Last Update : 28-Dec-2011,Wednesday
 
નરેન્દ્ર મોદી ૧૦૦ કરોડનું પ્લેન ખરીદશે
 
ગુજરાત સરકારનું હાલનું પ્લેન ૧૩ વર્ષ જૂનું થયું હોઇ

મધ્ય પ્રદેશ ૧૦૦ કરોડ અને મહારાષ્ટ્ર ૮૦ કરોડમાં નવું પ્લેન ખરીદી રહ્યાં છે
(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર, મંગળવાર
ગુજરાત સરકાર નવું પ્લેન ખરીદવા ઇચ્છે છે. મોટે ભાગે નવા વર્ષના બજેટમાં આને માટે જોગવાઈ થશે. બે વર્ષ પહેલાં મોદી સરકારે નવું પ્લેન ખરીદવાનો વિચાર કર્યો હતો, પરંતુ કોઇ કારણસર તે પડતો મૂકાયો હતો. મંગળવારે નાગરિક ઉડ્ડયન વિભાગની ધારાસભ્યો સાથે મળેલી પરામર્શ સમિતિની બેઠકમાં આ વિભાગનો હવાલો સંભાળતા રાજયકક્ષાના પ્રધાન સૌરભ દલાલે, અન્ય રાજય સરકારોની તુલનામાં ગુજરાત પાસે માત્ર એક વિમાન અને એક હેલિકોપ્ટર હોઈ રાજય સરકારની જરૃરિયાતના સંદર્ભમાં વધુ એર ક્રાફટસ હોવા જોઈએ તેવો સૂર વ્યકત કર્યો હતો.
જાણવા મળ્યા મુજબ હાલ ગુજરાત સરકાર પાસે જે બે એન્જિવાળું, અમેરિકાની રેથિયોન કંપનીનું સુપર કિંગએર- બી-૨૦૦ બ્રાન્ડનું ૨ પાયલટ સાથે કુલ ૯ માણસો બેસી શકે તેવું પ્લેન છે, તે ૨૦૦૦માં રૃ. ૨૦ કરોડના ખર્ચે ખરીદાયેલું અને ૧૩ વર્ષ જૂનું છે, એટલે વહેલી તકે રાજય સરકાર સલામતિના સંદર્ભમાં નવું પ્લેન ખરીદવા માગે છે. આ અંગે દરખાસ્ત તૈયાર થઇ છે, પણ પ્રધાન સૌરભ દલાલ એ વિશે કંઈ કહેવા તૈયાર નથી.
અલબત્ત, વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાડોશી મહારાષ્ટ્ર સરકાર પાસે ૩ પ્લેન અને ૩ હેલિકોપ્ટર છે, ઉત્તર પ્રદેશ પાસે સૌથી વધુ ૧૭ એરક્રાફટસ છે, રાજસ્થાન પાસે ૨ પ્લેન અને ૨ હેલિકોપ્ટર છે, મધ્ય પ્રદેશ પાસે ૩ હેલિકોપ્ટર અને ૨ પ્લેન છે તથા ત્રીજું મધ્યમકક્ષાનું જેટ પ્લેન રૃ. ૧૦૦ કરોડના ખર્ચે ખરીદવા તૈયારી થઇ રહી છે, એટલે ગુજરાત સરકાર પાસે પણ વધુ પ્રમાણમાં એરક્રાફટસ હોવા જોઈએ, તેવી દલીલ આગળ કરાઈ રહી છે.
સૂત્રો કહે છે કે મધ્ય પ્રદેશ રૃ. ૧૦૦ કરોડના ખર્ચે નવું પ્લેન ખરીદી રહ્યું છે અને મહારાષ્ટ્ર સરકારે પણ તાજેતરમાં રૃ. ૮૦ કરોડના ખર્ચે નવું પ્લેન ખરીદ્યું છે. આ સંજોગોમાં ગુજરાત સરકારે જો મધ્યમ કક્ષાનું જેટ પ્લેન ખરીદવું હશે, તો આવતા બજેટમાં રૃ. ૧૦૦ કરોડની જોગવાઈ કરવી પડશે. અત્યારે નવું પ્લેન ખરીદવાની દરખાસ્ત મુખ્ય પ્રધાન કક્ષાએ વિચારધીન હોવાનું જણાવાઈ રહ્યું છે.
ગુજરાત સરકાર પાસે જે ફ્રાંસની યુરોકોપ્ટર કંપનીનું ડયુફિન બ્રાન્ડનું ૨ પાયલટ સહિત ૭ માણસોને બેસી શકે તેવું હેલિકોપ્ટર છે, તે છેલ્લે ૨૦૦૭માં રૃ. ૪૫ કરોડના ખર્ચે ખરીદાયું હતું.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેરકાયદે બાંધકામ અંગે IAS અધિકારીઓ સામેની રિટ ફગાવાઇ
વિઝા એજન્ટનું અપહરણ કરી પોણા બે લાખ વસૂલીને છોડયો
ભદ્ર પાથરણાબજારમાં ૧૦૦૦ની જાલીનોટ વટાવતા યુવક પકડાયો
પાલિતાણા, અંબાજી, દ્વારકા અને અંકલેશ્વરમાં એરપોર્ટ સ્થપાશે
ડિસેમ્બરમાં પણ ફાલ્સીપેરમના ૧૪૩ કેસ ઃ એક દર્દીનું મોત
હઝારેને ખુલ્લો ટેકો આપવામાં કે તેમનો વિરોધ કરવામાં શહેરના નેતા ગભરાય છે
સાથીઓની વિનંતી છતાં અણ્ણાએ ઉપવાસ પાછા ન જ ખેંચ્યા
મજબૂત લોકપાલ માટે અણ્ણા હઝારેના અનશનઃ આંદોલનના શ્રીગણેશ
વિકાસને વેગ આપવા રાજ્ય પરીવહન સેવાઓ વિકસાવી કમાણી કરવા માગે છે
રાષ્ટ્રગીતની શતાબ્દી ઃ જનગણમન...ના ગાન સાથે અણ્ણાના અનશનનો આરંભ
તેંડુલકર મેગા સદી ચૂક્યો ઃ ઓસ્ટ્રેલિયાના ૩૩૩ રન સામે ભારતના ૩ વિકેટે ૨૧૪
પેટીન્સન જાણી જોઈને સેહવાગ જોડે અથડાયો ઃ સિડલની ગેરશિસ્ત
સેહવાગ ૮૦૦૦+ બનાવનાર વિશ્વનો ૨૩મો, ભારતનો પાંચમો બેટ્સમેન
ઇંગ્લેન્ડના 'બાર્મી આર્મી'ની જેમ ભારતના ચાહકોનું 'સ્વામી આર્મી'

ફીડે રેટિંગ ચેસ ઃ સંતોષ કુમાર સિન્હા ચેમ્પિયન

લાંબુ વેકેશન માણવાની શાહરૃખ ખાનની ઇચ્છા પર યશ ચોપરાએ લગામ તાણી
બોની કપૂર 'મિ. ઈન્ડિયા'ની સિકવલ ૨૦૧૪માં શરૃ કરશે
૨૨ વર્ષના ઇમ્તિયાઝ ખત્રી સાથે ૩૬ વર્ષની અભિનેત્રીનું નામ ચર્ચામાં
મલ્લિકા શેરાવતને નવા વર્ષની પૂર્વસંધ્યાએ પફોર્મ કરવા માટે રૃા. બે કરોડ મળ્યા
'પ્રોફેસર'ની શમ્મી કપૂરની હિરોઈન કલ્પનાની તબિયત ગંભીર
રિલાયન્સની કેજી-ડી૬ બ્લોકમાં ૧.૫ અબજ ડોલરની રોકાણ યોજના મંજૂર થવા સંભવ
એનટીપીસીની પાવર ઉત્પાદન ક્ષમતા વધીને ૩૬૦૧૪ મેગાવોટ થઈ
સોયાતેલ વાયદો ઉછળતાં એરંડા વાયદાએ પણ રૃ.૩૬૦૦ની સપાટી કૂદાવી ઃ સિંગદાણામાં આવા માલોની તીવ્ર અછત
ચાંદીમાં પણ પીછેહઠ ઃ જો કે રૃપિયા સામે ડોલર ફરી ઉછળી રૃ.૫૩ને પાર કરી ગયો
શેરબજાર.....
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફિલ્મોમાં ફેરફાર મારે કરવા પડશેઃ રિતેષ

સલમાન એક સારો ડાન્સર છેઃ કંગના

કંિસંિગ સીન્સ ફિલ્મનો ભાગઃ ઈમરાન હાશ્મી

બ્રાન્ડ એમ્બેસેડર બન્યો ભજ્જી
‘ઝલક દિખલા જા ૫’માં માઘુરી
  More Stories
 
   

અંબાણી પરિવાર નો સનેડો

બાબુ બજરંગીના જામીન યથાવત્‌

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved