Last Update : 25-Dec-2011,Sunday
 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૫-૧૨-૨૦૧૧ રવિવાર
પોષ મહિનો શરૂ.
ખ્રિસ્તી નાતાલ, ક્રિસ્ટમસ ડે
ગુરૂ ગ્રહ માર્ગી-બજારોમાં વધઘટ જણાય!

 

દિવસના ચોઘડિયા ઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.
રાત્રિના ચોઘડિયા ઃ શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.
અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૦૦ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૭ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૩ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૭ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૬ મિ.
નવકારસી સમય (અ) ૮ ક. ૦૭ મિ. (સૂ) ૮ ક. ૦૨ મિ. (મું) ૭ ક. ૫૮ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ મુળ સવારના ૭ ક. ૪૨ મિ. સુધી પછી પૂર્વાષાઢા ૩૦ ક. ૩૦ મિ. સુધી. ત્યાર પછી ઉત્તરાષાઢા. આજે સવારના ૭ ક. ૪૨ મિ. સુધી મુળ નક્ષત્રમાં જન્મેલ બાળક માટે મુળ શાંતિ કરાવવી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-ધન, મંગળ-સંિહ, બુધ-વૃશ્ચિક, ગુરૂ-મેષ, શુક્ર-મકર, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-ધન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૩, ખર સં જૈનવીર સંવત ૨૫૩૮ રા.દિ.પો./૪ ઉત્તરાયણ શિશિરૠતુ.
પોષ સુદ એકમને રવિવાર. પોષ મહિનો શરૂ. સિઘ્ધિયોગ સવારના ૭ ક. ૪૨ મિ. સુધી. આજે ગુરુ ગ્રહ માર્ગી થાય છે. યજ્ઞનારાયણ ઇષ્ટિયાગ.
ખ્રિસ્તી નાતાલ, ક્રિસ્ટમસ ડે. અ.પુ. સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખસ્વામિ મહારાજનો ભાગવત દિક્ષાદિન, ગોંડલ.
રવિવારથી પોષ મહિનો શરૂ થાય છે જેથી રાજ્યભય! દેશમાં અશાંતિ! રાજકીય પક્ષોમાં ખેંચતાણ, આક્ષેપ, પ્રતિઆક્ષેપ. મહામારી રોગચાળો ફેલાય! બિમારી વધે. સોનાના ભાવ વધે! અળસીના ભાવ વધે!
મુસલમાની હીજરીસન ૧૪૩૩ મોહરમ માસનો ૨૯ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ અમરદાર માસનો ૯ રોજ આદર હમકારો

[Top]
 

આજ નું ભવિષ્ય

 

તા. ૨૫-૧૨-૨૦૧૧, રવિવાર

 

મેષ ઃ આજે આપના આનંદ ઉત્સાહમાં વધારો થાય. નિકટના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગને મળવાનું થાય. જુના સંબંધો તાજા થાય.
વૃષભ ઃ આજે આપે ખાવાપીવામાં, હરવા ફરવામાં, વાહન ચલાવવામાં સંભાળવું પડે. વિવાદ, મનદુઃખ, ગેરસમજ થાય, ચંિતા રહે.
મિથુન ઃ આનંદથી પોતાનું તેમજ અન્યનું કામ કરી શકો. બહાર કે બહારગામ જવાનું થાય. સીઝનલ ધંધો-આવક થાય. મિત્રથી ખર્ચ થાય.
કર્ક ઃ આપના રોજીંદા કામ સિવાય અન્ય કામમાં ઘ્યાન આપી શકો. નોકરી-ધંધાના કે વ્યવહારિક સંબંધો તાજા થાય.
સંિહ ઃ આપના પુત્ર પૌત્રાદિકના, સગાસંબંધી-મિત્રવર્ગ, ઘર, પરિવારના કામમાં આનંદ રહે. આકસ્મિક કોઈને મળવાનું થાય.
કન્યા ઃ હૃદય-મન વ્યગ્ર રહ્યા કરે. વાતવાતમાં ઘર-પરિવાર કે સગા સંબંધી-મિત્રવર્ગમાં ગેરસમજ થાય, અપમાન થાય, વિવાદ થઈ જાય.
તુલા ઃ આકસ્મિક કોઈનું આગમન-મીલન આનંદમાં વધારો કરે. પરદેશના સગા સંબંધી-મિત્રવર્ગના કામની વ્યસ્તતા રહે.
વૃશ્ચિક ઃ આપના આનંદમાં વધારો થાય. રોજીંદા કામ કરતાં અન્ય કામની વ્યસ્તતા રહે. કુટુંબ-પરિવાર-મિત્રવર્ગથી ખર્ચ થાય.
ધન ઃ આનંદથી દિવસ પસાર કરી શકો. મિત્રવર્ગને મળવાનું થાય. વ્યવહારિક-સામાજિક સંબંધો તાજા થાય. બહાર જવાનું બને.
મકર ઃ આપને નુકસાન-ખર્ચ-ચંિતા, શ્રમ-થાક અનુભવાય તેવું બને પરંતુ જે કામ કરો તે ધીરજથી સાવધાનીથી કરવું.
કુંભ ઃ આપના નિકટના સગાસંબંધી-મિત્રવર્ગને મળવાનું થાય. તેમના સહકારથી તમારી ચંિતા-મુંઝવણ ઓછી થાય. સંતાનની ચંિતા રહે.
મીન ઃ નોકરી-ધંધાના સંબંધ-વ્યવહારમાં, કુટુંબ-પરિવારના કામકાજમાં વ્યસ્ત રહેવાનું થાય તેમ છતાં આનંદ અનુભવો.

 

તા. ૨૫-૧૨-૨૦૧૧, રવિવાર જન્મ તારીખ વર્ષ સંકેત

આજથી શરૂ થઈ રહેલું આપનું જન્મવર્ષ આનંદ ઉત્સાહનું રહે. યાત્રા પ્રવાસ, મીલન-મુલાકાત થાય. જુના સંબંધો તાજા થાય. નવી ઓળખાણ-મિત્રતા થાય. પરદેશ પ્રવાસની તક પ્રાપ્ત થાય. પરદેશમાં રહેતા પુત્ર-પૌત્રાદિકની પ્રગતિ જણાય, તેમના વિવાહ-લગ્નનો પ્રસંગ ઉકેલાતા આનંદ અનુભવો. - નોકરી-ધંધાના કાર્યક્ષેત્રમાં સારા-નબળા અનુભવ થતા રહે. એક-બે કામમાં યશ-સફળતા મળે. યશ-પદ-ધનની પ્રાપ્તિ થાય. જ્યારે એક-બે કામ વર્ષના ઉત્તરાર્ધમાં અટવાઈ જવાના કારણે તમે મુશ્કેલી અનુભવો, ખર્ચ-ચંિતામાં વધારો થાય. - આપે આ વર્ષના ઉત્તરાર્ધમાં આરોગ્યની કાળજી રાખવી. પિતૃપક્ષની, વડીલવર્ગની ચંિતા જણાય. સંયુક્ત સ્ત્રીવર્ગને વર્ષારંભે આનંદ રહે. અવિવાહીતને વિવાહ-લગ્નનું નક્કી થાય. લગ્ન પછી જેમને સંતાન થવામાં વિલંબ થયો હોય તેમને સંતાન સુખની પ્રાપ્તિના સંકેત જણાય. - વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસ માટે સારી તક પ્રાપ્ત થાય. અન્યનો સહકાર મળી રહે. નાણાંકીય મદદ મળી રહે પરંતુ વર્ષાંતે ભણવામાં ઘ્યાન રાખવું પડે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગન અને લીલા ફિલ્મ જોવા ગયેલા. અંધારું થયું અને ફિલ્મ થોડીક ચાલી હશે અને લીલીએ છગનને કોણી મારીને કહ્યું, 'જોયું ? મારી બાજુમાં બેઠેલા બહેન ઊંઘી રહ્યા છે ? અને એમના નાકનો અવાજ પણ આવે છે.'
'હા. પણ.' છગને કહ્યું, 'આટલી નાની વાત કહેવા માટે તારે મને જગાડવાની શું જરૃર હતી ?'

[Top]
 

આજ ની રેસીપી

 

જૈન પુલાવ વીથ કબાબ

 

સામગ્રી ઃ (કબાબ માટે) ૧ કપ ચણાની દાળ, ૧૦૦ ગ્રામ જરદાળુ, પ્રમાણસર મીઠું, ૧/૪ ચમચી ખાવાનો સોડા, ૧ ચમચી મરચાની ચટણી, ૬ પાઉની સ્લાઈસ ( ખુણા કાપેલી), ૧/૨ કપ ખમણેલું નાળિયેર, ૧/૨ કપ બારીક કરેલી કોથમીર, ૨ ચમચા તેલ, ૧ ચમચી લીંબુનો રસ, ૧ ચમચો ધાણા અને ખસખસનો અધકચરો ભૂકો.
પુલાવ માટે ઃ ૨ કપ બાસમતી ચોખા,૧ નાળિયેરનું જાડું દૂધ, ૧ કપ બારીક કોથમીર, ૧ ચમચો સાકર, ૧/૨ કિલો ટામેટા, ૨ ચમચી ઘી, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી મરચાની ચટણી, પ્રમાણસર મીઠું, ૧ ચમચી જીરું, ૧ ચમચી કોર્નફ્‌લોર, સુકો મસાલો, ૫ લવંિગ, ૧૦ મરીના દાણા, ૭ ઈલાયચી, ૪ તજના કટકા.
રીત ઃ (કબાબની) ચણાની દાળને સાત કલાક ઠંડા પાણીમાં પલાળો. પથ્થર પર વાટવી તેમાં જરદાળું સિવાય ઉપરનો બધો મસાલો નાખવો. પાઉં પાણીમાં પલાળી દબાવી નાખવા. જરદાળુને ૬ કલાક પાણીમાં પલાળવા. બહાર કાઢી લેવી. બદામને બારીક સમારી ભાત પર પાથરવી. દરેક જરદાળુના બે ભાગ કરવા.
ચણાની દાળનું પુરણ લઈ તેની હાથમાં નાની પુરી બનાવવી. તેમાં અડઘું જરદાળું મુકી બંધ કરવું. આ પ્રમાણે બધા કબાબ બનાવી ગરમ તેલમાં તળી બાજુ પર રાખવા.
પુલાવની રીત ઃ ટમેટાના બારીક ટુકડા કરી ઈલેક્ટ્રીક બ્લેન્ડરમાં ચર્ન કરી સૂપના સંચાની બારીક જાળીથી ગાળી લેવું.
૦ ચોખાને ૨ કલાક ભીંજવી છૂટો કરી જરા કડક ભાત બનાવો. તેમાં મીઠુ નાખી બાજુ પર મૂકી દેવું.
૦ નાળિયેરનું દૂધ અને ટમેટાનો રસ ભેગા કરી તેમાં કોર્નફ્‌લોર નાખી બરાબર હલાવવું. મીઠું, મરચું, મરચાની ચટણી અને સાકર નાળિયેરના દૂધમાં ભેગા કરી તે ગ્રેવી બાજુ પર રાખવી.
પુલાવ બનાવવા માટેના વાસણમાં ઘી ગરમ કરવા મુકવું. તેમાં જીરું નાખી બારીક કોથમીર નાખવી. નાળિયેરના દૂધની ગ્રેવી નાખી ભાત ઉમેરવો. સૂકો મસાલો ભેળવી વાસણ ઢાંકીને ધીમે તાપે ૧૦ મિનિટ ગેસ પર ચડવા દેવું.
૦ પીરસતી વખતે ભાત લાંબી પ્લેટમાં પાથરવો. તેના ઉપર તળેલા કબાબ ગોઠવવા. ઉપર બદામ ભભરાવવી.

ત્રિરંગી બટેટાંટોપ
સામગ્રી ઃ એક કિલો બટાટા, અડધો કિલો વટાણા, અડધો કીલો રતાળું, કોપરું, તજ, લવંિગ, તલ, લાલ દ્રાક્ષ, કોથમીર, આદુ-મરચાં, લસણ, વાટેલ સીંગદાણા, મીઠું, ખાંડ, હળદર, જોઈતા પ્રમાણમાં ગરમ મસાલો, ત્રણ ચમચા ઘઉંનો અથવા ચણાનો લોટ.
રીત ઃ સૌપ્રથમ બટેટાને બાફી તેનો છુંદો કરી નાખવો અને તેમાં થોડું મીઠું તેમજ ત્રણ ચમચા ઘઉંનો અથવા ચણાનો લોટ ભળી દેવો. રતાળુને વરાળથી બાફી નાખી તેનો છુંદો કરવો અને તેમાં પણ થોેડુંક મીઠું ભેળવવું. લીલા વટાણાને ગ્રાઈન્ડરમાં પીસી નાખવા ત્યારબાદ તજ લવંિગનો વઘાર કરી સાંતળવા અને તેમાં કોપરું થોડા તલ, લાલ દ્રાક્ષ, કોથમીર, આદુ, મરચાં, લસણ, વાટેલા સીંગદાણા ા, મીઠું, ખાંડ, હળદર, ગરમ મસાલો વગેરે સરખી રીતે મિક્સ કરી દેવો.
ત્યારબાદ કથરોટના જેવું પહોળું તપેલું લઈ તેમાં તેલ લગાવવું અને તેમાં બટેટાનો રોટલો થાપી મુકી દેવો. આ રોટલા ઉપર વટાણાનો જે મસાલો ઉપર તૈયાર કર્યો છે તેનું પડ પાથરવું અને આ પડની ઉપર રતાળુનો રોટલો બનાવી મુકી દેવો. ફરી તેના પર જેટલા પડ બનાવવા હોય તેટલા બનાવી શકાય છે. તપેલામાં તેલ જરા વધારે રેડવું અને તવેથા વડે સરખું ગોળ બનાવી દેવું. ત્યારબાદ વાસણને એકદમ ધીમા તાપે મુકવું અને લાલ રંગનું પડ થાય ત્યારે ઉતારી લેવું. ત્યારબાદ તેના પર કોથમીર અને કોપરાનું ડેકોરેશન કરવું. આ વાનગીને કેકની જેમ કાપી શકાશે અને ત્રણ રંગની દેખાશે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
બટાટાંની બરફી
સામગ્રી ઃ ૫૦૦ ગ્રામ બટાટા, ૧ કિલો સાકર, ૨૫૦ ગ્રામ માવો, એક છટાંક કોપરું, એક છટાંક કીસમીસ, એક તોલો ઈલાયચી, ૨ નંગ ચાંદીના વરખ, એક છટાંક પીસ્તા બદામ.
રીત ઃ બટાટા બાફી, છોલી, છીણી નાખો. ત્યારબાદ ઘીમાં સાંતળી નાખો, સાકરની જાડી ચાસણી કરી તેમાં બટાટાનું પુરણ, માવો કોપરું, કીસમીસ અને છેલ્લે બદામ નાખો. બઘુ ંએકરસ થાય અને પાણી બિલકુલ રહે નહિ ત્યાં સુધી હલાવો. થાળીમાં ઘી લગાવી તૈયાર થયેલા પુરણને તેના પર પાથરી દો, એલચીના દાણા, પીસ્તાના ટુકડા અને ચાંદીના વરખ, શોેભા માટે તેના પર લગાવો ઠરી ગયા પછી તેના કડકા કરો.

 

 

[Top]
   

કોંગી અગ્રણી ઉપર રિવોલ્વર બતાવી ઘોલાઇ કરી

Khel Maha Kumbh 2011

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved