Last Update : 23-Dec-2011,Friday
 

હિટ ફિલ્મોનું વર્ષ

હિંદી ફિલ્મ ઉદ્યોગ માટે ઇસવી સન ૨૦૧૧નું વર્ષ કામયાબી અને નાણાંની રેલમછેલ લાવનારું બની રહ્યું. અગાઉનાં બે વર્ષોમાં છૂટીછવાયી ફિલ્મોને અપવાદરૃપે મળેલી સફળતાની સરખામણીએ આ વર્ષે ઘણી ફિલ્મો સફળ રહીઃ નાણાંકીય રીતે વાત કરીએ તો, રૃ.૧૦૦ કરોડનો વકરો પાર કરનારી ફિલ્મોની સંખ્યા નોંધપાત્ર રહી અને દર્શકોની રૃચિની દૃષ્ટિએ જોતાં, પણ વિવિધ રૃચિના દર્શકોને સંતોષે-મનોરંજન આપે એવી ફિલ્મો મોટી સંખ્યામાં આવી.
આ વર્ષના સૌથી સફળ હીરો તરીકે ખાનત્રિપુટી અને બીજા કલાકારોમાંથી સલમાનખાનનો જ નંબર આવે. કારણ કે એક વર્ષમાં તેમની બબ્બે ફિલ્મો રૃ.૧૦૦ કરોડનો વકરો વટાવી ગઇ. 'બોડીગાર્ડ'નો કુલ વકરો તો રૃ.૨૨૯ કરોડે પહોંચ્યો, જ્યારે બીજી ફિલ્મ 'રેડી' પણ રૃ.૧૭૯ કરોડની ઊંચી સપાટીએ પહોંચી. રૃ.૧૦૦ કરોડનો, બોક્સઓફિસની સફળતાની દૃષ્ટિએ જાદુઇ કહેવાય એવો આંકડો પાર કરનારી બીજી કેટલીક ફિલ્મોમાં અજય દેવગણના જોરે ચાલેલી 'સિંઘમ' (રૃ.૧૩૯ કરોડ) અને રણબીર કપૂરની 'રોકસ્ટાર' (રૃ.૧૦૫ કરોડ)નો સમાવેશ કરવો પડે.
સ્પેનનાં દૃશ્યો ધરાવતી ફરહાન અખ્તરની મલ્ટીસ્ટાર ફિલ્મ 'ઝિંદગી ન મિલેગી દોબારા' એ રૃ.૧૫૨ કરોડનો ધંધો કર્યો. આ યાદીમાં શાહરુખખાનની બહુ ચર્ચાયેલી, બહુ પ્રચારિત અને આકરી ટીકાનો ભોગ બનેલી ફિલ્મ 'રા.વન'ને પણ મૂકવી પડે. કારણ કે એ ફિલ્મે બધી ટીકાઓ સહિત રૃ.૨૪૦ કરોડની કમાણી કરી. ખર્ચ અને આવકનું પ્રમાણ ધ્યાનમાં લેતાં કદાચ 'રા.વન' બીજી કેટલીક ૧૦૦ કરોડવાળી ફિલ્મોની પાછળ હોઇ શકે, છતાં 'રા.વન'ની ટીકા પરથી એવું લાગે જાણે એ સુપરફ્લોપ ગઇ હશે અને શાહરૃખનું દેવાળું નીકળી ગયું હશે.
આ વર્ષના અંતે બે મોટી ફિલ્મો પર સૌની નજર હતી. તેમાં વિદ્યા બાલનની 'ધ ડર્ટી પિક્ચર' પર ખેલાયેલો દાવ પૂરો ઉતર્યો છે. તેની સફળતા કલ્પના પ્રમાણેની અથવા એનાથી પણ બે ડગલાં વધીને રહી છે. પહેલા ૧૧ દિવસમાં ફિલ્મે રૃ.૬૬ કરોડનો ધંધો કરી નાખ્યો છે. અગાઉ વર્ષના આરંભે વિદ્યા બાલન અને રાની મુખર્જીની ફિલ્મ 'નો વન કિલ્ડ જેસિકા' પ્રચંડ સફળતા ધરાવતી ફિલ્મોમાં ભલે ન ગણાઇ હોય, પણ રૃ.૧૦ કરોડના ખર્ચે બનેલી એ ફિલ્મે લગભગ પાંચ ગણો- એટલે કે રૃ.૪૯ કરોડનો વકરો કર્યો હતો.
પ્રમાણમાં ઓછા ખર્ચે બનેલી છતાં બોક્સઓફિસ પર સફળતા મેળવનારી ફિલ્મો આ વર્ષે ઘણી આવી. તેનું એક કારણ ફિલ્મનિર્માણના બદલાયેલું મોડેલ પણ ખરું. ફિલ્મના જુદા જુદા હકો, વિદેશનું કસદાર બજાર, એક સાથે અઢળક પ્રિન્ટો દ્વારા ભારતભરમાં એક સાથે ફિલ્મ રિલીઝ કરીને લોકોની જિજ્ઞાાસાનો ટૂંકા ગાળામાં મહત્તમ લાભ લઇ લેવાની રીત- આ બધાને કારણે અત્યારે ભૂલાઇ ગયેલી લાગતી 'યમલા પગલા દીવાના' જેવી ફિલ્મે રૃ.૮૭ કરોડનો અને અને આમીરખાનની 'દિલ્હી બેલી'એ રૃ.૮૯ કરોડનો ધંધો કર્યો. આ બન્ન ફિલ્મો આશરે રૃ.૨૫ કરોડના બજેટમાં બની હતી. તેમની સરખામણીમાં અંદાજે રૃ.૧૭ કરોડના ખર્ચે બનેલી 'તનુ વેડ્સ મનુ' એ પણ રૃ.૫૪ કરોડનો વકરો કર્યો.
'સાત ખૂન માફ' કે 'સ્ટેન્લીકા ડબ્બા' જેવી ફિલ્મો મસમોટો ધંધો ન કરી શકી હોવા છતાં, તેમના નિર્માતાઓને રાતા પાણીએ રોવું પડે એવી સ્થિતિ નથી. મલ્ટીપ્લેક્સની વધેલી બોલબાલા પછી બધી ફિલ્મો બધા દર્શકોને પસંદ પડે એવી રીતે બનાવવાની માનસિકતામાંથી નિર્માતા-નિર્દેશકો બહાર આવી રહ્યા છે. તેના કારણે અગાઉ કદી ન જોવા મળી હોય એવા અજબગજબ વિષયો પર હિંદી ફિલ્મો બની રહી છે અને તેમની ગુણવત્તામાં પણ ખાસ્સો સુધારો થયો છે.
વર્ષની કદાચ છેલ્લી મોટી રિલીઝ તરીકે શાહરૃખખાનની 'ડોન -૨ ' છે. તે આગળ જણાવેલી ફિલ્મોમાંથી કઇ ફિલ્મોની હરોળમાં પોતાનું સ્થાન મેળવશે, એ જોવાનું રહે છે. પરંતુ હિંદી ફિલ્મોનું વર્તમાન બજાર અને ગણિત જોતાં, એ ફિલ્મ શાહરૃખખાનના નામ અને પ્રસિદ્ધિને કારણે રૃ.૧૦૦ કરોડનો વકરો કરનારી ફિલ્મોની આ વર્ષની યાદીમાં છેલ્લો ઉમેરો બની રહે તો નવાઇ નહીં.
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સુખોઈ-૩૦ વિમાનનો સોદો મંજુરઃ ભુજ ખાતે સુખોઈની હાજરીથી ગુજરાતને સુખ
ઇરાકમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો ૫૭નાં મોત ઃ ૧૭૬ ઘાયલ
ભારતીય યુવકના હત્યારા ઓસ્ટ્રેલિયન કિશોરને ૧૩ વર્ષની જેલ
અમુક વિદેશીઓને નિવૃત્ત થવાની છૂટ ચીન આપશે
પાક. સંરક્ષણ મંત્રાલયનો ISI અને સૈન્ય પર અંકુશ નથી
યુ.એસ.દ્વારા આઉટસોર્સીંગ અંકુશોની વિચારણાએ આરંભિક નરમાઇ બાદ
સોનામાં તેજી અટકી રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદીમાં પણ ફરી કડાકો
૨૦૧૧માં રૃા. ૩૨,૦૦૦ કરોડના આઈપીઓ માંડી વળાયા
કપાસ-રૃની કિંમતોમાં વધારો થવાની શક્યતા નથી
વિશ્વમાં સ્ટીલના ઉત્પાદન ક્ષમતાનો વપરાશ બે વર્ષના તળિયે
ફિલ્મમાં મલ્લિકા શેરાવતના મેકઅપ પાછળ જ રૃા. ૬૦ લાખનો ખર્ચ કરાશે
સંગીતકાર પ્રીતમ પહેલી જ વાર ધર્મા પ્રોડકશનની ફિલ્મમાં સંગીત આપશે
'મુન્નાભાઈ' સિરીઝની નવી ફિલ્મના કલાકારો યથાવત પણ દિગ્દર્શક બદલાશે
૨૦૧૧ના ફિલ્મી વિવાદો ઃ 'હીરોઇન'ની હીરોઇન ઐશ્વર્યા ગર્ભવતી થઇ અને...
તેંડુલકરને મેલબોર્નમાં ૧૦૦મી સદી ફટકારતો જોવા આતુર છુંઃ શેન વોર્ન
સૌરાષ્ટ્ર અને રેલ્વેની મેચમાં બે દિવસમાં ૩૬ વિકેટ પડી
બ્રેડમેન કરતા તેંડુલકર વધુ મહાન બેટ્સમેન કહી શકાય
હરિયાણાના ૨૦૭ સામે ગુજરાતે ૨૨૮ રન નોંધાવ્યા

પ્રથમ ટેસ્ટ અગાઉ ઝહીરની ફિટનેસ અંગે ભારત ચિંતિત

અનુસૂચિત જનજાતિની યાદીમાં સુધારો કરવા અંગેના બિલને સંસદની મંજૂરી
આદર્શ સોસાયટીનો ગગનચુંબી ગોટાળો ઃ અદાલતી પંચની મુદત છ મહિના લંબાવાઈ
નવા લોકપાલ બિલ મુજબ લોકપાલ અને લોકાયુક્તને વ્યાપક સત્તા
ચાલુ નાણાંકીય વર્ષનો અંદાજીત વિકાસદર ૭.૬ ટકા ઃ રીઝર્વ બેન્ક
ભગવદ્ ગીતા પર રશિયામાં પ્રતિબંધ મૂકવા અંગે મુંબઈના હાઈકોર્ટે આદેશ આપ્યો
બોગસ કલાસ ખોલી વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃતિની રકમ ચાઉં કરી
રાજપીપળા પોસ્ટ ઓફિસ લૂંટવાનો પ્રયાસ ઃ પોલીસ પર ફાયરીંગ
દાહોદમાંં રેગીંગ ઃ વિદ્યાર્થિની અને સમગ્ર કોલેજ સામસામે
ચાલક પર છરાથી હુમલો કરી ૧૦ લાખના દાણા ભરેલી ટ્રકની લૂંટ
જીપ ટેન્કરને ઓવરટેક કરવા જતાં અકસ્માતમાં એકનું મોત
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved