Last Update : 23-Dec-2011,Friday
 

સોનામાં તેજી અટકી રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદીમાં પણ ફરી કડાકો

 

ચાંદી વધુ રૃ.૫૩ હજારની અંદર જતી રહી ઃ ડોલર વધતાં વિશ્વ બજારમાં સોનામાં ફંડોની વધેલી વેચવાલી
(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,ગુરૃવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બન્ને કિંમતી ધાતુઓના ભાવોમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવો ફરી ઘટાડા પર રહ્યા હતા. સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના રૃ.૨૦૦થી ૨૦૫ તૂટયા હતા જયારે ચાંદીના ભાવો કિલોના રૃ.૭૨૫ ઘટી રૃ.૫૩ હજારની સપાટીની અંદર ઉતરી ગયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો જે બુધવારે ઉંચામાં ૧૬૪૧થી ૧૬૪૧.૫૦ ડોલર રહ્યા હતા તે બુધવારે મોડી સાંજે ઘટીને ૧૬૧૩.૫૦થી ૧૬૧૪ ડોલર થઈ ગયા પછી આજે નીચામાં ૧૬૦૨.૪૦ ડોલર રહ્યા પછી સાંજે ૧૬૧૧.૦ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૭૭૨૦ વાળા રૃ.૨૭૫૦૦ ખુલી રૃ.૨૭૫૧૫ બંધ રહ્યા હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૭૮૫૦ વાળા રૃ.૨૭૬૨૫ ખુલી રૃ.૨૭૬૫૦ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો વિશ્વ બજારમાં બુધવારે ઉંચામાં ૩૦.૧૬ ડોલર થયા પછી બુધવારે મોડી સાંજે ઘટીને ૨૯.૨૫ ડોલર રહ્યા હતા તે આજે નીચામાં ૨૮.૯૭ થી ૨૮.૯૮ ડોલ ર થઈ સાંજે ૨૯.૨૮થી ૨૯.૨૯ ડોલર રહ્યાના સમાચારો હતા, મુંબઈમાં આજે ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૩૨૦૦ વાળા રૃ.૫૨૧૮૦ ખુલી રૃ.૫૨૪૭૫ બંધ રહ્યા હતા. વિશ્વ બજાર ઘટતાં ઘરઆંગણે પણ આજે કિંમતી ધાતુઓમાં ઉછાળે વેચનારા વધુ અને લેનારા ઓછા રહ્યા હતા, મુંબઈમાં સાંજે ચાંદીના ભાવો રૃ.૫૨૩૫૦ રહ્યા હતા જયારે કેશમાં માલોની અછત રહેતાં કેશમાં ભાવો રૃ.૧૦૦ ઉંચા રૃ.૫૨૪૫૦ આસપાસ બોલાઈ રહ્યા હતા. ડોલરના ભાવો ઘટતા અટકી રૃ.૫૨.૫૦ વાળા આજે ઉંચામાં રૃ.૫૨.૯૦ થઈ છેલ્લે બંધ રૃ.૫૨.૭૩ રહ્યા હતા. વિશ્વ બજારમાં પણ ડોલર મજબૂત બનતાં સોનામાં ફંડોની વેચવાલી વધ્યાની ચર્ચા હતી
રૃ માં કોટન કોર્પોરેશનની ખરીદી શરૃ થવાની શક્યતા ઃ વાય-વન માલોના ભાવો રૃ.૩૦ હજાર નિકળ્યા
મુંબઈ રૃ બજારમાં આજે ભાવો અથડાતા રહ્યા હતા. ન્યુયોર્ક બજારના ઓવરનાઈટ સમાચારો પણ સાંકડી વધઘટ બતાવતા હતા, ઘર આંગણે આજે આવકો મથકોએ વધતાં ઓલ ઈન્ડિયા આવકો ૧.૮૦થી ૧.૮૫ લાખ ગાંસડીની આવ્યાના સમાચારો હતા. સ્પોટના નવા કામકાજો પાંખા રહ્યા હતા. મધ્ય-પ્રદેશમાં ખેતીયા લાઈનમાં વાય-વન માલોના ભાવો રૃ.૩૦ હજાર નિકળ્યાના સમાચારો હતા.સ્પોટ પર ભાવો ગુજરાત સંકર-૪ના રૃ.૩૪૫૦૦થી ૩૪૭૦૦ રહ્યા હતા. મહારાષ્ટ્ર તથા એમ.પી. બાજુ ભાવો નીચામાં રૃ.૩૨૯૦૦થી ૩૩૨૦૦ તથા સારાના રૃ.૩૩૪૦૦થી ૩૩૫૦૦ રહ્યાના સમાચારો હતા. નોર્થ બાજુ નરમાના ભાવો મણદીઠ જાતવાર રાજસ્થાન બાજુ રૃ.૩૨૩૦થી ૩૩૩૦, હરિયાણા બાજુ રૃ.૩૩૩૦થી ૩૩૬૦ અને પંજાબ બાજુ રૃ.૩૪૦૦થી ૩૪૪૦ રહ્યા હતા. કપાસના ભાવો નરમ બોલાઈ રહ્યા હતા, દરમિયાન કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા સોમવારથી ખરીદી શરૃ થવાની શક્યતા આજે બજારમાં ચર્ચાઈ રહી હતી.
એરંડા વાયદો ફરી તૂટયો ઃ વિશ્વ બજારમાં પામતેલ તથા સોયાતેલના ભાવોમાં ચમકારો
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદા બજારમાં ભાવો વધતા અટકી ફરી તૂટી રૃ.૩૭૦૦ની અંદર જતા રહ્યા હતા, મુંબઈ એરંડા માર્ચના ભાવો રૃ.૩૭૦૨ વાળા આજે રૃ.૩૭૦૫ ખુલી ઉંચામાં રૃ.૩૭૨૫ રહ્યા પછી તૂટી રૃ.૩૬૪૮ બંધ રહ્યા હતા. ૮૦ ટનના વેપારો થયા હતા જે બુધવારે ૬૦ ટનના થયા હતા અને મથકો પાછળ આજે મુંબઈ વાયદામાં ઉછાળે માનસ વેંચવાનું રહ્યું હતું. મુંબઈ હાજર એરંડાના ભાવો રૃ.૪૧૫૦ વાળા રૃ.૪૦૫૦ રહ્યા હતા જયારે દિવેલના ભાવો રૃ.૨૦ તૂટી અનુક્રમે કોમર્શિયલના રૃ.૮૪૦ તથા એફએસજીના રૃ.૮૫૦ રહ્યા હતા, એફએસજી કંડલાના ભાવો રૃ.૮૬૫ રહ્યા હતા. એરંડાની આવકો આજે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ બાજુ મળીને ૭૫૦૦થી ૮૦૦૦ ગુણી આવી હતી અને મથકોએ ત્યાં એરંડાના હાજર ભાવો ગામડાના રૃ.૮૧૩થી ૮૧૫ રહ્યા હતા, નવી ખરીદી ધીમી પડી હતી, શિપરોએ આગામી શિપમેન્ટ માટે માલો મોટાભાગના કવર કરી લીધાની ચર્ચા હતી. રાજકોટ વાયદો રૃ.૩૭૦૭ ખુલી છેલ્લે રૃ.૩૬૪૬ રહ્યાના સમાચારો હતા. હૈદ્રાબાદ બાજુ આજે ૪૫૦૦થી ૫૦૦૦ ગુણીની આવકો વચ્ચે એરંડાના ભાવો ૩૬૨૦થી ૩૬૩૦ તથા દિવેલના ભાવો રૃ.૮૦૦ રહ્યાના સમાચારો હતા, દરમિયાન, શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૭ પોઈન્ટ વધ્યા પછી આજે પ્રોજેકશનમાં ભાવો સાંજે ૨૧ પોઈન્ટ પ્લસમાં રહ્યા હતા જયારે મલેશિયામાં આજે પામતેલનો વાયદો છેલ્લે ૨૫ પોઈન્ટ પ્લસમાં બંધ રહ્યાના સમાચારો હતા. ઈન્દોર સોયાતેલ વાયદો સાંકડી વધઘટે અથડાઈ છેલ્લે રૃ.૬૭૮.૫૦ રહ્યો હતો. મુંબઈમાં આજે હાજર ભાવો સિંગતેલના રૃ.૯૭૦ વાળા રૃ.૯૮૦ રહ્યા હતા. મથકોએ સિંગદાણામાં નિકાસમાંગ સારી રહી હતી અને હાજરમાં સારા માલોની અછત વર્તાઈ રહી હતી. મુંબઈમાં હાજર ભાવો પામતેલના રૃ.૫૮૧, સોયાતેલ રિફા.ના રૃ.૬૬૦, સન ફલાવરના રૃ.૬૫૦, રિફા.ના રૃ.૭૧૦ તથા કપાસિયા તેલના રૃ.૬૨૮ અને કોપરેલના રૃ.૭૯૦ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં આજે ભાવો અથડાતા રહ્યા હતા.
હિન્દુસ્તાન ઝીંકે જસતના ભાવો રૃ.૧૨૦૦ અને સીસાના રૃ.૨૨૦૦ ઘટાડયા ઃ ટીન તથા નિકલમાં બજાર ભાવો ફરી તૂટયા
મુંબઈ ધાતુ બજારમાં આજે ટીન અને નિકલના ભાવો વધતા અટકી ફરી ઘટાડા પર રહ્યા હતા જયારે સીસાના ભાવો વધ્યા હતા. કોપરમાં હવામાન આજે મિશ્ર રહ્યું હતું. અન્ય ધાતુઓ ટકેલી રહી હતી. દરમિયાન, હિન્દુસ્તાન ઝીંકે આજે જસતના ભાવો ટીનના રૃ.૧૨૦૦ તથા સીસાના રૃ.૨૨૦૦ ઘટાડયા હતા. હાજર બજારમાં ભાવો આજે ટીનના કિવ.ના રૃ.૫૦૦ ઘટી રૃ.૧૩૩૦૦૦ રહ્યા હતા જયારે નિકલના ભાવો રૃ.૫૦૦ ઘટી રૃ.૧૧૦૦૦૦ રહ્યા હતા. કોપર વાયર બારના ભાવો રૃ.૪૭૫૦૦ના મથાળે ટકેલા રહ્યા હતા જયારે કોપર સ્ક્રેપ તથા બ્રાસ સ્ક્રેપના ભાવો રૃ.૧૦૦થી ૩૦૦ જાતવાર ઉંચા બોલાઈ રહ્યા હતા.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સુખોઈ-૩૦ વિમાનનો સોદો મંજુરઃ ભુજ ખાતે સુખોઈની હાજરીથી ગુજરાતને સુખ
ઇરાકમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો ૫૭નાં મોત ઃ ૧૭૬ ઘાયલ
ભારતીય યુવકના હત્યારા ઓસ્ટ્રેલિયન કિશોરને ૧૩ વર્ષની જેલ
અમુક વિદેશીઓને નિવૃત્ત થવાની છૂટ ચીન આપશે
પાક. સંરક્ષણ મંત્રાલયનો ISI અને સૈન્ય પર અંકુશ નથી
યુ.એસ.દ્વારા આઉટસોર્સીંગ અંકુશોની વિચારણાએ આરંભિક નરમાઇ બાદ
સોનામાં તેજી અટકી રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદીમાં પણ ફરી કડાકો
૨૦૧૧માં રૃા. ૩૨,૦૦૦ કરોડના આઈપીઓ માંડી વળાયા
કપાસ-રૃની કિંમતોમાં વધારો થવાની શક્યતા નથી
વિશ્વમાં સ્ટીલના ઉત્પાદન ક્ષમતાનો વપરાશ બે વર્ષના તળિયે
ફિલ્મમાં મલ્લિકા શેરાવતના મેકઅપ પાછળ જ રૃા. ૬૦ લાખનો ખર્ચ કરાશે
સંગીતકાર પ્રીતમ પહેલી જ વાર ધર્મા પ્રોડકશનની ફિલ્મમાં સંગીત આપશે
'મુન્નાભાઈ' સિરીઝની નવી ફિલ્મના કલાકારો યથાવત પણ દિગ્દર્શક બદલાશે
૨૦૧૧ના ફિલ્મી વિવાદો ઃ 'હીરોઇન'ની હીરોઇન ઐશ્વર્યા ગર્ભવતી થઇ અને...
તેંડુલકરને મેલબોર્નમાં ૧૦૦મી સદી ફટકારતો જોવા આતુર છુંઃ શેન વોર્ન
સૌરાષ્ટ્ર અને રેલ્વેની મેચમાં બે દિવસમાં ૩૬ વિકેટ પડી
બ્રેડમેન કરતા તેંડુલકર વધુ મહાન બેટ્સમેન કહી શકાય
હરિયાણાના ૨૦૭ સામે ગુજરાતે ૨૨૮ રન નોંધાવ્યા

પ્રથમ ટેસ્ટ અગાઉ ઝહીરની ફિટનેસ અંગે ભારત ચિંતિત

અનુસૂચિત જનજાતિની યાદીમાં સુધારો કરવા અંગેના બિલને સંસદની મંજૂરી
આદર્શ સોસાયટીનો ગગનચુંબી ગોટાળો ઃ અદાલતી પંચની મુદત છ મહિના લંબાવાઈ
નવા લોકપાલ બિલ મુજબ લોકપાલ અને લોકાયુક્તને વ્યાપક સત્તા
ચાલુ નાણાંકીય વર્ષનો અંદાજીત વિકાસદર ૭.૬ ટકા ઃ રીઝર્વ બેન્ક
ભગવદ્ ગીતા પર રશિયામાં પ્રતિબંધ મૂકવા અંગે મુંબઈના હાઈકોર્ટે આદેશ આપ્યો
બોગસ કલાસ ખોલી વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃતિની રકમ ચાઉં કરી
રાજપીપળા પોસ્ટ ઓફિસ લૂંટવાનો પ્રયાસ ઃ પોલીસ પર ફાયરીંગ
દાહોદમાંં રેગીંગ ઃ વિદ્યાર્થિની અને સમગ્ર કોલેજ સામસામે
ચાલક પર છરાથી હુમલો કરી ૧૦ લાખના દાણા ભરેલી ટ્રકની લૂંટ
જીપ ટેન્કરને ઓવરટેક કરવા જતાં અકસ્માતમાં એકનું મોત
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved