Last Update : 25-Dec-2011,Sunday
 
મુસાફરના સ્વાંગમાં બિયરની હેરાફેરી કરતો યુવક પકડાયો
 

અમદાવાદ, શનિવાર
ન્યુ યર પાર્ટીઝની ઉજવણી માટે દારૃ-બિયર ઘૂસાડવા બૂટલેગરો નવી-નવી તરકીબો અજમાવે છે. રાજસ્થાનથી મુસાફરના સ્વાંગમાં ટ્રાવેલ બેગ અને સ્કૂલ બેગમાં બિયરના ટીન લઈને આવેલા ખેપીયાને વસ્ત્રાપુર પોલીસે પકડી પાડયો છે. વસ્ત્રાપુરના સૂરધારા સર્કલ પાસે આજે સવારે ૧૦ વાગ્યે એક ઓટોરિક્ષાને ખાનગી ડ્રેસમાં રહેલી પોલીસે આંતરી હતી. રિક્ષામાં બેઠેલો ચાલાક યુવાન અચાનક જ ઉતરીને નાસ્યો હતો. ચોર... ચોર... બૂમો પાડતી પોલીસ યુવકની પાછળ દોડી હતી. પોલીસની બૂમો છતાં કોઈ મદદે આવ્યું નહોતું. આવામાં રસ્તા ઉપરથી ભેંસો પસાર થતી હોવાથી યુવક પોલીસના હાથમાં આવી ગયો હતો. વસ્ત્રાપુર પોલીસે યુવકની ટ્રાવેલ બેગ અને સ્કૂલ બેગમાં તપાસ કરતાં બિયરના ૪૮ ટીન મળી આવ્યાં હતા. નથ્થુભાઈ અને મહેન્દ્રસિંહને બાતમી મુજબ, ડુંગરપુરના વડાપાલ ગામનો રાકેશ હલુજી મીણા (ઉ.વ. ૩૦) રાતે ખાનગી બસમાં બિયરના ટીન લઈને નીકળ્યો હતો. પોલીસથી બચવા દોડી રહેલા ખેપીયા રાકેશ મીણાનો મોબાઈલ ફોન પડી ગયાનું કહે છે. આથી, રાજુ નામના લોકલ બુટલેગરનો નંબર મોબાઈલ સાથે જતો રહ્યો હોવાનું રાકેશ કહે છે. જો કે, મોબાઈલ ફોન પડી ગયો કે ફેંકી દેવાયો તે અંગે પોલીસ તપાસ કરે છે.તપાસનિશ, વસ્ત્રાપુરના એ.એસ.આઈ. ભગવાનભાઈ પાટીલે જણાવ્યું કે, રાકેશ મીણા આ અગાઉ તેના ભાગીદાર પ્રમોદ સાથે રાજસ્થાનથી કારમાં દારૃની હેરાફેરી કરતો હતો. પરંતુ, ક્રાઈમ બ્રાંચના હાથે પકડાયા પછી રાકેશે સ્વતંત્ર રીતે મુસાફરના સ્વાંગમાં દારૃ-બિયરની હેરાફેરી શરૃ કરી હતી. બિયરની એક પેટીએ રાકેશને ૭૦૦ રૃપિયાનો નફો થતો હતો.

ડાયરામાં ઉડાડવા માટે લઇ જવાતાં ૧૫ લાખ સાથે આંગડિયાકર્મી ઝડપાયો
અમદાવાદ, શનિવાર
કોઈ ડાયરામાં કલાકારો ઉપર હરખથી કેટલી રકમ ઉડાડવામાં આવે? ડાયરારસિકોના મતે આ રકમનો કોઈ હિસાબ ન હોય. પણ, સેટેલાઈટ વિસ્તારમાં એક આગંડિયા કર્મચારી રૃા. ૧૫ લાખ ભરેલો થેલો લઈને ચાલીને જતાં પકડાયો છે. એક-એક હજારના પંદર બંડલ ડાયરામાં ઉડાડવા માટે ૧૦-૧૦ની નોટોના છૂટ્ટા કરાવવા અપાયા હોવાની વાત પોલીસને ગળે ઉતરતી નથી.ન્યુ યર ઉજવણી માટે દારૃ-બિયરની હેરાફેરી વધતાં પોલીસે આવા તત્વો પર નજર રાખી રહી છે. શુક્રવારે રાતે ૮-૪૫ વાગ્યાના અરસામાં સેટેલાઈટના રામદેવનગર પાસેના સાંઈમંદિર નજીકથી ગુટખાના થેલામાં વસ્તુ લઈને ચાલીને જતા શકમંદ યુવકને પોલીસે અટકાવ્યો હતો. થેલો તપાસતાં પોલીસની આંખો પહોળી થઈ ગઈ હતી. કારણ કે, થેલામાં એક-એક હજારના બંડલ હતા. દેખાવે સામાન્ય જણાતા યુવક પાસે ૧૫ લાખ રૃપિયાની રકમ કઈ રીતે આવી? તેની તપાસ પોલીસે શરૃ કરી હતી. ઘાટલોડીયાના ચાણક્યપુરીમાં રહેતા કૃણાલ હસમુખભાઈ તુરખીયાએ પોતે સી.જી. રોડ ઉપર જે.કે. કુરિયર નામની આંગડિયા પેઢીનો કર્મચારી હોવાનું અને શેઠના ઘરે પૈસા મુકવા જતો હોવાનું કહ્યું હતું. તપાસનિશ, હેડ કોન્સ્ટેબલ જોરસિંહ સોલંકીએ જણાવ્યું કે, આંગડિયા સંચાલકે એવો બચાવ કર્યો છે કે- તા. ૩૧ના રોજ વારાહીના ભીડભંજન હનુમાન મંદિરે ગૌશાળા માટે ડાયરો યોજાવાનો છે. આ ડાયરામાં ઉડાડવા માટે રૃા. ૧૫ લાખની ૧૦-૧૦ની નોટો જરૃર હતી.
છૂટ્ટા કરાવવા માટે આવેલા પૈસા ઘરે મોકલી રહ્યો હતો. જો કે, આ ખૂલાસો ગળે ન સેટેલાઈટ પોલીસે શક પડતી મિલ્કત તરીકે રૃા. ૧૫ લાખ કબજે કર્યા છે. આંગડિયાની વધુ પૂછપરછ ચાલી રહી છે.

 

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
યુ.એસ.ની રીકવરીના સંકેત વૈશ્વિક સુધારા પાછળ આરંભિક મજબૂતી બાદ નરમાઇ
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજીનો ચમકારો
મ્યુ.ફંડોનું ઈક્વિટી વેચાણ ઘટીને ૩૧ મહિનાના તળિયે
થાપણોને આકર્ષવા માટે બેંકો વચ્ચે જામેલી હરિફાઈ
કરવેરાના કુલ લક્ષ્યાંકને નાણાં મંત્રાલય કદાચ હાંસલ નહી કરી શકે
બીજી અભિનેત્રીઓની જેમ લારા દત્તા પ્રસૂતિ પછી લાંબો બ્રેક લેવાની નથી
રોહિત શેટ્ટી અને અજય દેવગણના સંબંધો સુધરતાં જ અજય 'ગોલમાલ' સિરીઝમાં પાછો ફર્યો
પોતાની જ ફિલ્મના પ્રિમિયરમાં શાહરૃખ ખાન બે કલાક મોડો આવ્યો
કેટરીના કૈફ નકલ કરતી હોવાનો રાખી સાવંતનો દાવો
પંટરોના મતે તેંડુલકર મેલબોર્નમાં રમાનારી ટેસ્ટમાં જ સદી ફટકારશે
ડ્રગ કેસ ઃ છ ભારતીય એથ્લેટ્સ પર એક વર્ષનો પ્રતિબંધ
હરિયાણાનો મજબુત જવાબ જીતવા માટે ગુજરાતને ૩૦૧ રન
તેંડુલકર અને ધોનીને અમે પરેશાન કરી મુકીશું ઃ હસી

તેંડુલકરને સિધ્ધી માટે, પોન્ટીંગને હકાલપટ્ટીથી બચવા સદીની જરૃર

આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

કોંગી અગ્રણી ઉપર રિવોલ્વર બતાવી ઘોલાઇ કરી

Khel Maha Kumbh 2011

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved