Last Update : 25-Dec-2011,Sunday
 

ડીસાનું બટાકા-આંદોલન...!

 

બનાસકાંઠા જિલ્લામાં આવેલા ડીસા ગામના ખેડૂતો બટાકાના સાવ નીચા ભાવથી એવા ગિન્નાયા છે કે એમણે ૪૦૦ ટ્રક ભરીને બટાકા આખા ગામની સડકો પર ઠાલવી દીધા છે!
આવી ચોંકાવનારી ઘટનાથી સરકારને હજી કંઈ બત્તી થાય છે કે નહિ તેની નથી ખબર પણ અમારા મગજમાં 'બ'-ટેટા' ફરી રહ્યા છે...
***
ડીસામાં બની રહેલી લેટેસ્ટ વાનગીનું નામ શું છે?
- આલુ ડામર.
***
ડીસાના ખેડૂતોના આ જોરદાર જોશને શું કહેવાય?
- દમ આલુ.
***
છતાં સરકાર ડીસાના ખેડૂતોને કેવી રીતે સમજાવવા પટાવવાની કોશિશ કરે છે?
- આલુલુલુ... બેટા... આલ્લ્લુલુલુલુ...
***
વેફરને પોટેટો-ચિપ્સ કહેવાય. પણ ડીસાના સસ્તા બટાકાને શું કહેવાય?
- પોટેટો 'ચિપ'.
***
ડીસામાં ઠેર ઠેર દરેક રસ્તા પર કઈ પંજાબી વાગની બની રહી છે?
- આલુ ટ્રેક્ટર પરાઠા.
***
ડીસામાં ડ્રાઈવ-ઈન સિનેમા નથી. પણ...?
- ડ્રાઈવ ઈન બટેટા છે.
***
રાજ્ય સરકાર ડીસાના ખેડૂતોએ મચાવેલા આ આતંકને શું નામે ઓળખે છે?
- પોટે ટેરરિઝમ.
***
ભારતના લોકો અત્યાર લગી ગાંધી માર્ગે આંદોલન કરતા હતા. પણ ડીસાના ખેડૂતો...?
- બટાટા માર્ગે આંદોલન કરી રહ્યા છે.
***
ડીસાના પતિઓ ક્યારે ભડકે છે?
- થાળીમાં બટાકાનું શાક જોઈને! (''સાચું બોલજે, આ બટાકા કયા રોડ પરથી ઉપાડી લાવી છે?'')
***
ડીસાએ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ શકે એવું કયું કામ કર્યું છે?
- ૧૦ ચોરસ કિલોમીટરની સાઈઝની 'સ્મેશ પોટેટો વિથ ગોબર' નામની વાનગી બનાવી છે.
***
હાઈ-વે જોયા
રોપ-વે જોયા
પણ ડીસામાં તો
બટાટા-વે જોયા!

- મન્નુ શેખચલ્લી

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

કોંગી અગ્રણી ઉપર રિવોલ્વર બતાવી ઘોલાઇ કરી

Khel Maha Kumbh 2011

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved