Last Update : 25-Dec-2011,Sunday
 
અશોક ડિન્ડા અને સૌરવ સરકાર સામે વડોદરાની ટીમ ધરાશાયી

 

મેચમાં બંગાળના બોલરોનું પ્રભુત્વ ઃ ગુજરાતના પરાજયે પાસું પલટયંુ
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શનિવાર
રણજી શ્રેણીની અંતિમ મેચમા પ્રથમદાવમાં સરસાઇ મેળવનાર બંગાળે બીજા દાવમાં વડોદરાને ધરાશયી કરી ૩૪ રનનો નાનકડો લક્ષ્યાંક એક વિકેટ ગુમાવી વિજય મેળવ્યો હતો. વડોદરા અને બંગાળ બન્ને પોઇન્ટ ટેબલમાં આ મેચના પરિણામ બાદ સમાન બની રહ્યા હતા.
મહત્વની મેચમાં વડોદરાના પાંચ બેટ્સમેન ડકમાં આઉટ ઃ જો કે બરોડા - બંગાળ બન્ને બહાર ફેંકાયા
ત્રીજા દિવસના પાંચ વિકેટે ૧૦૩ રનથી પોતાનો દાવ આગળ વધારનાર વડોદરા ૧૩૯ રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ મહત્વની મેચમાં વડોદરાના બેટ્સમેનો નિષ્ફળ નિવડયા હતા. પાંચ બેટધરો તો શૂન્યમાં જ પાછા ફર્યા હતા, અને બે બેટધર સીંગલ ફિગરમાં સિમીત રહ્યા હતા.
એક માત્ર રાકેશ સોલંકી ૫૯ રન જેવા જુમલે પહોંચી શક્યો હતો. ઇરફાને ૨૯ રનનો ફાળો અને પિનલ શાહ દસ રનનો ફાળો નોધાવી શક્યા હતા.
બંગાળના બોલર અશોક ડિન્ડાનું સ્ટીમરોલર આ દાવમાં પણ ફરી વળ્યું હતું. તેમણે ૬૬ રન આપી પાંચ વિકેટ પોતાના નામે કરી હતી. જ્યારે સૌરવ સરકાર પણ ૩૨ રનમાં ચાર વિકેટ ઝડપી ઘાતક બની રહ્યો હતો.
બંગાળને બીજા દાવમાં વિજય માટે માત્ર ૩૪ રનનો નાનો લક્ષ્યાંક મળ્યો હતો. બોનસ પોઇન્ટ સામે આગળ વધવા બંગાળને આ સ્કોર વિના વિકેટે કરવા જરૃરી હતા પણ વડોદરાની મેદાની પ્રેશર ટેકનિક કામ કરી ગઇ.
અરિદમદાસ કપ્તાન વિકેટ કિપરના હાથે કેચ ઝડપાયો હોવાનું અમ્પાયરે જાહેર કર્યુ હતું. જો કે દાસ પોતાની જગ્યા પરથી ખસવા તૈયાર ન હતો.
તેની વિકેટ પડતા જ બંગાળની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશવાની તક પુરી થઇ ગઇ હતી. વડોદરા હવે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશવા માટે ગુજરાત -હરિયાણાના મેચના પરિણામની રાહ જોતું હતું. સાંજ પડતામાં ગુજરાતને ધરાશયી કરી હરિયાણાએ બોનસ પોઈન્ટ સાથે વિજય મેળવતાં ચાલુ સિઝનમાં વડોદરાની રણજી શ્રેણીની સંધ્યા આથમી ગઈ હતી.
એલિટ બી ગૃપમાં હવે પોઈન્ટ ટેબલમાં તામિલનાડુ, મધ્યપ્રદેશ અને હરિયાણા અગ્રતાક્રમે હોઈ વડોદરાએ આગામી સિઝનની તૈયારી કરવાનો સમય આવી ગયો છે. વડોદરા અને બંગાળ, બંન્ને માટે આ મેચમાં બોલરોને પરિશ્રમ કરવાનો વારો આવ્યો હતો. વડોદરાનો ગગનદીપ સિંઘે ૧૦૬માં ૬ વિકેટો ઝડપી હતી. ઈરફાન પઠાણ ૧૦૩ રન આપી વિકેટ ઝડપવામાં સદંતર નિષ્ફળ જતાં તે મોંઘો સાબિત થયો હતો.
જ્યારે બંગાળ પાસેના ત્રણ બોલરો અસરકાર સાબિત થયા હતા. સમગ્ર મેચમાં અશોક ડિન્ડાએ ૧૬૨ માં દસ, સરકારે ૯૫માં ૫ અને ગાંગુલીએ ૧ રનમાં ૩ વિકેટો ઝડપી વડોદરાને ધાર્યુ નુકશાન પહોંચાડયું હતું. બંગાળને જીત બદલ પાંચ પોઈન્ટ અને વડોદરાને શૂન્ય પોઈન્ટ મળ્યા હતા. બન્નેના કુલ પોઈન્ટ ૧૩ થયા હતા.
ટૂંકો સ્કોર ઃ વડોદરા ઃ ૨૮૪ અને ૧૩૬ બંગાળ ઃ ૩૯૦ અને ૩૬.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
યુ.એસ.ની રીકવરીના સંકેત વૈશ્વિક સુધારા પાછળ આરંભિક મજબૂતી બાદ નરમાઇ
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજીનો ચમકારો
મ્યુ.ફંડોનું ઈક્વિટી વેચાણ ઘટીને ૩૧ મહિનાના તળિયે
થાપણોને આકર્ષવા માટે બેંકો વચ્ચે જામેલી હરિફાઈ
કરવેરાના કુલ લક્ષ્યાંકને નાણાં મંત્રાલય કદાચ હાંસલ નહી કરી શકે
બીજી અભિનેત્રીઓની જેમ લારા દત્તા પ્રસૂતિ પછી લાંબો બ્રેક લેવાની નથી
રોહિત શેટ્ટી અને અજય દેવગણના સંબંધો સુધરતાં જ અજય 'ગોલમાલ' સિરીઝમાં પાછો ફર્યો
પોતાની જ ફિલ્મના પ્રિમિયરમાં શાહરૃખ ખાન બે કલાક મોડો આવ્યો
કેટરીના કૈફ નકલ કરતી હોવાનો રાખી સાવંતનો દાવો
પંટરોના મતે તેંડુલકર મેલબોર્નમાં રમાનારી ટેસ્ટમાં જ સદી ફટકારશે
ડ્રગ કેસ ઃ છ ભારતીય એથ્લેટ્સ પર એક વર્ષનો પ્રતિબંધ
હરિયાણાનો મજબુત જવાબ જીતવા માટે ગુજરાતને ૩૦૧ રન
તેંડુલકર અને ધોનીને અમે પરેશાન કરી મુકીશું ઃ હસી

તેંડુલકરને સિધ્ધી માટે, પોન્ટીંગને હકાલપટ્ટીથી બચવા સદીની જરૃર

આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

કોંગી અગ્રણી ઉપર રિવોલ્વર બતાવી ઘોલાઇ કરી

Khel Maha Kumbh 2011

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ