Last Update : 24-Dec-2011,Saturday
 
યુ.એસ.ની રીકવરીના સંકેત વૈશ્વિક સુધારા પાછળ આરંભિક મજબૂતી બાદ નરમાઇ
 
પીએસયુ બેંકો પાસેથી સરકાર રૃા. ૫૦,૦૦૦ કરોડ ખંખેરશે ઃ બેંક શેરોમાં વેચવાલીએ તેજીને બ્રેક ઃ સેન્સેક્ષ ૭૫ ઘટયો
સ્મોલ-મિડ કેપ શેરોમાં આકર્ષણ ઃ ક્રુડ ઓઇલ ૧૦૦ ડોલરઃ ઓઇલ શેરો ઘટયા ઃ ડોલર ફરી રૃા. ૫૩ નજીક ઃ નિફ્ટી ૪૭૬૩ થઇ ૪૭૧૪
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, શુક્રવાર
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની કડક ધિરાણ નીતિ ઉદ્યોગોની હાલત કફોડી કરી રહ્યાના ઉદ્યોજકોના ઉહાપોહ સામે વડા પ્રધાન મનમોહન સિંઘે નારાજગી વ્યક્ત કરતા અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ બેંકોના ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રીપોર્ટમાં દેશની ચાલુ ખાતાની ખાધમાં સોના-ચાંદી, મશીનરી, ઇલેક્ટ્રોનિક્સની આયાત વધતા તથા ક્રુડ ઓઇલના ઊંચા ભાવોએ વધારો થવાના જોખમ સાથે રાજકોષીય ખાધનું ૪.૫ ટકાનું લક્ષ્યાંક મુશ્કેલ બનવા ઉપરાંત રૃપિયા સામે ડોલર વધુ ઉછળવાના જોખમ તેમજ ફુગાવાનું જોખમ યથાવત હોવાનો નિદેશ કરાતા અને વાણિજ્ય સચિવ રાહુલ ખુલ્લારે ભારતીય નિકાસકારો માટે બે વર્ષ મુશ્કેલ બની રહેવાની ચેતવણી ઉચ્ચારતા ુમુંબઇ શેરબજારોમાં આજે સપ્તાહના અંતે સુધારાને બ્રેક લાગી હતી. લોકલ ફંડો- નાણા સંસ્થાઓનું શેરોમાં વેલ્યુબાઇંગ સામે એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારો પણ ક્રિસમસ પૂર્વે ઇન્ડેક્ષ બેઝડ એફએન્ડઓમાં શોર્ટ કવરીંગ સિવાય સ્ટોક ફ્યુચર્સમાં અને કેશ સેગ્મેન્ટમાં શેરોમાં સતત નેટ વેચવાલ રહી ભારતનું આર્થિક ચિત્ર ટૂંકાગાળામાં ફરી ગુલાબી નહીં બનવાના અંદાજોએ ઇન્ડિયા એક્ઝિટ ઓપ્શન- વિકલ્પ ખુલ્લો રાખ્યો હતો. યુ.એસ.માં વ્યક્તિગત ખર્ચ, ડયુરેબલ ગુડઝના ઓર્ડરોમાં વધારો અને નવા હોમ વેચાણમાં નવેમ્બરમાં વધારો થવાના આંકડાની આગાહી - બેરોજગારીના આંકડામાં ઘટાડા પરથી થતાં યુ.એસ. રીકવરીની અપેક્ષાએ એશીયાના બજારોમાં ટ્રેડીંગની શરૃઆત મજબૂતીએ થયા સાથે મુંબઇ શેરબજારોમાં ટ્રેડીંગનો આરંભ અપેક્ષીત પોઝિટીવ થયો હતો. સેન્સેક્ષ આગલા બંધ ૧૫૮૧૩.૩૬ સામે ૧૫૮૬૩.૪૩ મથાળે ખુલીને લાર્સન, ભેલ, હિન્દુસ્તાન યુનીલીવર, આઇટીસી, ટાટા મોટર્સ, મારૃતી સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિતમાં આકર્ષણે ૧.૩૦ વાગ્યે એક તબક્કે ૯૭.૮૭ પોઇન્ટ વધીને ઉપરમાં ૧૫૯૧૧.૨૩ સુધી પહોંચ્યો હતો. પરંતુ વધ્યામથાળે સાવચેતી અને સપ્તાહના અંતે સાવચેતીમાં હળવા થવાના માનસ સાથે તેજીનો વેપાર ઉભો નહીં રાખી નફારૃપી વેચવાલી નીકળતા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એનટીપીસી, ડીએલએફ, ટાટા સ્ટીલ, બજાજ ઓટો, ભારતી એરટેલ, સ્ટેટ બેંક, આઇસીઆઇસીઆઇ બેંકમાં વેચવાલીના દબાણે સુધારો ધોવાઇ જઇ એક સમયે ૧૪૨.૦૮ પોઇન્ટના ઘટાડે નીચામાં ૧૫૬૭૧.૨૮ સુધી જઇ ઘટાડે વિપ્રો, ટીસીએસમાં શોર્ટ કવરીંગ સાથે ભેલ, લીવર, ટાટા મોટર્સની મજબૂતીએ આ ઘટાડો અડધો થઇ અંતે ૭૪.૬૬ પોઇન્ટના ઘટાડે ૧૫૭૩૮.૭૦ બંધ રહ્યો હતો.
કેન્દ્ર સરકાર હવે પીએસયુ બેંકોને ખંખેરશે ઃ બેંકો પાસેથી રૃા. ૫૦,૦૦૦ કરોડ લેશે ઃ બેંક શેરો ઘટયા
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૪૭૩૩.૮૫ સામે ૪૭૬૩.૨૦ મથાળે ખુલીને ઉપરમાં ૪૭૬૩.૪૫ થઇ રેનબેક્સી લેબ., એનટીપીસી, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, બીપીસીએલ, આઇડીએફસી, ડીએલએફમાં વેચવાલીના દબાણ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સ્ટેટ બેંક, આઇસીઆઇસીઆઇ બેંકની નરમાઇએ નીચામાં ૪૬૯૩.૨૦ સુધી જઇ અંતે ૧૯.૮૫ પોઇન્ટના ઘટાડે ૪૭૧૪ બંધ રહ્યો હતો. નાણા પ્રધાન પ્રણવ મુખર્જીએ સરકાર દ્વારા સરકારી બોન્ડસના લિલામ થકી નાણા મેળવવાનું દબાણ ઓછું કરવા હવે સરકાર ભારતની પીએસયુ બેંકો પાસેથી રૃા. ૫૦,૦૦૦ કરોડ (૯.૫ અબજ ડોલર) ઊભા કરવાની યોજના જાહેર કરતા બેંકિંગ શેરોમાં વેચવાલી નીકળી હતી. આ નિર્ણયની નેગેટીવ અસરે હવે બેંકોની બેલેન્સશીટ વધુ ખરાબ થશે. ઔદ્યોગિક મંદીએ લોન ડીફોલ્ટરો, એનપીએમાં જંગી વધારો થવાનું જોખમ યથાવત છે, ત્યારે સરકારની આ રૃા. ૫૦,૦૦૦ કરોડ ઉઘરાવવાની યોજનાએ બેંકોની હાલત વધુ કફોડી બનશે.
નિફ્ટી જાન્યુઆરી ફ્યુચર ઉપરમાં ૪૭૯૩ થઇ ૪૭૪૪ ઃ ૪૬૦૦નો પુુટ ૨૦.૬૦થી ઉછળી ૨૫.૯૫ થઈ ૧૭.૧૦
ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી બેઝડ ઉછાળે આંચકાએ ડિસેમ્બર વલણના આગામી સપ્તાહના અંત પૂર્વે આજે સપ્તાહના અંતે ડિસેમ્બર નિફ્ટી ફ્યુચર ૩૩૯૮૭૯ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૪૭૪૮.૯૦ સામે ૪૭૬૪.૧૦ ખુલી ઉપરમાં ૪૭૭૭.૮૦ સુધી જઇ પાછો ફરી નીચામાં ૪૬૯૬.૫૫ થઇ અંતે ૪૭૨૩.૫૦ બોલાતો હતો. નિફ્ટી જાન્યુઆરી ફ્યુચર ૫૨૦૩૧ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૨૩૯.૦૫ કરોડના ટર્નઓવરે ૪૭૬૮.૫૦ સામે ૪૭૯૦.૦૫ ખુલી ઉપરમાં ૪૭૯૩.૯૦ થઇ નીચામાં ૪૭૧૭.૨૦ સુધી જઇ અંતે ૪૭૪૪ બોલાતો હતો. નિફ્ટી ૪૬૦૦નો પુટ ૩૭૮૩૨૧ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૮૭૩૭.૬૬ કરોડના ટર્નઓવરે ૨૦.૬૦ સામે ૧૫.૧૫ ખુલી નીચામાં ૧૩.૪૫થી ઉપરમાં ૨૫.૯૫ સુધી જઇ છેલ્લે ૧૭.૧૦ બોલાતો હતો.
નિફ્ટી ૪૮૦૦નો કોલ ૫૨.૯૦ થઇ નીચામાં ૨૧.૭૦ ઃ ૪૯૦૦નો કોલ ૧૭.૪૦થી ઉછળી ૨૦.૨૦ થઇ ૮.૨૦
નિફ્ટી ૪૮૦૦નો કોલ ૬૦૦૦૪૯ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૪૫૧૫.૨૧ કરોડના ટર્નઓવરે ૪૪.૬૫ સામે ૪૮.૮૦ ખુલી ઉપરમાં ૫૨.૯૦ થઇ નીચામાં ૨૧.૭૦ સુધી જઇ અંતે ૨૬.૯૫ હતો. જ્યારે નિફ્ટી ૪૯૦૦નો કોલ ૩૫૭૮૫૦ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૮૭૯૨.૦૩ કરોડના ટર્નઓવરે ૧૭.૪૦ સામે ૧૯ ખુલી ઉપરમાં ૨૦.૨૦ થઇ નીચામાં ૬.૯૦ સુધી પટકાઇ છેલ્લે ૮.૨૦ હતો.
સરકારની યોજનાએથી એસયુ બેંક શેરોમાં ગાબડાં ઃ સિન્ડિકેટ, ઓબીસી, યુકો, દેના, અલ્હાબાદ બેંક તૂટયા
પીએસયુ બેંકો પાસેથી કેન્દ્ર સરકારે રૃા. ૫૦,૦૦૦ કરોડ ઊભા કરવાની યોજના જાહેર કરતા બેંકિંગ શેરોમાં છેલ્લા દોઢ કલાકમાં મોટાપાયે વેચવાલી નીકળતા બીએસઇ બેંકેક્ષ ૯૭૦૭.૪૮ના વધ્યા મથાળેથી પાછો ફરી અંતે ૧૦૦.૦૩ પોઇન્ટ ઘટીને ૯૫૨૯.૮૬ રહ્યો હતો. સિન્ડિકેટ બેંક રૃા. ૫.૩૫ તૂટીને રૃા. ૭૪.૧૦, ઓરિએન્ટલ બેંક રૃા. ૧૦.૨૫ તૂટીને રૃા. ૨૧૮.૫૫, સેન્ટ્રલ બેંક રૃા. ૩.૪૫ ઘટીને રૃા. ૭૩.૭૦, અલ્હાબાદ બેંક રૃા. ૫.૨૦ ઘટીને રૃા. ૧૧૯.૫૦, બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૧૨ ઘટીને રૃા. ૨૯૧.૩૦, યુકો બેંક રૃા. ૧.૯૦ ઘટીને રૃા. ૪૯.૩૫, આંધ્ર બેંક રૃા. ૨.૪૦ ઘટીને રૃા. ૮૩.૮૫, દેના બેંક રૃા. ૨.૪૫ ઘટીને રૃા. ૫૨.૮૫, વિજ્યા બેંક રૃા. ૧.૫૫ ઘટીને રૃા. ૪૯.૨૦, બેંક ઓફ મહારાષ્ટ્ર રૃા. ૧.૦૫ ઘટીને રૃા. ૪૧.૫૦, યુનીયન બેંક રૃા. ૪.૧૦ ઘટીને રૃા. ૧૭૧, સ્ટેટ બેંક રૃા. ૨૦.૧૦ ઘટીને રૃા. ૧૬૪૮.૨૫, બીઓબી રૃા. ૫.૨૦ ઘટીને રૃા. ૬૭૫, પીએનબી રૃા. ૭.૨૦ ઘટીને રૃા. ૮૧૫.૫૫ રહ્યા હતાં.
બેંકો બાદ હવે સરકાર અન્ય પીએસયુને ખંખેરશે! પાવર ફાઇ., એનટીપીસી, આરઇસી તૂટયા
ડીસઇન્વેસ્ટમેન્ટમાં નિષ્ફળતા બાદ હવે એક તરફ આજે સરકારે પીએસયુ બેંકો પાસેથી રૃા. ૫૦,૦૦૦ કરોડ ખંખેરવાની ઉભા કરવાની યોજના બાદ અન્ય તગડી પીએસયુ- જાહેર ક્ષેત્રની કંપનીઓને ઉંચા ડિવિડન્ડ આપવા તેમજ ક્રોસ હોલ્ડિંગ ખરીદવા, સરકારના અમુક હોલ્ડિંગને બાયબેક કરવાની ફરજ પાડી શકે છે એવા સંકેત પાવર પીએસયુ શેરોમાં વેચવાલી નીકળી હતી. પાવર ફાઇનાન્સ રૃા. ૭.૨૦ તૂટીને રૃા. ૧૩૩.૧૦, આરઇસી રૃા. ૬.૫૦ ઘટીને રૃા. ૧૪૭.૮૫, એનટીપીસી રૃા. ૫.૩૫ ઘટીને રૃા. ૧૫૮.૪૫, ઓએનજીસી રૃા. ૩.૨૫ ઘટીને રૃા. ૨૬૧.૫૦ રહ્યા હતાં.
કેપિટલ ગુડઝ શેરો થર્મેક્સ, એબીબી, ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ, સુઝલોન, સિમેન્સમાં કરંટ
કેપિટલ ગુડઝ શેરોમાં પસંદગીના આકર્ષણમાં થર્મેક્સ રૃા. ૧૬ વધીને રૃા. ૪૧૫.૨૦, એબીબી રૃા. ૨૦.૨૦ વધીને રૃા. ૫૯૦.૪૫, ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ રૃા. ૩.૬૫ વધીને રૃા. ૧૨૧, ઉષા માર્ટીન રૃા. ૨૩.૧૦, સુઝલોન એનર્જી રૃા. ૧૯.૦૫, પુંજ લોઇડ રૃા. ૪૦.૮૫, સિમેન્સ રૃા. ૧૩.૩૫ વધીને રૃા. ૬૬૪.૬૦, ભેલ રૃા. ૪.૫૫ વધીને રૃા. ૨૪૨.૨૦, હવેલ્સ ઇન્ડિયા રૃા. ૪.૦૫ વધીને રૃા. ૩૮૮.૯૫, ભારત ઇલેક્ટ્રોનિક્સ રૃા. ૭.૯૫ વધીને રૃા. ૧૪૦૪.૦૫ રહ્યા હતાં.
હાથીના ફેવરીટ શેરોમાં છેલ્લી ઘડીમાં ફફડાટ ફેલાવાયો ઃ ડેલ્ટા કોર્પ, વીઆઇપી ઇન્ડ.માં ઉછાળે આંચકા
હાથી- એલીફન્ટના ફેવરીટ શેરોમાં આજે આરંભિક લાવલાવ સાથે તેજી આગળ વધ્યા બાદ છેલ્લી ઘડીમાં ઉછાળે પસંદગીના અમુક શેરોમાં તેજીમાં ચડેલાઓને ઉતારવા ફફડાટ ફેલાવવારૃપી ઓફલોડીંગ બતાવાયુ હતું. જેમાં ડેલ્ટી કોર્પ ઉપરમાં રૃા. ૬૪થી નીચામાં રૃા. ૫૭ સુધી અને વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝ ઉપરમાં રૃા. ૯૦થી નીચામાં રૃા. ૮૨ સુધી ઓફલોડીંગ બતાવાયું હતું. એગ્રોટેક ફૂડસ રૃા. ૧૬.૬૦ વધીને રૃા. ૩૫૭.૯૫, બિલકેર રૃા. ૮.૪૫ વધીને રૃા. ૧૭૮, પુંજ લોઇડ રૃા. ૪૦.૮૫, ટાઇટન રૃા. ૩.૬૦ ઘટીને રૃા. ૧૭૧.૨૫, પ્રાજ ઇન્ડસ્ટ્રી રૃા. ૧.૬૦ ઘટીને રૃા. ૭૩.૦૫, ડેલ્ટા કોર્પ રૃા. ૩.૭૦ ઘટીને રૃા. ૫૭.૮૫, હિન્દુસ્તાન ઓઇલ એકસ્પ્લોરેશન રૃા. ૨.૫૦ ઘટીને રૃા. ૯૨.૭૦, વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૨.૨૦ ઘટીને રૃા. ૮૩.૩૦, ટીટીકે પ્રેસ્ટિજ રૃા. ૫૬.૬૫ ઘટીને રૃા. ૨૫૧૩, ક્રિસિલ રૃા. ૧૦.૪૫ ઘટીને રૃા. ૮૫૬.૩૫ એનસીસી રૃા. ૩૫.૭૫ રહ્યા હતાં.
ક્રુડ ઓઇલ વધીને ૧૦૦ ડોલર ઃ ડોલર રૃા. ૫૩ નજીક રૃા. ૫૨.૯૭ ઃ ઓઇલ પીએસયુ શેરોમાં નરમાઇ
ક્રુડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ યુ.એસ.માં ઇન્વેન્ટરી ઘટયાના અહેવાલ અને શીયાળામાં ફ્યુલ માગ વધવાના અંદાજોએ નાયમેક્ષ ક્રુડના બેરલ દીઠ ૧૦૦ ડોલર થઇ જતા અને રૃપિયા સામે ડોલર મજબૂત બની રૃા. ૫૨.૭૩થી ઉંચકાઇ રૃા. ૫૩ નજીક રૃા. ૫૨.૯૭ થઇ જતાં ક્રુડ આયાત બિલ વધવાના સબસીડી બોજ વધવાના ભયે ઓઇલ પીએસયુ શેરોમાં વેચવાલી હતી. બીપીસીએલ રૃા. ૧૬.૬૦ ઘટીને રૃા. ૫૦૬.૨૦, એચપીસીએલ રૃા. ૪.૩૫ ઘટીને રૃા. ૨૬૪, ઓએનજીસી રૃા. ૩.૨૫ ઘટીને રૃા. ૨૬૧.૫૦ હતાં.
ઇન્ડેક્ષની નરમાઇ વચ્ચે સ્મોલ-મિડ કેપ શેરોમાં આકર્ષણ ઃ ૨૦૪ શેરોમાં તેજીની સર્કિટ
ઇન્ડેક્ષ બેઝડ નરમાઇ સામે આજે સ્મોલ-મિડ કેપ, રોકડાના પસંદગીના શેરોમાં ઘટયામથાળે વેલ્યુબાઇંગ વધતા માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઇમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૮૯ સ્ક્રીપમાંથી વધનારની સંખ્યા ૧૫૩૯ અને ઘટનારની ૧૧૯૨ રહી હતી. ૨૦૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૮૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
યુ.એસ. રીકવરીના સંકેતે વૈશ્વિક સુધારો ઃ યુરોપમાં ૩૦થી ૪૫ પોઇન્ટની મજબૂતી
એશીયાના અન્ય દેશોના બજારોમાં હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્ષ ૨૫૦.૯૪ પોઇન્ટ વધીને ૧૮૬૨૯.૨૦, ચીનનો સાંઘાઇ કોમ્પોઝિટ ૧૮.૪૯ પોઇન્ટ વધીને ૨૨૦૪.૭૮, તાઇવાન વેઇટેજ ૧૪૪.૩૮ પોઇન્ટ વધીને ૭૧૧૦.૭૩, દક્ષિણ કોરિયાનો કોસ્પી ૧૯.૭૩ પોઇન્ટ વધીને ૧૮૬૭.૨૨ રહ્યા હતા. યુ.એસ.ની રીકવરીના અંદાજોએ યુરોપના બજારોમાં પણ સાંજે ચાલુ બજારે ૩૦થી ૪૫ પોઇન્ટની તેજી હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
યુ.એસ.ની રીકવરીના સંકેત વૈશ્વિક સુધારા પાછળ આરંભિક મજબૂતી બાદ નરમાઇ
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજીનો ચમકારો
મ્યુ.ફંડોનું ઈક્વિટી વેચાણ ઘટીને ૩૧ મહિનાના તળિયે
થાપણોને આકર્ષવા માટે બેંકો વચ્ચે જામેલી હરિફાઈ
કરવેરાના કુલ લક્ષ્યાંકને નાણાં મંત્રાલય કદાચ હાંસલ નહી કરી શકે
બીજી અભિનેત્રીઓની જેમ લારા દત્તા પ્રસૂતિ પછી લાંબો બ્રેક લેવાની નથી
રોહિત શેટ્ટી અને અજય દેવગણના સંબંધો સુધરતાં જ અજય 'ગોલમાલ' સિરીઝમાં પાછો ફર્યો
પોતાની જ ફિલ્મના પ્રિમિયરમાં શાહરૃખ ખાન બે કલાક મોડો આવ્યો
કેટરીના કૈફ નકલ કરતી હોવાનો રાખી સાવંતનો દાવો
પંટરોના મતે તેંડુલકર મેલબોર્નમાં રમાનારી ટેસ્ટમાં જ સદી ફટકારશે
ડ્રગ કેસ ઃ છ ભારતીય એથ્લેટ્સ પર એક વર્ષનો પ્રતિબંધ
હરિયાણાનો મજબુત જવાબ જીતવા માટે ગુજરાતને ૩૦૧ રન
તેંડુલકર અને ધોનીને અમે પરેશાન કરી મુકીશું ઃ હસી

તેંડુલકરને સિધ્ધી માટે, પોન્ટીંગને હકાલપટ્ટીથી બચવા સદીની જરૃર

આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

કોંગી અગ્રણી ઉપર રિવોલ્વર બતાવી ઘોલાઇ કરી

Khel Maha Kumbh 2011

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved