Last Update : 25-Dec-2011,Sunday
 

અઠવાડિક ભવિષ્ય તા. ૧૮-૧૨-૨૦૧૧ રવિવારથી તા.૨૪ -૧૨-૨૦૧૧ શનિવાર સુધી

મેષ (અ.લ.ઈ.)
આપના નોકરી-ધંધાના વિલંબમાં પડેલ કામમાં ઘ્યાન આપી શકો. પરંતુ માગશરના છેલ્લા ત્રણ-ચાર દિવસ આપ શારિરીક- માનસિક અસ્વસ્થતા ચંિતા વ્યથામાં પસાર કરો. તે સિવાય ધર્મકાર્ય થાય. બહાર જવાનું થાય. મિત્રવર્ગના, પત્નીના વ્યવહાર-સ્વભાવના કારણે આપને અપમાનિત થવું પડે. તમારા સાંસારિક જીવનમાં શાંતિ જણાય નહીં. તા. ૧૮ ડિસે. રવિ કામકાજની વ્યસ્તતા રહે. ૧૯. સોમ નોકરી-ધંધાનું કામ ઉકેલાય. ૨૦ મંગળ ધર્મકાર્ય થાય. બહાર જવાનું થાય. ૨૧ બુધ ચંિતા છતાં કામમાં સાનુકુળ તા. ૨૨ ગુરુ તન-મન- ધનથી વાહનથી સંભાળવું. ૨૩. શુક્ર ચંિતા, ઉપાધિ, અશાંતિ, વ્યગ્રતા બેચેની. ૨૪. શનિ બપોર પછી રાહત થતી જાય.

 

વૃષભ (બ.વ.ઉ.)
આપે ખાવા પીવામાં, હરવા ફરવામાં તેમજ ઘર, પરિવારના પ્રશ્નમાં ઘ્યાન રાખવું પડે. પત્ની- સંતાનના, સાસરી પક્ષના પ્રશ્નમાં માનસિક પરિતાપ રહે. વડીલ વર્ગના આરોગ્યની ચંિતા અનુભવાય. નોકરી-ધંધાના રોજીંદા કામમાં કામ કરો પરંતુ કામમાં સ્થિરતા, એકાગ્રતા જળવાય નહીં. જાહેર સંસ્થાકીય કામમાં, સેવા કાર્યમાં, અન્યને મદદરૂપ, સહાયરૂપ થવામાં યશ સફળતા મળે નહીં. શેરોના સોના-ચાંદીના ટ્રાવેલ્સના ધંધામાં જોખમ વધારવું નહીં. તા. ૧૮ ડિસે. રવિ વધારાના કામમાં સાનુકુળતા, કામ ઉકેલાય. ૧૯. સોમ નોકરી-ધંધાનું, પુત્ર પૌત્રાદિકનું કામ થાય. ૨૦. મંગળ ભાઈભાંડુ, નોકર ચાકર વર્ગ, સ્ટાફથી ચંિતા પરેશાની, મુશ્કેલી. ૨૧. બુધ નોકરી-ધંધામાં જાગૃતિ રાખવી. ૨૨. ગુરુ ગુસ્સો ઉતાવળ કરવી નહીં. જોખમ વધારવું નહીં. ૨૩. શુક્ર પત્ની-પરિવારની ચંિતા, વિવાદ, ૨૪. શનિ આકસ્મિક ચંિતા ઉપાધિ.

 

મિથુન (ક.છ.ધ.)
આપને પત્ની- સંતાન પરિવારના પ્રશ્નમાં ચંિતા રહે. પ્રેમ, મિત્રતા, લાગણીના સંબંધમાં ચંિતા, ઉચાટ અનુભવો. શેરોના, કાપડના, ખાણીપીણીના વેપાર- ધંધામાં, તેલ, ચા, પ્લાસ્ટીક, લોખંડના ધંધામાં સંભાળવું પડે. ડાયાબીટીસ, બી.પી.ની, હાર્ટની તકલીફ હોય તેમણે આરોગ્યની બાબતમાં બેકાળજી રાખવી નહીં. ભાગીદારીવાળા કામકાજમાં, ધંધામાં, સંતાનના નોકરી-ધંધામાં ચંિતા- મુંઝવણ, મુશ્કેલી અનુભવાય. તા. ૧૮ ડિસે. રવિ સગા, સંબંધી, મિત્રવર્ગથી ચંિતા, ઉચાટ. ૧૯. સોમ નોકરી-ધંધામાં, બેંકના કામમાં જાગૃતિ રાખવી. ૨૦. મંગળ શેરોના, પત્ની-સંતાનના પ્રશ્નમાં ચંિતા. ૨૧. બુધ ઉતાવળીયો જોખમી નિર્ણય કરવો નહીં. ૨૨. ગુરુ આરોગ્યની કાળજી રાખવી. ૨૩. શુક્ર ચંિતા- ઉચાટ ૨૪. શનિ માનસિક ચંિતા.

 

કર્ક (ડ.હ.)
આપને મકાન જમીન ખેતી વાહનના પ્રશ્નમાં, ઘર, પરિવાર, મિત્રવર્ગના પ્રશ્નમાં, સંતાનના પ્રશ્નમાં ચંિતા- ઉચાટ રહે. પનોતીની પ્રતિકૂળ અસરના કારણે નાની-મોટી ચંિતા, રુકાવટ, મુશ્કેલી, મુંઝવણમાં અટવાયેલા રહો. નોકરી-ધંધાના કામકાજમાં ક્ષણિક રાહત જણાય. આકસ્મિક ધંધો, આવક થાય. સરકારી નોકરી હોય, બેંક કે પોલીસ ખાતામાં નોકરી હોય તેમણે નાણાંકીય જવાબદારીમાં સંભાળવું. તા. ૧૮ ડિસે. રવિ. બહાર જવાનું થાય. ૧૯. સોમ નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. ૨૦. મંગળ ધર્મકાર્ય કરો પરંતુ એકાગ્રતા જળવાય નહીં. ૨૧. બુધ હૃદય-મનને ઉચાટ રહે. ૨૨. ગુરુ શેરોના, સંતાનના પ્રશ્નમાં ચંિતા. ૨૩. શુક્ર ઉતાવળીયો કોઇ નિર્ણય કરવો નહીં. ૨૪. શનિ માનસિક પરિતાપ રહે.

 

સંિહ (મ.ટ.)
આપને વ્યવહારિક, સામાજીક કામ અંગે, નોકરી-ધંધાના કામ અંગે, ધર્મકાર્ય અંગે બહાર જવાનું થાય. જુના સંબંધો તાજા થાય. સીઝનલ ધંધાના કામની વ્યસ્તતા, આવકમાં વધારો થાય. દેશ-પરદેશમાં દૂર રહેતા સગા સંબંધી- મિત્રવર્ગને મળવાનું થતાં આનંદ અનુભવો. જુના સંસ્મરણો તાજા થાય. શરદી, કફ, વર્ટીગો, ખાંસી, તાવના ઇન્ફેકશનથી સંભાળવું. વડીલવર્ગના આરોગ્યની ચંિતા રહે. તા. ૧૮ ડિસે. રવિ કામકાજમાં સફળતા, પ્રગતિ. ૧૯. સોમ આનંદ-ઉત્સાહ રહે, કામ ઉકેલાય. ૨૦. મંગળ ધર્મકાર્ય થયા, બહાર જવાનું થાય. ૨૧. બુધ ખર્ચ ચંિતા. ૨૨. ગુરુ સગા સંબંધી- મિત્રવર્ગથી કામમાં રુકાવટ, મુશ્કેલી. ૨૩. શુક્ર નોકરી-ધંધામાં ચંિતા. ૨૪ શનિ શાંતિ રાખવી.

 

કન્યા (પ.ઠ.ણ.)
કુટુંબ, પરિવાર, સગા સબંધી મિત્રવર્ગના કારણે, મકાન, જમીન, મીલકત વાહનના કારણે ચંિતા ખર્ચ દોડધામ રહે. આકસ્મક કોઇને બિમારી આવી જવાથી ઇચ્છા- અનિચ્છાએ દોડધામ થાય, બહાર જવાનું થાય. નોકરી-ધંધાના કામકાજમાં નાણાં ભીડ, ખેંચ-મુંઝવણમાં રહો. નાણાંની લેવડ દેવડના વ્યવહારનો સમય સચવાય નહીં. પુત્ર પૌત્રાદિકને નોકરી-ધંધાના કામ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. તા. ૧૮ ડિસે. રવિ વધારાનું કામકાજ કરી શકો. ૧૯. સોમ રોજીંદા કામમાં ઘ્યાન આપી શકો. ૨૦. મંગળ નાણાંકીય પ્રશ્નમાં, બેંકના કામમાં સંભાળવું. ૨૧. બુધ કૌટુંબિક ચંિતા બેચેની. ૨૨. ગુરુ અન્યના કારણે ઉદ્વેગ- અશાંતિ. ૨૩. શુક્ર ચંિતા - વિચારોમાં છતાં કામમાં અટવાયેલા રહો. ૨૪. શનિ અન્યના કારણે અશાંતિ- ચંિતા ઉચાટમાં રહો.

 

તુલા (ર.ત.)
આપને ભાઈભાંડુ, નોકર ચાકર વર્ગ, ભાગીદાર સાથેના પ્રશ્નમાં માનસિક પરિતાપ રહે. અન્યના કારણે આક્ષેપ-અપયશ મળે નહીં તેનું ઘ્યાન રાખવું. નોકરી-ધંધાના કામકાજમાં, પુત્ર પૌત્રાદિકના કામમાં સાનુકુળતા રહે. ધર્મકાર્યથી આનંદ રહે. આકસ્મિક કોઇને મળવાનું થાય. મકાન જમીન ખેતીના વાહનના કામકાજમાં ચંિતા મુશ્કેલી હળવી થાય. વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો. અવિવાહીતને વિવાહ લગ્નના પ્રશ્નમાં મિત્રવર્ગ કે અન્ય જ્ઞાતિમાંથી વાતચીત ઉપસ્થિત થાય. તા. ૧૮ ડિસે. રવિ ઘર-પરિવાર મિત્રવર્ગથી ખર્ચ ખરીદી થાય. ૧૯. સોમ નોકરી-ધંધાના કામમાં ચંિતા રહે. ૨૦ મંગળ માનસિક પરિતાપ પછી કામ ઉકેલાય. ૨૧. બુધ નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપવું. ૨૨. ગુરુ નાણાંકીય, કૌટુંબીક પ્રશ્નમાં ચંિતા. ૨૩. શુક્ર શાંતિથી કામકાજ કરવું. ૨૪. શનિ બપોર પછી હળવાશ.

 

વૃશ્ચિક (ન.ય.)
સરકારી, ખાતાકીય, કાનૂની કામકાજમાં, કૌટુંબીક પ્રશ્નમાં ચંિતા રહે. સરકારી નોકરી હોય, પોલીસ ખાતામાં નોકરી હોય, બેંકનું કામ હોય, હપ્તાની ચૂકવણી કરવાની હોય તો તેમાં ચંિતા રહે. ધંધામાં કામ હોય, ધંધો હોય તેમાં માનસિક પરિતાપ. ચંિતા પછી કામનો ઉકેલ આવતો જાય. પરંતુ નવા ધંધામાં, કામકાજમાં કરારી ધંધામાં લોભ-લાલચ કરવી નહીં. ધંધામાં હરિફવર્ગના પ્રવેશથી ધંધો અન્યના હાથમાં સરકી જાય નહીં તેની સાવધાની રાખવી. રાજકીય કામકાજમાં, કાર્યક્ષેત્રમાં રુકાવટ, મુશ્કેલી અનુભવાય. તા. ૧૮ ડિસે. રવિ કામકાજમાં પ્રગતિ, સફળતા, લાભ. ૧૯. સોમ નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. ૨૦. મંગળ કામકાજમાં, મુલાકાત, ચર્ચા વિચારણામાં સંભાળવું પડે. ૨૧. બુધ બેંકના, નાણાંકીય કામમાં ચંિતા બેચેની. ૨૨. ગુરુ માનસિક પરિતાપ રહે. ૨૩. શુક્ર સગા સંબંધી વડીલ વર્ગની ચંિતા રહે. ૨૪. શનિ ઇચ્છા-અનિચ્છાએ બહાર જવાનું થાય.

 

ધન (ભ.ધ.ફ.ઢ.)
આપના રોજીંદા કામમાં, અન્ય વધારાના કામમાં સાનુકુળતા રહે. નોકરી-ધંધા ચંિતા, રુકાવટવાળા કામનો ઉકેલ આવતો જાય. સીઝનલ ધંધો મળે, કરારી ધંધો મળે, આવક થાય. પુત્ર પૌત્રાદિકના કામમાં મદદરૂપ થઇ શકો. આંખમાં દર્દ પીડાથી, સાંધામાં કળતર પીડાથી રસ્તામાં આવતા જતા, વાહન ચલાવતા તકલીફ અનુભવાય. બિમાર વ્યકિતને માટે ચંિતા-ઉચાટમાં રહો, ખર્ચ દોડધામ થાય. પરદેશમાં રહેતા સગા સબંધી- મિત્રવર્ગના કામમાં તમારે વ્યસ્ત રહેવાનું થાય. યાત્રા-પ્રવાસ થાય. તા. ૧૮ ડિસે. રવિ અંગત કામમાં ઘ્યાન આપી શકો. ૧૯. સોમ નોકરી-ધંધાનું કામ થાય. ૨૦. મંગળ હૃદય-મનની પ્રસન્નતા રહે. ધર્મકાર્ય થાય. ૨૧. બુધ સાનુકુળતા રહે. ૨૨. ગુરુ ચંિતા ખર્ચ ઉપાધિ. ૨૩. શુક્ર અન્યના કારણે આપને શાંતિ, રાહત જણાય નહીં. ૨૪. શનિ બપોર પછી ચંિતા વ્યથા હળવી થાય, કામ થાય.

 

મકર (ખ.જ.)
આપના સગા સંબંધી, મિત્રવર્ગના, પુત્ર પૌત્રાદિકના કામની વ્યસ્તતા રહે. તમે જેમને યાદ કરતા હોય તેમને આકસ્મિક મળવાનું થાય. નોકરી-ધંધાના કે વ્યવહારીક, સામાજીક, ધાર્મિક કામ અંગે બહાર જવાનું થાય, યાત્રા-પ્રવાસ થાય. ધર્મકાર્યથી હૃદય-મનની શાંતિ, હળવાશ, રાહત અનુભવો. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કર્યા વગર તેમજ ઉધારી ધંધો કર્યા વગર, નહીં નફો નહીં નુકસાનના ધોરણે રોકડેથી ધંધો કરવો હિતાવહ રહેશે. મકાન બાંધકામના, ટ્રાવેલ્સના, જમીનના ધંધામાં રોકાણ કરનારને નાણાંભીડ ખેંચ વધતી જાય. તા. ૧૮ ડિસે. રવિ બહાર કે બહારગામ જવાનું થાય. ૧૯. સોમ નોકરી-ધંધાના કે અન્ય કામ અંગે કોઇને મળવાનું થાય. ૨૦. મંગળ કામકાજની વ્યસ્તતા રહે. ૨૧. બુધ વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપવું પડે. ૨૨. ગુરુ ઉતાવળીયો કોઈ નિર્ણય કરવો નહીં. ૨૩. શુક્ર પુત્ર પૌત્રાદિકની ચંિતા, વાહન ધીમે ચલાવવું. ૨૬. શનિ શાંતિથી દિવસ પસાર કરી લેવો.

 

કુંભ (ગ.શ.સ.ષ.)
આપને ચંિતા, રુકાવટ, શારિરીક માનસિક અસ્વસ્થતા પછી રાહત થતી જાય. નાણાંકીય ખેંચ- મુશ્કેલીમાં અન્યના સહકારથી, મદદથી આપનું કામ અટકી પડે નહીં. ધર્મકાર્ય થાય. નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. ધંધામાં વધારો થાય. આવક થાય. સીઝનલ ધંધો મળવાથી રાહત રહે. પરંતુ ખાણીપીણીના, મોજશોખની ચીજવસ્તુના ધંધામાં, ભાગીદારીવાળા ધંધામાં વ્યય, નુકસાન, બગાડથી સંભાળવું. વડીલવર્ગના સગા સંબંધીવર્ગના આરોગ્યના પ્રશ્ને ચંિતા. અનુભવો. તા. ૧૮ ડિસે. રવિ ઘર- પરિવાર- મિત્રવર્ગ- કુટુંબમાં વિવાદથી, ચર્ચા વિચારણાથી સંભાળવું. ૧૯. સોમ આકસ્મિક ચંિતા ઉપાધિ. ૨૦. મંગળ ચંિતા-વ્યથા હળવી થાય. ૨૧. બુધ આકસ્મિક કોઇને મળવાનું થાય. ૨૨. ગુરુ નોકરી-ધંધામાં સાવધાની રાખવી. ૨૩. શુક્ર અન્યના કારણે ચંિતા- વ્યથા- ખર્ચ ૨૪. શનિ વિલંબમાં પડેલ કામ ઉકેલાય.

 

મીન (દ.ચ.ઝ.થ.)
આપને શનિની પ્રતિકુળતાના કારણે શારિરીક- માનસિક પીડા જણાય. વાહન શાંતિથી, ધીમેથી, એકાગ્રતાપૂર્વક ચલાવવું. તેમજ રસ્તામાં આવતા જતા, રસ્તો ક્રોસ કરતાં સાવધાની રાખવી. તે સિવાય નોકરી-ધંધાના કામકાજમાં અન્યની દેખાદેખીમાં, કોઇના દોરવાયા દોરવાઈ જવું નહીં. બદલી-બઢતીની તક પ્રાપ્ત થાય પરંતુ પરેસાની-મુશ્કેલી અનુભવાય. જવાબદારીવાળા કામમાં, કુટુંબ- પરિવારના- પુત્ર પૌત્રાદિકના પ્રશ્નમાં તમારે વાણીમાં મીઠાશ ને વ્યવહારમાં નમ્રતા રાખવી. તા. ૧૮ ડિસે. રવિ કામકાજમાં સાનુકુળતા, આનંદ. ૧૯. સોમ નોકરી- ધંધાના કામમાં ચંિતા હળવી થાય. ૨૦. મંગળ તન- મન- ધનથી - વાહનથી સંભાળવું. ૨૧. બુધ આકસ્મિક ચંિતા- ઉપાધિ- અશાંતિ. ૨૨. ગુરુ નોકરી-ધંધામાં તેમજ વાહન ચલાવવામાં સંભાળવું પડે. ૨૩. શુક્ર હૃદય-મન વ્યગ્ર રહ્યા કરે. ૨૪. શનિ અન્યના કારણે ચંિતા બેચેની.

[Top]
 
 
 
   

કોંગી અગ્રણી ઉપર રિવોલ્વર બતાવી ઘોલાઇ કરી

Khel Maha Kumbh 2011

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved