Last Update : 25-Dec-2011,Sunday
 
હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના ધાંધીયા ઃ દર્દીઓ અસલામત
- દિલ્હીની એઈમ્સે પણ ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટનું એનઓસી નથી મેળવ્યું
કલકત્તાની AMRIહોસ્પિટલમાં ગત ૮ ઓક્ટોબરે લાગેલી આગમાં ૯૧ લોકો માર્યા ગયા હતા તે પૈકી મોટાભાગના દર્દીઓ હતા. તપાસ દરમ્યાન હોસ્પિટલ મેનેજમેન્ટની બેદરકારી સામે આવે છે. સત્તાવાળાઓએ કેટલીક ધરપકડો કરી હતી પરંતુ મેનેજમેન્ટ તરફથી ફાયર બ્રિગેડને સમયસર સૂચનો નહીં આપવા જેવી બેદરકારી પણ સામે આવી હતી. શરૃઆતમાં હોસ્પિટલ મેનેજમેન્ટે જાતે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ધુમાડો ત્વરીત પ્રસરી જતાં અતે ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. બેદરકારીના કારણે ઉભા થયેલા આ તાંડવમાં મુવમેન્ટ ના કરી શકે એવા દર્દીઓ જીવતા ભુંજાઈ ગયા હતા.
કલકત્તાની નામાંકિત હોસ્પિટલમાં આગ લાગી ત્યારે સત્તાવાળાઓને યાદ આવ્યું કે હોસ્પિટલ પાસે ફાયર ડિપાર્ટમેન્ટનું કોઈ નૉ-ઓબ્જેક્શન સર્ટીફીકેટ નહોતું. ફાયર સેફ્ટીના અપૂરતા સાધનો ધરાવતી કલકત્તાની હોસ્પિટલમાં મહામહેનતે આગ કાબુમાં આવતા હોસ્પિટલમાં ચાલતી અન્ય ગેરરીતિઓ સામે આવી હતી. રાત્રિ ડયુટીમાં ૧૦ સિક્યોરીટી હતા છતાં મેનેજમેન્ટના નિયમ અનુસાર તેમના સુપીરીયરને પ્રથમ માહિતી આપવી પડે અને પછી તે ફાયર ડીપાર્ટમેન્ટને બોલાવી શકે. જેને પ્રથમ આગની ખબર પડી તેણે તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી હોય તો મૃત્યુઆંક ૯૦ ઉપર ના પહોંચત.
હોસ્પિટલમાં લાગેલી આ આગના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. બીજા દિવસે સંસદમાં પણ મૃતકોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. જો કે આ સામે સૌથી મોટો પ્રશ્ન એ ઉપસ્થિત થયો હતો કે શું દિલ્હીની સરકારી હોસ્પિટલો કે અન્ય નામાંકિત હોસ્પિટલોમાં આવી ફાયર સેફ્ટી છે ખરી?? ફાયર સેફ્ટીના પગલાં લીધા બાદ તેને ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી એનઓસી અપાતું હોય છે.
દિલ્હીની ૨૭ મોટી હોસ્પિટલોને ફાયર સેફ્ટીનું એનઓસી છે કે નહીં તેની તપાસ શરૃ કરાઈ હતી. દેશની નામાંકિત એવી ઓલ ઇન્ડિયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સીસ (AIIMS) પાસે પણ ફાયર ડીપાર્ટમેન્ટનું એનઓસી નહોતી તે તો ઠીક પણ તેના ન્યુરો સાયન્સીસ સેન્ટરના વીવીઆઈપી વોર્ડ પાસે પણ આવું કોઈ એનઓસી નહોતું.
મોટાભાગની સરકારી હોસ્પિટલો ૧૯૫૬ની આસપાસ બંધાયેલી છે. બે દિવાલ વચ્ચે જોઈતી છ મીટર જેટલી જગ્યા અહીં છોડવામાં નથી આવી. ફાયર સેફ્ટી માટેના કેટલાક નિયમો અહીં અમલી બનાવાય એમ નથી હોતા. સરકારે દિલ્હીની હોસ્પિટલો પૈકી જેની પાસે ફાયર સેફ્ટીની વિગતો મંગાવી છે તેમાં એઈમ્સ, સફદરગંજ, રામમનોહર લોહિયા, પીજીઆઈ વગેરેનો સમાવેશ થાય છે.
આવી હોસ્પિટલોએ સ્ટાફને તાલીમ આપવા સ્પેશ્યલ કોર્સ તૈયાર કરવા તેમજ મોક-ડ્રીલ યોજવા પણ આયોજન કરવું પડશે. દરેક માળે પાણી પહોંચાડતી હૉસ પાઈપ કામ કરે છે કે કેમ તે પણ દર મહિને ચૅક કરાવવું પડશે.
આપણે ત્યાં કમિટી બનાવીને સોલ્યુશન શોધવાની ચાલ વર્ષોથી સત્તાવાળાઓ રમતા આવ્યા છે. લોકો આગની ઘટના ભૂલી જાય ત્યાં સુધી તપાસો અને ફાઈલોના શેર ચાલે છે પરંતુ અસરકારક પગલાં લેવાતા નથી.
આગની ઘટનાથી કોઈ બોધપાઠ લેવા તૈયાર નથી હોતું. મેનેજમેન્ટમાં ગેરરીતી આચરનારાઓને પ્રજાના મૃત્યુ માટે જવાબદાર ગણવામાં આવે અને કડક સજા ફટકારવામાં આવે તો જ આવી ઘટનાઓ પર બ્રેક વાગે. કલકત્તાની AMRI હોસ્પિટલમાં મેનેજમેન્ટ દર્દીઓમાં બહુ પેનીક ઉભું ના થાય એવા પ્રયાસો કરવા ગઈ હતી પરંતુ આગની જ્વાળાઓ કોઈની શરમ ભરતી નથી તેની તેમને ખબર નહોતી.
જેમણે ફાયર ડિપાર્ટમેન્ટના એનઓસી લીધા નથી તે અંગે પણ પગલાં લેવા જોઈએ. હકીકતે આવા મેનેજમેન્ટવાળા લોકોની જાન સાથે રમત રમતા હોય છે.
સરકારી હોસ્પિટલોમાં તો દર્દીઓ માટે વોર્ડમાં જગ્યા ના હોવાથી તેમને બહારના ભાગે-કોરીડોરમાં પથારી આપવામાં આવે છે. મોટી ખાનગી હોસ્પિટલો ગરીબ-મધ્યમવર્ગને પોષાતી નથી એટલે તે સરકારી હોસ્પિટલનો સહારો લેશે. આવી હોસ્પિટલોમાં સ્વચ્છતાનો અભાવ, અસલામતી, દર્દીઓ પ્રત્યે બેદરકારી જેવી ફરીયાદો રૃટીન બની ગઈ છે. આવી હોસ્પિટલોમાં પ્રોફેશનલ મેનેજમેન્ટનો અભાવ હોય છે. ત્યાં ફાયર સેફ્ટીના સાધનો હોય છે પણ તેનો ઉપયોગ કરતા કોઈને નથી આવડતો.
હોસ્પિટલમાં જ્યાં લોકો આરોગ્યની સારવાર માટે આવતા હોય ત્યાં પણ યમરાજા આગ બનીને દર્દીઓને ભરખી જાય ત્યારે પ્રજા સ્તબ્ધ થઈ જાય છે. પ્રજા કેટલી સલામતી રાખે?? સામે સવલતો હોસ્ટિપલ મેનેજમેન્ટે આપવાની છે. આવા કિસ્સામાં ઘણાં પ્રશ્નો ઉપસ્થિત થાય છે. જેમકે શું દર્દી કે તેના સંબંધીઓ એડમીટ થતાં પહેલાં ફાયર સેફ્ટી અંગે પૂછે તો મેનેજમેન્ટ તેમને જવાબ આપે ખરું??
આગ જેવી અન્ય કોઈ ઘટના કે જેના કારણે ભાગદોડ થાય અને દર્દીને બચાવી ના શકાય તો હોસ્પિટલની કેટલી જવાબદારી તે પણ નક્કી થવું જોઈએ. હોસ્પિટલ સત્તાવાળાઓ છેલ્લે હાથ અધ્ધર કરી દે તે ચલાવી શકાય નહીં. કલકત્તાની આગ અસરગ્રસ્ત હોસ્પિટલના ડિરેક્ટરો સામે પગલાં લઈને સત્તાવાળાઓએ પ્રશંસનીય પગલું ભર્યું છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
યુ.એસ.ની રીકવરીના સંકેત વૈશ્વિક સુધારા પાછળ આરંભિક મજબૂતી બાદ નરમાઇ
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજીનો ચમકારો
મ્યુ.ફંડોનું ઈક્વિટી વેચાણ ઘટીને ૩૧ મહિનાના તળિયે
થાપણોને આકર્ષવા માટે બેંકો વચ્ચે જામેલી હરિફાઈ
કરવેરાના કુલ લક્ષ્યાંકને નાણાં મંત્રાલય કદાચ હાંસલ નહી કરી શકે
બીજી અભિનેત્રીઓની જેમ લારા દત્તા પ્રસૂતિ પછી લાંબો બ્રેક લેવાની નથી
રોહિત શેટ્ટી અને અજય દેવગણના સંબંધો સુધરતાં જ અજય 'ગોલમાલ' સિરીઝમાં પાછો ફર્યો
પોતાની જ ફિલ્મના પ્રિમિયરમાં શાહરૃખ ખાન બે કલાક મોડો આવ્યો
કેટરીના કૈફ નકલ કરતી હોવાનો રાખી સાવંતનો દાવો
પંટરોના મતે તેંડુલકર મેલબોર્નમાં રમાનારી ટેસ્ટમાં જ સદી ફટકારશે
ડ્રગ કેસ ઃ છ ભારતીય એથ્લેટ્સ પર એક વર્ષનો પ્રતિબંધ
હરિયાણાનો મજબુત જવાબ જીતવા માટે ગુજરાતને ૩૦૧ રન
તેંડુલકર અને ધોનીને અમે પરેશાન કરી મુકીશું ઃ હસી

તેંડુલકરને સિધ્ધી માટે, પોન્ટીંગને હકાલપટ્ટીથી બચવા સદીની જરૃર

આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
 

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

કોંગી અગ્રણી ઉપર રિવોલ્વર બતાવી ઘોલાઇ કરી

Khel Maha Kumbh 2011

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved