Last Update : 28-Dec-2011,Wednesday
 
કવાર્ટર ખાલી નહીં કરનારા સરકારી કર્મચારીઓ પર તવાઇ
 
ગુજરાત પબ્લીક પ્રીમાઇસીસ એક્ટ મુજબ પગલાં

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,મંગળવાર
વડોદરા શહેરમા આવેલી વિવિધ સરકારી વસાહતોમા મકાન મેળવ્યા બાદ બદલી અથવા નિવૃત્તિના સમયે ખાલી નહી કરતા સરકારી કર્મચારીઓ તેમજ અધિકારીએા સામે કડક કાર્યવાહીના એંધાણ વર્તાઇ રહ્યા છે. જે-તે કર્મચારીઓના પગારમાથી રકમ કાપવાની સાથે ગુજરાત પબ્લીક પ્રિમાઇસીસ એક્ટ મુજબ પણ કાર્યવાહીના એંધાણ વર્તાઇ રહ્યા છે. ક્લેક્ટરે પણ તમામ અનઅધિકૃત રીતે રહેતા કર્મચારીઓ સામે વસુલાત કરવાનો આદેશ કર્યો છે.
પગાર અથવા તો પેન્શનમાંથી વસુલાત કરવા તમામ વિભાગોના વડાઓને આદેશ
ઉલ્લેખનિય છે કે શહેર તેમજ જિલ્લામા ફરજ બજાવતા વિવિધ ખાતાના સરકારી કર્મચારીઓ તેમજ અધિકારીઓ સરકારી કચેરીમા પોતાની નિયત સમય મુજબ ફરજ બજાવી શકે તે માટે કચેરી નજીક સરકારી ક્વાટર્સ ફાળવવામા આવતુ હોય છે. રાજ્ય સરકારની મકાન ફાળવણી સમિતિ દ્વારા પીડબલ્યુડી શાખા મારફતે જે-તે કર્મચારીને મકાનની ફાળવણી કરવામા આવે છે. પરંતુ કેટલાક કર્મચારીઓ તેમજ અધિકારીઓ પોતાને કાયમ માટે મકાન ફાળવવામા આવ્યુ હોય તેમ બદલીના સમયે અથવા નિવૃત્તિના સમયે પણ મકાન ખાલી કરતા નથી જેના કારણે અન્ય કર્મચારીઓને મકાન ફાળવવા માટે વિલંબ થતો હોય છે.
કેટલાક કર્મચારીઓ તેમજ અધિકારીઓ અન્યત્ર બદલીના કિસ્સામા તેમજ નિવૃત્તિના કિસ્સામા સુનિશ્ચિત કરવામા આવેલ સમયગાળા કરતા પણ વધારાના સમય સુધી ગેરકાયદેસર વસવાટ કરતા હોવાનુ તેમજ માર્કેટરેટ મુજબ ભાડુ નહી ચુકવતા હોવાનુ ધ્યાનમા આવ્યુ છ. જેના કારણે માર્ગ અને મકાન ખાતુ તેમજ ક્લેક્ટર કચેરી આવા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે સક્રિય થયુ છે. ક્લેક્ટરે પીડબલ્યુડી શાખાને એક પત્ર લખ્યો છે અને સરકારી ક્વાટર્સમા ગેરકાયદેસર વસવાટ કરતા કર્મચારીઓ સામે લાલ આંખ કરી છે. ક્લેક્ટરે આવા કર્મચારીઓ સામે ગુજરાત પબ્લીક પ્રિમાઇસીસ એક્ટ-૧૯૭૨ મુજબ કાર્યવાહી કરવા તેમજ રકમ વસુલ કરવાના આદેશ કરવામા આવ્યા છે. એટલુજ નહી પરંતુ જે-તે સરકારી ખાતાના વડાને પત્ર લખી પગારમાથી વસુલાત કરવા પણ સુચના આપવામા આવી છે. જો અનઅધિકૃત કબજો ખાલી નહી કરે તો કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેરકાયદે બાંધકામ અંગે IAS અધિકારીઓ સામેની રિટ ફગાવાઇ
વિઝા એજન્ટનું અપહરણ કરી પોણા બે લાખ વસૂલીને છોડયો
ભદ્ર પાથરણાબજારમાં ૧૦૦૦ની જાલીનોટ વટાવતા યુવક પકડાયો
પાલિતાણા, અંબાજી, દ્વારકા અને અંકલેશ્વરમાં એરપોર્ટ સ્થપાશે
ડિસેમ્બરમાં પણ ફાલ્સીપેરમના ૧૪૩ કેસ ઃ એક દર્દીનું મોત
હઝારેને ખુલ્લો ટેકો આપવામાં કે તેમનો વિરોધ કરવામાં શહેરના નેતા ગભરાય છે
સાથીઓની વિનંતી છતાં અણ્ણાએ ઉપવાસ પાછા ન જ ખેંચ્યા
મજબૂત લોકપાલ માટે અણ્ણા હઝારેના અનશનઃ આંદોલનના શ્રીગણેશ
વિકાસને વેગ આપવા રાજ્ય પરીવહન સેવાઓ વિકસાવી કમાણી કરવા માગે છે
રાષ્ટ્રગીતની શતાબ્દી ઃ જનગણમન...ના ગાન સાથે અણ્ણાના અનશનનો આરંભ
તેંડુલકર મેગા સદી ચૂક્યો ઃ ઓસ્ટ્રેલિયાના ૩૩૩ રન સામે ભારતના ૩ વિકેટે ૨૧૪
પેટીન્સન જાણી જોઈને સેહવાગ જોડે અથડાયો ઃ સિડલની ગેરશિસ્ત
સેહવાગ ૮૦૦૦+ બનાવનાર વિશ્વનો ૨૩મો, ભારતનો પાંચમો બેટ્સમેન
ઇંગ્લેન્ડના 'બાર્મી આર્મી'ની જેમ ભારતના ચાહકોનું 'સ્વામી આર્મી'

ફીડે રેટિંગ ચેસ ઃ સંતોષ કુમાર સિન્હા ચેમ્પિયન

લાંબુ વેકેશન માણવાની શાહરૃખ ખાનની ઇચ્છા પર યશ ચોપરાએ લગામ તાણી
બોની કપૂર 'મિ. ઈન્ડિયા'ની સિકવલ ૨૦૧૪માં શરૃ કરશે
૨૨ વર્ષના ઇમ્તિયાઝ ખત્રી સાથે ૩૬ વર્ષની અભિનેત્રીનું નામ ચર્ચામાં
મલ્લિકા શેરાવતને નવા વર્ષની પૂર્વસંધ્યાએ પફોર્મ કરવા માટે રૃા. બે કરોડ મળ્યા
'પ્રોફેસર'ની શમ્મી કપૂરની હિરોઈન કલ્પનાની તબિયત ગંભીર
રિલાયન્સની કેજી-ડી૬ બ્લોકમાં ૧.૫ અબજ ડોલરની રોકાણ યોજના મંજૂર થવા સંભવ
એનટીપીસીની પાવર ઉત્પાદન ક્ષમતા વધીને ૩૬૦૧૪ મેગાવોટ થઈ
સોયાતેલ વાયદો ઉછળતાં એરંડા વાયદાએ પણ રૃ.૩૬૦૦ની સપાટી કૂદાવી ઃ સિંગદાણામાં આવા માલોની તીવ્ર અછત
ચાંદીમાં પણ પીછેહઠ ઃ જો કે રૃપિયા સામે ડોલર ફરી ઉછળી રૃ.૫૩ને પાર કરી ગયો
શેરબજાર.....
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફિલ્મોમાં ફેરફાર મારે કરવા પડશેઃ રિતેષ

સલમાન એક સારો ડાન્સર છેઃ કંગના

કંિસંિગ સીન્સ ફિલ્મનો ભાગઃ ઈમરાન હાશ્મી

બ્રાન્ડ એમ્બેસેડર બન્યો ભજ્જી
‘ઝલક દિખલા જા ૫’માં માઘુરી
  More Stories
 
   

અંબાણી પરિવાર નો સનેડો

બાબુ બજરંગીના જામીન યથાવત્‌

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved