Last Update : 23-Dec-2011,Friday
 
ખેડા જિલ્લામાં રવી પાક માટે વાવણી પછી
કંટાળેલા ખેડૂતો પાસેથી ખાતરના વધુ ભાવ પડાવવાનું કાવતરું
 

નડિયાદ, તા. ૨૨
રવિમોસમમાં ખેડૂતોએ વાવણી શરૃ કરતાની સાથે જ ખેડા જિલ્લામાં ડીએપી જેવા રાસાયણિક ખાતરની કોથળીઓ કાળા બજારમાં વેચાતી હોવાની ફરિયાદ ઉઠી છે. યુક્તિ-પ્રયુક્તિથી ખાતરની કૃત્રિમ અછત ઉભી કરાતી હોવાથી નડિયાદ,માતર તથા ઠાસરા તાલુકા સહિત અન્ય સ્થળોએ આવેલા નાના-મોટા ડેપો અને સંઘની ઓફિસો પર ખેડૂતોની લાંબી લાઈનો લાગે છે. આખરે કંટાળેલા ખેડૂતો પાસેથી ખાતરની થેલી દીઠ રૃ.૨૫૦થી ૩૦૦ વધારે પડાવી લેવામાં આવે છે. છેલ્લા એક માસથી ચાલતા ખાતરના આ કાળાબજાર સામે ખેતીવાડી અધિકારી સહિતના લાગતા-વળગતા સત્તાધીશો આંખ આડા કાન કરી રહ્યા છે.
કૃત્રિમ અછત ઉભી કરી ખાતર ડેપોવાળા ગરજવાન ખેડૂતોને સરેઆમ લૂંટે છે
દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શિયાળાની આ મોસમમાં ખેડા જિલ્લામાં કિસાનો ધ્વારા ઘઉં, તમાકુ તથા શાકભાજી સહિતના અન્ય ખેતીપાકોનું વાવેતર કર્યુ છે. સમગ્ર જિલ્લામાં હજારો હેક્ટર જમીનમાં જુદા-જુદા પાકોનું વાવેતર કરાયું છે, ત્યારે ખેડૂતોની ગરજનો ગેરલાભ ઉઠાવી ડી.એ.પી.એ.એસ. પી.તથા પોટાશ જેવા રાસાયણિક ખાતરના ભાવોમાં કમરતોડ વધારો કરી કિસાનોની લૂંટ ચલાવવામાં આવી રહી છે. મહોળેલ (તા.નડિયાદ)ના ગોપાલભાઈ દરબારના જણાવ્યાનુસાર ખાતરના ડેપોવાળાઓ રૃ.૬૫૦/-ની થેલીના ૯૦૦/- રૃપિયાની માગણી કરે છે. થેલી પર છાપેલી કિંમત કરતા વધુ રૃપિયા પડાવાતા હોવાથી ખાતરના ડેપોવાળા અને સંઘના માલિકો ખેડૂતોને બિલ પર આપતા નથી. મહોળેલ પંથકના ખાતરના ચાલતા આવા કાળાબજારમાં માંધરોલી, સોડપુર તથા સણલી વગેરે ગામોનો ખેડૂતો લૂંટાય છે.બીજી બાજુ નડિયાદ તાલુકાના મિત્રાલ, પીપળાતા,પીપલડી,પીજ આખડોલ તથા વલેટવા વગેરે જેવા ગામોમાં ખેડૂતોને રાસાયણિક ખાતરની સાથે મલ્ટીમેક્સ જેવા જંતુનાશક દવાની કોથળીઓ ફરજિયાત બઝાડવામાં આવે છે. આ પાવડરના વધુ પૈસા પડાવી કિસાનોને લૂંટવામાં આવે છે. આ જ રીતે માતર અને ઠાસરા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ખાતર તેમજ સંઘના સંચાલકો ધ્વારા વિવિધ કિમીયા અજમાવી ખેડૂતોની લુંટ ચલાવી રહ્યા છે. જગતનો તાતલાચાર બન્યો છે. જ્યારે લાગતા-વળગતા સત્તાધીશો ઘટતી કાર્યવાહી કરવાના બદલે મૌન બની તમાશો જુએ છે. તેથી ખેડૂત આલમમાં રોષ વ્યપ્યો છે.

ખાતર ડેપોવાળાઓનાં
લાઈસન્સ રદ કરો
નડિયાદ,તા.૨૨
મિત્રાલના નઝીરભાઈએ જણાવ્યું હતું. કે શિયાળાની વાવેતર કરતા ખેડૂતોને લૂંટાતા બચાવવાની જવાબદારી ખેતીવાડી વિભાગની છે. ખેડૂતો પાસેથી વધુ પૈસા પડાવતા ખાતરવાળાઓના લાયસન્સ રદ કરવા સુધીની નિયમોમાં જોગવાઈ છે. પરંતુ ડેપોના અને સંઘના સંચાલકો સાથે ખેતીવાડીના અધિકારીઓની મિલીભગત હોવાથી કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી.

૨૬મીએ બેઠક બોલાવી છે
ખેતીવાડી અધિકારી
નડિયાદ, તા. ૨૨
આ સમસ્યાના નિવારણ માટે નડિયાદ સરદાર ભવનમાં આવેલી અમારી ઓફિસમાં તા.૨૬મીને સોમવારે ફર્ટિલાઈઝરવાળાઓની એક બેઠક બોલાવી છે, એવુ જિલ્લા ખેતીવાડી અધિકારી નિલેશભાઈ ભટ્ટે જણાવ્યું હતું. અત્યારે અમે ફિલ્ડમાં કામગીરી કરીએ છીએ. યુરિયાનો સ્ટોક ઉપરથી પૂરતા પ્રમાણમાં મળતો ન હોવાથી તેની બુમ છે ખેડૂતો સીઝનમાં જ યુરિયા ખરીદવાનો આગ્રહ રાખતા હોવાથી ક્યારેક આવી સ્થિતિ ઉભી થાય છે.
ભાવ પાછળથી વધ્યા એટલે નવા ભાવે વેચીએ છીએ
નડિયાદ,તા.૨૨
આ અંગે મહોળેલમાં ખાતરનું વેચાણ કરતી એક એજન્સીના સંચાલકનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે અમે પહેલા ખરીદેલા ખાતરની કોથળી પર ઓછી કિંમતની પ્રિન્ટ હોય છે. પરતંું અત્યારે ભાવ વધ્યા હોવાથી અમે નવા ભાવે કોથળીઓ વેચીએ છીએ આમ, જુના ભાવનું ખાતર નવાભાવે વેચવામાં આવતુ હોવાનુ પ્રતિત થઈ રહ્યું છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સુખોઈ-૩૦ વિમાનનો સોદો મંજુરઃ ભુજ ખાતે સુખોઈની હાજરીથી ગુજરાતને સુખ
ઇરાકમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો ૫૭નાં મોત ઃ ૧૭૬ ઘાયલ
ભારતીય યુવકના હત્યારા ઓસ્ટ્રેલિયન કિશોરને ૧૩ વર્ષની જેલ
અમુક વિદેશીઓને નિવૃત્ત થવાની છૂટ ચીન આપશે
પાક. સંરક્ષણ મંત્રાલયનો ISI અને સૈન્ય પર અંકુશ નથી
યુ.એસ.દ્વારા આઉટસોર્સીંગ અંકુશોની વિચારણાએ આરંભિક નરમાઇ બાદ
સોનામાં તેજી અટકી રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદીમાં પણ ફરી કડાકો
૨૦૧૧માં રૃા. ૩૨,૦૦૦ કરોડના આઈપીઓ માંડી વળાયા
કપાસ-રૃની કિંમતોમાં વધારો થવાની શક્યતા નથી
વિશ્વમાં સ્ટીલના ઉત્પાદન ક્ષમતાનો વપરાશ બે વર્ષના તળિયે
ફિલ્મમાં મલ્લિકા શેરાવતના મેકઅપ પાછળ જ રૃા. ૬૦ લાખનો ખર્ચ કરાશે
સંગીતકાર પ્રીતમ પહેલી જ વાર ધર્મા પ્રોડકશનની ફિલ્મમાં સંગીત આપશે
'મુન્નાભાઈ' સિરીઝની નવી ફિલ્મના કલાકારો યથાવત પણ દિગ્દર્શક બદલાશે
૨૦૧૧ના ફિલ્મી વિવાદો ઃ 'હીરોઇન'ની હીરોઇન ઐશ્વર્યા ગર્ભવતી થઇ અને...
તેંડુલકરને મેલબોર્નમાં ૧૦૦મી સદી ફટકારતો જોવા આતુર છુંઃ શેન વોર્ન
સૌરાષ્ટ્ર અને રેલ્વેની મેચમાં બે દિવસમાં ૩૬ વિકેટ પડી
બ્રેડમેન કરતા તેંડુલકર વધુ મહાન બેટ્સમેન કહી શકાય
હરિયાણાના ૨૦૭ સામે ગુજરાતે ૨૨૮ રન નોંધાવ્યા

પ્રથમ ટેસ્ટ અગાઉ ઝહીરની ફિટનેસ અંગે ભારત ચિંતિત

અનુસૂચિત જનજાતિની યાદીમાં સુધારો કરવા અંગેના બિલને સંસદની મંજૂરી
આદર્શ સોસાયટીનો ગગનચુંબી ગોટાળો ઃ અદાલતી પંચની મુદત છ મહિના લંબાવાઈ
નવા લોકપાલ બિલ મુજબ લોકપાલ અને લોકાયુક્તને વ્યાપક સત્તા
ચાલુ નાણાંકીય વર્ષનો અંદાજીત વિકાસદર ૭.૬ ટકા ઃ રીઝર્વ બેન્ક
ભગવદ્ ગીતા પર રશિયામાં પ્રતિબંધ મૂકવા અંગે મુંબઈના હાઈકોર્ટે આદેશ આપ્યો
બોગસ કલાસ ખોલી વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃતિની રકમ ચાઉં કરી
રાજપીપળા પોસ્ટ ઓફિસ લૂંટવાનો પ્રયાસ ઃ પોલીસ પર ફાયરીંગ
દાહોદમાંં રેગીંગ ઃ વિદ્યાર્થિની અને સમગ્ર કોલેજ સામસામે
ચાલક પર છરાથી હુમલો કરી ૧૦ લાખના દાણા ભરેલી ટ્રકની લૂંટ
જીપ ટેન્કરને ઓવરટેક કરવા જતાં અકસ્માતમાં એકનું મોત
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved