Last Update : 23-Dec-2011,Friday
 
પ્રેમીની લાશ ઝાડ પર લટકતી જોઇ પ્રેમિકાએ કુવામાં ઝંપલાવ્યું

 

ચીખલી તાલુકાના ખેરગામનો ચકચારી બનાવ

સરસિયા ફળિયાના કિશન પટેલનું ફાંસો ખાવાનું કારણ પોલીસને જાણવા મળ્યું નથી ઃ ખરેખર સાચો પ્રેમ આને કહેવાય
ખેરગામ, ગુરૃવાર
સાચો પ્રેમ તે આનું નામ! નજર સામે પોતાનાં પ્રેમીની લાશ ઝાડ પર લટકતી જોઇ પ્રેમિકાએ નજીકમાં આવેલા કુવામાં છલાંગ મારી આપઘાત કરી લીધો હતો. ચીખલી તાલુકાના ખેરગામમાં બનેલા પ્રેમીપંખીડાની આત્મહત્યાના આ બનાવનું કારણ પોલીસને મળી શકયું નથી.
મળતી વિગતો મુજબ ચીખલી તાલુકાના ખેરગામમાં સરસિયા ફળિયામાં રહેતો અને હીરા ઘસવાનું કામ કરતો કિશન જગુભાઇ પટેલ (ઉ.વ. ૨૨)ને એના ઘર નજીક રહેતી જયોતિ રમેશભાઇ પટેલ (ઉ.વ. ૧૯) સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. બંને એકબીજા સાથે ગળાડૂબ પ્રેમમાં પડતાં સાથે જીવવા મરવાનો નિશ્ચય પણ કરી લીધો હતો. જોતજોતામાં તેમના પ્રેમસંબંધની જાણ પરિવારજનોને પણ થઇ ગઇ હતી. કેટલીકવાર જયોતિ કિશનનાં ઘરે પણ આવતી હતી.
દરમિયાન ગતરાત્રે કિશન પોતાના ઘર નજીક આવેલા બ્રહ્મદેવ મંદિરની પાછળનાં ખેતરમાં પહોંચી ગયો હતો. બાદમાં તેણે ખેતરમાં આવેલા ધામણાના ઝાડ સાથે નાયલોનની દોરી વડે ફાંસો ખાઇ લીધો હતો. આજે વહેલી સવારે ૭-૩૦ વાગ્યે જયોતિ કિશનને શોધતી શોધતી આ ખેતરમાં પહોંચી ગઇ હતી. જયાં ફાંસો ખાધેલી હાલતમાં કિશનની લાશ ઝાડ પર લટકતી જોતાં તેના મોંમાંથી ચીસ નીકળી ગઇ હતી. બાદમાં પ્રેમીનાં વિરહથી કંઇપણ વિચાર્યા વિના તે ઝાડથી ૫૦ મીટરનાં અંતરે આવેલા કુવામાં કુદી પડી હતી.
આજે બપોરે નજીકમાં રહેતા લોકો ખેતરમાં ઘાસચારો કાપવા આવ્યા હતા. તેમણે કિશનની લાશ જોયા બાદ જયોતિની ચીસના અવાજ આધારે શોધખોળ કરરતા જયોતિની લાશ કુવામાંથી મળી આવી હતી. પીએસઆઇ આર.વી. ઠાકોરે ઘટનાસ્થળે પહોંચી બનાવ અંગે પૂછપરછ શરૃ કરી હતી પરંતુ આત્મહત્યાનું કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું.

પ્રેમીપંખીડાની આત્મહત્યા માટે
પરિવારનો વિરોધ કે બંને વચ્ચેનો ઝઘડો કારણભૂત હોવાની ચર્ચા
જયોતિ કોઇક વાતથી વાકેફ હોવાથી જ સવારે પ્રેમી કિશનને શોધવા માટે ખેતરમાં પહોંચી ગઇ હતી
ખેરગામ, ગુરૃવાર
આત્મહત્યાનાં આ બનાવમાં લગ્ન અંગે પરિવારનો ઇન્કાર અથવા રાત્રિ દરમિયાન આ પ્રેમીપંખીડા વચ્ચે ઝઘડો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
કિશન અને જયોતિ એકમેકને અનહદ પ્રેમ કરતા હતા, એમાં બેમત નથી પરંતુ એમનાં પ્રેમમાં તેમનો પરિવાર આડખીલીરૃપ બનતો હોવાની શંકા પોલીસ દ્વારા વ્યકત કરાઇ હતી. ગઇરાત્રે જે પણ બન્યું તેનાથી જયોતિ વાકેફ હોવાના કારણે જ આજે વહેલી સવારે તે કિશનને શોધતાં શોધતાં ખેતરમાં પહોંચી ગઇ હતી. કદાચ એમની વચ્ચે રાત્રે ઝઘડો થયો હોય અને કિશને આપઘાતનું અંતિમ પગલું ભરવાની ચીમકી આપી હશે એવી અટકળો પણ વહેતી થઇ છે પરંતુ આ તમામ અટકળો પર બંનેના મોતથી પરદો પડી ગયો છે.

 

 
 
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સુખોઈ-૩૦ વિમાનનો સોદો મંજુરઃ ભુજ ખાતે સુખોઈની હાજરીથી ગુજરાતને સુખ
ઇરાકમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો ૫૭નાં મોત ઃ ૧૭૬ ઘાયલ
ભારતીય યુવકના હત્યારા ઓસ્ટ્રેલિયન કિશોરને ૧૩ વર્ષની જેલ
અમુક વિદેશીઓને નિવૃત્ત થવાની છૂટ ચીન આપશે
પાક. સંરક્ષણ મંત્રાલયનો ISI અને સૈન્ય પર અંકુશ નથી
યુ.એસ.દ્વારા આઉટસોર્સીંગ અંકુશોની વિચારણાએ આરંભિક નરમાઇ બાદ
સોનામાં તેજી અટકી રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદીમાં પણ ફરી કડાકો
૨૦૧૧માં રૃા. ૩૨,૦૦૦ કરોડના આઈપીઓ માંડી વળાયા
કપાસ-રૃની કિંમતોમાં વધારો થવાની શક્યતા નથી
વિશ્વમાં સ્ટીલના ઉત્પાદન ક્ષમતાનો વપરાશ બે વર્ષના તળિયે
ફિલ્મમાં મલ્લિકા શેરાવતના મેકઅપ પાછળ જ રૃા. ૬૦ લાખનો ખર્ચ કરાશે
સંગીતકાર પ્રીતમ પહેલી જ વાર ધર્મા પ્રોડકશનની ફિલ્મમાં સંગીત આપશે
'મુન્નાભાઈ' સિરીઝની નવી ફિલ્મના કલાકારો યથાવત પણ દિગ્દર્શક બદલાશે
૨૦૧૧ના ફિલ્મી વિવાદો ઃ 'હીરોઇન'ની હીરોઇન ઐશ્વર્યા ગર્ભવતી થઇ અને...
તેંડુલકરને મેલબોર્નમાં ૧૦૦મી સદી ફટકારતો જોવા આતુર છુંઃ શેન વોર્ન
સૌરાષ્ટ્ર અને રેલ્વેની મેચમાં બે દિવસમાં ૩૬ વિકેટ પડી
બ્રેડમેન કરતા તેંડુલકર વધુ મહાન બેટ્સમેન કહી શકાય
હરિયાણાના ૨૦૭ સામે ગુજરાતે ૨૨૮ રન નોંધાવ્યા

પ્રથમ ટેસ્ટ અગાઉ ઝહીરની ફિટનેસ અંગે ભારત ચિંતિત

અનુસૂચિત જનજાતિની યાદીમાં સુધારો કરવા અંગેના બિલને સંસદની મંજૂરી
આદર્શ સોસાયટીનો ગગનચુંબી ગોટાળો ઃ અદાલતી પંચની મુદત છ મહિના લંબાવાઈ
નવા લોકપાલ બિલ મુજબ લોકપાલ અને લોકાયુક્તને વ્યાપક સત્તા
ચાલુ નાણાંકીય વર્ષનો અંદાજીત વિકાસદર ૭.૬ ટકા ઃ રીઝર્વ બેન્ક
ભગવદ્ ગીતા પર રશિયામાં પ્રતિબંધ મૂકવા અંગે મુંબઈના હાઈકોર્ટે આદેશ આપ્યો
બોગસ કલાસ ખોલી વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃતિની રકમ ચાઉં કરી
રાજપીપળા પોસ્ટ ઓફિસ લૂંટવાનો પ્રયાસ ઃ પોલીસ પર ફાયરીંગ
દાહોદમાંં રેગીંગ ઃ વિદ્યાર્થિની અને સમગ્ર કોલેજ સામસામે
ચાલક પર છરાથી હુમલો કરી ૧૦ લાખના દાણા ભરેલી ટ્રકની લૂંટ
જીપ ટેન્કરને ઓવરટેક કરવા જતાં અકસ્માતમાં એકનું મોત
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved