Last Update : 25-Dec-2011,Sunday
 
ઉ.પ્રદેશ સહિત પાંચ રાજ્યમાં ચૂંટણીની જાહેરાત
 
ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં જ્યારે ચાર રાજ્યોમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે ઃ આચારસંહિતા લાગુ
(પીટીઆઈ) નવીદિલ્હી, તા. ૨૪
માયાવતીની તમામ ગણતરીઓને ઊંધી વાળતાં ચૂંટણી પંચે આજે ઉત્તર પ્રદેશમાં તા. ૪થી ફેબુ્રઆરીથી ૨૮મી ફેબુ્રઆરી સુધીમાં ૭ તબક્કામાં મતદાન સાથે, રાજ્ય વિધાનસભાની ચૂંટણી જાહેર કરી છે. જ્યારે પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં એક જ તબક્કામાં મતદાન સંપન્ન કરાશે. આ સાથે આ પાંચે રાજ્યો અને કેન્દ્રમાં પણ આચારસંહિતા લાગુ પડી ગઈ છે.
પંજાબ અને ઉત્તરા ખંડની વિધાનસભા ચૂંટણીઓ તા. ૩૦મી જાન્યુઆરીએ યોજાનાર છે, જ્યારે ૨૮મી જાન્યુઆરીએ મણિપુરમાં અને ૩જી માર્ચે ગોવામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. પંચની આ જાહેરાતને દરેક પક્ષોએ આવકાર આપ્યો છે.
આ પાંચે રાજ્યોની ચૂંટણીની મત ગણતરી તા. ૪થી માર્ચે થશે.
દેશનાં આ પાંચે રાજ્યોનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરતાં મુખ્ય ચૂંટણી કમિશ્નર એસ.વાય.કુરેશીએ કહ્યું હતું કે, આ ચૂંટણીઓ જાહેર થતાં તે પાંચે રાજયો તેમજ કેન્દ્રમાં પણ ચૂંટણી આચારસંહિતા લાગુ પડી જશે.
આ પૂર્વે એવા પણ અહેવાલો પ્રાપ્ત થયા હતા કે, માયાવતી શાળાઓ અને કોલેજોની પરીક્ષાઓ વહેલી કરાવી, ફેબુ્રઆરીમાં જ લઇ જવા માંગતાં હતા, જેથી રાજયમાં વહેલી ચૂંટણી નિવારી શકાય. પરંતુ ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશમાં તા. ૪થી ફેબુ્રઆરીથી જ, સાત તબક્કાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. અને તા. ૨૮મી ફેબુ્રઆરીના દિને ત્યાં છેલ્લું મતદાન તે ચૂંટણીમાં થવાનું છે. આથી માયાવતીની યોજના ઊંધી વળી ગઈ છે.
તે ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં યોજાનારી ૭ તબક્કાની ચૂંટણી કોઇ પણ રાજયમાં અને સમગ્ર દેશમાં પણ થયેલી સૌથી લાંબી ચૂંટણી બની રહેશે. આ રાજયમાં વિધાનસભાની ૪૦૩ બેઠકો છે. (જે પૈકી ૮૫ બેઠકો એસસી માટે અનામત છે.) ત્યાં તા. ૪, ૮, ૧૧, ૧૫, ૧૯, ૨૩ અને ૨૮મી ફેબુ્રઆરીએ મતદાન યોજાશે.
૧૧૭ બેઠકો સાથેની પંજાબ વિધાની સભાની મુદત તા. ૧૪મી માર્ચે પુરી થાય છે. આ ૧૧૭ પૈકી ૩૪ બેઠકો અનામત છે. જયારે ૭૦ બેઠકોની વિધાનસભા ધરાવતાં ઉત્તરા ખંડમાં ૧૩ બેઠકો શેડયુલ્ડ કાસ્ટ (અનુસૂચિત જાતિઓ) માટેની અનામત છે. ૨ અનુસૂચિત જનજાતિઓ માટે અનામત છે. આ વિધાનસભાની મુદત ૧૨મી માર્ચે પૂરી થાય છે.
મણિપુર વિધાનસભામાં ૬૦ બેઠકો છે. (૧ એસસી માટે, ૧૯ એસટી માટે અનામત), આ વિધાનસભાની મુદત ૧૫મી માર્ચે સંપન્ન થાય છે. જયારે ૪૦ બેઠકોની ગોવા વિધાનસભાની મુદત જુનની ૧૪મીએ પૂરી થાય છે. અહીં માત્ર એક જ બેઠક અનુસૂચિત જાતિ (શેડયુલ્ડ કાસ્ટ-એસસી) માટે અનામત છે.
મુખ્ય ચૂંટણી કમિશનર કુરેશીએ આ ચૂંટણીઓ અંગે આજે અહીં પત્રકારોને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે ચૂંટણીમાં મતદારો માટે ફોટો-આઇડેન્ટીટી કાર્ડઝ હોવા ફરજિયાત બની રહેશે. અને દરેક મતદાન મથકે મતદાન ઇલેકટ્રોનિક વોટિંગ મશીન્સ (ઇવીએમ) દ્વારા જ કરવામાં આવશે.
ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ અંગે તા. ૧૦, ૧૨, ૧૬, ૨૧ અને ૨૫ જાન્યુઆરીએ તથા ૨જી ફેબુ્રઆરીએ અલગ નોટીફીકેશન પણ પ્રસિદ્ધ કરાશે અને તે નોટિફિકેશન પ્રસિદ્ધ કરાયા પછી એક સપ્તાહમાં ઉમેદવારી પત્રો ભરી શકાશે.
પંજાબ અને ઉત્તરાખંડની ચૂંટણીઓ માટે ૫મી જાન્યુઆરીએ જાહેરનામું (નોટિફિકેશન) પ્રસિદ્ધ થશે. મણિપુર માટે ૪ થી જાન્યુઆરીએ અને ગોવા માટે ૬ઠ્ઠી ફેબુ્રઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ કરાશે.
મુખ્ય ચૂંટણી કમિશનર વાય. એસ. કુરેશીએ આ જાહેરાત કરી ત્યારે તેઓની એક તરફ એક ચૂંટણી કમિશનર વી. એસ. સંપથ, અને બીજી તરફ એચ. એસ. બ્રહ્યા બેઠા હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે ફરિયાદ નિવારણ અંગે ચૂંટણી પંચે ચોવીસે કલાક કાર્યરત તેવી વ્યવસ્થા ગોઠવી છે. જેમાં ટોલ ફ્રી નંબર ૧૯૫૦ ઉપર જણાવવાથી કે ઇલેકશન કમિશન (ઇસી)ની વેબસાઇટ દ્વારા પણ રજૂ કરી શકાશે.
મતદાર યાદી વિષે તેમણે કહ્યું હતું કે આ પાંચ રાજયોની મતદાર યાદીઓ તા. ૧ જાન્યુ. ૨૦૧૨ ના દિને, નોંધાયેલા મતદારો પ્રમાણે તાજી કરવામાં આવશે.
ઉત્તર પ્રદેશમાં ૧૧.૧૯ કરોડ મતદારો છે, પંજાબમાં ૧.૭૪ કરોડ, ઉત્તરાખંડમાં ૫૭.૪ લાખ, મણિપુરમાં ૧૬.૭૭ લાખ અને ગોવામાં ૧૦.૧૨ લાખ મતદારો છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
યુ.એસ.ની રીકવરીના સંકેત વૈશ્વિક સુધારા પાછળ આરંભિક મજબૂતી બાદ નરમાઇ
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજીનો ચમકારો
મ્યુ.ફંડોનું ઈક્વિટી વેચાણ ઘટીને ૩૧ મહિનાના તળિયે
થાપણોને આકર્ષવા માટે બેંકો વચ્ચે જામેલી હરિફાઈ
કરવેરાના કુલ લક્ષ્યાંકને નાણાં મંત્રાલય કદાચ હાંસલ નહી કરી શકે
બીજી અભિનેત્રીઓની જેમ લારા દત્તા પ્રસૂતિ પછી લાંબો બ્રેક લેવાની નથી
રોહિત શેટ્ટી અને અજય દેવગણના સંબંધો સુધરતાં જ અજય 'ગોલમાલ' સિરીઝમાં પાછો ફર્યો
પોતાની જ ફિલ્મના પ્રિમિયરમાં શાહરૃખ ખાન બે કલાક મોડો આવ્યો
કેટરીના કૈફ નકલ કરતી હોવાનો રાખી સાવંતનો દાવો
પંટરોના મતે તેંડુલકર મેલબોર્નમાં રમાનારી ટેસ્ટમાં જ સદી ફટકારશે
ડ્રગ કેસ ઃ છ ભારતીય એથ્લેટ્સ પર એક વર્ષનો પ્રતિબંધ
હરિયાણાનો મજબુત જવાબ જીતવા માટે ગુજરાતને ૩૦૧ રન
તેંડુલકર અને ધોનીને અમે પરેશાન કરી મુકીશું ઃ હસી

તેંડુલકરને સિધ્ધી માટે, પોન્ટીંગને હકાલપટ્ટીથી બચવા સદીની જરૃર

આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

કોંગી અગ્રણી ઉપર રિવોલ્વર બતાવી ઘોલાઇ કરી

Khel Maha Kumbh 2011

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved