Last Update : 25-Dec-2011,Sunday
 
ઉતરાણની ઉજવણીના આનંદ પર મોંઘવારીની કાતર ફરશે

 

યાર્નના ભાવ વધારા સાથે બોબીન તથા મજુરીના ભાવોમાં બમણો ઉછાળો ઃ ગયા વર્ષની તુલનાએ પતંગપ્રેમીઓએ દોરી-માંજાના બમણાં ભાવ ચુકવવા પડશે
(પ્રતિનિધિ દ્વારા) સુરત,શનિવાર
યાર્ન-દોરાના ભાવમાં ગયા વર્ષની તુલનાએ બમણો વધારો થવાના પગલે આ વર્ષે પતંગપ્રેમી સુરતીલાલોની મકરસંક્રાતિની ઉમંગભેર ઉજવણી કરવાના ઉમંગ પર પણ મોંઘવારીની કાતર ફરી વળી રહશે.યાર્ન-દોરાના ભાવોમાં આવેલા ઉછાળાના પગલે આ વર્ષે મકરસંક્રાતિમાં સારી બ્રાન્ડના દોરાના બોબીનના ભાવોમાં પણ વધારો નોંધાયો હોઈ મકરસંક્રાતિની ઉજવણી મોંઘી બને તેવા સંકેતો સાંપડયા છે.
સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મકરસંક્રાતિના પર્વની ઉજવણીનો ઉમંગ પર મોંઘવારીની અસર વર્તાય તો નવાઈ નહીં તેવા સંકેતો પતંગ બજાર સાથે સંકળાયેલા વેપારી વર્તુળોમાંથી સાંપડયા છે.ગયા વર્ષની તુલનાએ આ વર્ષે યાર્ન-દોરાના ભાવોમાં પણ અન્ય ચીજ વસ્તુના ભાવોની જેમ બમણો વધારો થવા પામ્યો હોઈ આ વર્ષે મકરસંક્રાતિની તહેવારની ઉજવણીના આનંદમાં ઓટ આવવાની સંભાવના વર્તાઈ રહી છે.ઉધના દરવાજા વિસ્તારમાં કુકીઝ પતંગ-માંજા દોરીના સીઝનલ ધંધાર્થી સુરેશભાઈ પટેલના જણાવ્યા મુજબ આ વખતે મોંઘવારીની અસર માંજા-દોરીના વેચાણ પર પણ જોવા મળી રહી છે.ખાસ કરીને યાર્ન-દોરાના ભાવોમાં વધારો થવાથી ગયા વર્ષની તુલનાએ આ વર્ષે બોબીનના ભાવોમાં બમણો વધારો થયો છે.
ગયા વર્ષે ૫ હજાર વારના બોબીનની કિંમત રૃ.૩૫૦ હતી જે આજે વર્ષ દરમિયાન વધેલા યાર્નના ભાવ વધારાના કારણે રૃ.૪૦૦ થી ૪૨૫ના ભાવે મળી રહી છે.તદુપરાંત આ વર્ષે માંજા દોરી ઘસતા કારીગરોની મજુરીના ભાવોમાં ઉત્તરોત્તર વધી રહેલા મોંઘવારી દરના કારણે બમણો વધારો થવા પામ્યો છે.ગયા વર્ષે મકરસંક્રાતિ પર્વના પ્રસંગે ૧ હજાર વારના બોબીન ઘસવાની મજુરીના દર રૃ.૨૦ હતા.જે આજે બમણી મજુરી આપવા છતાં માંજા-દોરીના કારીગરો કામ કરવા તૈયાર નથી.ઓછામાં ઓછા પાંચ કારીગરોના રહેવા-જમવા તથા ચા નાસ્તાના સહેજેય દૈનિક રૃ.૧૦૦ તથા ઘસાઈના રૃ.૮૦ ગણીએ તો રો મટીરીયલ તથા નિભાવ ખર્ચને ધ્યાને લતા પડતર કિંમતમાં બમણો વધારો થયો છે.
બીજી તરફ બોબીનની ઘસાઈ માટે વપરાતા કાચ,સરસના કીલોદીઠ ભાવોમાં પણ વધારો થવા પામ્યો છે.ગયા વર્ષે કીલો દીઠ રૃ.૧૦થી ૧૨ના ભાવે વેચાતા કાચ આજે રૃ.૨૦ના ભાવે મળે છે.જ્યારે કિલો દીઠ સરસનો ગયા વર્ષે રૃ.૪૦નો ભાવ આ વખતે રૃ.૫૫ થી ૬૦ની વચ્ચે જોવા મળી રહ્યો છે.જેથી આ વર્ષે યાર્ન-દોરા,રો મટીરીયલ તથા મજુરીના દરોમાં મોંઘવારીના પગલે થયેલા વધારાની સીધી અસર માંજા દોરીના બજાર પર પડી રહી છે.જેના કારણે ગયા વર્ષે ૧૦૦૦વારની ફિરતી રૃ.૧૧૦માં વેચાતી હતી તે આ વર્ષે રૃ.૧૫૫ થી ૧૬૦ના ભાવે ખરીદવી પડશે. બજારના સુત્રોના જણાવ્યા મુજબ એક પરિવારના ત્રણ સભ્યો દીઠ ત્રણ ફિરતી તથા પતંગ ખરીદવામાં આવે તો મકરસંક્રાતિની ઉજવણી પાછળ આ વખતે બમણાં ભાવો ચુકવવા પડે તેમ છે.જેની સીધી અસર પતંગ પ્રેમી સુરતી લાલાઓના ખિસ્સા પર પડતી હોવાથી આ વખતે મકરસંક્રાતિની ઉજવણીના આનંદ પર મોંઘવારીની કાતર ફરી વળશે.
સુરતી માંજા-દોરીના બજારમાં આ વર્ષે મકરસંક્રાતિના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા હોવા છતાં રાજકોટ,અમદાવાદ સહિતના બહારના શહેરોના વેપારીઓની ખરીદી જ જોવા મળી રહી છે.જ્યારે સુરતના સ્થાનિક બજારમાં હજુ પણ માંજા દોરીની ખરીદીનો જોઈએ તેટલો પ્રતિસાદ સાંપડયો નથી.

 
 
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
યુ.એસ.ની રીકવરીના સંકેત વૈશ્વિક સુધારા પાછળ આરંભિક મજબૂતી બાદ નરમાઇ
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજીનો ચમકારો
મ્યુ.ફંડોનું ઈક્વિટી વેચાણ ઘટીને ૩૧ મહિનાના તળિયે
થાપણોને આકર્ષવા માટે બેંકો વચ્ચે જામેલી હરિફાઈ
કરવેરાના કુલ લક્ષ્યાંકને નાણાં મંત્રાલય કદાચ હાંસલ નહી કરી શકે
બીજી અભિનેત્રીઓની જેમ લારા દત્તા પ્રસૂતિ પછી લાંબો બ્રેક લેવાની નથી
રોહિત શેટ્ટી અને અજય દેવગણના સંબંધો સુધરતાં જ અજય 'ગોલમાલ' સિરીઝમાં પાછો ફર્યો
પોતાની જ ફિલ્મના પ્રિમિયરમાં શાહરૃખ ખાન બે કલાક મોડો આવ્યો
કેટરીના કૈફ નકલ કરતી હોવાનો રાખી સાવંતનો દાવો
પંટરોના મતે તેંડુલકર મેલબોર્નમાં રમાનારી ટેસ્ટમાં જ સદી ફટકારશે
ડ્રગ કેસ ઃ છ ભારતીય એથ્લેટ્સ પર એક વર્ષનો પ્રતિબંધ
હરિયાણાનો મજબુત જવાબ જીતવા માટે ગુજરાતને ૩૦૧ રન
તેંડુલકર અને ધોનીને અમે પરેશાન કરી મુકીશું ઃ હસી

તેંડુલકરને સિધ્ધી માટે, પોન્ટીંગને હકાલપટ્ટીથી બચવા સદીની જરૃર

આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

કોંગી અગ્રણી ઉપર રિવોલ્વર બતાવી ઘોલાઇ કરી

Khel Maha Kumbh 2011

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved