Last Update : 25-Dec-2011,Sunday
 

ઉત્તરપ્રદેશ ચૂંટણી માયાવતી અને રાહુલ માટે કરો યા મરો

 

મુલાયમસિંહ લખનઉમાં સત્તા પર આવશે તો કોંગ્રેસ સાથે દોસ્તી કરીને મનમોહન સરકારમાં મોટો ભાગ પડાવશે
નેતાઓની પ્રતિમાઅ ેમના મૃત્યુ પછી મેદાનો, બગીચાઓ કે ચોકમાં ગોઠવાય છે. માયાવતી એમાં અપવાદ છે. ઉત્તર પ્રદેશના આ મહિલા મુખ્ય પ્રધાને પોતાની હયાતિમાં જ પોતાના પૂતળાં બનાવીને ગોઠવી દીધા છે. માયાવતી પોતાને રાજકીય કારકિર્દીના આરંભથી સમાજના કચડાયેલા વર્ગ (દલિતો)ના મસીહા તરીકે પ્રોજેક્ટ કરતા આવ્યા છે. એમણે ૨૦૦૭માં યુપીમાં સત્તા પર આવ્યા બાદ બાબાસાહેબ આંબેડકર અને પોતાના ગુરુ કાંશીરામની પ્રતિમાઓ લખઉનમાં ઠેરઠેર ગોઠવવા માંડી. સાથોસાથ માયાવતી પોતાના પૂતળાં મૂકવાનું પણ ન ચૂક્યા. લખનઉની ભાગોળે આવેલા આંબડકર મેમોરિયલ પાર્કમા ચારેકોર ગ્રેનાઇટ પાથરી દેવાયો છે. અહીં બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ના ચૂંટણી પ્રતીક હાથીઓના સ્થાપત્યો વચ્ચે માયાવતીજી વ્હાઈટ માર્બલમાં શાશ્વતીની ઝંખના સાથે ઊભા છે. ૧૫ જાન્યુઆરી, ૧૯૫૬ના રોજ પ્રભુ દાસના પુત્રી તરીકે જન્મેલા ભારાડી મહિલા નેતાએ પોતાની આગવી ઓળખ સમા સલવાર કમીઝ પહેર્યા છે અને એમના ગળામાં દુપટ્ટો વીંટાળેલો છે. માયાવતીની પ્રતિમા ચોમુખી છે અને તેઓ આંબેડકરથી માંડીને કબીર અને ગૌતમ બુદ્ધથી લઈને નારાયણ ગુરુ જેવા દલિત અગ્રણીઓથી ઘેરાયેલા છે. એમની દ્રષ્ટિ એમના પ્રદેશના ચારેય ખૂણાં પર પડે છે. નજીકના અને દૂરના દુશ્મનોના હુમાલઓનો સામનો કરતા આવેલા વિશ્વના સૌથી શક્તિશાળી માનુનીઓ પૈકીના એક માયાવતી એકદમ સાવધ છે. તેઓ પોતાની સત્તા કે રાજ્ય (યુપી) બંનેમાંથી કાંઈ બીજાના હાથમાં જવા દેવાના મૂડમાં નથી.
આમ તો યુપી વિધાનસભાની ચૂંટણીઓ ૨૦૧૨ના પ્રથમાર્ધમા ગમે ત્યારે યોજાશે પણ રાજ્યમાં સત્તા મેળવવા માટેનો જંગ અત્યારથી શરૃ થઈ ચૂક્યો છે અને એની અસર છેક દિલ્હીમાં વર્તાઈ રહી છે. યુપીનું રાજકારણ હવે પ્રાદેશિક નથી રહ્યું. એટલા માટે જ ભારતના સૌથી મોટા રાજ્યની વિધાનસભાની ૪૦૩ બેઠકો વિવિધ પાર્ટીઓના યોદ્ધાઓ માટે એક રાજકીય સંઘર્ષનો વિષય બની ચૂકી છે અને દેશના સૌથી ઝડપથી વિકસતા પક્ષના નેતા તરીકે માયાવતી પહેલેથી લખનઉના કાલિદાસ માર્ગ અને દિલ્હીના રેસ કોર્સ રોડ વચ્ચેનું અંતર ઘટાડવા આતુર રહ્યા છે. તેઓ જો ૨૦૧૨માં ફરી એકવાર ઉત્તર પ્રદેશની ચૂંટણી જીતી જશે તો વડા પ્રધાનપદ માટેના ઉમેદવાર બની જશે એમાં બેમત નથી. અહીં એક વાતની નોંધ લેવી ઘટે કે માયાવતીએ દિલ્હીની ગાદી પર બેસવાની પોતાની મહત્ત્વાકાંક્ષા ક્યારેય છુપાવી નથી.
સૌથી નાટયાત્મક પ્રભાવ જોકે રાહુલ ગાંધી પર પડશે, જેઓ યુપીને પોતાની અંગત જંગ અને માયાવતીને પોતાના ફેવરીટ શત્રુ બનાવી ચૂક્યા છે. કોંગ્રેસના રાજકુંવરે રાજ્યને પોતાના રાજકીય ભાવિનો મૂળાધાર બનાવી દીધો છે. રાહુલ દિલ્હીની ગાદી પર દાવો કર્યા પહેલા માયાવતી નામના પરિબળને નાથીને પોતાની રાજકીય પુખ્તતા પુરવાર કરવા ધારે છે. ગાંધી પરિવારના નબીરા માટે આ એક મોટું જુગટું છે. યુપીની ચૂંટણી બાદ રાહુલ કાં તો વડા પ્રધાનપદના સોગંદ લેશે અથવા તો એક તારાજ રાજકુંવર તરીકે બહાર ફેંકાઈ જશે. એક બીજા સિનારિયોમાં, સામાન્યજનમાં હજુ પણ લોકપ્રિય પ્રિયંકા ગાંધી અરણ્યવાસમાંથી બહાર આવી ગાંધીકુટુંબની મોહિનીને સજીવન કરે એવું પણ બની શકે. બીજું, યુપીનો ચૂંટણી જંગ સોનિયા ગાંધીના પોતાના પુત્રને પ્રધાન મંત્રી બનાવવાના શમણાંને કાં તો પૂરું કરશે અથવા ચકનાચૂર કરશે.
એનો અર્થ એવો થયો કે ઉત્તર પ્રદેશ બેઆબરૃ થઈ ચૂકેલા મનમોહન સિંહનું પણ ભાવિ નક્કી કરશે. એ યુપીએ-૨ની રૃપરેખા પણ બદલશે. મુલાયમ સિંહ યાદવની સમાજવાદી પાર્ટી (એસપી)નું પુનરુત્થાન થાય તો પણ એમને લખનઉમાં સરકાર રચવા કોંગ્રેસના ટેકાની જરૃર પડે. જ્યારે દિલ્હીમાં કોંગ્રેસ-એસપીની મૈત્રી આકાર લેશે તો મુલાયમ સિંહ પોતાના ૨૩ સાંસદો સાથે સરકારમાં મોટો ભાગ પડાવશે. મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ જો ૧૯ સંસદસભ્યો સાથે કેબિનેટમાં અડધો ડઝન પ્રધાનપદ મેળવી શકતી હોય તો કોંગ્રેસના સૌથી મોટા મિત્ર પક્ષ તરીકે એસપીને વધુ સ્તાન માગવાનો હક બને છે. આ બધાનો વિચાર કરતા માયાવતીને યુપીનો ૨૦૧૨નો જંગ ગુમાવવાનું કોઈ રીતે પાલવે તેમ નથી.
પાંચ વરસ પહેલા યુપી વિધાનસભાની ચૂંટણીમાં હરીફ રાજકીય દિગ્ગજોનો ખાતમો બોલાવ્યા બાદ અવધના સામ્રાજ્ઞાી તરીકે માયાવતીએ લખનઉના ૫, કાલિદાસ માર્ગમાં પ્રવેશ કર્યો એ દિવસથી પોતાની લડાઈ શરૃ કરી દીધી હતી. ઓફિસમાંનો દરેક દિવસ એમને માટે પોતાનું સ્થાન મજબૂત બનાવવાની અને પોતાની પાર્ટીના પ્રચારની તક લઈને આવતો હતો. માયાવતીને એમની રાજકીય કારકિર્દીમાં પહેલીવાર સ્પષ્ટ બહુમતિ મળી હતી અને એમણે એનો લાભ લઈને પ્રચંડ જનાદેશને બહુજન સમાજ પાર્ટી (બેએસપી)નો પાયો મજબૂત બનાવે એવા પાર્ક અને પૂતળાઓના બાંધકામ માટે ઉપયોગ કરી લીધો. આજે તેઓ હતાશ પુરુષોની હરોળ સામે ખડગ લઈને ઊભેલા એક માત્ર મહિલા નેતા છે.
છતાં માયાવતી પોતાના ગઢની ઉપેક્ષા કરી શકે તેમ નથી. નવેમ્બરના મધ્યમાં 'ઇન્ડિયા ટુડે' -ઓઆરજીના ઓપિનિયન પોલમાં એવું બહાર આવ્યું હતું કે યુપી વિધાનસભામાં બહુમતિ મેળવવા કોઈ પાર્ટી ૨૦૨ બેઠકોના જાદુઈ આંકડા સુધી નહીં પહોંચી શકે. પોલમાં એસપી અને બીએસપી- બંનેને ચૂંટણીમાં એકસરખા ૨૫ ટકા વોટ મળવાનું તારણ નીકળ્યું છે એટલે બંને પાર્ટી માટે આ બરાબરીનો જંગ બની રહેશે. પોલમાં એસપીને ફાળે વધુ બેઠકો આવે છે. પરંતુ ચૂંટણીને હજુ થોડા મહિનાની વાર છે અને યુપીના જંગમાં પ્રત્યેક દિવસનું મહત્ત્વ હશે. યુપીના મતદારોની નજરમાં માયાવતી ભલે પડી નથી ગયા પણ થોડા નીચે તો ઉતર્યા જ છે. એટલે જ પોલમાં ૪૪ ટકા યુપીવાસીઓએ એમના પરફોર્મન્સને કંગાળ ગણાવ્યું છે અને ૬૬ ટકા લોકોને લખઉનમાં સત્તા પરિવર્તન જોઈએ છે. નવા મુખ્ય પ્રધાન તરીકે પોલમાં સૌથી વધુ ૩૧ ટકા લોકોએ મુલાયમ પર પસંદગી ઉતારી છે. જ્યારે માયાવતીને ૨૯ ટકા લોકોએ વોટ આપ્યા છે. ૩૧ ટકા લોકોએ ભ્રષ્ટાચારને માયાવતી શાસનની સૌથી મોટી નિષ્ફળતા ગણાવી છે. શું એમણે મુલાયમના ભાષણો સાંભળીને આવો અભિપ્રાય આપ્યો છે? પૂર્વાશ્રમના કુસ્તીબાજ મુલાયમ વધતી વય સાથે લખનઉમાં વધુ એક જંગ માટે કમર કસી રહ્યા છે. 'તમે ઘૂસ (લાંચ) આપ્યા વગર કોઈ કામ કરાવી ન શકો અને બધા નાણાં મુખ્ય મંત્રી પાસે પહોંચે છે,' એવી ટીપ્પણ તેઓ કરે છે. સાથોસાથ મુલાયમ સિંહ એવી ગર્ભિત ધમકી ઉચ્ચારવાનું પણ ચૂકતા નથી કે 'એસપીને બહુમતિ મળશે તો ભ્રષ્ટ લોકો સામે પગલાં અમારો અગ્રક્રમ હશે અને એમાં કોઈને નહીં છોડાય.'
માયાવતીએ નિશંકપણે યુપીનો વિકાસ કર્યો છે પણ એ પોતાની શરતે અને ધોરણે. એમણે કેબિનેટ સેક્રેટરી શશાંક શેખર સિંઘની આગેવાનીમાં પોતાના સુપર સ્માર્ટ અને વફાદાર અમલદારોની એક ટીમ બનાવી એમને પ્રશાસનની બાગડોર સોંપી દીધી છે. શશાંક શેખર યુપીમાં માયાવતી બાદ બીજા ક્રમની સૌથી શક્તિશાળી વ્યક્તિ ગણાય છે. તેઓ એક માત્ર એવા અમલદાર છે જેઓ અપોઇન્ટમેન્ટ વિના મુખ્ય મંત્રીના બંગલામાં જઈ શકે છે. તેઓ મોડી રાત સુધી ફાઇલો ક્લિયર કરીને યુપીની એક ગેરવહીવટ હેઠળના રાજ્ય તરીકેની છાપ ભૂંસવાનો પ્રયત્ન કરે છે. શશાંક સિંઘ ભૂતકાળમાં પાઇલટ હતા અને આજે પણ એમણે પાઇલટનું લાઇસન્સ જાળવી રાખ્યું છે. જ્યારે પણ કોઈ ઇમરજન્સી ઊભી થાય ત્યારે મોટાભાગે સિંઘ જ મુખ્ય મંત્રીનું વિમાન ઊડાડે છે. સિંઘ કોકપીટમાં હોય ત્યારે માયા સલામિત અનુભવે છે અને ઊંચે આકાશમાં કેટલાક 'કેબિનેટ' નિર્ણયો લેવાય છે.
જમીન પર માયાવતીના વિશ્વાસુ અમલદાર સાથીઓ તેઓ ગર્વ લઈ શકે એવી કામગિરી બજાવવાનો પ્રયત્ન કરે છે. એમના એક બીજા વિશ્વાસુ ઓફિસર નવનીત સહગલ એવો દાવો કરે છે કે આવતા ૧૦ વરસમાં યુપી પાસે સરપ્લસ પાવર (વીજળી) હશે. રાજ્યમાં ૧૦,૦૦૦ મેગાવોટ પાવર ઉત્પન્ન કરી શકે એવા પ્લાન્ટ્સ બંધાઈ રહ્યા છે. અને અમારા રોડ્સ માટેના કેટલાક ડ્રીમ પ્રોજેક્ટ્સ પર્યાવરણની મંજૂરી ન મળવાથી અટવાઈ ગયા છે. પાવર અને રોડ્સ ઉપરાંત માયાવતીની સરકારે ગરીબોને મફતમાં ઘરો અને રોકડ સહાય પણ આપી છે. આ બધાના જોરે જ બીએસપીના મહિલા નેતાએ ૨૦૧૨ની ચૂંટણીને સુચારુ વહીવટ અને વિકાસનો રેફરન્ડમ બનાવી દીધો છે.
બીજી તરફ, કોંગ્રેસ માટે માઠાં સમાચાર એ છે કે પક્ષ પોતાના પરંપરાગત જાતિ આધારિત મતદાર સંઘોમાં ઝડપથી પોતાની અપીલ ગુમાવી રહ્યો છે. બીજું, પાર્ટી જેમને આગળ કરીને ચૂંટણી લડવાની છે એ રાહુલ ગાંધી ઓપિનિયન પોલમાં લોકપ્રિયતાની દ્રષ્ટિએ મુલાયમ, માયાવતી અને રાજનાથ સિંહ પછી છેક ચોથા ક્રમે છે.

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

કોંગી અગ્રણી ઉપર રિવોલ્વર બતાવી ઘોલાઇ કરી

Khel Maha Kumbh 2011

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved