અણ્ણા ભારત-પાકિસ્તાન યુદ્ધના ભાગેડુ સૈનિક

- અણ્ણા ભાજપના એજન્ટ, દિલ્હીના ઉપવાસ નાટક ઃ બેની પ્રસાદ

નવી દિલ્હી, તા.૨૫

કેન્દ્રીય મંત્રી બેની પ્રસાદ વર્માએ અણ્ણા હઝારે વિરુદ્ધ વાક્‌ બાણ છોડતા જણાવ્યું છે કે અણ્ણા ભારત-પાકિસ્તાન યુદ્ધના ભાગેડુ સૈનિક છે. તેઓ કોઇ મહત્ત્વ ઘરાવતા નથી. તેઓએ ભાષાનો પણ યોગ્ય ઉપયોગ કર્યો નથી. ઉલ્લેખનીય છે કે પાંચ રાજ્યોની ચૂંટણી જોતા કોંગ્રેસ તરફથી અણ્ણા ઉપર હુમલો તેજ કરી દેવાયો છે.

બેની પ્રસાદે જણાવ્યું કે ૧૯૬૫માં અણ્ણા યુદ્ધ મેદાનમાં પીઠ બતાવીને ભાગી આવ્યા હતા. દિલ્હીમાં તેમના ઉપવાસ નાટક હતા. તેમનું રાલેગણ સિદ્ધિમાં જ અસ્તિત્ત્વ નથી. ગામનો મુખ્ય વ્યક્તિ તેમના વિરુદ્ધ ચૂંટણી જીત્યો છે. શરદ પવારનો અણ્ણાએ વિરોઘ કર્યો પરંતુ મહારાષ્ટ્ર નગર પાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપીને જ સફળતા મળી.

તેમણે જણાવ્યું કે અણ્ણા આરએસએસના એજન્ટ છે. જો રાહુલ ગાંઘી વડાપ્રઘાન બની જાય તો ભાજપની રાજનીતિ કેટલાય દશકાઓ સુઘી ખતમ થઇ જાય. રાહુલ ગાંઘી વિરુદ્ધ આરએસએસે અણ્ણાને આગળ કર્યા છે. તેઓ ભાજપના એજન્ટ છે