Last Update : 23-Dec-2011,Friday
 
ક્રેડીટ કાર્ડ ધારક ગ્રાહકની જાણ બહાર
વીમા પોલીસીનું પ્રિમીયમ ઉધારી પઠાણી ઉઘરાણી કરનાર કંપનીને વળતરનો હુકમ
 
ગ્રાહકે ક્રેડીટ કાર્ડ કાર્ડ કેન્સલ કરાવ્યું હોવા છતાં વારંવાર રૃ.૨૦ હજારનું બીલ માટે પરેશાન કરાતા ગ્રાહક કોર્ટમાં ધા નાખી હતી
(પ્રતિનિધિ દ્વારા) સુરત
ક્રેડીટ કાર્ડની સુવિધા મેળવનાર ગ્રાહકની જાણ બહાર જ વીમા પોલીસી ઉતારીને ખોટી રીતે પ્રિમીયમ ઉધારીને વારંવાર લેણાં નાણાં માટે પઠાણી ઉઘરાણી કરી ગ્રાહકને હેરાન પરેશાન કરી નાખી ગ્રાહક સેવામાં ખામી બદલ જીઈ એસબીઆઈ ક્રેડીટ કાર્ડ સર્વિસ લિ.ને રૃ.૨ હજાર ચુકવી આપવા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ એ.આર.પટેલે હુકમ કર્યો હતો.વધુમાં ગ્રાહકને મોકલવામાં આવેલું બીલ ગેરકાયદેસર હોવાનું કોર્ટે જાહેર કર્યું હતુ.
વેડરોડ સ્થિત કેશવપાર્ક સોસાયટીમાં રહેતા ફરિયાદી ભરત જે.પંચાલે પોતાના તથા પત્નીના નામે જીઈ એસબીઆઈ ક્રેડીટ કાર્ડની સુવિધા મેળવી હતી.જેના પર ખરીદીના તમામ બિલોનું નિયમિત પેમેન્ટ કરતા હતા.ત્યાર બાદ ક્રેડીટ કાર્ડ સુવિધા આપનાર કંપની દ્વારા તા.૨૯-૩-૦૬ના રોજ માર્ચ માસનું બીલ ફરિયાદીને મોકલ્યું હતુ.જેમાં ફરિયાદીની સંમતિ લીધા વિના ફરિયાદીના નામે વીમાની પોલીસી ઉતારીને પ્રિમિયમની રકમ ઉધારવામાં આવી હતી.
આથી ફરિયાદી ભરત પંચાલે કંપનીની બ્રાંચ ઓફિસમાં પોતાની જાણકારી કે સમંતિ વિના ઉતારવામાં આવેલી વીમા પોલીસીના પ્રિમીયમની રકમ વિરુધ્ધ વાંધો ઉઠાવી ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદી ક્રેડીટ કાર્ડ ધારકે તા.૨૮-૩-૦૬ના રોજ વીમા પ્રિમીયમની રકમ સિવાયની ખરીદેલી માલની કિંમત રૃ.૨૫૦નું બીલ ભરી દીધું હતુ.ત્યારબાદ ક્રેડીટ કાર્ડની સુવિધાની દુવિધાથી કંટાળીને ફરિયાદીને તા.૬-૪-૦૬ના રોજ ક્રેડીટ કાર્ડ કેન્સલ કરાવીને કંપનીને આ અંગેની લેખિત જાણ કરી ડ્રોપ બોક્સમાં નાખી હતી.
પરંતુ ક્રેડીટ કાર્ડ કેન્સલ કરાવવા છતાં ત્યારબાદ પણ કંપની તરફથી ફરિયાદીની ઓફિસમાં બાકી બીલની રકમ રૃ.૨૦ હજાર ભરી જવા માટે વારંવાર ફોન આવતા હતા.એટલું પણ ઓછું હોય તેમ કંપની તરફથી બાકી બીલ અંગે લોક અદાલતની કાનુની નોટીસ પણ મોકલવામાં આવી હતી.જેથી ફરિયાદીએ પોતાની લેણી તમામ રકમો ચુકવી આપી હોવા અંગેની કંપનીની તમામ રસીદો બતાવવા છતાં ખોટી રીતે રૃ.૨૦ હજારના લેણાં અંગે વારંવાર તંગ કરનાર કંપનીની નીતિથી હેરાન પરેશાન થઈ ગયા હતા.
આથી વારંવાર માનસિક ત્રાસ આપી લેણાં ન હોવા છતાં લેણાં ચુકવવા પઠાણી ઉઘારણી કરનાર કંપની વિરુધ્ધ ફરિયાદી ભરત પંચાલે મુકેશ રાઠોડ તથા ભર ઉમરીગર મારફતે ગ્રાહક કોર્ટમાં ધા નાખી હતી.જેની સુનાવણી દરમિયાન ફરિયાદી તરફે જણાવવામાં આવ્યું હતું કે ક્રેડીટ કાર્ડ કેન્સલ કરાવ્યા બાદ પણ ખોટી રીતે કંપની દ્વારા બાકી લેણાંનુ બીલ મોકલીને વારંવાર તંગ કરીને ગ્રાહક સેવામાં બેદરકારી દાખવી છે.જેથી બીલને ગેરકાયદે ઠેરવીને રૃ.૫ લાખ શારીરિક માનસિક ત્રાસ બદલ વળતર વસુલ અપાવવા માંગ કરી હતી.જેને ગ્રાહક કોર્ટે રેકર્ડ પરના પુરાવાને લક્ષમાં લઈને ક્રેડીટ કાર્ડની સુવિધાથી પરેશાન ગ્રાહકની ફરિયાદ મંજુર કરી ક્રેડીટ કાર્ડ કંપની દ્વારા મોકલવામાં આવેલા રૃ.૨૦ હજારના બીલને ગેરકાયદે જાહેર કર્યું હતુ.જ્યારે ફરિયાદીને હાલાકી વેઠવા બદલ રૃ.૨ હજાર ચુકવી આપવા જીઈ એસબીઆઈ ક્રેડીટ કંપનીને આદેશ આપ્યો હતો.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સુખોઈ-૩૦ વિમાનનો સોદો મંજુરઃ ભુજ ખાતે સુખોઈની હાજરીથી ગુજરાતને સુખ
ઇરાકમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો ૫૭નાં મોત ઃ ૧૭૬ ઘાયલ
ભારતીય યુવકના હત્યારા ઓસ્ટ્રેલિયન કિશોરને ૧૩ વર્ષની જેલ
અમુક વિદેશીઓને નિવૃત્ત થવાની છૂટ ચીન આપશે
પાક. સંરક્ષણ મંત્રાલયનો ISI અને સૈન્ય પર અંકુશ નથી
યુ.એસ.દ્વારા આઉટસોર્સીંગ અંકુશોની વિચારણાએ આરંભિક નરમાઇ બાદ
સોનામાં તેજી અટકી રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદીમાં પણ ફરી કડાકો
૨૦૧૧માં રૃા. ૩૨,૦૦૦ કરોડના આઈપીઓ માંડી વળાયા
કપાસ-રૃની કિંમતોમાં વધારો થવાની શક્યતા નથી
વિશ્વમાં સ્ટીલના ઉત્પાદન ક્ષમતાનો વપરાશ બે વર્ષના તળિયે
ફિલ્મમાં મલ્લિકા શેરાવતના મેકઅપ પાછળ જ રૃા. ૬૦ લાખનો ખર્ચ કરાશે
સંગીતકાર પ્રીતમ પહેલી જ વાર ધર્મા પ્રોડકશનની ફિલ્મમાં સંગીત આપશે
'મુન્નાભાઈ' સિરીઝની નવી ફિલ્મના કલાકારો યથાવત પણ દિગ્દર્શક બદલાશે
૨૦૧૧ના ફિલ્મી વિવાદો ઃ 'હીરોઇન'ની હીરોઇન ઐશ્વર્યા ગર્ભવતી થઇ અને...
તેંડુલકરને મેલબોર્નમાં ૧૦૦મી સદી ફટકારતો જોવા આતુર છુંઃ શેન વોર્ન
સૌરાષ્ટ્ર અને રેલ્વેની મેચમાં બે દિવસમાં ૩૬ વિકેટ પડી
બ્રેડમેન કરતા તેંડુલકર વધુ મહાન બેટ્સમેન કહી શકાય
હરિયાણાના ૨૦૭ સામે ગુજરાતે ૨૨૮ રન નોંધાવ્યા

પ્રથમ ટેસ્ટ અગાઉ ઝહીરની ફિટનેસ અંગે ભારત ચિંતિત

અનુસૂચિત જનજાતિની યાદીમાં સુધારો કરવા અંગેના બિલને સંસદની મંજૂરી
આદર્શ સોસાયટીનો ગગનચુંબી ગોટાળો ઃ અદાલતી પંચની મુદત છ મહિના લંબાવાઈ
નવા લોકપાલ બિલ મુજબ લોકપાલ અને લોકાયુક્તને વ્યાપક સત્તા
ચાલુ નાણાંકીય વર્ષનો અંદાજીત વિકાસદર ૭.૬ ટકા ઃ રીઝર્વ બેન્ક
ભગવદ્ ગીતા પર રશિયામાં પ્રતિબંધ મૂકવા અંગે મુંબઈના હાઈકોર્ટે આદેશ આપ્યો
બોગસ કલાસ ખોલી વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃતિની રકમ ચાઉં કરી
રાજપીપળા પોસ્ટ ઓફિસ લૂંટવાનો પ્રયાસ ઃ પોલીસ પર ફાયરીંગ
દાહોદમાંં રેગીંગ ઃ વિદ્યાર્થિની અને સમગ્ર કોલેજ સામસામે
ચાલક પર છરાથી હુમલો કરી ૧૦ લાખના દાણા ભરેલી ટ્રકની લૂંટ
જીપ ટેન્કરને ઓવરટેક કરવા જતાં અકસ્માતમાં એકનું મોત
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved