Last Update : 25-Dec-2011,Sunday
 

અણ્ણાને શરદી-ઉધરસની તકલીફ પરંતુ ઉપવાસ માટે કાલે મુંબઇ આવશે

 

હઝારે સાથે ત્રણ સાથી ઉપવાસ પર બેસશે
મુંબઇ, તા.૨૪
ભ્રષ્ટાચાર સામે જંગ માંડી બેઠેલા સામાજિક ચળવળકાર અણ્ણા હઝારે ૨૭થી ૨૯ ડિસેમ્બર દરમિયાન મજબુત લોકપાલ ખરડાની માગને બુલંદ કરવા મુંબઇમાં ઉપવાસ આંદોલન કરવાના છે ત્યારે જ આજે તેમને શરદી- ઉધરસ થયાના સમાચારથી તેમના હજારો કાર્યકરો- ચાહકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. જો કે, તેમની તબીયત અંગે ચિંતાનું કોઇ કારણ નથી અને ૨૬ ડિસેમ્બરે જ અણ્ણા મુંબઇ આવી જવાના છે, એવી માહિતી તેમના નજીકના સહયોગી દત્તા આવરીએ આજે આપી હતી.
કેન્દ્ર સરકારે લોકસભામાં રજૂ કરેલું લોકપાલ બિલ 'નબળું' હોવાનું જણાવી અણ્ણા હઝારે આ વખતે મુંબઇના વાંદરા સ્થિત બાંદરા કુર્લા કોમ્પ્લેક્સના એમ.એમ.આર.ડી.એ. મેદાનમાં ત્રણ દિવસના ઉપવાસ કરશે. તેમાં હજારો કાર્યકરો ઉમટવાની ધારણા છે. આ મેદાનના કર્તાહર્તાઓએ ૨૬ ડિસેમ્બરે ટીમ અણ્ણાને તેના આંદોલન વિષયક તૈયારી માટે અને ૩૦ ડિસેમ્બરે આ બધી વ્યવસ્થાનો સંકેલો કરી લેવાની શરત પણ મંજૂરીપત્રમાં મૂકી છે. આ માટે ટીમ અણ્ણાએ કુલ પાંચ દિવસ માટે મેદાનના ભાડા પેટે ૭.૭૮ લાખ રૃપિયા અને સેક્યુરિટી ડિપોઝીટ પેટે ૫.૨૯ લાખ રૃપિયાની રકમ ભરી દીધી છે.
આવરી દત્તાએ અણ્ણાના વતનના ગામ રાલેગણ સિદ્ધિથી ફોન પર માહિતી આપી હતી કે, 'અણ્ણા ૨૬ ડિસેમ્બરે બપોરબાદ ગામેથી નીકળીને રોડ માર્ગે સાંજ સુધીમાં મુંબઇ આવી પહોંચશે.'
ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનના નેજા હેઠળ અણ્ણા ભ્રષ્ટાચાર વિરોધી આ લડત લડી રહ્યાં છે. આ સંગઠનના સંયોજક મયંક ગાંધીએ જણાવ્યું હતું કે, 'ઉપવાસના સ્થળે અણ્ણા માટે અને મુલાકાતીઓ માટે ખાસ સગવડ ધરાવતા કામચલાઉ રૃમ ઉભાં કરાશે. આ સ્થળે સ્વયંસેવકો સહિત ડૉક્ટરની એક ટુકડી પણ સતત હાજર હશે. મેદાનમાં માહિતી કેન્દ્ર, સમાચાર માધ્યમો માટેનો રૃમ અને નોંધણી માટેનું કાઉન્ટર પણ ઉભું કરાશે.'
દિલ્હીના રામલીલા મેદાનમાં ઓગસ્ટ મહિનામાં ઉપવાસ આંદોલન દ્વારા દેશભરમાં જાણીતા થયેલાં આ ચળવળકાર આ વખતે મુંબઇમાં ઉપવાસ આંદોલન કરશે, તેમની સાથે તેની ટુકડીના સભ્યો અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી અને કુમાર વિશ્વાસ પણ જોડાશે. ટીમ અણ્ણાના સભ્ય પ્રશાંત ભુષણ અને મનિષ સિસોદિયા સહિતના સભ્યો દિલ્હીમાં આ દિવસોમાં જ ઉપવાસ પર બેસવાના છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
યુ.એસ.ની રીકવરીના સંકેત વૈશ્વિક સુધારા પાછળ આરંભિક મજબૂતી બાદ નરમાઇ
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજીનો ચમકારો
મ્યુ.ફંડોનું ઈક્વિટી વેચાણ ઘટીને ૩૧ મહિનાના તળિયે
થાપણોને આકર્ષવા માટે બેંકો વચ્ચે જામેલી હરિફાઈ
કરવેરાના કુલ લક્ષ્યાંકને નાણાં મંત્રાલય કદાચ હાંસલ નહી કરી શકે
બીજી અભિનેત્રીઓની જેમ લારા દત્તા પ્રસૂતિ પછી લાંબો બ્રેક લેવાની નથી
રોહિત શેટ્ટી અને અજય દેવગણના સંબંધો સુધરતાં જ અજય 'ગોલમાલ' સિરીઝમાં પાછો ફર્યો
પોતાની જ ફિલ્મના પ્રિમિયરમાં શાહરૃખ ખાન બે કલાક મોડો આવ્યો
કેટરીના કૈફ નકલ કરતી હોવાનો રાખી સાવંતનો દાવો
પંટરોના મતે તેંડુલકર મેલબોર્નમાં રમાનારી ટેસ્ટમાં જ સદી ફટકારશે
ડ્રગ કેસ ઃ છ ભારતીય એથ્લેટ્સ પર એક વર્ષનો પ્રતિબંધ
હરિયાણાનો મજબુત જવાબ જીતવા માટે ગુજરાતને ૩૦૧ રન
તેંડુલકર અને ધોનીને અમે પરેશાન કરી મુકીશું ઃ હસી

તેંડુલકરને સિધ્ધી માટે, પોન્ટીંગને હકાલપટ્ટીથી બચવા સદીની જરૃર

આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

કોંગી અગ્રણી ઉપર રિવોલ્વર બતાવી ઘોલાઇ કરી

Khel Maha Kumbh 2011

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved