Last Update : 23-Dec-2011,Friday
 
સિંગતેલમાં બેકાબુ તેજી છૂટક ૧ કિલોના રૃા. ૧૦૭
 
રાજકોટ, ગુરૃવાર
મગફળીની આવકોના દિવસોમાં જ સિંગતેલમાં બેકાબુ તેજી ભભૂકી ઉઠી છે. રાજકોટ સિંગતેલમાં ડબ્બે વધુ રૃા. ૩૦ના ઉછાળાએ નવા ટીનના રૃા. ૧૬૨૫થી ૧૬૩૦ અને છુટક ૧ કિલોના રૃા. ૧૦૭ના ભાવ બોલાઇ ગયા હતાં.
રાજકોટ સિંગતેલમાં ડબ્બે વધુ રૃા. ૩૦ વધી નવા ડબ્બાના રૃા. ૧૬૨૫થી ૧૬૩૦ના ભાવઃ બેફામ ભેળસેળ
સીંગદાણામાં નિકાસી માંગ રહેતાં મગફળીનો જથ્થો દાણાવાળા ચાઉં કરી જતાં હોવાથી પિલાણ માટે કાચા માલની તંગી રહી છે. કેશોદ બાજુ સીંગદાણામાં ટન દીઠ વધુ રૃા. ૧૦૦૦ વધી ૫૦થી ૬૦ કાઉન્ટના રૃા. ૫૭૫૦૦, અને ૪૦થી ૫૦ કાઉન્ટના રૃા. ૫૯૦૦૦ના ભાવ રહ્યા હતાં. છેલ્લાં એક મહિનામાં સૌરાષ્ટ્રમાંથી સીંગદાણાનો મોટો જથ્થો પરપ્રાંત અને વિદેશોમાં ઢસડાઇ જતાં ઘરઆંગણે સીંગદાણાં મોંઘા બન્યા છે.
સીંગતેલના ભાવ આસમાને પહોંચતાં તેલમિલરો દ્વારા સિંગતેલમાં અન્ય સસ્તા તેલનું મિલાવટ થઇ રહ્યું છે. પુરા પૈસા દેવા છતાં ગ્રાહકોને શુદ્ધ સિંગતેલ મળતું નથી. સૌરાષ્ટ્રમાં પાંચ-સાત બ્રાન્ડવાળાઓ સિંગતેલ લુઝમાં છાપાછાપી કરી ભાવ ભડકાવી રહ્યા છે. જામનગર બાજુ સિંગતેલ લુઝ ૧૦ કિલોમાં રૃા. ૧૦૦૦ના ભાવે કામ થયા હતાં આમ દિન-પ્રતિદિન સીંગતેલના ભાવમાં વધારો થતાં ઉપભોકતા વર્ગ ભાવ હજુ વધશે તો તેવી બીકે લેવા દોડયો છે. તેલના ભાવના પ્રમાણમાં મગફળીના ભાવમાં ખાસ વધારો થયો ન હોવાનું ખેડૂત વર્ગનું કહેવું છે. મિલ પહોંચ મગફળીના રૃા. ૧૪૭૦૦ અને મગફળી જાડીના રૃા. ૧૬૭૦૦થી ૧૭૦૦૦ના ભાવ રહ્યા છે. આમ તેલમિલરોની મિલીભગતના કારણે ખેડૂતો અને ખાનાર વર્ગ બંને લૂંટાઇ રહ્યા છે.
સિંગતેલમાં બેફામ બેરોકટોક તેજી ભભુકી ઉઠી છે છતાં પુરવઠા તંત્ર તરફથી કોઇ આકરા પગલાં કે સીંગદાણા- મગફળીના સ્ટોક અંગે તપાસ થતી ન હોય મિલરોને કૃત્રિમ ભાવ વધારવાનો જાણે છુટો દોર મળી ગયો છે.
એક વાત એવી પણ ચર્ચાઇ રહી છે કે ચાયનામાં આગામી તા. ૧૦ જાન્યુઆરી સુધી રજાનો માહોલ હોય સીંગદાણાની ખરીદી ઠપ્પ થઇ ગઇ છે. આ દિવસોમાં માલ મોકલાય તો પેમેન્ટ મોડુ મળે તેમ હોય સીંગદાણામાં નિકાસી કામ પર બ્રેક લાગી છે. સીંગદાણામાં ખરીદી ઘટતાં સીંગતેલમાં પણ તેજીને બ્રેક લાગે તેવી સંભાવના રહી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સુખોઈ-૩૦ વિમાનનો સોદો મંજુરઃ ભુજ ખાતે સુખોઈની હાજરીથી ગુજરાતને સુખ
ઇરાકમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો ૫૭નાં મોત ઃ ૧૭૬ ઘાયલ
ભારતીય યુવકના હત્યારા ઓસ્ટ્રેલિયન કિશોરને ૧૩ વર્ષની જેલ
અમુક વિદેશીઓને નિવૃત્ત થવાની છૂટ ચીન આપશે
પાક. સંરક્ષણ મંત્રાલયનો ISI અને સૈન્ય પર અંકુશ નથી
યુ.એસ.દ્વારા આઉટસોર્સીંગ અંકુશોની વિચારણાએ આરંભિક નરમાઇ બાદ
સોનામાં તેજી અટકી રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદીમાં પણ ફરી કડાકો
૨૦૧૧માં રૃા. ૩૨,૦૦૦ કરોડના આઈપીઓ માંડી વળાયા
કપાસ-રૃની કિંમતોમાં વધારો થવાની શક્યતા નથી
વિશ્વમાં સ્ટીલના ઉત્પાદન ક્ષમતાનો વપરાશ બે વર્ષના તળિયે
ફિલ્મમાં મલ્લિકા શેરાવતના મેકઅપ પાછળ જ રૃા. ૬૦ લાખનો ખર્ચ કરાશે
સંગીતકાર પ્રીતમ પહેલી જ વાર ધર્મા પ્રોડકશનની ફિલ્મમાં સંગીત આપશે
'મુન્નાભાઈ' સિરીઝની નવી ફિલ્મના કલાકારો યથાવત પણ દિગ્દર્શક બદલાશે
૨૦૧૧ના ફિલ્મી વિવાદો ઃ 'હીરોઇન'ની હીરોઇન ઐશ્વર્યા ગર્ભવતી થઇ અને...
તેંડુલકરને મેલબોર્નમાં ૧૦૦મી સદી ફટકારતો જોવા આતુર છુંઃ શેન વોર્ન
સૌરાષ્ટ્ર અને રેલ્વેની મેચમાં બે દિવસમાં ૩૬ વિકેટ પડી
બ્રેડમેન કરતા તેંડુલકર વધુ મહાન બેટ્સમેન કહી શકાય
હરિયાણાના ૨૦૭ સામે ગુજરાતે ૨૨૮ રન નોંધાવ્યા

પ્રથમ ટેસ્ટ અગાઉ ઝહીરની ફિટનેસ અંગે ભારત ચિંતિત

અનુસૂચિત જનજાતિની યાદીમાં સુધારો કરવા અંગેના બિલને સંસદની મંજૂરી
આદર્શ સોસાયટીનો ગગનચુંબી ગોટાળો ઃ અદાલતી પંચની મુદત છ મહિના લંબાવાઈ
નવા લોકપાલ બિલ મુજબ લોકપાલ અને લોકાયુક્તને વ્યાપક સત્તા
ચાલુ નાણાંકીય વર્ષનો અંદાજીત વિકાસદર ૭.૬ ટકા ઃ રીઝર્વ બેન્ક
ભગવદ્ ગીતા પર રશિયામાં પ્રતિબંધ મૂકવા અંગે મુંબઈના હાઈકોર્ટે આદેશ આપ્યો
બોગસ કલાસ ખોલી વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃતિની રકમ ચાઉં કરી
રાજપીપળા પોસ્ટ ઓફિસ લૂંટવાનો પ્રયાસ ઃ પોલીસ પર ફાયરીંગ
દાહોદમાંં રેગીંગ ઃ વિદ્યાર્થિની અને સમગ્ર કોલેજ સામસામે
ચાલક પર છરાથી હુમલો કરી ૧૦ લાખના દાણા ભરેલી ટ્રકની લૂંટ
જીપ ટેન્કરને ઓવરટેક કરવા જતાં અકસ્માતમાં એકનું મોત
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved