Last Update : 25-Dec-2011,Sunday
 

મુસ્લિમો માટે આરક્ષણ ઇસ્લામની અને દેશના બંધારણની વિરુદ્ધમાં છે

 

ભારતના બંધારણની ૧૬ (૪) કલમ મુજબ દેશના નાગરિકોમાં ધર્મના આધારે ભેદભાવ પાડવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં ઔઆવ્યો છે

આપણા દેશનાં બંધારણની ૧૬ (૧) કલમમાં દેશના તમામ નાગરિકોને રાજ્યની નોકરીઓ અને નિમણુક બાબતમાં સમાન ગણવાની બાંયધારી આપવામાં આવી છે, પણ બંધારણની ૧૬ (૪) કલમમાં જ પછાત વર્ગો માટે આરક્ષણની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ જોગવાઈનો ઉપયોગ કરીને જ અત્યાર સુધી વનવાસીઓ, દલિતો અને અન્ય પછાત જાતિઓ માટે આરક્ષણની પ્રથા ચાલી આવી છે. હવે ઉત્તર પ્રદેશની ચૂંટણીઓને લક્ષમાં લઈને લઘુમતી ધર્મો અને તેમાં પણ ખાસ કરીને મુસ્લિમ ધર્મ પાળતા નાગરિકોને રીઝવવા માટે કેન્દ્રના પ્રધાન મંડળે ૨૭ ટકા ઓબીસીના ક્વોટામાં લઘુમતીઓ માટે ૪.૫ ટકાનું આરક્ષણ રાખવાની ઉતાવળે જાહેરાત કરી દીધી છે. હકીકતમાં ભારતના બંધારણમાં ક્યાંય ધર્મ આધારીત આરક્ષણની જોગવાઈ કરવામાં આવી નથી. વળી ઇસ્લામમાં દુનિયાના તમામ માનવોને એક સમાન ગણવામાં આવતો હોવાથી ઇસ્લામમાં ક્યાંય જાતિજ્ઞાાતિની વાત કરવામાં આવતી નથી. આ રીતે આરક્ષણની વાત ઇસ્લામના કાનૂનની પણ વિરુદ્ધમાં છે.
એક સમય એવો હતો કે ઉત્તર પ્રદેશની ચૂંટણીઓમાં ખરી રસાકસી દલિતોના મત મેળવવા માટે જ થતી હતી. હવે મુખ્યપ્રધાન માયાવતીએ રાજ્યના મુસ્લિમોને રીઝવવાના પ્રયાસો શરુ કર્યા એટલે કોંગ્રેસે પણ આ સ્પર્ધામાં ઝંપલાવી દીધું છે. તાજેતરમાં માયાવતીએ ઉત્તર પ્રદેશના મુસ્લિમોને અનુલક્ષીને એક રાષ્ટ્રીય અંગ્રેજી અખબારમં ફૂલપેજની જાહેરખબર આપીને તેમાં રાજ્ય સરકારે ચાર વર્ષમાં મુસ્લિમોના લાભ માટે જે ૮૭ પગલાંઓ ઉઠાવ્યા તેની યાદી આપી છે. આ જાહેરાતમાં માયાવતીએ એવો દાવો પણ કર્યો છે કે તેના રાજ્યમાં ઉત્તર પ્રદેશમાં ક્યાંય કોમી રમખાણો થયા નથી. ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ મતદારોની સંખ્યા ૧૮ ટકા જેટલી છે. તેઓ ચૂંટણીનું પાસું પલટી નાખવાની ક્ષમતા ધરાવે છે. માયાવતીના આ પ્રચારના જવાબમાં કોંગ્રેેેસે લઘુમતીઓ માટે ૪.૫ ટકાના આરક્ષણની જાહેરાત કરી જનોઈવઢ ઘા કર્યો છે.
ભારતમાં જેટલા મુસ્લિમો જોવા મળે છે તેઓ મૂળ હિન્દુ કોમમાંથી ધર્માંતર કરીને મુસ્લિમ બન્યા છે. તેમાં પણ હિન્દુ પ્રજામાં જેઓ દલિત અને પછાત હતા તેઓ વધુ મોટી સંખ્યામાં મુસ્લિમ બન્યા છે. દાખલા તરીકે હિન્દુ કસાઈઓ વટલાઇને મુસ્લિમ કુરેશી બન્યા છે, હિન્દુ વણકરો વટલાઇને અન્સારી બન્યા છે, હિન્દુ દરજીઓ વટલાઈને ઇદ્રીસી બન્યા છે, હિન્દુ ભિસ્તીઓ વટલાઈને મુસ્લિમ અબ્બાસી બન્યા છે, હિન્દુ હજામો વટલાઈને સલમાની બન્યા છે અને હિન્દુ મિસ્ત્રીઓ વટલાઈને સૈફી બન્યા છે. એક અંદાજ પ્રમાણે મુસ્લિમોમાં આજની તારીખમાં તેમની વંશપરપરાગત ધંધાઓના આધારે ૩૫ પછાત જાતિઓ છે, પણ ઇસ્લામમાં જ્ઞાાતિ પ્રથાનો નિષેધ હોવાથી આ મુસ્લિમોને આરક્ષણનો લાભ મળતો નથી. હવે જો મુસ્લિમોને પણ આરક્ષણ આપવામાં આવશે તો તેના કારણે વટાળપ્રવૃતિમાં પણ ઉછાળો આવવાની સંભાવના છે.
ઇ.સ. ૧૯૫૦ની સાલમાં ભારતના રાષ્ટ્રપતિએ એક અધ્યાદેશ બહાર પાડયો હતો કે આરક્ષણનો લાભ માત્ર દલિત હિન્દુઓને જ મળવો જોઈએ. કારણ કે, ભારતના બંધારણમાં ધર્મના હિસાબે કોઈ પણ જાતનો ભેદભાવ ઉભા કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ઇ.સ. ૧૯૫૯માં કેન્દ્ર સરકારે આ કક્ષામાં દલિત શીખોનો સમાવેશ કરતાં એવી દલીલ કરી હતી કે શીખો હિન્દુઓનો જ એક ભાગ હોવાથી તેમને પણ આરક્ષણનો લાભ મળવો જોઈએ. જો કે સરકાર એ વાત ભૂલી ગઈ હતી કે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક જ્ઞાાતિપ્રથાના વિરોધી હતા. ઈ.સ. ૧૯૯૦માં હિન્દુ દલિતો માટેના આરક્ષણમાં બૌદ્ધોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
તાજેતરમાં કેન્દ્રની કેબિનેટે જે નિર્ણય કર્યો છે તે મુજબ મુસ્લિમો ઉપરાંત ખ્રિસ્તીઓ, બૌદ્ધો, શીખો અને પારસીઓને પણ ૨૭ ટકાના ઓબીસી ક્વોટામાંથી ૪.૫ ટકા અનામતનો લાભ મળશે તેમાં કયા ધર્મના કેટલા ટકા અનામતનો લાભ મળશે એ બાબતમાં કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. તેનો અર્થ એવો થાય છે કે, આ ૪.૫ ટકા અનામત માટે બૌદ્ધો, શીખો, મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને પારસીઓ વચ્ચે સ્પર્ધા થશે. એક રીત વિચારીએ તો હવે સવર્ણ હિન્દુઓ અને જૈનોને છોડીને બધા વર્ગોને અનામતનો લાભ આપવામાં આવશે.
દલિત મુસ્લિમોની સમસ્યાઓનો અભ્યાસ કરવા કેન્દ્ર સરકાર દ્વારા ઇ.સ. ૨૦૦૫માં જસ્ટિસ રંગનાથન મિશ્રા કમિશનની રચના કરવામાં આવી હતી. જસ્ટિસ મિશ્રાએ ઇ.સ. ૨૦૦૭ની ૨૧મી મેના રોજ પોતાનો હેવાલ વડાપ્રધાનને સુપરત કર્યો હતો. આ હેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, ૧૯૫૦ના રાષ્ટ્રપતિના અધ્યાદેશના ત્રીજા પરિચ્છેદમાં અનામતનો લાભ માત્ર હિન્દુ દલિતોને જ મળે એવું વિધાન કરવામાં આવ્યું હતું એ પરિચ્છેદ જ પડતો મૂકવામાં આવવો જોઈએ. આ દરમિયાન ઇ.સ. ૨૦૧૦ના જાન્યુઆરીમાં સુપ્રિમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી જે મુજબ દલિત ખ્રિસ્તીઓ પણ અનામતની માગણી કરી રહ્યા છે. આ અરજીનો હજી ચુકાદો આવ્યો નથી.
ભારતના મુસ્લિમોની સમસ્યાઓનો અભ્યાસ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સાચર કમિટીની પણ રચના કરવામાં આવી હતી. સાચર સમિતિએ પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે, ભારતના મુસ્લિમોમાં ત્રણ જૂથો જોવા મળે છે. તેઓ અશરફ, અજલફ અને અરઝલના નામે ઓળખાય છે. તેમાં જે અશરફ નામનું જૂથ છે તેઓ પ્રમાણમાં સમૃદ્ધ છે, પણ જે અજલફ જૂથ છે તેને દલિતોની જેમ વિશેષ સવલતોની જરૃર છે, એમ સાચર સમિતિનો અહેવાલ કહે છે. સાચર સમિતિ તો ત્યાં સુધી કહે છે કે મુસ્લિમોમાં ઓબીસીની સંખ્યા ૭૫ ટકા જેટલી છે, પણ સરકારી નોકરીઓમાં તેમનું પ્રતિનિધિત્વ એક ટકા જેટલું જ છે. સાચર સમિતિનો હેવાલ મુજબ જે સરકારી કર્મચારીઓ છે તેમાં હિન્દુ ઓબીસીની સંખ્યા ૧૧ ટકા છે, સામાન્ય મુસ્લિમોની ટકાવારી ત્રણની છે અને મુસ્લિમ દલિતો માત્ર એક ટકા છે.
ઇસ્લામના અભ્યાસીઓ સ્પષ્ટ કહે છે કે, પવિત્ર કુરાનમાં તમામ માનવીઓને સમાન ગણવામાં આવ્યા હોવાથી ઇસ્લામમાં ક્યાંય જ્ઞાાતિપ્રથાને સ્થાન નથી તેમ છતાં માનવ સ્વભાવમાં જ ઉંચનીચના ભેદભાવો પડયા હોવાથી મુસ્લિમોમાં પણ બિરાદરીઓનું અસ્તિત્વ છે. મુસ્લિમોમાં અમુક લોકો ઉમરાવ તરીકે ઓળખાય છે, જેને અશફક કહેવામાં આવે છે. જેઓ વટલાઈને મુસ્લિમ બન્યા છે તેમને હલકા ગણવામાં આવે છે અને તેમને અજલફ તરીકે ઓળખવામાં આવે છે. મુસ્લિમ મૌલવીઓ નિકાહની બાબતમાં પણ 'કુફુ'ના રિવાજને પ્રોત્સાહન આપે છે, જે હિન્દુ કોમની જ્ઞાાતિપ્રથાનું બીજું સ્વરૃપ છે. જે હિન્દુઓ વટલાઈને મુસ્લિમ બન્યા છે તેમને હકીકતમાં આજની તારીખમાં પણ મૂળ મુસ્લિમ જેટલા લાયક માનવામાં આવતા નથી. આ પણ ઇસ્લામમાં જોવા મળતી એક જાતની અસ્પૃશ્યતા છે.
ભારતના બંધારણની ૧૬મી કલમ મુજબ દેશના તમામ નાગરિકોને બંધારણની દ્રષ્ટિએ સમાન દરજ્જો આપવામાં આવ્યો છે. તેમાં અપવાદ માત્ર ૧૬ (૪)મી કલમ છે, જેમાં હિન્દુ દલિતોને અને પછાત વર્ગોને વિશિષ્ટ દરજ્જો આપવામાં આવ્યો છે. બંધારણમાં દલિતો માટે આરક્ષણની જે જોગવાઈ રામાં આવી હતી તે પણ મર્યાદિત સમય માટે રાખવામાં આવી હતી, પણ આપણા રાજકારણીઓના હાથમાં દલિતોના અને પછાત વર્ણના મતો મેળવવા માટેનું એક ધારદાર હથિયાર આવી ગયું હોવાથી આરક્ષણમાં ઘટાડો કરવાના બદલે વધારો કરાઈ રહ્યો છે. ભારતના બંધારણમાં ક્યાંય ધર્મના આધારે આરક્ષણની વાતને સંમતિ આપવામાં આવી હતી. પ્રસિદ્ધ ઇન્દિરા સહાની કેસમાં સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ જણાવ્યું છે કે, 'આરક્ષણનો પાયો માત્ર જ્ઞાાતિ જ હોઈ શકે.' મુસ્લિમોમાં જ્ઞાાતિ ન હોવાથી આરક્ષણનો સવાલ આવતો નથી.
કેન્દ્ર સરકારે તાજેતરમાં તમામ મુસ્લિમોને આરક્ષણનો લાભ આપવાનો નિર્ણય જાહેર કર્યો છે તેનો પણ મુસ્લિમ વિદ્વાનો વિરોધ કરી રહ્યા છે. તેમના માનવા મુજબ જે અશરફ વર્ગના મુસ્લિમો છે તેઓ વધુ ભણેલા હોવાથી મુસ્લિમોને જે આરક્ષણ મળશે તેનો સૌથી વધુ લાભ તેમને જ મળશે, પણ જે મુસ્લિમોને તેની ખરેખર રૃર છે તેઓ આરક્ષણથી વંચિત રહી જશે. આ વિદ્વાનોના કહેવા મુજબ મુસ્લિમોની કુલ વસ્તીમાં અશરફનો હિસ્સો માત્ર ૧૦ ટકા છે, પણ તેમને આરક્ષણનો સૌથી વધુ લાભ મળશે. મુસ્લિમોમાં જેમને પછાત કહેવામાં આવે છે તેવા અજલફનો હિસ્સો ૯૦ ટકા છે.
તેઓ ભારતની કુલ વસતીના ૧૨ ટકા છે, પણ તેઓ આરક્ષણનો પૂરો લાભ ઉઠાવી શકશે નહીં. આરક્ષણની આખી સમસ્યા વીસમી સદીના યંત્રવાદમાંથી અને ઉદ્યોગીકરણમાંથી પેદા થઈ છે. આપણા દેશમાં અગાઉ જે કારીગરો વણાટકામ, મોચીકામ, લુહારકામ, સુથારીકામ, રંગકામ વગેરે ઉદ્યમ કરીને પોતાની આજીવિકા રળતા હતા તેઓ યંત્રવાદને કારણે બેકાર બન્યા હતા અને ગરીબીની ગર્તામાં ધકેલાઈ ગયા હતા. આ કારીગરોમાં હિન્દુઓ અને મુસ્લિમોમાં બંનેનો સમાવેશ થતો હતો. આ બેકાર બનેલા પછાત નાગરિકોને તેમના વંશપરંપરાગત ધંધાઓ પાછા આપવામાં આવે તો આજની તારીખમાં પણ તેમની ગરીબી અને બેકારી દૂર થઈ શકે તેમ છે. આ દલિતોની બેકારી દૂર કરવાને બદલે રાજકીય પક્ષો તેમને આરક્ષણની લાલચ આપીને હકીકતમાં તેમનું શોષણ કરી રહી છે.
- સુપાર્શ્વ મહેતા

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

કોંગી અગ્રણી ઉપર રિવોલ્વર બતાવી ઘોલાઇ કરી

Khel Maha Kumbh 2011

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved