Last Update : 23-Dec-2011,Friday
 

૨૦૧૧માં રૃા. ૩૨,૦૦૦ કરોડના આઈપીઓ માંડી વળાયા

 

બજારની હાલત જોઈને ૨૮ કંપનીએ આઈપીઓ ઉતાર્યા નહીં

અમદાવાદ, ગુરુવાર
કેલેન્ડર વર્ષ ૨૦૧૧ દરમિયાન શેરબજારે ૨૨ ટકાનું નેગેટિવ રિટર્ન આપ્યુ છે ત્યારે તેની સાથે પ્રાઈમરી માર્કેટમા પણ ભારે સુસ્તી જોવા મળી છે. સેકન્ડરી માર્કેટથી દૂર થઈ ગયેલા રોકાણકારોએ બજારમાં આવતા નવા જાહેર ભરણાં (આઈપીઓ-ઈનિશ્યલ પબ્લિક ઓફરિંગ) અને ફરીથી આવતા ઈસ્યુ(ફોલો ઓન ઈસ્યુ-એફઓઆઈ)ને પણ સારો પ્રતિભાવ આપવાનું બંધ કર્યું હોય તેમ લાગે છે. મૂડીબજારની નિયામક સંસ્થા ધી સિક્યોરિટિઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ની મંજૂરી મળી હોવા છતાંય બજારની કફોડી હાલત જોઈને કમસે કમ ૨૮ કંપનીએ તેમના ભરણાં પડતા મૂક્યા હોવાનું જાણવા મળે છે. આ તમામ ભરણાં જે મૂડી એકત્ર કરવાનું વિચારાયું હતું તેનુ કુલ સંયુક્ત કદ રૃા. ૩૨,૦૦૦ કરોડ જેટલુ હોવાનો અંદાજ છે.
એક સંસ્થાએ પ્રાઈમરી માર્કેટના ચાલુ કેલેન્ડર વર્ષના દેખાવના કરેલા અભ્યાસમાં જણાયું છે કે, ઓછામા ઓછા રૃા. ૩૨,૦૦૦ કરોડના મૂલ્યના આઈપીઓ બજારમાં ઉતારાય નહોતા.
અહેવાલ અનુસાર મૂડીબજારની ડામાડોળ પરિસ્થિતિએ આઈપીઓ બજારને ભારે અસર કરી છે. કેલેન્ડર વર્ષ ૨૦૧૧ દરમિયાન મૂડીબજારના બગડેલા મિજાજને પારખીને ૨૮ કંપનીએ આઈપીઓની યોજના પડતી મૂકી હતી. આ પૈકીની ૨૫ કંપનીઓ દ્વારા ઓછામાં ઓછા આશરે રૃા. ૩૨,૦૦૦ કરોડ એકત્ર કરવાના હતાં.
આ ૨૮ કંપનીઓ પાસે તેમના આઈપીઓને બજારમાં ઉતારવા માટે સેબીની મંજૂરી હતી. તેમ છતાં સેબીની મંજૂરી મળ્યાની તારીખથી એક વર્ષના સમયગાળાની અંદર તેઓ તેમના આઈપીઓ લાવી શક્યા નથી.
આ ૨૮ કંપનીઓમાં સૌથી વધારે રિયલ એસ્ટેટ અને પાવર સેક્ટરની હતી. રિયલ એસ્ટેટની આઈપીઓ નહીં લાવનારી કંપનીઓમાં લોધા ડેવલોપર્સ, એમ્બિયન્સ રિયલ એસ્ટેટ, કુમાર અર્બન ડેવલોપર્સ, નેપ્ચ્યુન ડેવલોપર્સ, બીપીટીપી, રાહેજા યુનિવર્સલ અને લવાસા કોર્પોરેશનસામેલ છે.
જ્યારે પાવર કંપનીઓમાં સ્ટરલાઈટ એનર્જી, જિંદાલ પાવર, અવન્થા પાવર અને આઈએનડી ભારત પાવર ઈન્ફ્રા સામેલ છે. ઈસ્યુ મોકુફ રાખનારી બીજી મોટા ગજાની કંપનીઓમાં રિલાયન્સ ઈન્ફ્રાટેલ, ગ્લેનમાર્ક જેનેરિક્સ, ગુજરાત સ્ટેટ પેટ્રો. કોર્પો. અને વન૯૭ કોમ્યુનિકેશન્સના નામો છે.
આવી કંપનીઓ ઉપરાંત સેબીની મંજૂરી માન્ય હોવાનો સમયગાળો હોવા છતાં બીજી કેટલીક કંપનીઓ તેમના આઈપીઓને મુલતવી રાખવાની જાહેરાત કરી ચુકી છે.દાખલા તરીકે બજારની સ્થિતિને આગળ ધરીને આઈપીઓ મુલતવી રાખવાની જાહેરાત માઈક્રોમેક્સ કરી ચુકી છે.
તદુપરાંત સેબીની મંજૂરી મળ્યાની તારીખથી એક વર્ષના માન્ય સમયગાળામાં હજુ બે મહિના બચ્યા હોય એવી ઓછામા ઓછી ૮ કંપની છે. તેમાં પ્રાઈડ હોટલ્સ અને તારા જવેલ્સ વગેરે સામેલ છે.
આ પરિબળથી ફંડ ઉભુ કરવાની ભારતીય કંપનીઓને તાકાત ઓછી થશે અને તેને પરિણામે કેપેસિટી વિસ્તારવાનું તેમ જ રોજગારીની તકોનું સર્જન કરવાનું કાર્ય મંદ પડશે.
આવા જ કારણોસર સરકારનો ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ પણ થઈ શક્યો નથી. તેમા કેટલાક બ્લુ ચિપ પીેએસયુ (પબ્લિક સેક્ટર અંડરટેકિંગ)ના શેરો વેચાવાના હતા. ઓએનજીસી, ભેલ અને સેઈલ વગેરે જેવી કંપનીની ફોલોઓન પબ્લિક ઓફર (એફપીઓ)ને પણ સરકારે માંડી વાળી હતી.કેલેન્ડર વર્ષ ૨૦૧૧માં આવા બધા કારણોથી પ્રાઈમરી માર્કેટનો વિશ્વાસ ડગ્યો હશે. આવતા વર્ષે જો બજાર સારા હશે તો પણ પ્રાઈમરી માર્કેટ ધમધમશે નહીં કેમ કે આવી ઘણી કંપનીઓએ ફરીથી મંજૂરી લેવા માટે સેબી પાસે જવુ પડશે અને સમગ્ર પ્રક્રિયા ફરીથી હાથ ધરવી પડશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સુખોઈ-૩૦ વિમાનનો સોદો મંજુરઃ ભુજ ખાતે સુખોઈની હાજરીથી ગુજરાતને સુખ
ઇરાકમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો ૫૭નાં મોત ઃ ૧૭૬ ઘાયલ
ભારતીય યુવકના હત્યારા ઓસ્ટ્રેલિયન કિશોરને ૧૩ વર્ષની જેલ
અમુક વિદેશીઓને નિવૃત્ત થવાની છૂટ ચીન આપશે
પાક. સંરક્ષણ મંત્રાલયનો ISI અને સૈન્ય પર અંકુશ નથી
યુ.એસ.દ્વારા આઉટસોર્સીંગ અંકુશોની વિચારણાએ આરંભિક નરમાઇ બાદ
સોનામાં તેજી અટકી રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદીમાં પણ ફરી કડાકો
૨૦૧૧માં રૃા. ૩૨,૦૦૦ કરોડના આઈપીઓ માંડી વળાયા
કપાસ-રૃની કિંમતોમાં વધારો થવાની શક્યતા નથી
વિશ્વમાં સ્ટીલના ઉત્પાદન ક્ષમતાનો વપરાશ બે વર્ષના તળિયે
ફિલ્મમાં મલ્લિકા શેરાવતના મેકઅપ પાછળ જ રૃા. ૬૦ લાખનો ખર્ચ કરાશે
સંગીતકાર પ્રીતમ પહેલી જ વાર ધર્મા પ્રોડકશનની ફિલ્મમાં સંગીત આપશે
'મુન્નાભાઈ' સિરીઝની નવી ફિલ્મના કલાકારો યથાવત પણ દિગ્દર્શક બદલાશે
૨૦૧૧ના ફિલ્મી વિવાદો ઃ 'હીરોઇન'ની હીરોઇન ઐશ્વર્યા ગર્ભવતી થઇ અને...
તેંડુલકરને મેલબોર્નમાં ૧૦૦મી સદી ફટકારતો જોવા આતુર છુંઃ શેન વોર્ન
સૌરાષ્ટ્ર અને રેલ્વેની મેચમાં બે દિવસમાં ૩૬ વિકેટ પડી
બ્રેડમેન કરતા તેંડુલકર વધુ મહાન બેટ્સમેન કહી શકાય
હરિયાણાના ૨૦૭ સામે ગુજરાતે ૨૨૮ રન નોંધાવ્યા

પ્રથમ ટેસ્ટ અગાઉ ઝહીરની ફિટનેસ અંગે ભારત ચિંતિત

અનુસૂચિત જનજાતિની યાદીમાં સુધારો કરવા અંગેના બિલને સંસદની મંજૂરી
આદર્શ સોસાયટીનો ગગનચુંબી ગોટાળો ઃ અદાલતી પંચની મુદત છ મહિના લંબાવાઈ
નવા લોકપાલ બિલ મુજબ લોકપાલ અને લોકાયુક્તને વ્યાપક સત્તા
ચાલુ નાણાંકીય વર્ષનો અંદાજીત વિકાસદર ૭.૬ ટકા ઃ રીઝર્વ બેન્ક
ભગવદ્ ગીતા પર રશિયામાં પ્રતિબંધ મૂકવા અંગે મુંબઈના હાઈકોર્ટે આદેશ આપ્યો
બોગસ કલાસ ખોલી વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃતિની રકમ ચાઉં કરી
રાજપીપળા પોસ્ટ ઓફિસ લૂંટવાનો પ્રયાસ ઃ પોલીસ પર ફાયરીંગ
દાહોદમાંં રેગીંગ ઃ વિદ્યાર્થિની અને સમગ્ર કોલેજ સામસામે
ચાલક પર છરાથી હુમલો કરી ૧૦ લાખના દાણા ભરેલી ટ્રકની લૂંટ
જીપ ટેન્કરને ઓવરટેક કરવા જતાં અકસ્માતમાં એકનું મોત
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved