Last Update : 23-Dec-2011,Friday
 
ઊડતા શસ્ત્રાગાર તરીકે જાણીતા મારકણા
સુખોઈ-૩૦ વિમાનનો સોદો મંજુરઃ ભુજ ખાતે સુખોઈની હાજરીથી ગુજરાતને સુખ

 

મોસ્કો, તા. ૨૨
તાજેતરમાં વડાપ્રધાન મનમોહનસિંહે લીધેલી રશિયાની મુલાકાત ફળી રહી છે. બંને દેશોના વડાપ્રધાનો વચ્ચે થયેલા કરારો અનુસાર રશિયાએ ભારતને સુખોઈ-૩૦ પ્રકારના રૃ. ૧.૬ અબજનું એક એવાં ૪૨ વિમાનો આપવા સંમતિ દર્શાવી હતી. એ પછી તાજેતરમાં સુખોઈની ટેક્નોલોજીમાં જરૃરી ફેરફાર અંગે પણ રશિયાએ જીદ છોડી દેતાં કરાર હવે નિશ્ચિત થયા છે. આ કરારથી ભારતીય હવાઈદળની તાકાતમાં નોંધપાત્ર વધારો થશે. ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી ભારતીય હવાઈદળ ઊડતા કોફિન તરીકે બદનામ થઈ રહેલા જરીપૂરાણા મીગ-૨૧ વિમાનોના સ્થાને અત્યાધુનિક સુખોઈ વિમાનની માંગણી કરી રહ્યું હતું. આ નિર્ણય વિશેષ કરીને ગુજરાત માટે વધુ મહત્ત્વનો છે. કારણ કે, કચ્છ સરહદના રક્ષણ માટે સુખોઈ-૩૦ વિમાનો ભૂજ એરબેઝ પર લાંગરવાનો નિર્ણય પૂર્વે લેવાઈ ચૂક્યો છે.
ભારતીય હવાઈદળની જરૃરિયાત અનુસાર સુખોઈની ટેક્નોલોજીમાં ફેરફાર કરવા રશિયા સંમતઃ ૧.૬ અબજનું ૧ એવા ૪૨ સુખોઈ કાફલામાં ઉમેરાશે
ચાલીશ વર્ષથી ભારતીય હવાઈસેનાના કાફલામાં રહેલા મિગ-૨૧ વિમાનો વારંવાર અકસ્માતગ્રસ્ત બની રહ્યા હોય તેના સ્થાને સુખોઈ-૩૦ પ્રકારના અત્યાધુનિક અને મારકણા વિમાનો વસાવવાના ભારતીય હવાઈદળનો પ્રસ્તાવ હવે વાસ્તવિકતા બની રહ્યો છે. ગત અઠવાડિયે વડાપ્રધાન મનમોહનસિંહે રશિયાની મુલાકાત લીધા પછી ભારતીય અને રશિયન અધિકારીઓ વચ્ચે યોજાયેલી દ્વિપક્ષી મંત્રણામાં સુખોઈ-૩૦ વિમાનો ભારતને આપવા અંગે રશિયાએ મૌખિક સંમતિ દર્શાવી હતી. એ પછી ભારતીય હવાઈદળની માંગણી અનુસાર સુખોઈ-૩૦ની ટેક્નોલોજીમાં જરૃરી સુધારા કરવા માટે પણ રશિયા સંમત થઈ ચૂક્યું છે. નવા ૪૨ સુખોઈ-૩૦ના આગમન સાથે ભારતીય હવાઈદળના કાફલામાં સુખોઈ વિમાનોની સંખ્યા વધીને ૨૨૨ થશે.
સુખોઈ-૩૦ ભારતીય હવાઈદળ ઉપરાંત ગુજરાત માટે પણ મહત્ત્વપૂર્ણ સાબિત થાય તેમ છે. જામનગર ઉપરાંત ભુજ ખાતે હાલ હવાઈદળનું એરબેઝ અત્યાધુનિક બની રહ્યું છે ત્યારે સુખોઈ-૩૦ વિમાનો અહીં કાયમી ધોરણે તૈનાત રખાશે. ગણતરીની સેકન્ડોમાં ૩૦૦૦ કિલોમીટર છેટે પ્રહાર કરી શકતાં મારકણા સુખોઈ વિમાનોની હાજરીથી પાકિસ્તાનના હવાઈ હુમલા સામે ગુજરાતને રક્ષણાત્મક છત્ર મળશે તેમજ આખું પાકિસ્તાન અને છેક અફઘાનિસ્તાનની પશ્ચિમ સરહદ સુખોઈ-૩૦ની રેન્જમાં આવી જતી હોઈ યુદ્ધના સમયે પાકિસ્તાન હવાઈહુમલાનો વિચાર સુદ્ધાં કરવાનું ટાળશે.

બોક્સઃ ઊડતું શસ્ત્રાગાર
* ૭૩ ફૂટની લંબાઈ અને ૨૧ ફૂટની ઊંચાઈ ધરાવતા સુખોઈ-૩૦ની પાંખોનો ઘેરાવો ૪૮ ફૂટનો છે.
* ૧૮.૫ ટનનું વજન ધરાવતાં સુખોઈ વિમાન મહત્તમ ૭ ટન વજનના શસ્ત્રોનો ભાર લાદીને હવામાં દોટ મૂકી શકે છે. તેની શસ્ત્રવહન ક્ષમતાને લીધે જ તેને ઊડતું શસ્ત્રાગાર (ફ્લાઈંગ આર્ટિલરી) કહેવાય છે.
* ૪૫ જેટલાં એર ટૂ એર મિસાઈલ્સ, ૩૨ એર ટૂ સરફેસ મિસાઈલ્સ, ૨૦ લેસર ગાઈડેડ બોમ્બ અને સિમેન્ટ કોંક્રિટના ભોંયરાને પણ ભેદી શકતાં ૮ ક્લસ્ટર બોમ્બનું વહન કરીને ઊડતું સુખોઈ મહત્તમ ૨૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી શકે છે. તેમજ ૩૦૦૦ કિલોમીટર છેટેના લક્ષ્યાંક પર નિશાન તાકી શકે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સુખોઈ-૩૦ વિમાનનો સોદો મંજુરઃ ભુજ ખાતે સુખોઈની હાજરીથી ગુજરાતને સુખ
ઇરાકમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો ૫૭નાં મોત ઃ ૧૭૬ ઘાયલ
ભારતીય યુવકના હત્યારા ઓસ્ટ્રેલિયન કિશોરને ૧૩ વર્ષની જેલ
અમુક વિદેશીઓને નિવૃત્ત થવાની છૂટ ચીન આપશે
પાક. સંરક્ષણ મંત્રાલયનો ISI અને સૈન્ય પર અંકુશ નથી
યુ.એસ.દ્વારા આઉટસોર્સીંગ અંકુશોની વિચારણાએ આરંભિક નરમાઇ બાદ
સોનામાં તેજી અટકી રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદીમાં પણ ફરી કડાકો
૨૦૧૧માં રૃા. ૩૨,૦૦૦ કરોડના આઈપીઓ માંડી વળાયા
કપાસ-રૃની કિંમતોમાં વધારો થવાની શક્યતા નથી
વિશ્વમાં સ્ટીલના ઉત્પાદન ક્ષમતાનો વપરાશ બે વર્ષના તળિયે
ફિલ્મમાં મલ્લિકા શેરાવતના મેકઅપ પાછળ જ રૃા. ૬૦ લાખનો ખર્ચ કરાશે
સંગીતકાર પ્રીતમ પહેલી જ વાર ધર્મા પ્રોડકશનની ફિલ્મમાં સંગીત આપશે
'મુન્નાભાઈ' સિરીઝની નવી ફિલ્મના કલાકારો યથાવત પણ દિગ્દર્શક બદલાશે
૨૦૧૧ના ફિલ્મી વિવાદો ઃ 'હીરોઇન'ની હીરોઇન ઐશ્વર્યા ગર્ભવતી થઇ અને...
તેંડુલકરને મેલબોર્નમાં ૧૦૦મી સદી ફટકારતો જોવા આતુર છુંઃ શેન વોર્ન
સૌરાષ્ટ્ર અને રેલ્વેની મેચમાં બે દિવસમાં ૩૬ વિકેટ પડી
બ્રેડમેન કરતા તેંડુલકર વધુ મહાન બેટ્સમેન કહી શકાય
હરિયાણાના ૨૦૭ સામે ગુજરાતે ૨૨૮ રન નોંધાવ્યા

પ્રથમ ટેસ્ટ અગાઉ ઝહીરની ફિટનેસ અંગે ભારત ચિંતિત

અનુસૂચિત જનજાતિની યાદીમાં સુધારો કરવા અંગેના બિલને સંસદની મંજૂરી
આદર્શ સોસાયટીનો ગગનચુંબી ગોટાળો ઃ અદાલતી પંચની મુદત છ મહિના લંબાવાઈ
નવા લોકપાલ બિલ મુજબ લોકપાલ અને લોકાયુક્તને વ્યાપક સત્તા
ચાલુ નાણાંકીય વર્ષનો અંદાજીત વિકાસદર ૭.૬ ટકા ઃ રીઝર્વ બેન્ક
ભગવદ્ ગીતા પર રશિયામાં પ્રતિબંધ મૂકવા અંગે મુંબઈના હાઈકોર્ટે આદેશ આપ્યો
બોગસ કલાસ ખોલી વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃતિની રકમ ચાઉં કરી
રાજપીપળા પોસ્ટ ઓફિસ લૂંટવાનો પ્રયાસ ઃ પોલીસ પર ફાયરીંગ
દાહોદમાંં રેગીંગ ઃ વિદ્યાર્થિની અને સમગ્ર કોલેજ સામસામે
ચાલક પર છરાથી હુમલો કરી ૧૦ લાખના દાણા ભરેલી ટ્રકની લૂંટ
જીપ ટેન્કરને ઓવરટેક કરવા જતાં અકસ્માતમાં એકનું મોત
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved