Last Update : 23-Dec-2011,Friday
 

રાજકોટમાં મુખ્યમંત્રીના ઉપવાસમાં બે હજાર સુરક્ષા જવાનોનો બંદોબસ્ત

 
તા. ૨૬મીએ શહેર પોલીસ છાવણીમાં તબદીલ થશે

રાજકોટ, ગુરૃવાર
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તા. ૨૬મીએ મુખ્યમંત્રીના યોજાનાર સદ્દભાવના ઉપવાસના કાર્યક્રમમાં પોલીસ અને એસ.આર.પી.ની જડબેસલાખ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બીજા જીલ્લાઓમાંથી એક હજાર અને સ્થાનિક એક હજાર મળી ૨ હજાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો બંદોબસ્તમાં ઉપયોગ કરાશે. મુખ્યમંત્રી સાથે સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત સુરક્ષા કર્મીઓને ફરજીયાત ઉપવાસ ન કરવા પડે તે માટે ફુડ પેકેટસની વ્યવસ્થા કરવામાં આવી છે.
સુરક્ષામાં તહેનાત સ્ટાફને ફરજીયાત ઉપવાસ ન કરવા પડે તે માટે ફુડ પેકેટસની વ્યવસ્થા કરાઇ
બંદોબસ્ત માટે બીજા જીલ્લાઓમાંથી ૧ આઇજીપી, ૪ એસપી, ૮ ડીવાયએસપી, ૩૭ પીઆઇ, ૬૪ પીએસઆઇ, ૫૯૦ એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ, ૧૬૭ મહિલા પોલીસ કર્મીઓ, એસઆરપીની ૧ કંપની મંગાવવામાં આવી છે. જયારે સ્થાનિક કક્ષાએથી એડીશનલ ડીજીપી રેન્કના પોલીસ કમિશ્નર, ડીસીપી, ચારેય એસીપી, ૧૦ પીઆઇ, ૪૫ પીએસઆઇ, ૧૦૫ એએસઆઇ, ૧૫૪ હેડ કોન્સ્ટેબલ, ૪૧૫ પોલીસ કોન્સ્ટેબલ, ૭૬ લોકરક્ષક દળના જવાનો, ૧ મહિલા પીએસઆઇ, ૨ એએસઆઇ, ૮ હેડ કોન્સ્ટેબલ અને ૨ કોન્સ્ટેબલ બંદોબસ્તમાં તહેનાત રહેશે.
આ ઉપરાંત પોલીસ કમિશ્નર, ડીસીપીના સ્ટ્રાઇકીંગ ફોર્સની પણ રચના કરવામાં આવી છે. કવિક રિએકશન ટીમની મદદ લેવાઇ છે. બોંબ ડિસ્પોઝલ સ્કવોડ પણ ખડેપગે રહેશે.
છેલ્લાં ઘણાં દિવસોથી પોલીસ અધિકારીઓ અને સ્ટાફ બંદોબસ્ત ગોઠવવામાં વ્યસ્ત છે. કયાંય કચાશ ન રહી જાય તે માટે પોલીસ તંત્ર ઉંધા માથે થઇ ગયું છે. તા. ૨૬મીએ વહેલી સવારથી લઇ રાત સુધી એમ ઘણાં કલાકો સુધી એકધારો બંદોબસ્ત ચાલવાનો છે જે પોલીસ માટે થકવી દેનારો સાબીત થાય તે નિશ્ચિત છે. બંદોબસ્ત પહેલાંની કવાયત પણ પોલીસ તંત્ર માટે થકવી દેનારી સાબીત થઇ રહી છે. બંદોબસ્ત પહેલાં તા. ૨૪ અને તા. ૨૫ સતત રિહર્સલ થવાના છે. સદ્દભાવનાના કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીનો હેમુ ગઢવી હોલમાં અધિકારીઓ અને કાર્યકરો સાથે મિટીંગ યોજાશે જેથી હેમુ ગઢવી હોલ આસપાસ પણ જડબેસલાખ સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરાયુ છે.
ત્યારબાદ મુખ્યમંત્રી સરકીટ હાઉસ થોડો સમય રોકાવાના હોવાથી ત્યાં પણ પોલીસની ફોજ ખડકી દેવામાં આવશે.
મુખ્યમંત્રી મોદી ઝેડપ્લસ સુરક્ષા કવચ ધરાવતા હોવાથી તેમના કાર્યક્રમોનો બંદોબસ્ત પોલીસ તંત્ર માટે આમપણ ચિંતાનો વિષય હોય છે જયારે તા. ૨૬મીએ આખો દિવસ કાર્યક્રમ હોવાથી પોલીસની ચિંતા અને કસરત બેવડાઇ ગઇ છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સુખોઈ-૩૦ વિમાનનો સોદો મંજુરઃ ભુજ ખાતે સુખોઈની હાજરીથી ગુજરાતને સુખ
ઇરાકમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો ૫૭નાં મોત ઃ ૧૭૬ ઘાયલ
ભારતીય યુવકના હત્યારા ઓસ્ટ્રેલિયન કિશોરને ૧૩ વર્ષની જેલ
અમુક વિદેશીઓને નિવૃત્ત થવાની છૂટ ચીન આપશે
પાક. સંરક્ષણ મંત્રાલયનો ISI અને સૈન્ય પર અંકુશ નથી
યુ.એસ.દ્વારા આઉટસોર્સીંગ અંકુશોની વિચારણાએ આરંભિક નરમાઇ બાદ
સોનામાં તેજી અટકી રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદીમાં પણ ફરી કડાકો
૨૦૧૧માં રૃા. ૩૨,૦૦૦ કરોડના આઈપીઓ માંડી વળાયા
કપાસ-રૃની કિંમતોમાં વધારો થવાની શક્યતા નથી
વિશ્વમાં સ્ટીલના ઉત્પાદન ક્ષમતાનો વપરાશ બે વર્ષના તળિયે
ફિલ્મમાં મલ્લિકા શેરાવતના મેકઅપ પાછળ જ રૃા. ૬૦ લાખનો ખર્ચ કરાશે
સંગીતકાર પ્રીતમ પહેલી જ વાર ધર્મા પ્રોડકશનની ફિલ્મમાં સંગીત આપશે
'મુન્નાભાઈ' સિરીઝની નવી ફિલ્મના કલાકારો યથાવત પણ દિગ્દર્શક બદલાશે
૨૦૧૧ના ફિલ્મી વિવાદો ઃ 'હીરોઇન'ની હીરોઇન ઐશ્વર્યા ગર્ભવતી થઇ અને...
તેંડુલકરને મેલબોર્નમાં ૧૦૦મી સદી ફટકારતો જોવા આતુર છુંઃ શેન વોર્ન
સૌરાષ્ટ્ર અને રેલ્વેની મેચમાં બે દિવસમાં ૩૬ વિકેટ પડી
બ્રેડમેન કરતા તેંડુલકર વધુ મહાન બેટ્સમેન કહી શકાય
હરિયાણાના ૨૦૭ સામે ગુજરાતે ૨૨૮ રન નોંધાવ્યા

પ્રથમ ટેસ્ટ અગાઉ ઝહીરની ફિટનેસ અંગે ભારત ચિંતિત

અનુસૂચિત જનજાતિની યાદીમાં સુધારો કરવા અંગેના બિલને સંસદની મંજૂરી
આદર્શ સોસાયટીનો ગગનચુંબી ગોટાળો ઃ અદાલતી પંચની મુદત છ મહિના લંબાવાઈ
નવા લોકપાલ બિલ મુજબ લોકપાલ અને લોકાયુક્તને વ્યાપક સત્તા
ચાલુ નાણાંકીય વર્ષનો અંદાજીત વિકાસદર ૭.૬ ટકા ઃ રીઝર્વ બેન્ક
ભગવદ્ ગીતા પર રશિયામાં પ્રતિબંધ મૂકવા અંગે મુંબઈના હાઈકોર્ટે આદેશ આપ્યો
બોગસ કલાસ ખોલી વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃતિની રકમ ચાઉં કરી
રાજપીપળા પોસ્ટ ઓફિસ લૂંટવાનો પ્રયાસ ઃ પોલીસ પર ફાયરીંગ
દાહોદમાંં રેગીંગ ઃ વિદ્યાર્થિની અને સમગ્ર કોલેજ સામસામે
ચાલક પર છરાથી હુમલો કરી ૧૦ લાખના દાણા ભરેલી ટ્રકની લૂંટ
જીપ ટેન્કરને ઓવરટેક કરવા જતાં અકસ્માતમાં એકનું મોત
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved