ ઃ પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીના સત્તાધીશોને આવી સ્પર્ધાઓમાં રસ નથી
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,બુધવાર
તાજેતરમાં સંપન્ન થયેલા વડોદરા યુવક મહોત્સવના અંતે વડોદરા શહેર જીલ્લાના મળીને માંડ અગિયાર વિજેતાઓને રાજ્યકક્ષાએ પ્રવેશ મળશે. આ બાબત એટલા માટે ઉલ્લેખનીય છે કે વડોદરા કલાનગરી તો ગણાય જ છે સાથેસાથે તેની પાસે કલાના વિકાસ માટેની એક આખી ફેકલ્ટી પણ છે.
અત્રેની સમા-સાવલી રોડ પર આવેલી ઉર્મિ સ્કુલ ખાતે તાજેતરમાં જ વડોદરા પ્રદેશ કક્ષાનો યુવક મહોત્સવ ઉજવાઇ ગયો. જાતજાતની સ્પર્ધાઓમાં આસપાસના નવ જીલ્લાઓના હરીફો પોતપોતાની કલા લઇને હાજર થઇ ગયા હતા.કુલ તેત્રીસ કલાઓમાં પ્રથમ કે દ્વિતીય ક્રમે વિજેતા બની રાજ્યકક્ષાની હરીફાઇમાં જવાનો ઉંબરો અહીં ઓળેગવાનો હતો.
સમગ્ર સ્પર્ધાના જાહેર થયેલાં પરીણામોમાં સુરતનો દબદબો રહ્યો હતો. સુરતના શહેર અને ગ્રામ્ય મળીને ૨૪ વિજયો હાંસલ કર્યા હતા.નવસારીએ અગિયાર ્ને વલસાડે બાર હરીફોને રાજ્યકક્ષોએ મોકલવાનો માર્ગ મોકળો કર્યો હતો. એટલે કે દક્ષિણના ત્રણ જ જીલ્લા કુલ ૩૪ આઇટમોમાં વડોદરા પ્રદેશનું પ્રતિનિધિત્વ કરશે.
સવાલ એ છે કે વડોદરાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અને ફાઇન આર્ટસના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક કલાઓમાં રસ છે કે કેમ. નવરાત્રિના સમયમાં મ્યુઝિક કોલેજમાં પાંખી હાજરી હોવાની વાત નવી નથી. કલા રોજગારી માટે શીખવી, એ કલા નથી. શીખેલી કલાને આવી સ્પર્ધાઓના માધ્યમથી ચકાસવી પણ જરૃરી છે.
પરફોર્મિંગ આર્ટસ ફકલ્ટીમાં જે કલાઓનું શિક્ષણ અપાય છે તે પૈકીની માત્ર શાસ્ત્રીય કંઠય સંગીતમાં વડોદરા ગ્રામ્યના ઉમેદવારને પ્રથમ ક્રમ મળ્યો હતો.ે તે ઉપરાંત તબલા અને મોના ેએક્ટીંગમાં વડોદરાનો સ્પર્ધક વિજય મેળવી શક્યો હતો. ચિત્રકલા અને સર્જનાત્મક કારીગરીના વિભાગમાં ફાઇન આર્ટ્સ ફેકલ્ટીનો કોઇ વિરલો ડોકાયો હોવાનું જાણવા મળ્યું નથી.
પરફોર્મીંગ આર્ટ્સ ફેકલ્ટીમાં ભણાવાતી કલાઓ પૈકી ભરતનાટયમ, નાટક-અભિનય, શાસ્ત્રીય સંગીત. સિતાર-મૃદંગ-વાંસળી-વીણા જેવાં વાદ્યો,હાર્મોનિયમ જેવા સરળ વાદ્ય,વગેરે કલાઓની યુવાઉત્સવમાં સ્પર્ધાઓ થતી હોય છે.
વળી આ હરીફાઇઓનું પ્રાથમિક આયોજન શહેર કક્ષાએ થતું હોય છે. એટલે યુવા ઉત્સવના આયોજનથી કોઇ અજાણ હોય તે વાતમાં કોઇ દમ નથી.સવાલ પ્રવૃત્તિ માટેની વૃત્તિનો આટલી છે. આટલી મોટી ફેકલ્ટીઓમાં અદ્યાપકો, વિદ્યાર્થીઓ તેનાથી અજાણ રહે તે આયોજકોને ્ન્યાય બરાબર છે.
યુવક મહોત્સવમાં સ્પર્ધકની વય ૧૫ થી ૩૫ વર્ષ સુધીની હોઇ ઉંમરનો વાંધો તો કોઇ હરીફ કાઢી શકે તેમ નથી.સુત્રોએ તો એટલે સુધી જણાવ્યું કે આ ફેકલ્ટીઓના અધ્યાપકો પોતાની નોકરી ટકાવવામાં જ કારકીર્દી પુરી કરી નાખે છે.
ઘણાખરાને તો રાજ્ય સરકાર આવી સ્પર્ધાઓનું આયોજન કરે છે તેની જ ખબર નથી.
એક તરફ સરકારનો યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દેશની વિરાસત સમાન શાસ્ત્રીય કલાઓ અને પરંપરાગત કલાઓને અને કલાકારોને ઉત્તેજન આપવા સ્પર્ધાઓનાં આયોજન કરે,અઢળક નાણાં ખર્ચે, યજમાન સંસ્થાઓ વ્યવસ્થા માટે જહેમત ઉઠાવે ત્યારે કલાકારોએ પોતાની કલા પ્રદર્શિત કરવા તત્પર રહેવું જોઇએ.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેરકાયદે બાંધકામ અંગે IAS અધિકારીઓ સામેની રિટ ફગાવાઇ
વિઝા એજન્ટનું અપહરણ કરી પોણા બે લાખ વસૂલીને છોડયો
ભદ્ર પાથરણાબજારમાં ૧૦૦૦ની જાલીનોટ વટાવતા યુવક પકડાયો
પાલિતાણા, અંબાજી, દ્વારકા અને અંકલેશ્વરમાં એરપોર્ટ સ્થપાશે
ડિસેમ્બરમાં પણ ફાલ્સીપેરમના ૧૪૩ કેસ ઃ એક દર્દીનું મોત
હઝારેને ખુલ્લો ટેકો આપવામાં કે તેમનો વિરોધ કરવામાં શહેરના નેતા ગભરાય છે
સાથીઓની વિનંતી છતાં અણ્ણાએ ઉપવાસ પાછા ન જ ખેંચ્યા
મજબૂત લોકપાલ માટે અણ્ણા હઝારેના અનશનઃ આંદોલનના શ્રીગણેશ
વિકાસને વેગ આપવા રાજ્ય પરીવહન સેવાઓ વિકસાવી કમાણી કરવા માગે છે
રાષ્ટ્રગીતની શતાબ્દી ઃ જનગણમન...ના ગાન સાથે અણ્ણાના અનશનનો આરંભ
તેંડુલકર મેગા સદી ચૂક્યો ઃ ઓસ્ટ્રેલિયાના ૩૩૩ રન સામે ભારતના ૩ વિકેટે ૨૧૪
પેટીન્સન જાણી જોઈને સેહવાગ જોડે અથડાયો ઃ સિડલની ગેરશિસ્ત
સેહવાગ ૮૦૦૦+ બનાવનાર વિશ્વનો ૨૩મો, ભારતનો પાંચમો બેટ્સમેન
ઇંગ્લેન્ડના 'બાર્મી આર્મી'ની જેમ ભારતના ચાહકોનું 'સ્વામી આર્મી'

ફીડે રેટિંગ ચેસ ઃ સંતોષ કુમાર સિન્હા ચેમ્પિયન

લાંબુ વેકેશન માણવાની શાહરૃખ ખાનની ઇચ્છા પર યશ ચોપરાએ લગામ તાણી
બોની કપૂર 'મિ. ઈન્ડિયા'ની સિકવલ ૨૦૧૪માં શરૃ કરશે
૨૨ વર્ષના ઇમ્તિયાઝ ખત્રી સાથે ૩૬ વર્ષની અભિનેત્રીનું નામ ચર્ચામાં
મલ્લિકા શેરાવતને નવા વર્ષની પૂર્વસંધ્યાએ પફોર્મ કરવા માટે રૃા. બે કરોડ મળ્યા
'પ્રોફેસર'ની શમ્મી કપૂરની હિરોઈન કલ્પનાની તબિયત ગંભીર
રિલાયન્સની કેજી-ડી૬ બ્લોકમાં ૧.૫ અબજ ડોલરની રોકાણ યોજના મંજૂર થવા સંભવ
એનટીપીસીની પાવર ઉત્પાદન ક્ષમતા વધીને ૩૬૦૧૪ મેગાવોટ થઈ
સોયાતેલ વાયદો ઉછળતાં એરંડા વાયદાએ પણ રૃ.૩૬૦૦ની સપાટી કૂદાવી ઃ સિંગદાણામાં આવા માલોની તીવ્ર અછત
ચાંદીમાં પણ પીછેહઠ ઃ જો કે રૃપિયા સામે ડોલર ફરી ઉછળી રૃ.૫૩ને પાર કરી ગયો
શેરબજાર.....
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફિલ્મોમાં ફેરફાર મારે કરવા પડશેઃ રિતેષ

સલમાન એક સારો ડાન્સર છેઃ કંગના

કંિસંિગ સીન્સ ફિલ્મનો ભાગઃ ઈમરાન હાશ્મી

બ્રાન્ડ એમ્બેસેડર બન્યો ભજ્જી
‘ઝલક દિખલા જા ૫’માં માઘુરી
  More Stories
 
   

અંબાણી પરિવાર નો સનેડો

બાબુ બજરંગીના જામીન યથાવત્‌

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved