ચીકની ચમેલી ગીતનો પ્રોમો ૩૦ લાખ લોકોએ જોયો ઃ સલમાન પણ ફીદા

મુંબઇ, તા.૨૫

શીલા કી જવાની દ્વારા આઇટમ સોંગ દ્વારા બોલીવુડમાં ખળભળાટ મચાવનારી કેટરિના કૈફ પોતાની આગામી ફિલ્મ, અગ્નિપથના ગીત, ચીકની ચમેલીથી વઘુ લોકપ્રિય બની ગઇ છે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ચીકની ચમેલી ગીતનો ૩૦ સેકન્ડનો પ્રોમો એક મિનિટના વિડીયો સાથે યુ ટ્યૂબ ઉપર પ્રસારિત કરવામાં આવ્યો ત્યારથી લઇ આજ સુઘી ૩૦ લાખ લોકો આ વિડીયો જોઇ લીઘો છે અને આ ગીત કરન જોહરની ફિલ્મનો નવી ઓળખ બનશે.

કેટરિનાનું આ આઇટમ ગીત સાંભળીને સલમાન ખાન પણ પ્રભાવિત થઇ ગયો છે. કેટરિનાનાં લુકથી તે એટલો પ્રભાવિત થઇ ગયો કે તે ચીકની ચમેલીની પ્રસંશા કરતા સ્વયંને ન રોકી શક્યા. સલમાને કહ્યું કે હું આ ગીત માટે કેટરિનાને સલામ કરું છું અને તે એક શાનદાર અભિનેત્રી તરીકે આગળ આવી રહી છે