Last Update : 23-Dec-2011,Friday
 
૯૧ હજારથી વધુ વિદ્યાર્થીઓ ધો-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આપશે

 

ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલનો નવતર પ્રયોગ

અમદાવાદ
સંજોગોવશાત્ કે આકસ્મિક કારણસર ધોરણ-૭,૮ પછી ધોરણ-૧૦ સુધી તેમ જ ધોરણ-૧૧ પછી ધોરણ-૧૨સુધીનો અભ્યાસ પૂરો નહી કરી શકનાર વિદ્યાર્થીઓ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ વર્ષથી ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ગુજરાત સ્ટટ ઓપન સ્કૂલના માધ્યમથી ગુજરાતભરમાં ૯૧ હજારથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ-૧૦ અને ૧૨ સામાન્યપ્રવાહની સીધી પરીક્ષા આપી શકશે.
સંજોગોવશાત્ અભ્યાસથી વંચિત થઇ ગયેલા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ આશીર્વાદ સમાન
સંજોગોવશાત્ અભ્યાસથી વંચિત થઇ ગયેલા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલનું પ્લેટફોર્મ આશીર્વાદ સમાન પુરવાર થાય તેમ છે. નેશનલ ઓપન સ્કૂલમાં જે પ્રકારે રાષ્ટ્રીય ફલક પર કામગીરી છે લગભગ તે જ રુપરેખા પર ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલનું માળખું તૈયાર કરાયું છે.
રાજયની શાળાઓમાં કાયદેસર પ્રવેશ મેળવી નિયમિત અભ્યાસ કરવા જતાં બાળકો સિવાય સામાજિક, આર્થિક કે આકસ્મિક કારણોસર પોતાનો અભ્યાસ ધોરણ-૭,૮ કે ધોરણ-૧૧ પછી છોડી દેનાર વિદ્યાર્થીને સીધી ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આપવાની તક પૂરી પાડે છે.
આ અંગે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ઓ.એસ.ડી(પરીક્ષા) આર.એચ.ગોલે જણાવ્યું હતું કે, ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ માટે રાજયભરમાં કુલ ૩૩૩ સેન્ટરો માન્ય કરાયા છે. જયાંથી ધોરણ-૧૦ અને ૧૨ની સીધી પરીક્ષા આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓ પોતાનું ફોર્મ ભરી શકે છે. આ વર્ષે ધોરણ-૧૦ના ૩૬ હજાર વિદ્યાર્થીઓ અને ધોરણ-૧૨ના ૫૫ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે. સેન્ટરો પર જરુરી માર્ગદર્શન માટે બે શિક્ષકોને પણ મૂકવામાં આવ્યા છે. ઉપરાંત, સરકારી એજન્સી બાયસેક મારફતે સપ્તાહમાં એક વખત ટેલિવિઝનના માધ્યમથી ગણિત,વિજ્ઞાાન, સમાજવિદ્યા જેવા મુખ્ય વિષયોનો અભ્યાસ આવા વિદ્યાર્થીઓને કરાવવામાં આવે છે. સવારે ૧૦-૩૦થી સાંજે ૫-૦૦ સુધીના આ કાર્યક્રમમાં વિષયવાર લેકચરની વહેંચણી કરી દેવામાં આવે છે અને તે મુજબ જ શિક્ષણ આપવામાં આવે છે. આવા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા પાસ કરવાનું લક્ષ્ય હાંસલ થાય અને આ કાર્યમાં મદદરુપ બનનાર જે સેન્ટરની શાળાઓ કે જયાં ૫૦ કે ૫૦થી ઓછા વિદ્યાર્થીઓ નોંધાય તો તેવી શાળાઓને રુ.૧૧,૫૦૦નું પુરસ્કાર અને ૫૦થી વધુ વિદ્યાર્થીઓ નોંધાય તો તેવી શાળાઓને રુ.૨૩ હજારનું પુરસ્કાર આપવાનું સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. પુરસ્કાર આપવા પાછળનો હેતુ વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડવામાં શાળાઓની પ્રોત્સાહક ભૂમિકા અદા થાય તે જ છે એમ પણ બોર્ડના અધિકારીએ ઉમેર્યું હતું.

વિદ્યાર્થીઓ જાતે જ ભણી શકે તે હેતુથી
સેલ્ફ લર્નિંગ મટિરીયલ્સ તૈયાર કરવાનું મા.શિ.બોર્ડનું આયોજન
માર્ચમાં લેવાનારી બોર્ડની પરીક્ષામાં જ સ્ટેટ ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે
અમદાવાદ
સંજોગો કે આકસ્મિક કારણોસર ચાલુ અભ્યાસ છોડી દેનાર વિદ્યાર્થીઓને હાલ તો ધો-૧૦ અને ૧૨નો વર્તમાન જે અભ્યાસક્રમ છે તે મુજબ જ બોર્ડની પરીક્ષા આપવી પડશે. પરંતુ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવા વિદ્યાર્થીઓને કોઇ શિક્ષકની જરુર ના પડે અને તેઓ જાતે જ ભણી શકે તે હેતુથી સેલ્ફ લર્નિંગ મટીરીયલ્સ તૈયાર કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા આ મામલે ગંભીરતાપૂર્વકની સક્રિયા વિચારણા ચાલી રહી છે. જો કે, આ સીસ્ટમ આવનારા દિવસોમાં અમલી બની જશે.
કોઇક કારણસર અધવચ્ચે શાળા છોડી ગયેલ અથવા તો પોતાનો અભ્યાસ પૂરો નહી કરી શકનાર વિદ્યાર્થીઓ ધો-૧૦ અને ૧૨ની સીધી પરીક્ષા આપી શકે તે હેતુથી ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલનું પ્લેટફોર્મ પૂરું પડાયું છે અને તે માટે તેઓને અભ્યાસમાં તેમ જ પરીક્ષા આપવામાં સરળતા રહે તેવા આશયથી મધ્યમ કક્ષાનો અભ્યાસક્રમ તેમના માટે ખાસ તૈયાર કરવામાં આવશે. જેમાં જો ધોરણ-૧૦ના અભ્યાસક્રમ માટે ધો-૯ અને ૧૦માંથી સંયુકત રીતે અને ધોરણ-૧૨ના અભ્યાસક્રમ માટે ધો-૧૧ અને ૧૨માંથી સંયુકત રીતે અભ્યાસક્રમ તૈયાર કરવાનું આયોજન છે. નેશનલ ઓપન સ્કૂલમાં તો સેલ્ફ લર્નિંગ મટીરીયલ્સની સીસ્ટમ અમલી છે. જો કે, ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલમાં આ નવતર પ્રયોગ આવનારા દિવસોમાં અમલી બની જશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સુખોઈ-૩૦ વિમાનનો સોદો મંજુરઃ ભુજ ખાતે સુખોઈની હાજરીથી ગુજરાતને સુખ
ઇરાકમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો ૫૭નાં મોત ઃ ૧૭૬ ઘાયલ
ભારતીય યુવકના હત્યારા ઓસ્ટ્રેલિયન કિશોરને ૧૩ વર્ષની જેલ
અમુક વિદેશીઓને નિવૃત્ત થવાની છૂટ ચીન આપશે
પાક. સંરક્ષણ મંત્રાલયનો ISI અને સૈન્ય પર અંકુશ નથી
યુ.એસ.દ્વારા આઉટસોર્સીંગ અંકુશોની વિચારણાએ આરંભિક નરમાઇ બાદ
સોનામાં તેજી અટકી રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદીમાં પણ ફરી કડાકો
૨૦૧૧માં રૃા. ૩૨,૦૦૦ કરોડના આઈપીઓ માંડી વળાયા
કપાસ-રૃની કિંમતોમાં વધારો થવાની શક્યતા નથી
વિશ્વમાં સ્ટીલના ઉત્પાદન ક્ષમતાનો વપરાશ બે વર્ષના તળિયે
ફિલ્મમાં મલ્લિકા શેરાવતના મેકઅપ પાછળ જ રૃા. ૬૦ લાખનો ખર્ચ કરાશે
સંગીતકાર પ્રીતમ પહેલી જ વાર ધર્મા પ્રોડકશનની ફિલ્મમાં સંગીત આપશે
'મુન્નાભાઈ' સિરીઝની નવી ફિલ્મના કલાકારો યથાવત પણ દિગ્દર્શક બદલાશે
૨૦૧૧ના ફિલ્મી વિવાદો ઃ 'હીરોઇન'ની હીરોઇન ઐશ્વર્યા ગર્ભવતી થઇ અને...
તેંડુલકરને મેલબોર્નમાં ૧૦૦મી સદી ફટકારતો જોવા આતુર છુંઃ શેન વોર્ન
સૌરાષ્ટ્ર અને રેલ્વેની મેચમાં બે દિવસમાં ૩૬ વિકેટ પડી
બ્રેડમેન કરતા તેંડુલકર વધુ મહાન બેટ્સમેન કહી શકાય
હરિયાણાના ૨૦૭ સામે ગુજરાતે ૨૨૮ રન નોંધાવ્યા

પ્રથમ ટેસ્ટ અગાઉ ઝહીરની ફિટનેસ અંગે ભારત ચિંતિત

અનુસૂચિત જનજાતિની યાદીમાં સુધારો કરવા અંગેના બિલને સંસદની મંજૂરી
આદર્શ સોસાયટીનો ગગનચુંબી ગોટાળો ઃ અદાલતી પંચની મુદત છ મહિના લંબાવાઈ
નવા લોકપાલ બિલ મુજબ લોકપાલ અને લોકાયુક્તને વ્યાપક સત્તા
ચાલુ નાણાંકીય વર્ષનો અંદાજીત વિકાસદર ૭.૬ ટકા ઃ રીઝર્વ બેન્ક
ભગવદ્ ગીતા પર રશિયામાં પ્રતિબંધ મૂકવા અંગે મુંબઈના હાઈકોર્ટે આદેશ આપ્યો
બોગસ કલાસ ખોલી વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃતિની રકમ ચાઉં કરી
રાજપીપળા પોસ્ટ ઓફિસ લૂંટવાનો પ્રયાસ ઃ પોલીસ પર ફાયરીંગ
દાહોદમાંં રેગીંગ ઃ વિદ્યાર્થિની અને સમગ્ર કોલેજ સામસામે
ચાલક પર છરાથી હુમલો કરી ૧૦ લાખના દાણા ભરેલી ટ્રકની લૂંટ
જીપ ટેન્કરને ઓવરટેક કરવા જતાં અકસ્માતમાં એકનું મોત
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved