Last Update : 24-Dec-2011,Saturday
 
 
પંટરોના મતે તેંડુલકર મેલબોર્નમાં રમાનારી ટેસ્ટમાં જ સદી ફટકારશે

 

ચારેય ટેસ્ટ પૈકી પ્રથમ ટેસ્ટમાં ૯/૪થી ફેવરિટ ભાવ

તેંડુલકરની સિધ્ધીના ઈંતેજારને લીધે ઓસ્ટ્રેલિયામાં 'ક્રિકેટ ફિવર'

સીડની પણ તેંડુલકરનું
માનીતું ગ્રાઉન્ડ છે
મેલબોર્ન, તા. ૨૩
૨૬ ડિસેમ્બરની મેલબોર્નમાં શરૃ થતી ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ અગાઉ ભારતની જેમ અહીં પણ તેંડુલકરની ૧૦૦મી આંતરરાષ્ટ્રીય સદીના ઇંતેજારને કારણે અભૂતપૂર્વ ટેમ્પો જામતો જાય છે. તેંડુલકર, દ્રવિડ અને લક્ષ્મણ ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર સંભવત્ તેમની આખરી શ્રેણી રમી રહ્યા હોઈ આ શ્રેણીમાં એક પ્રકારની ભાવુકતા પણ ઉમેરાઈ છે.
ક્રિકેટ વિવેચકો એક તારણ પર તો આવ્યા જ છે કે તેંડુલકરની નિવૃત્તિ પછી ક્રિકેટની રમતની લોકપ્રિયતા અને ટેસ્ટ ક્રિકેટમાં ચાહકો સ્ટેડિયમ સુધી મેચ જોવા આવે તેમાં ખાસ્સી નિરાશા જોવા મળશે. ભલે તેંડુલકર એમ કહેતો હોય કે ૧૦૦મી સદીને તે વધુ એક સદી તરીકે જ જુએ છે. ઘણા ક્રિકેટરો પણ આવી આંકડાકિય મહત્વકાંક્ષા સાથે રમત પ્રત્યે અભિગમ ના રાખવો તેમ જણાવે છે. પણ વાસ્તવિકતા એ છે કે તેંડુલકર રમે છે તે પ્રત્યેક ટેસ્ટ કે વનડેમાં ભારત ગૌણ બની જાય છે. ક્રિકેટ પણ તેના કારણે જ જીવતું હોય તેમ લાગે છે.
તેંડુલકર ભલે કબુલતો ના હોય પણ જેમ જેમ સમય વિતતો જાય છે તેમ તે પણ એક પ્રકારના દબાણ હેઠળ આવી ગયો છે. તેની નર્વસ નાઈન્ટી સુધીમાં આઉટ થવાની તક પણ આ કારણે જ વધતી જાય છે.
વિશ્વના મહાન બેટ્સમેનોને પણ એવી ગુપ્ત ઇચ્છા હોય છે કે તેનું સીમાચિહ્ન ઐતિહાસિક ગ્રાઉન્ડ અને મજબુત ટીમ સામે હોય. તેંડુલકરને માટે તેનું હોમ ગ્રાઉન્ડ મુંબઈ પ્રથમ ઇચ્છા હોય જ જેમાં તે વિન્ડિઝ સામે નર્વસ નાઈન્ટીમાં આઉટ થયો. હવે મેલબોર્ન લોર્ડઝની જેમ જ ઐતિહાસિક મહત્તા ધરાવે છે. ઓસ્ટ્રેલિયા જેવી ટીમ સામે વિદેશની ભુમિ પર તે તેની સિધ્ધી મેળવે તો તેની મહાનતાને ઓર એક ચાંદ લાગી જાય.
ઓસ્ટ્રેલિયામાં તેંડુલકર ચાર ટેસ્ટમાંથી કઈ ટેસ્ટમાં ૧૦૦મી સદી ફટકારે છે તે માટે પંટરોએ મોટેપાયે રકમ હોડમાં મુકી છે. પંટરોના મતે પણ ચારેય ટેસ્ટમાં તેંડુલકર મેલબોર્ન ટેસ્ટમાં ૧૦૦મી સદી ફટકારે તેવી સૌથી વધુ શક્યતા છે તે જોતાં ૯/૪નો ભાવ બોલાય છે. સિડની ટેસ્ટ માટે ૩/૧, પર્થની ત્રીજી ટેસ્ટ માટે ૫/૧ અને એડીલેડની ચોથી આખરી ટેસ્ટ માટે ૭/૧નો ભાવ બોલાય છે.
તેંડુલકર પ્રવાસની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ચેરમેન ઈ લેવન સામે ૯૨ રન નોંધાવી રીટાયર થયો હતો તે જ પૂરવાર કરે છે કે તેની ફીટનેસ અને ફોર્મ બરાબર છે. તે કંડીશનથી અનુકૂળ થઈ ગયો છે. રેકોર્ડની રીતે જોઈએ તો તેંડુલકર માટે સિડની ગ્રાઉન્ડ વધુ ફેવરિટ રહ્યું છે જ્યાં બીજી ટેસ્ટ રમાવાની છે. ઓસ્ટ્રેલિયા સામે કુલ ૩૧ ટેસ્ટમાં ૬૦.૬ રનની સરેરાશથી રમ્યો છે. તેણે ૧૧ સદી ફટકારી છે. સદી વગર જ ટેસ્ટ શ્રેણીમાં રમે તેવી જૂજ શક્યતા હોઈ ૧૨/૫નો ભાવ બોલાય છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
યુ.એસ.ની રીકવરીના સંકેત વૈશ્વિક સુધારા પાછળ આરંભિક મજબૂતી બાદ નરમાઇ
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજીનો ચમકારો
મ્યુ.ફંડોનું ઈક્વિટી વેચાણ ઘટીને ૩૧ મહિનાના તળિયે
થાપણોને આકર્ષવા માટે બેંકો વચ્ચે જામેલી હરિફાઈ
કરવેરાના કુલ લક્ષ્યાંકને નાણાં મંત્રાલય કદાચ હાંસલ નહી કરી શકે
બીજી અભિનેત્રીઓની જેમ લારા દત્તા પ્રસૂતિ પછી લાંબો બ્રેક લેવાની નથી
રોહિત શેટ્ટી અને અજય દેવગણના સંબંધો સુધરતાં જ અજય 'ગોલમાલ' સિરીઝમાં પાછો ફર્યો
પોતાની જ ફિલ્મના પ્રિમિયરમાં શાહરૃખ ખાન બે કલાક મોડો આવ્યો
કેટરીના કૈફ નકલ કરતી હોવાનો રાખી સાવંતનો દાવો
પંટરોના મતે તેંડુલકર મેલબોર્નમાં રમાનારી ટેસ્ટમાં જ સદી ફટકારશે
ડ્રગ કેસ ઃ છ ભારતીય એથ્લેટ્સ પર એક વર્ષનો પ્રતિબંધ
હરિયાણાનો મજબુત જવાબ જીતવા માટે ગુજરાતને ૩૦૧ રન
તેંડુલકર અને ધોનીને અમે પરેશાન કરી મુકીશું ઃ હસી

તેંડુલકરને સિધ્ધી માટે, પોન્ટીંગને હકાલપટ્ટીથી બચવા સદીની જરૃર

આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

કોંગી અગ્રણી ઉપર રિવોલ્વર બતાવી ઘોલાઇ કરી

Khel Maha Kumbh 2011

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved