Last Update : 25-Dec-2011,Sunday
 
હેપ્પી ક્રિસમસ
 

લોકપાલ બીલના ટેન્સન વચ્ચે યુપીએ કેન્દ્ર સરકાર ક્રિસમસ ઉજવી રહી છે. સામે છેડે વિપક્ષ ભાજપ અને અણ્ણા હજારેની ટીમ સરકારને ભીંસમાં લેવા વ્યૂહરચના ઘડી રહી છે. લોકપાલ માટેની વોર સંસદમાં જોવા મળશે. ભાજપે તેના સભ્યોને 'વ્હીપ' આપ્યો છે એમ કોંગ્રેસે પણ આગામી દિવસોમાં આપશે તે જોતાં એમ લાગે છે કે સરકાર તેના લોકપાલ બીલને લોકસભામાં પસાર કરાવશે. પ્રજા માને છે કે સરકારે અક્કડ વલણ છોડીને પ્રજા તરફી રહેવામાં શાણપણ બતાવવું જોઈએ. જો કે ક્રિસમસની રજાઓમાં લોકપાલના જીનને કેવી રીતે બાટલામાં પુરવો તેના પ્રયાસ ચાલે છે.
લોકપાલની સમસ્યા
લોકપાલ બીલ સંસદમાં ક્યારે પસાર થશે તે તો સમય જ કહી શકે એમ છે. પરંતુ સરકાર અને અણ્ણા હજારેની ટીમ વચ્ચે આમને-સામનેની લડાઇ માટે તખ્તો તૈયાર થઇ ગયો છે. મનમોહન સિંહની સરકારના આઇડયા વાળા લોકપાલને અણ્ણાની ટીમે ફગાવી દીધો છે. સીબીઆઈને લોકપાલમાં નહીં સમાવીને સરકાર વિરોધ વહોરી લીધો છે. રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલુ પ્રસાદ યાદવે શેરી દેખાવોના કારણે નહીં જવા જણાવ્યું છે. જો કે લોકપાલ માટેની વોર વધુ તેજ બનશે કેમ કે અણ્ણાની ટીમ પાંચ રાજયોમાં આવી રહેલી ચૂંટણીઓ દરમ્યાન કોંગ્રેસ વિરૃધ્ધ પ્રચાર કરવાની છે. લોકપાલ બીલના મુદ્દે કેટલાક રાજકીય પક્ષો ચૂપ છે અને કેન્દ્ર પાસેથી લાભ ઉઠાવવાના મૂડમાં છે.
લોકપાલ કે ફૂટબોલ
લોકપાલ બીલની દશા રાજકીય ફૂટબોલ જેવી થઇ છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીઓમાં ભાજપ મધ્યમવર્ગને રીઝવવા અણ્ણા ટીમને ઉપયોગમાં લેશે. ટીમ અણ્ણાની ટીમ મૂંઝાઈ રહી છે કેમ કે છેલ્લે જયારે સમાધાન થયું ત્યારે સરકારે આપેલા એક પણ વચનનો અમલ કરાયો નથી. સરકારના મેનેજર્સ મેદાનમાં આવી ગયા છે. તે માને છે કે પંજાબમાં સત્તાધારી પક્ષમાં ભાજપ પણ જોડાયેલું છે એ સંજોગોમાં અણ્ણા હજારે કોંગ્રેસ વિરૃધ્ધ પ્રચારમાં શું બોલશે ?
બંને પક્ષે આક્ષેપોનો ખજાનો છે. અણ્ણા ફેકટર વિવાદાસ્પદ બની રહેવાનું છે.
માઈનોરીટી કવોટા
૨૭ ટકા ઓબીસી કવોટામાં ૪.૫ ટકા સબ કવોટા માઈનોરીટીને ફાળવીને સરકારે આ બેલ મુજે માર જેવી સ્થિતિ ઉભી કરી છે. એક તરફ ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સરકારે વિવાદનો મધપૂડો છંછેડયો છે. એક દાયકાથી વધુ સમય પહેલાં વી. પી. સિંહની સરકારમાં માંડલ આંદોલને રાજકીય તરખાટ મચાવ્યો હતો. સુપ્રિમ કોર્ટે આ ઇસ્યુ સેટલ કર્યો હતો પરંતુ કવોટામાં પણ કવોટાની વાત જુના ઘા ફરી તાજા કરશે. ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ મતદારોને રીઝવવા સરકારે લીધેલો નિર્ણય ચૂંટણી વખતનો હોઇ શંકાઓ વચ્ચે ઘેરાઇ ગયો છે.
અણ્ણા બિમાર
૨૭ ડિસેમ્બરથી અણ્ણા હજારે ઉપવાસ પર બેસવાના છે, તેને ત્રણ દિવસ બાકી છે ત્યારે અણ્ણા હજારે ઠંડીમાં સપડાયા છે. અણ્ણાને ખાંસી-શરદી થઇ છે પરંતુ ચિંતાનું કોઇ કારણ નથી એમ તેમના મદદનીશે જણાવ્યું છે. તેમના આંદોલનની ટીકાઓ વચ્ચે ૭૪ વર્ષના આ સજ્જન દેશમાંથી ભ્રષ્ટાચાર હટાવવા મજબૂત લોકપાલ લાવવા ઉપવાસ કરે તે પ્રશંસનીય છે.

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

કોંગી અગ્રણી ઉપર રિવોલ્વર બતાવી ઘોલાઇ કરી

Khel Maha Kumbh 2011

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved