ચિંકારાનો મૃતદેહ મળતાં સલમાન ખાનની યાદ આવી

અમદાવાદતા.૨૫

સલમાનખાને રાજસ્થાનમાં ચંિકારાની હત્યા કરી હતી અને જેલના સળિયા પાછળ જવું પડ્યું હતું.
આવો જ કિસ્સો કચ્છ-ભૂજમાં બનતાં ચકચાર મચી જવા પામી છે.

કચ્છ જિલ્લા કપડાસા તાલુકાના લીટા ગામે રવિવારે એક ચંિકારાનો મૃતદેહ મળતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે વન વિભાગ દ્વારા તપાસનો દોર શરૂ કરીને એફ.એલની મદદ લેવામાં આવી છે. પ્રાથમિક માહીતી મુજબ ચંિકારાની હત્યા મિજબાની કરવા કરાઇ હોવાની શંકા સેવાઇ રહી છે.