Last Update : 23-Dec-2011,Friday
 

નવા લોકપાલ બિલ મુજબ લોકપાલ અને લોકાયુક્તને વ્યાપક સત્તા

 

ગુ્રપ સી- ડીના કર્મચારીઓ લોકપાલ હેઠળ નહીં

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૨
સરકારે આજે લોકપાલ વિધેયક સાંસદોને અભ્યાસ માટે વહેંચ્યું હતું તેમાં તેવું સૂચન કરવામાં આવ્યું છે કે, સીબીઆઇના ડિરેક્ટરની વરણી, વડાપ્રધાન લોકસભામાંના વિપક્ષી નેતા અને ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ અથવા તો, તેઓ જેનું નામ સૂચવે તેવા સર્વોચ્ચ અદાલતના કોઈ ન્યાયમૂર્તિની બનેલી ત્રણ સભ્યોની પેનલ નિશ્ચિત કરશે.
CBIના ડિરેક્ટરની નિમણૂક પ્રક્રિયા બદલાશે ઃ બિલની કોપી સાંસદોને અપાઈ
આ નિયુક્તિ ફેરફારો માટે, દિલ્હી સ્પેશ્યલ પોલીસ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ ૧૯૪૬માં પણ સુધારો કરવામાં આવશે. આ રીતે સીબીઆઇને લોકપાલના સંપૂર્ણ કાબુમાંથી બહાર રાખવામાં આવેલ છે.
આમ છતાં, આ તપાસ સંસ્થાને લોકપાલ ભ્રષ્ટાચાર સંબંધી જે કેસો સોંપે તેની ઉપર નજર રાખવાની સત્તા રહેશે.
લોકપાલ અને લોકાયુક્ત અંગેના આ ૬૪ પાનાના વિધેયકમાં આંતરરાષ્ટ્રીય સંબંધો, બાહ્ય અને આંતરિક સલામતી, જાહેર વ્યવસ્થા, એટમિક એનર્જી તથા અંતરિક્ષ જેવી બાબતો સિવાય અન્ય તમામ બાબતો અંગે વડાપ્રધાનને પણ લોકપાલ વિધેયકમાં આવરી લેવામાં આવ્યા છે.
લોકપાલના અધ્યક્ષ અને સભ્યોની વરણી; વડાપ્રધાન, લોકસભાના અધ્યક્ષ, લોકસભાના વિપક્ષી નેતા, ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ અને ભારતના રાષ્ટ્રપતિ નિયુક્ત કરે તેવા એક અગ્રગણ્ય ન્યાયવિદ્ની બનેલ સમિતિ દ્વારા કરાશે.
લોકાયુક્તની નિયુક્તિ અંગે આ ખરડામાં જણાવવામાં આવ્યું છે કે, સંબંધિત રાજ્યન મુખ્યપ્રધાન, વિધાનસભાના અધ્યક્ષ, વિધાનસભામાંના વિપક્ષી નેતા, રાજ્યની હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ કે તેના એક જજ ઉપરાંત, રાજ્યપાલ નિયુક્ત કરે તેવા એક ન્યાયવિદ્ની બનેલી સમિતિ જ તે વિષે નિર્ણય લેશે.
આ વિધેયકમાં પ્રધાનો, જાહેર સેવકો, સાંસદો, મુખ્ય પ્રધાનો, વિધાનસભ્યો વિરુદ્ધની ફરિયાદો સ્વીકારવાની, તે વિષે તપાસ કરવાની અને તે પછી જરૃરી પગલાં લેવાની પણ લોકપાલ કે લોકાયુક્તને સત્તા આપવામાં આવી છે.
લોકપાલ અને લોકાયુક્ત બંનેને બંધારણીય દરજ્જો આપવામાં આવશે જે માટે સરકાર બંધાણમાં સુધારો કરવા માટે સરકાર બંધારણીય સુધારા (૧૧૬મો સુધારો) વિધેયક પણ રજૂ કરશે. લોકપાલ અને લોકાયુક્ત બંનેમાં, એક અધ્યક્ષ રહેશે અને તેમાં વધુમાં વધુ ૮ સભ્યો રહેેેશે જે પૈકી ઓછામાં ઓછા ૫૦ ટકા જ્યુડીશ્યલ મેમ્બર્સ (ન્યાયવિદો) રહેશે.
આ સાથે આ વિધેયકમાં તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છ કે, લોકપાલ કે લોકાયુક્ત દ્વારા જે કેસોમાં તપાસ હાથ ધરવામાં આવી હોય અને તે માટે તે બંનેમાંથી કોઈએ આદેશ પણ આપ્યો હોય તો તેવા કેસોમાં કાનુની કાર્યવાહી ચલાવવા માટે પૂર્વ મંજૂરી લેવી નહીં પડે તેવી જ રીતે લોકપાલે જે કેસો સીબીઆઇને સોંપ્યા હોય તે કેસોમાં તપાસ હાથ ધરવા માટે પણ સીબીઆઇને પૂર્વ મંજૂરી લેવી જરૃરી નહીં રહે.
આ વિધેયકમાં સૌથી મહત્ત્વની વાત તો તે કરાઈ છે કે, લોકપાલ કે લોકાયુક્ત ગુ્રપ એ, બી, સી અન ેડીના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધની ફરિયાદો સ્વીકારી શકશે. એ અને બી વિભાગના અધિકારીઓ અંગેની ફરિયાદો લોકપાલ સીવીસીને સોંપશે, જે તે અંગે પ્રાથમિક તપાસ હાથ ધરી કેસ લોકપાલને પરત મોકલશે. જ્યારે સી અને ડી વર્ગના કર્મચારીઓ અંગે સીવીસી (સેન્ટ્રલ વિજીલન્સ કમિશ્નર) પોતે જ પગલા લેશે.
આ વિઘેયક પ્રમાણે લોકપાલ અને લોકાયુક્ત બંનેમાં એક તપાસ પાંખ રહેશે એ પ્રાથમિક તપાસ હાથ ધરી ફોજદારી રાહે સ્વતંત્ર રીતે પગલા ભરી શકશે પરંતુ વડાપ્રધાન વિરુદ્ધની કાર્યવાહીમાં લોકપાલની ફૂલ બેન્ચના ૩/૪ સભ્યોની સહમતી પછી જ તેમની વિરુદ્ધ તપાસ હાથ ધરી શકાશે.
ભ્રષ્ટાચારના કેસો માટે ખાસ કોર્ટ સ્થાપવાનું પણ સૂચન આ વિધેયકમાં કરાયું છે. તેમજ કોઈ વ્યક્તિ કે સંસ્થા વિદેશોમાંથી રૃા. ૧૦ લાખથી વધુ અનુદાનો મેળવે તેને પણ લોકપાલ કે લોકાયુક્તની પરિધમાં આવરી લેવાશે. આ સાથે આ વિધેયકનું ખાસ સંજોગોમાં યા ખાસ કોર્ટો દ્વારા ભ્રષ્ટાચારીઓની સંપત્તિ કે અન્ય નાણાંકીય બાબતો પણ જપ્ત કરવાનો અધિકાર અપાયો છે. પરંતુ, જો તે જાહેર સેવક નિર્દોષ ઠરે તો તે મિલ્કત તેને પરત પણ અપાશે.
લોકપાલ કે લોકાયુક્ત સરકારી અધિકારી/ કર્મચારીના નિલંબન કે બદલી માટે પણ હુકમ આપી શકાશે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સુખોઈ-૩૦ વિમાનનો સોદો મંજુરઃ ભુજ ખાતે સુખોઈની હાજરીથી ગુજરાતને સુખ
ઇરાકમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો ૫૭નાં મોત ઃ ૧૭૬ ઘાયલ
ભારતીય યુવકના હત્યારા ઓસ્ટ્રેલિયન કિશોરને ૧૩ વર્ષની જેલ
અમુક વિદેશીઓને નિવૃત્ત થવાની છૂટ ચીન આપશે
પાક. સંરક્ષણ મંત્રાલયનો ISI અને સૈન્ય પર અંકુશ નથી
યુ.એસ.દ્વારા આઉટસોર્સીંગ અંકુશોની વિચારણાએ આરંભિક નરમાઇ બાદ
સોનામાં તેજી અટકી રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદીમાં પણ ફરી કડાકો
૨૦૧૧માં રૃા. ૩૨,૦૦૦ કરોડના આઈપીઓ માંડી વળાયા
કપાસ-રૃની કિંમતોમાં વધારો થવાની શક્યતા નથી
વિશ્વમાં સ્ટીલના ઉત્પાદન ક્ષમતાનો વપરાશ બે વર્ષના તળિયે
ફિલ્મમાં મલ્લિકા શેરાવતના મેકઅપ પાછળ જ રૃા. ૬૦ લાખનો ખર્ચ કરાશે
સંગીતકાર પ્રીતમ પહેલી જ વાર ધર્મા પ્રોડકશનની ફિલ્મમાં સંગીત આપશે
'મુન્નાભાઈ' સિરીઝની નવી ફિલ્મના કલાકારો યથાવત પણ દિગ્દર્શક બદલાશે
૨૦૧૧ના ફિલ્મી વિવાદો ઃ 'હીરોઇન'ની હીરોઇન ઐશ્વર્યા ગર્ભવતી થઇ અને...
તેંડુલકરને મેલબોર્નમાં ૧૦૦મી સદી ફટકારતો જોવા આતુર છુંઃ શેન વોર્ન
સૌરાષ્ટ્ર અને રેલ્વેની મેચમાં બે દિવસમાં ૩૬ વિકેટ પડી
બ્રેડમેન કરતા તેંડુલકર વધુ મહાન બેટ્સમેન કહી શકાય
હરિયાણાના ૨૦૭ સામે ગુજરાતે ૨૨૮ રન નોંધાવ્યા

પ્રથમ ટેસ્ટ અગાઉ ઝહીરની ફિટનેસ અંગે ભારત ચિંતિત

અનુસૂચિત જનજાતિની યાદીમાં સુધારો કરવા અંગેના બિલને સંસદની મંજૂરી
આદર્શ સોસાયટીનો ગગનચુંબી ગોટાળો ઃ અદાલતી પંચની મુદત છ મહિના લંબાવાઈ
નવા લોકપાલ બિલ મુજબ લોકપાલ અને લોકાયુક્તને વ્યાપક સત્તા
ચાલુ નાણાંકીય વર્ષનો અંદાજીત વિકાસદર ૭.૬ ટકા ઃ રીઝર્વ બેન્ક
ભગવદ્ ગીતા પર રશિયામાં પ્રતિબંધ મૂકવા અંગે મુંબઈના હાઈકોર્ટે આદેશ આપ્યો
બોગસ કલાસ ખોલી વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃતિની રકમ ચાઉં કરી
રાજપીપળા પોસ્ટ ઓફિસ લૂંટવાનો પ્રયાસ ઃ પોલીસ પર ફાયરીંગ
દાહોદમાંં રેગીંગ ઃ વિદ્યાર્થિની અને સમગ્ર કોલેજ સામસામે
ચાલક પર છરાથી હુમલો કરી ૧૦ લાખના દાણા ભરેલી ટ્રકની લૂંટ
જીપ ટેન્કરને ઓવરટેક કરવા જતાં અકસ્માતમાં એકનું મોત
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved