અમેરિકાના લોન ધારકોને અમદાવાદથી ધમકી આપાતી હતી

અમદાવાદ, તા.૨૫

અમદાવાદમાં ચાલતા ગેર કાયદે કોલ સેન્ટરમાંથી અમેરિકાના લોન ધારકોએ ધમકી અપાતી હોવાની માહિતી આધારે પોલીસે સેટેલાઇટમાંથી ત્રણ આરોપીની ધરપકડ કરી હતી જો કે એક આરોપી ફરાર થઇ ગયો હતો. પોલીસે ગુનો નોધી વઘુ તપાસ હાથ ધરી છે.

સેટેલાઇટના શિવરંજની ચાર રસ્તા ખાતે આવેલા ગેર કાયદે એક ઇન્ટરનેશનલ કોલ સેન્ટરમાંથી અમેરિકામાં લોન ધરાવતા લોકોનું લિસ્ટ મેળવીને લોકોને લોનની ઉઘરાણી માટે ધમકી આપતા હતા, અને બ્લેક લિસ્ટમાં નાંખવાની ધમકી આપતા હોવાની માહિતી આધારે સેટેલાઇટ પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા. જો કે મુખ્ય સુત્રઘ્ધાર પલાયન થઇ ગયો હતો