Last Update : 28-Dec-2011,Wednesday
 
ભદ્ર પાથરણાબજારમાં ૧૦૦૦ની જાલીનોટ વટાવતા યુવક પકડાયો

 

પંજાબથી બટાકા લઈને આવેલો યુવક 'જાલીનોટ નેટવર્ક'નો હિસ્સો?

અમદાવાદ, મંગળવાર
અમદાવાદ સહીત ગુજરાતમાં ૫૦૦ અને ૧૦૦૦ના દરની જાલીનોટો ફરતી કરવાનું વ્યવસ્થિત નેટવર્ક ચાલતું હોવા અંગે એ.ટી.એસ. તપાસ કરી રહી છે. આવા તબક્કે ભદ્રના પાથરણા બજારમાં ૧૦૦૦ના દરની જાલીનોટ વટાવવા જતા પંજાબનો યુવક પકડાઈ ગયો છે. સાંજ ઢળ્યા પછી ખરીદી કરી રામલાલ ચૌહાણ નામનો શખ્સ ત્રણ નોટો વટાવી ચૂક્યો હતો. પરંતુ, બેલ્ટ ખરીદી ચોથી નોટ આપી ત્યારે સતર્ક વેપારી ૧૦૦૦ની નોટ નકલી હોવાનું જાણી ગયો હતો. પોલ ખૂલી જતાં ભાગેલા રામલાલને પાથરણાવાળાઓએ પીછો કરી પકડી પાડયો હતો.
સાંજ ઢળ્યા પછી ખરીદી કરી ૧,૦૦૦ની નોટ આપતોઃ ત્રણ નકલી નોટ વટાવી પણ સતર્ક વેપારી ચોથી જાલી નોટ ઓળખી જતાં પોલ ખુલી
ભદ્રની પાથરણા બજારમાં સોમવારે સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં ખરીદીની ગીર્દી વચ્ચે એક પરપ્રાંતિય યુવક ધડાધડ ખરીદી કરી રહ્યો હતો. ઠંડી વચ્ચે અંધારૃ છવાયું હોવાથી વસતી કરવાની ઉતાવળમાં વેપારીઓ ગ્રાહકને નીપટાવી રહ્યાં હતાં. એક-બે નહીં ત્રણ-ત્રણ સ્થળેથી બસ્સો-ત્રણસો રૃપિયાની ખરીદી કરી પરપ્રાંતિય યુવકે એક-એક હજારની નોટો આપી હતી. ત્રણ વેપારીઓએ તો બાકીના નાણાં પરત આપી દીધાં હતાં.
થોડે જ આગળ બેલ્ટ વેચતા વેપારી પાસે આ યુવકે ખરીદી કરી ૧૦૦૦ની નોટ આપી હતી. છૂટ્ટા ન હોવાથી આ વેપારીએ બાજુમાં બેસતા વેપારી વાજીદહુસેન મનસુરીને છૂટ્ટા મેળવવા ૧૦૦૦ની નોટ આપી હતી. લાલદરવાજાના રહીશ વાજીદને નોટ હાથમાં આવતાં જ નકલી હોવાની શંકા ગઈ હતી. વાજીદે બેટરી સંચાલિત લાઈટ સામે નોટ રાખી તો ૧૦૦૦ની જાલીનોટમાં વોટરમાર્ક (આર.બી.આઈ. લખેલી પટ્ટી) જ ન હોવાનું જણાયું હતું.
'આ નોટ તો નકલી છે' તેવી વાત કરતાં જ ૧-૧ હજારની નોટ આપી ખરીદી કરી રહેલો યુવાન ભાગ્યો હતો. બજારમાં બૂમાબૂમ થઈ ગઈ હતી અને પાથરણાવાળા યુવાનોએ પીછો કર્યો હતો. બેથી ત્રણ જાલીનોટો વટાવી ચૂકેલા યુવાનને પકડી પાડી લોકોએ મેથીપાક આપ્યો હતો. એવામાં જ પહોંચેલી કારંજ પોલીસે યુવકનો કબજો મેળવ્યો હતો. કારંજના પી.આઈ. એમ.એન. મિર્ઝાએ જણાવ્યું કે, એક-એક હજારની ચાર જાલીનોટોથી ખરીદી કરનાર યુવક રામલાલ પ્રેમલાલ ચૌહાણ પંજાબના મોગર જિલ્લાના બધરવાજા ગામનો વતની છે. પ્રાથમિક વિગતો મુજબ, આરોપી રામલાલ પંજાબથી બટાકાની ટ્રક લઈને અમદાવાદ આવ્યો હતો.
રામલાલના કહેવા મુજબ, તેણે પેટ્રોલ અને ખર્ચપેટે અપાતાં ૨૫-૩૦ હજાર રૃપિયામાં આવેલી આવી નોટો એકઠી કરી હતી. બેન્કમાં રજૂ કરીએ તો કાર્યવાહી થવાનો ભય હતો એટલે અમદાવાદમાં વટાવી લેવા પ્રયાસ કર્યો હતો. જો કે, રામલાલની વાત પોલીસને ગળે ઉતરતી નથી. રામલાલ જાલીનોટના નેટવર્કનો હિસ્સો હોવાની આશંકા વચ્ચે વધુ તપાસ એસ.ઓ.જી.ને સોંપાઈ છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેરકાયદે બાંધકામ અંગે IAS અધિકારીઓ સામેની રિટ ફગાવાઇ
વિઝા એજન્ટનું અપહરણ કરી પોણા બે લાખ વસૂલીને છોડયો
ભદ્ર પાથરણાબજારમાં ૧૦૦૦ની જાલીનોટ વટાવતા યુવક પકડાયો
પાલિતાણા, અંબાજી, દ્વારકા અને અંકલેશ્વરમાં એરપોર્ટ સ્થપાશે
ડિસેમ્બરમાં પણ ફાલ્સીપેરમના ૧૪૩ કેસ ઃ એક દર્દીનું મોત
હઝારેને ખુલ્લો ટેકો આપવામાં કે તેમનો વિરોધ કરવામાં શહેરના નેતા ગભરાય છે
સાથીઓની વિનંતી છતાં અણ્ણાએ ઉપવાસ પાછા ન જ ખેંચ્યા
મજબૂત લોકપાલ માટે અણ્ણા હઝારેના અનશનઃ આંદોલનના શ્રીગણેશ
વિકાસને વેગ આપવા રાજ્ય પરીવહન સેવાઓ વિકસાવી કમાણી કરવા માગે છે
રાષ્ટ્રગીતની શતાબ્દી ઃ જનગણમન...ના ગાન સાથે અણ્ણાના અનશનનો આરંભ
તેંડુલકર મેગા સદી ચૂક્યો ઃ ઓસ્ટ્રેલિયાના ૩૩૩ રન સામે ભારતના ૩ વિકેટે ૨૧૪
પેટીન્સન જાણી જોઈને સેહવાગ જોડે અથડાયો ઃ સિડલની ગેરશિસ્ત
સેહવાગ ૮૦૦૦+ બનાવનાર વિશ્વનો ૨૩મો, ભારતનો પાંચમો બેટ્સમેન
ઇંગ્લેન્ડના 'બાર્મી આર્મી'ની જેમ ભારતના ચાહકોનું 'સ્વામી આર્મી'

ફીડે રેટિંગ ચેસ ઃ સંતોષ કુમાર સિન્હા ચેમ્પિયન

લાંબુ વેકેશન માણવાની શાહરૃખ ખાનની ઇચ્છા પર યશ ચોપરાએ લગામ તાણી
બોની કપૂર 'મિ. ઈન્ડિયા'ની સિકવલ ૨૦૧૪માં શરૃ કરશે
૨૨ વર્ષના ઇમ્તિયાઝ ખત્રી સાથે ૩૬ વર્ષની અભિનેત્રીનું નામ ચર્ચામાં
મલ્લિકા શેરાવતને નવા વર્ષની પૂર્વસંધ્યાએ પફોર્મ કરવા માટે રૃા. બે કરોડ મળ્યા
'પ્રોફેસર'ની શમ્મી કપૂરની હિરોઈન કલ્પનાની તબિયત ગંભીર
રિલાયન્સની કેજી-ડી૬ બ્લોકમાં ૧.૫ અબજ ડોલરની રોકાણ યોજના મંજૂર થવા સંભવ
એનટીપીસીની પાવર ઉત્પાદન ક્ષમતા વધીને ૩૬૦૧૪ મેગાવોટ થઈ
સોયાતેલ વાયદો ઉછળતાં એરંડા વાયદાએ પણ રૃ.૩૬૦૦ની સપાટી કૂદાવી ઃ સિંગદાણામાં આવા માલોની તીવ્ર અછત
ચાંદીમાં પણ પીછેહઠ ઃ જો કે રૃપિયા સામે ડોલર ફરી ઉછળી રૃ.૫૩ને પાર કરી ગયો
શેરબજાર.....
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફિલ્મોમાં ફેરફાર મારે કરવા પડશેઃ રિતેષ

સલમાન એક સારો ડાન્સર છેઃ કંગના

કંિસંિગ સીન્સ ફિલ્મનો ભાગઃ ઈમરાન હાશ્મી

બ્રાન્ડ એમ્બેસેડર બન્યો ભજ્જી
‘ઝલક દિખલા જા ૫’માં માઘુરી
  More Stories
 
   

અંબાણી પરિવાર નો સનેડો

બાબુ બજરંગીના જામીન યથાવત્‌

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved