Last Update : 23-Dec-2011,Friday
 
લોકપાલ બિલના વિવાદનું લોલક
 

નવી દિલ્હી, તા. ૨૨
સરકારે ગઇકાલે જાહેર કર્યું હતું કે લોકપાલ બિલ ગુરૃવારે સંસદમાં રજૂ થશે, ચોમેર લોકોને આતુરતા હતી. સરકારી અધિકારીઓ, સાંસદો, રાજકીય પક્ષના નેતાઓને શંકા અને ટેન્શન એ વાતનું હતું કે આ બિલ સરળતાથી ટેબલ પર મુકાશે કેમ કેમ?? તેમની શંકા અને ટેન્શન સાચા પડયા હતા.
બે વાર એડ્જોર્નમેન્ટ પછી લોકપાલ બિલ લોકસભાના ટેબલ પર મૂકી શકાયું હતું. જે રીતે આ બિલ અંગે ઉહાપોહ થઇ રહ્યો છે એ જોતાં એમ લાગે છે કે બિલના ભાવિ અંગે કંઇ કહી શકાય નહીં.
ટીમ અણ્ણાએ બિલનો વિરોધ કર્યો છે, સુબ્રમણ્યમ સ્વામીએ પણ વિરોધ કર્યો છે. આમ અનેક વિરોધો વચ્ચે લોકપાલ બિલ ઝોલાં ખાઇ રહ્યું છે. લોકપાલ બિલના વિવાદનું લોલક સતત ચાલી રહ્યું છે.
યાદવ ત્રિપુટી
મુલાયમસિંહ યાદવ; લાલુ પ્રસાદ યાદવ અને શરદ યાદવ એમ આ ત્રણ યાદવ ત્રિપુટીએ આજે લોકપાલ બિલ રજૂ થવાની શક્યતા પર પાણી ફેરવી શકે છે એમ બતાવી આપ્યું હતું. આ ત્રણેય એટલે સમાજવાદી પક્ષ, રાષ્ટ્રીય જનતા દળ અને જનતા દળ (યુ)ના નેતાઓએ સરકારને મૂંઝવણમાં મુકી દીધી હતી. લાલુ પ્રસાદે તો એવો આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ અને ભાજપવાળાની મીલીભગત છે. લોકપાલ બિલમાંથી 'માઇનોરીટી' શબ્દ કાઢવા સામે તેમણે ગુસ્સે ભરાઇને રજૂઆત કરી હતી. વડાપ્રધાનના એસપીજી ગાર્ડે બહુજન સમાજવાદી પક્ષના સાંસદને દૂર હડસેલવાનો ઉલ્લેખ કરીને આ લોકોએ જણાવ્યું હતું કે જો આ બિલ હાલમાં છે એમ જ પાસ કરવામાં આવે તો મેજીસ્ટ્રેટ અને એસ.પી. પણ તેમને જેલમાં મોકલી શકે.
અધ્યક્ષનું ટેન્શન
લોકસભાના અધ્યક્ષ મીરાં કુમારનું ટેન્શન વધે એ સ્વભાવિક છે કેમ કે ગૃહમાં સભ્યોનો ઉહાપોહ શાંત થતો નથી. અધ્યક્ષ મીરાં કુમારનું એક વધારાનું ટેન્શન પણ સમજવા જેવું છે. ૨૮ ડિસેમ્બરથી ૧ જાન્યુઆરી સુધી તે માલદિવના પ્રવાસે જવાના હતા. આ પાંચ દિવસનો સત્તાવાર પ્રવાસ હતો. સંસદનું સત્ર લંબાવાયું છે અને મહત્વના એવા લોકપાલ બિલની ચર્ચા થવાની છે. તેમનો ૨૮મીનો પ્રવાસ રદ થાય એવા સંજોગો તેમનું ટેન્શન વધારી રહ્યા છે.
અણ્ણાનો ૯ માસનો પ્રવાસ
આમ તો, લોકપાલ બિલ માટે ૪૨ વર્ષથી તખ્તો તૈયાર થઇ રહ્યો છે. વિવિધ પક્ષોએ તેને વિવિધ રાજકીય નજરથી જોયો છે. જોકે અણ્ણા હજારેએ તો ૯ મહિના પહેલાં જ રજૂઆત કરી છે. ૫ એપ્રિલ-૨૦૧૧ના રોજ પ્રથમવાર તેમણે લોકપાલની માગણી કરી હતી. સરકારે તેમની માગણી સ્વિકારીને ૯ એપ્રિલે જનલોકપાલ માટે ખાત્રી આપી એટલે અણ્ણાના ઉપવાસનો અંત આવ્યો હતો. જોકે જુલાઇ ૨૮ના રોજ લોકપાલનો મુસદ્દો અલગ આવતા તેમણે ૧૫ ઓગસ્ટે લોકપાલ રજૂ કરવા જણાવ્યું હતું. ૧૬ ઓગસ્ટે ઉપવાસના સ્થળેથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. સરકારે ખાત્રી આપતા તેમણે ઉપવાસ છોડયા હતા. ૨૦ ડિસેમ્બરે સરકારે લોકપાલ અંગેનો ફાઇનલ મુસદ્દો તૈયાર કર્યો હતો.
અણ્ણા દિલ્હીથી દૂર કેમ ભાગે છે?!
બહુ બોલતી અણ્ણા હજારેની ટીમ ઉપવાસનું સ્થળ દિલ્હીથી મુંબઇ ખસેડી રહી છે. કેમકે ડિસેમ્બરના અંતિમ દિવસોમાં દિલ્હીની ઠંડી અણ્ણા સહન કરી શકે એમ નથી. પરંતુ અંદરના વર્તુળો માને છે કે અણ્ણાના આંદોલનને મળતો નબળો પ્રતિસાદ ચિંતાજનક છે. જો દિલ્હીમાં ઉપવાસ થાય તો સમર્થકોએ ગરમ કપડાં પહેરીને આવવું પડે પરંતુ સમસ્યા તો રાત્રિના સમયે થાય. સમર્થકોએ બ્લેન્કેટ લઇને આવવું પડે કમ ખુલ્લા ગ્રાઉન્ડમાં વધુ ઠંડી લાગે. આમ રાત્રિના સમયે ઉપવાસનું સ્થળ ઉજ્જડ લાગે!! જ્યારે મુંબઇમાં સ્થિતિ થોડી જુદી હોય..
ચૂંટણી સર્વેની અસર
ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પંચે પ્રી-પૉલ સર્વે કરીને મતદારોનો આઈડીયા જાણવા પ્રયાસ કર્યો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે ઉત્તર પ્રદેશમાં સૌથી નામાંકિત અને જાણીતા ચહેરામાં ટોપના ૯ લોકોમાં પણ અણ્ણા હજારે નથી. અમિતાભ બચ્ચન સૌથી ટોચ પર છે જ્યારે સલમાન ખાન અને આમીરખાનનો નંબર ત્યાર પછી આવે છે. અન્ય નામોમાં સચીન તેંડુલકર, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનો સમાવેશ થાય છે. જોકે અણ્ણા હજારેની ટીમ માટે સારા સમાચાર એ છે કે પંજાબમાં ચૂંટણી પંચે કરેલા આવા જ એક સર્વેમાં અણ્ણા હજારે બીજા નંબરે આવ્યા છે. પંજાબમાં પ્રથમ નંબરે કોમેડીયન જશપાલ ભટ્ટી આવે છે.
ગીતા કા જ્ઞાાન; સુષ્મા કી શાન..
ભગવદ્ ગીતા અંગે સંસદમાં ભલે યાદવ બંધુઓ ભાજપના નેતા સુષ્મા સ્વરાજથી આગળ નીકળી ગયા હોય પરંતુ કૃષ્ણભક્તિમાં તેઓ સુષ્માને પાછા પાડી શકે એમ નથી. રશિયામાં ભગવદ્ ગીતાના અપમાન અંગે સંસદમાં લાલુપ્રસાદ યાદવ, મુલાયમસિંહ યાદવ અને શરદ યાદવ એમ ત્રણ યાદવબંધુઓએ ધડબડાટી બોલાવી હતી. ત્યારે સૌને એમ હતું કે ભાજપના નેતાઓએ આ મુદ્દે બહુ વિરોધ કર્યો નહોતો. પત્રકારોએ બટકબોલાં સુષ્મા સ્વરાજને આ મુદ્દે સીધો જ સવાલ કર્યો હતો કે ગીતા અંગે તમે કરવો જોઇતો કોઇ વિરોદ નથી કર્યો તેનું શું કારણ?! સુષ્મા સ્વરાજે કહ્યું કે ભગવદ્ ગીતા અંગે મારો પ્રેમ મારે બહાર બતાવવાની જરૃર નથી હું તો તેને ગળામાં પહેરૃં છું એમ કહીને તેમણે ગળામાં પહેરેલું પેન્ડન્ટ બતાવ્યું હતું. તેમના પતિ સ્વરાજ કૌશલે તેમને ગયા વર્ષે મેરેજ એનીવર્સરીના દિવસે આપ્યું હતું. તેના પર ગીતાના શ્લોકો લખ્યા છે અને મેં માઇક્રોસ્કોપથી તે જોયા પણ છે એમ સુષ્મા સ્વરાજ કહે છે. આમ સુષ્મા સ્વરાજ સ્પષ્ટ કહે છે કે ગીતાને હું મારા હૃદયની સાથે રાખું છું.
- ઈન્દર સાહની

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved