શનૈશ્ચરી અમાસે સાળંગપુર હનુમાનજીનાં દર્શનાર્થે શ્રદ્ધાળુઓ ઉમટ્યા

અમદાવાદ, તા.૨૪

શનૈશ્ચરી અમાસે સાળંગપુર હનુમાનજીનાં દર્શન કરવા રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ગુજરાતનાં સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી ખાતે કષ્ટભંજનદેવને વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો અને મારુતિ યજ્ઞ થયો.

મંદિરના કોઠારી સ્વામી શાસ્ત્રી ઘર્મસ્વરુપદાસજીએ જણાવ્યું કે શનિવાર અને અમાસ સાથે આવી છે, આ દિવસ મારુતિ યજ્ઞનું આયોજન કરાયું. બપોરે તેની પૂર્ણાહુતિ થઇ. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીઘો. સાથે જ વહેલી સવારથી રાજ્યભરમાંથી દર્શનાર્થીઓ અહીં ઉમટી પડ્યા.

આજે કષ્ટભંજનનદેવને સિલ્વર ડાયમંડ અને ફૂલોના હારનો શણગાર કરવામાં આવ્યો છે.