Last Update : 28-Dec-2011,Wednesday
 

શેરબજાર.....

 

યુરોપના બજારો મજબૂતીએ ખુલ્યા છતાં ડિસેમ્બર વલણના અંત પૂર્વે અફડાતફડી
રિલાયન્સ શેરોની આગેવાનીએ સેન્સેક્ષ ૧૬૦૪૯ થઇ વધ્યામથાળેથી ૧૭૩ પોઇન્ટ ઘટીને ૧૫૮૭૪
રીયાલ્ટી, મેટલ, બેંકિંગ શેરોમાં વેચવાલી ઃ નિફ્ટી ૪૮૦૦ સ્પર્શીને ૪૭૫૦
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, મંગળવાર
ડેરીવેટીવ્ઝમાં ડિસેમ્બર વલણના અંત પૂર્વે એફઆઇઆઇ- વિદેશી ફંડોની ક્રિસમસ વેકેશનને પરિણામે ઓછી સક્રીયતા અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાન્યુઆરીની શરૃઆતમાં સીઆરઆરમાં અડધાથી પોણા ટકા ઘટાડાની અટકળો વચ્ચે આજે પણ મુંબઇ શેરબજારોમાં ટ્રેડીંગનો આરંભ પોઝિટીવ થઇ રિલાયન્સ બન્ને ગુ્રપ કંપનીઓના શેરોમાં લોકલ ફંડોની લેવાલીના આકર્ષણ સામે રીયાલ્ટી, મેટલ, બેંકિંગ, આઇટી શેરોમાં નરમાઇએ સાવચેતીમાં સેન્સેક્ષ- નિફ્ટીમાં સાંકડી વધઘટ જોવાઇ હતી. સેન્સેક્ષ આગલા બંધ ૧૫૯૭૦.૭૫ સામે ૧૫૯૮૩.૯૮ મથાળે ખુલીને શરૃઆતમાં ૧૫થી ૨૦ પોઇન્ટની સાંકડી વધઘટ બાદ રિલાયન્સ શેરોમાં તેજી સાથે લાર્સન, ઓએનજીસી, બજાજ ઓટો, જિન્દાલ સ્ટીલ, ટાટા પાવર, આઇટીસી સહિતના શેરોમાં લેવાલી નીકળતા ૧૬૦૦૦ની સપાટી કુદાવી ૭૮.૩૭ પોઇન્ટના સુધારે દોઢ સપ્તાહની ૧૬૦૪૯.૧૨ની ઉંચાઇએ પહોચ્યો હતો. પરંતુ બપોરે ૧૨ વાગ્યા બાદ ટાટા ગુ્રપ શેરો ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટીસીએસ સાથે સ્ટેટ બેંક, એચડીએફસી બેંક, ડીએલએફ, કોલ ઇન્ડિયા, એનટીપીસી, સ્ટરલાઇટ, હિન્દાલ્કો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં વેચવાલી નીકળતા નેગેટીવ ઝોનમાં આવી જઇ ૨.૩૦ વાગ્યા નજીક એક સમયે ૧૭૧.૧૨ પોઇન્ટ તૂટીને નીચામાં ૧૫૭૯૯.૬૩ સુધી જઇને છેલ્લા કલાકની અફડાતફડીના અંતે ૯૬.૮૦ પોઇન્ટ ઘટીને ૧૫૮૭૩.૯૫ બંધ રહ્યો હતો.
નિફ્ટી ૪૮૦૦ની દોઢ સપ્તાહની ઉંચાઇ બનાવી પાછો ફર્યો ઃ છેલ્લા કલાકમાં ફરી કાતિલ અફડાતફડી
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૪૭૭૯ સામે ૪૭૮૦.૨૦ ખુલી આરંભમાં ૪૭૬૭ થઇ પાછો ફરી સવારે આરંભના કલાકમાં ૪૭૬૭થી ૪૭૮૨ વચ્ચે અથડાતો રહ્યા બાદ ૧૧ વાગ્યે ૪૮૦૦.૫૦ની ઉંચાઇએ પહોંચી ગયો હતો. પરંતુ વધ્યામથાળેથી પીછેહઠ સાથે ૧૨ વાગ્યા બાદ નેગેટીવ ઝોનમાં સરકી જઇ બપોરે ૨.૨૫ વાગ્યે નીચામાં ૪૭૨૩.૬૫ સુધી ખાબકી ગયો હતો. જે છેલ્લા કલાકની કાતિલ અફડાતફડીના અંતે ૨૮.૫૦ પોઇન્ટના ઘટાડે ૪૭૫૦.૫૦ મથાળે બંધ રહ્યો હતો.
નિફ્ટી પુટ કોલ બન્નેના ખેલંદાઓને ટ્રેપમાં લેવાયા! જાન્યુઆરી ફ્યુચર ૪૮૨૭ થઇ ૪૭૭૬
ડેરીવેટીવ્ઝમાં ડિસેમ્બર વલણના અંત પૂર્વે નિફ્ટીમાં બે-તરફી અફડાતફડીમાં આજે કોલ- પુટના બન્ને ખેલંદાઓને ફફડાવીને પોઝિશન છોડાવવાનો ખેલ ખેલી રોલઓવરનું ઓપરેશન પાર પાડવાનો દિગ્ગજો-ફંડોએ પ્રયાસમાં નિફ્ટી જાન્યુઆરી ફ્યુચર ૯૪૫૩૭ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૨૨૬૨.૫૨ કરોડના ટર્નઓવરે ૪૮૦૭.૪૫ સામે ૪૭૮૯ ખુલી ઉપરમાં ૪૮૨૭.૮૫થી નીચામાં ૪૭૪૭ સુધી જઇ અંતે ૪૭૭૬.૧૫ બોલાતો હતો. નિફ્ટી ડિસેમ્બર ફ્યુચર ૨૯૬૨૨૯ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૭૦૬૦.૩૫ કરોડના ટર્નઓવરે ૪૭૮૭.૭૦ સામે ૪૭૬૪.૯૫ ખુલી ઉપરમાં ૪૮૦૮ થઇ પાછો ફરી નીચામાં ૪૭૨૫.૧૦ થઇ અંતે ૪૭૫૯ રહ્યો હતો.
નિફ્ટી ૪૮૦૦નો કોલ ૩૯.૧૦થી ઉછળીને ૪૪.૩૦ થઇ ૧૩.૫૫ સુધી પટકાયો
નિફ્ટી ૪૮૦૦નો કોલ ૬૬૨૧૪૫ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૫૯૭૮.૩૫ કરોડના ટર્નઓવરે ૩૯.૧૦ સામે ૨૮ ખુલી ઉપરમાં ૪૪.૩૦ થઇ પાછો ફરી નીચામાં ૧૩.૫૫ સુધી પટકાઇ છેલ્લે ૨૦.૭૦ બોલાતો હતો. નિફ્ટી ૪૭૦૦નો પુટ ૬૧૬૨૩૧ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૪૫૩૬.૨૧ કરોડના ટર્નઓવરે ૧૭ સામે ૧૬.૨૫ ખુલી નીચામાં ૧૦.૦૫ થઇ ઉપરમાં ૨૭.૫૦ સુધી જઇ છેલ્લે ૧૬.૬૦ બોલાતો હતો. નિફ્ટી ૪૯૦૦નો કોલ ૩૯૯૮૭૬ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૯૮૦૭.૫૫ કરોડના ટર્નઓવરે ૧૦.૪૦ સામે ૭.૩૫ ખુલી ઉપરમાં ૧૦.૪૫ થઇ નીચામાં ૨.૫૦ સુધી ખાબકી અંતે ૩.૩૫ હતો.
રિલાયન્સ ઇન્ડ. કેજી-ડી૬ મામલે મીટિંગ પૂર્વે ઘટયો ઃ અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં સતત બીજા દિવસે તેજી
રિલાયન્સ ગુ્રપ કંપનીઓના શેરોમાં આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં આરંભમાં મજબૂતી બાદ કેજી-ડી૬ ગેસ કૂવાઓમાંથી લક્ષ્યાંકથી ઓછા ઉત્પાદન મામલે ઓઇલ મંત્રાલય સાથે નવા ડેવલપમેન્ટ ખર્ચ મામલે મર્યાદાના વિવાદમાં આજે ડી૬ બ્લોકની ખર્ચ મામલે મર્યાદાના વિવાદમાં આજે ડી૬ બ્લોકની મેનેજમેન્ટ કમિટીની મીટિંગમાં કંપનીને સેટેલાઇટ ફિલ્ડ વિકસાવવા માટે અંદાજીત ૧.૫ અબજ ડોલરના રોકાણની યોજનાને મંજૂર કરવા સંબંધિ લેવાનારા નિર્ણય પૂર્વે શેરમાં ઉછાળે વેચવાલીએ શેર રૃા. ૭.૭૦ ઘટીને રૃા. ૭૫૩.૨૫ રહ્યો હતો. જ્યારે અનિલ અંબાણી ગુ્રપ કંપનીઓના શેરોમાં સતત બીજા દિવસે તેજી જોવાઇ હતી.
રિલાયન્સ કોમ્યુ. રૃા. ૩.૪૫ ઉછળીને રૃા. ૭૨.૯૦ ઃ ટેલીકોમ ટાવર બિઝનેસને રશીયન કંપની હસ્તગત કરશે!
રિલાયન્સ કોમ્યુનિકેશન્સમાં સતત બીજા દિવસે આકર્ષણે શેર રૃા. ૩.૪૫ વધીને રૃા. ૭૨.૯૦ રહ્યો હતો. આરકોમના ટેલીકોમ ટાવર્સ બિઝનેસને રશીયન કંપની દ્વારા હસ્તગત થવાની અટકળો અને કંપની માટે મુકેશ અંબાણી કેમ્પ તરફથી ટેલીકોમ ક્ષેત્રે ધમાકેદાર ઓફર સાથે પ્રવેસની અટકળો વચ્ચે આકર્ષણ રહ્યું હતું. અન્ય એડીએજી ગુ્રપ શેરોમાં આરંભિક ઉછાળા બાદ નફારૃપી વેચવાલીએ રિલાયન્સ કેપિટલ રૃા. ૧.૪૦ વધીને રૃા. ૨૫૨.૨૫, રિલાયન્સ ઇન્ફ્રા. રૃા. ૨ વધીને રૃા. ૩૬૯.૨૦, રિલાયન્સ મીડિયા રૃા. ૨.૩૫ વધીને રૃા. ૭૫.૦૫ રહ્યા હતાં.
રીયલ એસ્ટેટ ક્ષેત્રે મોટા ધબડકાની દહેશત ઃ ગોદરેજ પ્રોપર્ટી, શોભા ડેવલપર્સ, ડીએલએફ ઘટયાં
રીયાલ્ટી ક્ષેત્રે બિલ્ડરો- ડિવલપરો દ્વારા અવનવી ઓફરો છતાં મહામંદીના એંધાણે ગ્રાહકો પ્રોપર્ટી ખરીદવાનું ટાળી રહ્યા હોઇ અને બીજી તરફ ઊંચા ભાવે ખરીદીને ફસાયેલા ઇન્વેસ્ટરો પ્રોપર્ટીનું મોટા ડિસ્કાઉન્ટે વેચાણ કરવા તત્પર બનવા લાગતા પ્રોપર્ટીના ભાવોમાં મોટા કડાકાની દહેશત વચ્ચે પ્રોપર્ટી શેરોના ભાવો ઘટયા હતા. હાઉસીંગ લોનના ઉંચા દરોમાં રિઝર્વ બેંક ધિરાણ નીતિમાં ઢીલ ન મૂકે ત્યાં સુધી રાહતની શક્યતા નહીં હોઇ અનિશ્ચિતતા વચ્ચે શેરોમાં વેચવાલી હતી. ડીએલએફ રૃા. ૫.૩૦ ઘટીને રૃા. ૧૯૧.૨૫, શોભા ડેવલપર્સ રૃા. ૬.૬૫ ઘટીને રૃા. ૧૯૫.૫૦, ગોદરેજ પ્રોપર્ટીઝ રૃા. ૧૮.૬૦ ઘટીને રૃા. ૬૧૬.૫૫, યુનીટેક રૃા. ૨૦.૦૫, ફિનિક્સ મિલ્સ રૃા. ૨.૧૫ ઘટીને રૃા. ૧૬૫ રહ્યા હતાં.
એક્સીસ બેંક રૃા. ૯૫૧ સામે રૃા. ૨૯ તૂટીને રૃા. ૮૪૩ ઃ ફેડરલ બેંક રૃા. ૧૫ તૂટયો ઃ સ્ટેટ બેંક રૃા. ૨૨ ઘટયો
સેન્સેક્ષ- નિફ્ટીને અફડાતફડીના અંત ખાસ ઘટવા નહીં દઇ સામે શેરોમાં આજે ફંડોનું ઓફલોડીંગ બેંક શેરોમાં જોવાયું હતું. ફેડરલ બેંક રૃા. ૧૪.૯૦ ઘટીને રૃા. ૩૩૬.૦૫, યુનીયન બેંક રૃા. ૬.૦૫ ઘટીને રૃા. ૧૬૪, એક્સીસ બેંક રૃા. ૯૫૧ના હવાલા સામે આજે વધુ રૃા. ૨૯.૦૫ ઘટીને રૃા. ૮૪૩.૭૫, કેનરા બેંક રૃા. ૧૦.૫૦ ઘટીને રૃા. ૩૫૬, કોટક મહિન્દ્રા બેંક રૃા. ૧૨.૮૫ ઘટીને રૃા. ૪૫૦.૫૦, ઇન્ડસઇન્ડ બેંક રૃા. ૫.૦૫ ઘટીને રૃા. ૨૩૯, સ્ટેટ બેંક રૃા. ૨૧.૭૫ ઘટીને રૃા. ૧૬૪૨.૯૦, બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૫.૯૫ ઘટીને રૃા. ૨૮૭.૧૫ રહ્યા હતાં.
ફોર્ટીસ, વોલ્ટાસ, સિન્ટેક્ષ, યુનાઇટેડ સ્પિરીટ, બજાજ હોલ્ડિંગ્સ, આઇડીએફસી ગબડયા
'એ' ગુ્રપના ઘટનાર અન્ય પ્રમુખ શેરોમાં ફોર્ટીસ હેલ્થકૅર રૃા. ૫.૮૫ તૂટીને રૃા. ૮૩.૨૦, ગુજરાત ફ્લો રૃા. ૨૫.૭૦ તૂટીને રૃા. ૩૭૨.૨૦, વોલ્ટાસ રૃા. ૪.૩૫ તૂટીને રૃા. ૭૬.૮૦, મેંગ્લોર રીફાઇનરી રૃા. ૨.૭૦ તૂટીને રૃા. ૫૩.૫૦, હિન્દુસ્તાન કોપર રૃા. ૭.૨૫ તૂટીને રૃા. ૧૬૯.૦૫, સિન્ટેક્ષ ઇન્ડસ્ટ્રી રૃા. ૨.૮૦ તૂટીને રૃા. ૬૮.૧૦, યુનાઇટેડ સ્પિરીટ રૃા. ૨૧.૯૫ તૂટીને રૃા. ૫૭૨, આઇડીએફસી રૃા. ૩.૭૦ ઘટીને રૃા. ૯૬.૭૦, બજાજ હોલ્ડિંગ્સ રૃા. ૨૦.૫૦ તૂટીને રૃા. ૬૭૮.૫૦, ઇન્ડિયન ઓઇલ કોર્પ રૃા. ૮.૫૦ ઘટીને રૃા. ૨૬૧, આઇડીયા સેલ્યુલર રૃા. ૨.૨૫ ઘટીને રૃા. ૮૦.૦૫, એસ્સાર ઓઇલ રૃા. ૧.૫૫ ઘટીને રૃા. ૪૯.૧૫, સીઇએસસી રૃા. ૬.૩૦ ઘટીને રૃા. ૧૯૯.૫૦ રહ્યા હતાં.
માર્કેટ બ્રેડથ નેગેટીવ ઃ ૧૪૮૦ શેરો ઘટયા છતાં ૧૯૭ શેરોમાં તેજીની સર્કિટ
ઇન્ડેક્ષ બેઝડ અફડાતફડીના અંતે નરમાઇ સાથે 'બી' ગુ્રપ, સ્મોલ-મિડ કેપ શેરોમાં પણ ઘણા કાઉન્ટરોમાં વેચવાલીનું દબાણ હતું. બીએસઇમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૧૬ સ્ક્રીપમાંથી ઘટનારની સંખ્યા ૧૪૮૦ અને વધનારની ૧૧૮૪ રહી હતી. અલબત ૧૯૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૮૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ હતી.
યુરોપના બજારોમાં મજબૂતી ઃ નિક્કી ૩૯, સાંઘાઇ ૨૪ પોઇન્ટ ઘટયા
એશીયાના અન્ય દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ઇન્ડેક્ષ ૩૮.૭૮ પોઇન્ટ ઘટીને ૮૪૪૦.૫૬, ચીનનો સાંઘાઇ કોમ્પોઝિટ ૨૩.૯૧ પોઇન્ટ ઘટીને ૨૧૬૬.૨૧, તાઇવાન વેઇટેજ ૭.૫૫ પોઇન્ટ ઘટીને ૭૦૮૫.૦૩, દક્ષિણ કોરિયાનો કોસ્પી ૧૪.૬૮ પોઇન્ટ ઘટીને ૧૮૪૨.૦૨ રહ્યા હતા. જ્યારે યુરોપના દેશોના બજારોમાં ૫થી ૨૦ પોઇન્ટનો નજીવો સુધારો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેરકાયદે બાંધકામ અંગે IAS અધિકારીઓ સામેની રિટ ફગાવાઇ
વિઝા એજન્ટનું અપહરણ કરી પોણા બે લાખ વસૂલીને છોડયો
ભદ્ર પાથરણાબજારમાં ૧૦૦૦ની જાલીનોટ વટાવતા યુવક પકડાયો
પાલિતાણા, અંબાજી, દ્વારકા અને અંકલેશ્વરમાં એરપોર્ટ સ્થપાશે
ડિસેમ્બરમાં પણ ફાલ્સીપેરમના ૧૪૩ કેસ ઃ એક દર્દીનું મોત
હઝારેને ખુલ્લો ટેકો આપવામાં કે તેમનો વિરોધ કરવામાં શહેરના નેતા ગભરાય છે
સાથીઓની વિનંતી છતાં અણ્ણાએ ઉપવાસ પાછા ન જ ખેંચ્યા
મજબૂત લોકપાલ માટે અણ્ણા હઝારેના અનશનઃ આંદોલનના શ્રીગણેશ
વિકાસને વેગ આપવા રાજ્ય પરીવહન સેવાઓ વિકસાવી કમાણી કરવા માગે છે
રાષ્ટ્રગીતની શતાબ્દી ઃ જનગણમન...ના ગાન સાથે અણ્ણાના અનશનનો આરંભ
તેંડુલકર મેગા સદી ચૂક્યો ઃ ઓસ્ટ્રેલિયાના ૩૩૩ રન સામે ભારતના ૩ વિકેટે ૨૧૪
પેટીન્સન જાણી જોઈને સેહવાગ જોડે અથડાયો ઃ સિડલની ગેરશિસ્ત
સેહવાગ ૮૦૦૦+ બનાવનાર વિશ્વનો ૨૩મો, ભારતનો પાંચમો બેટ્સમેન
ઇંગ્લેન્ડના 'બાર્મી આર્મી'ની જેમ ભારતના ચાહકોનું 'સ્વામી આર્મી'

ફીડે રેટિંગ ચેસ ઃ સંતોષ કુમાર સિન્હા ચેમ્પિયન

લાંબુ વેકેશન માણવાની શાહરૃખ ખાનની ઇચ્છા પર યશ ચોપરાએ લગામ તાણી
બોની કપૂર 'મિ. ઈન્ડિયા'ની સિકવલ ૨૦૧૪માં શરૃ કરશે
૨૨ વર્ષના ઇમ્તિયાઝ ખત્રી સાથે ૩૬ વર્ષની અભિનેત્રીનું નામ ચર્ચામાં
મલ્લિકા શેરાવતને નવા વર્ષની પૂર્વસંધ્યાએ પફોર્મ કરવા માટે રૃા. બે કરોડ મળ્યા
'પ્રોફેસર'ની શમ્મી કપૂરની હિરોઈન કલ્પનાની તબિયત ગંભીર
રિલાયન્સની કેજી-ડી૬ બ્લોકમાં ૧.૫ અબજ ડોલરની રોકાણ યોજના મંજૂર થવા સંભવ
એનટીપીસીની પાવર ઉત્પાદન ક્ષમતા વધીને ૩૬૦૧૪ મેગાવોટ થઈ
સોયાતેલ વાયદો ઉછળતાં એરંડા વાયદાએ પણ રૃ.૩૬૦૦ની સપાટી કૂદાવી ઃ સિંગદાણામાં આવા માલોની તીવ્ર અછત
ચાંદીમાં પણ પીછેહઠ ઃ જો કે રૃપિયા સામે ડોલર ફરી ઉછળી રૃ.૫૩ને પાર કરી ગયો
શેરબજાર.....
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

ફિલ્મોમાં ફેરફાર મારે કરવા પડશેઃ રિતેષ

સલમાન એક સારો ડાન્સર છેઃ કંગના

કંિસંિગ સીન્સ ફિલ્મનો ભાગઃ ઈમરાન હાશ્મી

બ્રાન્ડ એમ્બેસેડર બન્યો ભજ્જી
‘ઝલક દિખલા જા ૫’માં માઘુરી
  More Stories
 
   

અંબાણી પરિવાર નો સનેડો

બાબુ બજરંગીના જામીન યથાવત્‌

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved