Last Update : 25-Dec-2011,Sunday
 

દેશી- આયાતી ખાદ્યતેલોમાં તેજીની આગેકૂચ છતાં આગામી સપ્તાહમાં ઘટાડાની શક્યતા

 

સોયાતેલ વાયદો વધ્યા ભાવથી તૂટયોઃ મુંબઈમાં પામતેલમાં રિફાઈનરીઓએ ભાવો વધાર્યા જ્યારે રિસેલમાં નફારૃપી વેચવાલી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૨૪
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદા બજારમાં ભાવો આરંભમાં ઘટયા પછી ફરી વધી આવ્યા હતા. મથકોએ આજે એરંડાની આવકો વધ્યાના સમાચારો હતા. એરંડા વાયદાના ભાવો આરંભમાં ઘટયા હતા. જોકે વાયદામાં ઘટયા મથાળે મથકોએ શિપરોની લેવાલી આવી રહ્યાના સમાચારો હતા. મુંબઈ એરંડા માર્ચ વાયદાના ભાવો રૃ.૩૬૪૫ વાળા આજે રૃ.૩૬૩૫ ખુલી નીચામાં રૃ.૩૬૨૦ રહ્યા પછી ઉંચામાં રૃ.૩૬૪૭ થઈ છેલ્લે બંધ રૃ.૩૬૩૯ રહ્યા હતા. ૬૦ ટનના કામકાજો થયા હતા અને મથકો પાછળ આજે મુંબઈ વાયદામાં ઘટાડે માનસ લેવાનું રહ્યું હતું. દરમિયાન, મુંબઈ હાજર એરંડાના ભાવો રૃ.૪૦૦૦ વાળા આજે તૂટી રૃ.૩૯૬૫ રહ્યા હતા જ્યારે દિવેલના ભાવો રૃ.સાત તૂટી કોમર્શિયલના રૃ.૮૨૩ તથા એફએસજીના રૃ.૮૩૩ રહ્યા હતા. એફએસજી કંડલાના ભાવો રૃ.૮૫૦ વાળા રૃ.૮૩૫ રહ્યા હતા. એરંડાની આવકો આજે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ બાજુ મળીને ૨૪થી ૨૫ હજાર ગુણી આવી હતી અને ત્યાં મથકોએ હાજર એરંડાના ભાવો ગામડાના રૃ.૮૧૦થી ૮૧૨ રહ્યાના સમાચારો હતા. રાજકોટ વાયદો છેલ્લે રૃ.૩૬૩૬ આસપાસ રહ્યાના નિર્દેશો હતા. હૈદ્રાબાદ બાજુ આજે એરંડાની આવકો ૭૫૦૦થી ૮૦૦૦ ગુણી આવી હતી અને ત્યાં ભાવો એરંડાના રૃ.૩૫૮૦થી ૩૬૦૦ તથા દિવેલના રૃ.૮૦૦ રહ્યાના સમાચારો હતા. દરમિયાન, શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૫.૧, ૫૭ અને ૫૪ પોઈન્ટ પ્લસમાં રહ્યાના સમાચારો હતા. ઈન્દોર સોયાતેલ વાયદો રૃ.૬૯૩.૩૦ વાળો આજે રૃ.૬૯૮ ખુલી ઉંચામાં રૃ.૬૯૯.૧૦ રહ્યા પછી તૂટી રૃ.૬૯૨.૫૦ના મથાળે બંધ રહ્યાના સમાચારો હતા. ઈન્દોરમાં સોયાતેલના હાજર ભાવો છેલ્લે રૃ.૬૨૪થી ૬૨૮ તથા રિફાઈન્ડના રૃ.૬૫૫થી ૬૫૮ રહ્યાના સમાચારો હતા. ત્યાં સોયાબીનની આવકો આજે અમાસના કારણે ઘટીને ૨૫ હજાર ગુણી આવી હતી અને ત્યાં સીડના ભાવો રૃ.૨૩૦૦થી ૨૩૫૦ રહ્યાના સમાચારો હતા. રાજકોટ બાજુ આજે સિંગતેલના ભાવો વધી છેલ્લે રૃ.૧૦૧૫થી ૧૦૨૫ તથા ૧૫ કિલોના રૃ.૧૫૬૦થી ૧૫૭૦ રહ્યાના સમાચારો હતા. જ્યારે ત્યાં કોટન વોશ્ડના ભાવો છેલ્લે રૃ.૬૩૦થી ૬૩૨ રહ્યા હતા. મુંબઈમાં આજે હાજર ભાવો પામતેલના રૃ.૫૮૪ વાળા ઉછળી રૃ.૫૯૨ રહ્યા હતા. છેલ્લે ભાવો રૃ.૫૯૦થી ૫૯૨ તથા સીપીઓના રૃ.૫૩૨થી ૫૩૫ રહ્યા હતા. પામતેલમાં આજે રિસેલમાં ૨૦૦થી ૨૫૦ ટનના વેપારો થયા હતા. વિશ્વબજારની મજબુતાઈ પાછળ ઘરઆંગણે રિફાઈનરીઓએ ભાવો ઉંચા રાખ્યા હતા જ્યારે રિસેલમાં આજે ઉંચા મથાળે નફારુપી વેચનારા વધુ અને લેનારા ઓછા રહ્યા હતા. રિફાઈનરીઓના ભાવો રૃ.૫૯૪થી ૫૯૮ રહ્યા હતા. જ્યારે રિસેલમાં જાતવાર ભાવો રૃ.૫૮૮થી ૫૯૩ રહ્યા હતા. આગામી સપ્તાહમાં દેશી- આયાતી ખાદ્યતેલોના ભાવો ઉંચા મથાળેથી પ્રત્યાઘાતી ઘટવાની શક્યતા આજે જાણકારો બતાવી રહ્યા હતા. મુંબઈમાં આજે સિંગતેલના હાજર ભાવો રૃ.૯૮૫ વાળા રૃ.૯૯૫ રહ્યા હતા. છેલ્લે ભાવો રૃ.૯૯૦થી ૯૯૫ રહ્યા હતા. મથકોએ ભાવો ટૂંકા ગાળામાં નોંધપાત્ર વધી જતાં સરકારી પગલા આવવાની દહેશત બતાવાતી હતી. સિંગદાણામાં મથકોએ નિકાસકારોની ખરીદી ખાસ કરીને બોલ્ડ માલોમાં સારી રહી છે. જાવા તથા હાઈબ્રીડ માલોમાં સારા માલોની અછત રહી છે. મુંબઈમાં આજે સોયાતેલ રિફાઈન્ડના ભાવો રૃ.૬૬૫ વાળા છેલ્લે રૃ.૬૭૫ રહ્યા હતા જ્યારે ડિગમના ભાવો રૃ.૬૪૦ બોલાઈ રહ્યા હતા. મસ્ટર્ડના ભાવો રૃ.૭૫૦, સનફલાવરના રૃ.૬૫૫, રિફાઈન્ડના રૃ.૭૨૦ તથા કપાસિયા તેલના રૃ.૬૪૫ છેલ્લે રહ્યા હતા. મુંબઈ ખોળબજારમાં આજે કપાસિયા ખોળના ભાવો રૃ.૨૦૦ વધી રૃ.૧૨૯૦૦ રહ્યા હતા. અન્ય ખોળો અથડાતા રહ્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
યુ.એસ.ની રીકવરીના સંકેત વૈશ્વિક સુધારા પાછળ આરંભિક મજબૂતી બાદ નરમાઇ
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજીનો ચમકારો
મ્યુ.ફંડોનું ઈક્વિટી વેચાણ ઘટીને ૩૧ મહિનાના તળિયે
થાપણોને આકર્ષવા માટે બેંકો વચ્ચે જામેલી હરિફાઈ
કરવેરાના કુલ લક્ષ્યાંકને નાણાં મંત્રાલય કદાચ હાંસલ નહી કરી શકે
બીજી અભિનેત્રીઓની જેમ લારા દત્તા પ્રસૂતિ પછી લાંબો બ્રેક લેવાની નથી
રોહિત શેટ્ટી અને અજય દેવગણના સંબંધો સુધરતાં જ અજય 'ગોલમાલ' સિરીઝમાં પાછો ફર્યો
પોતાની જ ફિલ્મના પ્રિમિયરમાં શાહરૃખ ખાન બે કલાક મોડો આવ્યો
કેટરીના કૈફ નકલ કરતી હોવાનો રાખી સાવંતનો દાવો
પંટરોના મતે તેંડુલકર મેલબોર્નમાં રમાનારી ટેસ્ટમાં જ સદી ફટકારશે
ડ્રગ કેસ ઃ છ ભારતીય એથ્લેટ્સ પર એક વર્ષનો પ્રતિબંધ
હરિયાણાનો મજબુત જવાબ જીતવા માટે ગુજરાતને ૩૦૧ રન
તેંડુલકર અને ધોનીને અમે પરેશાન કરી મુકીશું ઃ હસી

તેંડુલકરને સિધ્ધી માટે, પોન્ટીંગને હકાલપટ્ટીથી બચવા સદીની જરૃર

આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

કોંગી અગ્રણી ઉપર રિવોલ્વર બતાવી ઘોલાઇ કરી

Khel Maha Kumbh 2011

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved