Last Update : 28-Dec-2011,Wednesday
 
વિજયરાજનગરમાં થયેલ લૂંટ કેસના આરોપી દ્વારા વાહન ચોર્યાની કબૂલાત
 
 
ભાવનગર, મંગળવાર
ભાવનગર શહેરના વિજયરાજનગર એરીયામાં થયેલ લૂંટ કેસના આરોપીએ વાહન ચોરીની પણ કબુલાત કરી હોવાનું એ ડિવીઝન પોલીસે જણાવ્યું હતું.
લૂંટના ગુનામાં બે દિવસના રીમાન્ડ પૂર્ણ થતાં વાહન ચોરીના ગુનામાં કરાયેલી ધરપકડ
પોલીસે જણાવ્યું હતું કે, તા.૨૪-૧૨-૨૦૧૧ના રોજ સાંજના સાડા ચાર પાંચ વાગ્યાના સુમારે વિજયરાજનગર સોસાયટી, બ્લોક નં.૪૮૨માં રહેતા રતનબેન રૈયાભાઇ નાવડીયા પટેલ (ઉ.વ.૬૦) પોતાની ઘરે એકલા હોઇ, ઘરમાં પ્રવેશ કરી માથામાં ઇજા કરી કાનમાં પહેરેલ સોનાના વેઢલા બે તોલા વજનના આશરે રૃપિયા ૧૦,૦૦૦ કિંમતના લૂંટ કરી, અજાણ્યો ઇસમ નાસી ગયેલ હતો. લૂંટ કરનાર ઇસમનો મોબાઇલ ફોન ત્યાં પડી રહેલ હતો. આ બાબતની ફરિયાદી રતનબેન વા./ઓ.રૈયાભાઇ જેઠાભાઇ નાવડીયાએ એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે લૂંટની ફરિયાદ કરેલ હતી.
આ ગુન્હાની તપાસ દરમિયાન આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી પ્રજ્ઞોશ ઉર્ફે પાગો કિશોરભાઇ લશ્કરી ઉર્ફે રામાનુજ બાવાજી (ઉ.વ.૨૫ રહે. કતારગામ, ધનમોરા ચાર રસ્તા, સુરત હાલ રહે.ગૌરીશંકર સોસાયટી, ઘર નં.૪૫, જ્વેલ સર્કલ, ભાવનગર)ને ગણતરીના કલાકોમાં પકડી પાડી, મજકુર પાસેથી લૂંટમાં ગયેલ મુદ્દામાલ સોનાના વેઢલા (કાંપ) બે તોલા વજનના કિંમત રૃા.૫૦,૦૦૦ના કબજે કરવામાં આવેલ. મજકુર આરોપી પ્રજ્ઞોશ ઉર્ફે પાગો કિશોરભાઇ લશ્કરી સુરત શહેર ખાતે વાહન ચોરીના ૧૭ જેટલા ગુન્હાઓમાં પકડાયેલ છે તથા સાતેક મહિના પહેલાં સુરત શહેર ખાતેથી હદપાર થયેલ છે. હાલમાં ભાવનગર શહેર ખાતે રહેતો હોઇ, પાણીના મીનરલ વોટર પ્લાનમાં નોકરી કરવાની કબુલાત કરેલ છે.
પકડાયેલ આરોપીને કોર્ટમાં રજુ કરી, દિન ૨ના પોલીસ રિમાન્ડ પર મેળવેલ અને આરોપી પ્રજ્ઞોશ ઉર્ફે પાગો કિશોરભાઇ લશ્કરીની ગુન્હામાં વાપરેલ મોટર સાયકલ અંગે સઘન પુછપરછ હાથ ધરતાં પ્રથમ ગુન્હો કર્યા બાદ મોટર સાયકલ પોતાના મિત્ર પ્રદીપ તળશીભાઇ પટેલને આપી દીધેલ હોવાની સ્ટોરી બનાવેલ હતી. બાદમાં પોલીસે કડક પુછપરછ હાથ ધરતાં આરોપી પ્રજ્ઞોશ ઉર્ફે પાગો કિશોરભાઇ લશ્કરીએ પોતે આ ગુન્હામાં વપરાયેલ મોટર સાયકલ વિઠ્ઠલવાડી પેટ્રોલ પંપ સામે મુકેલ હોવાની કબૂલાત આપી હતી. આ મોટર સાયકલ આજથી વીસેક દીવસ પહેલા દેવુબાગ, આનંદ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ રમતા છોકરાઓએ રાખેલ હતું અને ત્યાંથી આ શખ્સ તેની ચોરી કરી ગયો હતો. તેવી કબુલાત પણ કરવામાં આવેલ હતી. એ ડીવીઝન પોલીસ દ્વારા ખાત્રી કરતાં આ બાબતે ફરિયાદી જયદીપભાઇ હરેશભાઇ ઓળખીયા કોળી (રહે. પ્રભુદાસ તળાવ, રૃવાપરી રોડ, ભાવનગર)એ ફરિયાદ પણ નોંધાવેલ છે.
પકડાયેલ આરોપી પ્રજ્ઞોશ ઉર્ફે પાગો કિશોરભાઇ લશ્કરીની કબુલાત આધારે પોલીસે ગુન્હામાં વાપરેલ મોટર સાયકલ (નં.જીજે-૦૫-એફક્યુ-૮૬૩૪) લખેલ જે નંબર પ્લેટ ખોટી બનાવેલ જેનો કબજો મેળવી, મોટર સાયકલ ચોરીના ગુન્હામાં ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી સુરત શહેર ખાતે આશરે ૧૭ જેટલા વાહન ચોરીના ગુન્હાઓ કરેલા હોઇ, પકડાયેલ આરોપીએ ભાવનગર શહેરમાં પણ મોટર સાયકલ ચોરીના વધારે ગુન્હાઓ આચરેલ હોવાની શક્યતા આધારે પકડાયેલ આરોપી પ્રજ્ઞોશ ઉર્ફે પાગો કિશોરભાઇ લશ્કરીની વધુ પુછપરછ હાથ ધરી, ફરીથી પોલીસ રિમાન્ડ પર મેળવવા એ ડિવીઝન પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેરકાયદે બાંધકામ અંગે IAS અધિકારીઓ સામેની રિટ ફગાવાઇ
વિઝા એજન્ટનું અપહરણ કરી પોણા બે લાખ વસૂલીને છોડયો
ભદ્ર પાથરણાબજારમાં ૧૦૦૦ની જાલીનોટ વટાવતા યુવક પકડાયો
પાલિતાણા, અંબાજી, દ્વારકા અને અંકલેશ્વરમાં એરપોર્ટ સ્થપાશે
ડિસેમ્બરમાં પણ ફાલ્સીપેરમના ૧૪૩ કેસ ઃ એક દર્દીનું મોત
હઝારેને ખુલ્લો ટેકો આપવામાં કે તેમનો વિરોધ કરવામાં શહેરના નેતા ગભરાય છે
સાથીઓની વિનંતી છતાં અણ્ણાએ ઉપવાસ પાછા ન જ ખેંચ્યા
મજબૂત લોકપાલ માટે અણ્ણા હઝારેના અનશનઃ આંદોલનના શ્રીગણેશ
વિકાસને વેગ આપવા રાજ્ય પરીવહન સેવાઓ વિકસાવી કમાણી કરવા માગે છે
રાષ્ટ્રગીતની શતાબ્દી ઃ જનગણમન...ના ગાન સાથે અણ્ણાના અનશનનો આરંભ
તેંડુલકર મેગા સદી ચૂક્યો ઃ ઓસ્ટ્રેલિયાના ૩૩૩ રન સામે ભારતના ૩ વિકેટે ૨૧૪
પેટીન્સન જાણી જોઈને સેહવાગ જોડે અથડાયો ઃ સિડલની ગેરશિસ્ત
સેહવાગ ૮૦૦૦+ બનાવનાર વિશ્વનો ૨૩મો, ભારતનો પાંચમો બેટ્સમેન
ઇંગ્લેન્ડના 'બાર્મી આર્મી'ની જેમ ભારતના ચાહકોનું 'સ્વામી આર્મી'

ફીડે રેટિંગ ચેસ ઃ સંતોષ કુમાર સિન્હા ચેમ્પિયન

લાંબુ વેકેશન માણવાની શાહરૃખ ખાનની ઇચ્છા પર યશ ચોપરાએ લગામ તાણી
બોની કપૂર 'મિ. ઈન્ડિયા'ની સિકવલ ૨૦૧૪માં શરૃ કરશે
૨૨ વર્ષના ઇમ્તિયાઝ ખત્રી સાથે ૩૬ વર્ષની અભિનેત્રીનું નામ ચર્ચામાં
મલ્લિકા શેરાવતને નવા વર્ષની પૂર્વસંધ્યાએ પફોર્મ કરવા માટે રૃા. બે કરોડ મળ્યા
'પ્રોફેસર'ની શમ્મી કપૂરની હિરોઈન કલ્પનાની તબિયત ગંભીર
રિલાયન્સની કેજી-ડી૬ બ્લોકમાં ૧.૫ અબજ ડોલરની રોકાણ યોજના મંજૂર થવા સંભવ
એનટીપીસીની પાવર ઉત્પાદન ક્ષમતા વધીને ૩૬૦૧૪ મેગાવોટ થઈ
સોયાતેલ વાયદો ઉછળતાં એરંડા વાયદાએ પણ રૃ.૩૬૦૦ની સપાટી કૂદાવી ઃ સિંગદાણામાં આવા માલોની તીવ્ર અછત
ચાંદીમાં પણ પીછેહઠ ઃ જો કે રૃપિયા સામે ડોલર ફરી ઉછળી રૃ.૫૩ને પાર કરી ગયો
શેરબજાર.....
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફિલ્મોમાં ફેરફાર મારે કરવા પડશેઃ રિતેષ

સલમાન એક સારો ડાન્સર છેઃ કંગના

કંિસંિગ સીન્સ ફિલ્મનો ભાગઃ ઈમરાન હાશ્મી

બ્રાન્ડ એમ્બેસેડર બન્યો ભજ્જી
‘ઝલક દિખલા જા ૫’માં માઘુરી
  More Stories
 
   

અંબાણી પરિવાર નો સનેડો

બાબુ બજરંગીના જામીન યથાવત્‌

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved