Last Update : 25-Dec-2011,Sunday
 
સોનાના ભાવોમાં આગેકૂચઃ વિશ્વબજારમાં ક્રૂડતેલની મજબૂતાઈ વચ્ચે સોનામાં પચાવાતો ઉછાળો

 

ચાંદીમાં જોકે વધ્યા ભાવથી ઘટાડોઃ અમેરિકામાં બેરોજગારીના આંકડા સાડા ત્રણ વર્ષની નીચી સપાટીએ ઉતર્યા
(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, શનિવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે સોનામાં સુધારો આગળ વધ્યો હતો. સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના રૃ.૨૫થી ૩૦ વધી ૯૯.૫૦ના રૃ.૨૭૬૧૫ તથા ૯૯.૯૦ના રૃ.૨૭૭૪૦ રહ્યા હતા જ્યારે ચાંદીના ભાવો આજે વધતા અટકી કિલોદીઠ રૃ.૧૨૦ ઘટી રૃ.૫૨૪૫૦ રહ્યા હતા. વિશ્વબજારમાં આજે ચાંદીના ભાવો ઔંશના ૨૯.૩૦ ડોલરવાળા ઘટીને ૨૯.૧૬થી ૨૯.૧૭ ડોલર રહ્યાના સમાચારો હતા. સોનાના ભાવો જોકે વિશ્વબજારમાં આજે વધતા અટકી ૧૬૦૯ ડોલર આસપાસ ઉછાળો પચાવી અથડાતા રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે ચાંદીમાં વિશ્વબજાર પાછળ વધ્યા મથાળે નવી લેવાલી અટકી માનસ વેંચવાનું રહ્યું હતું. મુંબઈમાં મોડી સાંજે ચાંદીના ભાવો રૃ.૫૨૪૦૦થી ૫૨૪૫૦ રહ્યા હતા. કેશમાં માલોની અછત રહેતાં કેશમાં ભાવો રૃ.૫૨૫૦૦થી ૫૨૫૫૦ જેવા ઉંચા બોલાઈ રહ્યા હતા. સોનામાં મુંબઈ બજારમાં આજે નાતાલ પૂર્વે ડિમાન્ડ સારી રહી હતી અને ભાવો ઉંચા બોલાતા રહ્યા હતા. નાતાલના કારણે હવે પછી વિશ્વના બજારોમાં હોલીડે મુડ રહેશે અને દરીયાપારથી ભારતમાં આવકો પણ ઓછી રહેવાની ગણતરીએ સોનામાં હાજર બજારમાં આજે ભાવો ઉંચા રહ્યા હતા. રૃપિયા સામે ડોલરના ભાવો મજબૂત રહેતાં તેના કારણે પણ ઘરઆંગણે સોનાની આયાત પડતરો ઉંચી રહી હોવાનુ જાણકારોએ જણાવ્યું હતું. મુંબઈમાં મોડી સાંજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૭૬૫૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૭૮૦૦ આસપાસ બોલાઈ રહ્યા હતા જ્યારે સોનાના ૧૦ તોલાના બિસ્કીટના ભાવો છેલ્લે રૃ.૩૨૪૮૦૦ બોલાઈ રહ્યા હતા. અમેરિકામાં ઈકોનોમિક અંગેના આંકડાઓ પ્રોત્સાહક આવતાં સલામત રોકાણ તરીકે તાજેતરમાં ડોલરમાં નિકળેલી ફંડોની ખરીદી ધીમી પડયાના સમાચારો હતા. ડોલરના ભાવો વિશ્વબજારમાં ઉંચા મથાળે નરમ પડતાં તેના કારણે વિશ્વબજારમાં સોનામાં મજબૂતાઈ જળવાઈ રહી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. ક્રૂડતેલના ભાવોની મજબૂતાઈની અસર પણ સોનાના ભાવો પર મજબૂતાઈની કરી હતી. ઈરાન અને ઈરાકમાં પૂરવઠા અંગેની ચિંતાના કારણે વિશ્વબજારમાં ક્રૂડતેલમાં ભાવો વધી આવ્યા છે. અમેરિકામાં રોજગારીની તકો વધી છે અને બેરોજગારીના આંકડાઓ સાડા ત્રણ વર્ષની નીચી સપાટીએ ઉતર્યા છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
યુ.એસ.ની રીકવરીના સંકેત વૈશ્વિક સુધારા પાછળ આરંભિક મજબૂતી બાદ નરમાઇ
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજીનો ચમકારો
મ્યુ.ફંડોનું ઈક્વિટી વેચાણ ઘટીને ૩૧ મહિનાના તળિયે
થાપણોને આકર્ષવા માટે બેંકો વચ્ચે જામેલી હરિફાઈ
કરવેરાના કુલ લક્ષ્યાંકને નાણાં મંત્રાલય કદાચ હાંસલ નહી કરી શકે
બીજી અભિનેત્રીઓની જેમ લારા દત્તા પ્રસૂતિ પછી લાંબો બ્રેક લેવાની નથી
રોહિત શેટ્ટી અને અજય દેવગણના સંબંધો સુધરતાં જ અજય 'ગોલમાલ' સિરીઝમાં પાછો ફર્યો
પોતાની જ ફિલ્મના પ્રિમિયરમાં શાહરૃખ ખાન બે કલાક મોડો આવ્યો
કેટરીના કૈફ નકલ કરતી હોવાનો રાખી સાવંતનો દાવો
પંટરોના મતે તેંડુલકર મેલબોર્નમાં રમાનારી ટેસ્ટમાં જ સદી ફટકારશે
ડ્રગ કેસ ઃ છ ભારતીય એથ્લેટ્સ પર એક વર્ષનો પ્રતિબંધ
હરિયાણાનો મજબુત જવાબ જીતવા માટે ગુજરાતને ૩૦૧ રન
તેંડુલકર અને ધોનીને અમે પરેશાન કરી મુકીશું ઃ હસી

તેંડુલકરને સિધ્ધી માટે, પોન્ટીંગને હકાલપટ્ટીથી બચવા સદીની જરૃર

આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

કોંગી અગ્રણી ઉપર રિવોલ્વર બતાવી ઘોલાઇ કરી

Khel Maha Kumbh 2011

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved