Last Update : 23-Dec-2011,Friday
 
યુ.એસ.દ્વારા આઉટસોર્સીંગ અંકુશોની વિચારણાએ આરંભિક નરમાઇ બાદ
 
અન્ન મોંઘવારી ચાર વર્ષના નવા તળીયે ઃ શેરોમાં વેલ્યુબાઇંગ શરૃ ઃ સેન્સેક્ષ ૧૧૨ પોઇન્ટનો ઘટાડો પચાવી ૧૨૮ વધ્યો
બેંકિંગ, રીયાલ્ટી, ઓટો શેરોમાં આકર્ષણ ઃ આઇટી શેરો ઘટયા ઃ રિઝર્વ બેંક દ્વારા ધિરાણ નીતિમાં ઢીલની શક્યતાએ બજારનો યુ- ટર્ન
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, ગુરુવાર
કેલેન્ડર વર્ષના ૨૦૧૧ પૂરુ થવામાં છે, ત્યારે નેગેટીવ આર્થિક પરિબળો વૈશ્વિક અને સ્થાનિક મોરચે પોઝિટીવ બનવા લાગી ગત અઠવાડિયે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કડક ધિરાણ નીતિને બ્રેક લગાવ્યા બાદ ગઇકાલે આંતરરાષ્ટ્રીય રેટીંગ એજન્સી મૂડી'ઝ ભારતના સોવરેઇન ક્રેડિટ રેટીંગને બીડબલએ૩ જાળવી રાખવા સાથે લાંબી મુદતના સરકારી બોન્ડસના રેટીંગને સેન્સીટીવમાંથી અપગ્રેડ ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડમાં મૂક્યા બાદ આજે વધુ એક પોઝિટીવ સમાચાર સાપ્તાહિક અન્ન મોંઘવારીનો આંક ગત સપ્તાહના ૪.૩૫ ટકાની સપાટીથી ૧૦, ડિસેમ્બર ૨૦૧૧ના પૂરા થયેલા સપ્તાહમાં ચાર વર્ષના નવા નીચા તળીયે ૧.૮૧ ટકા આવી જતાં હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ગમે તે ઘડીએ ધિરાણ નીતિમાં ઢીલ મૂકી પ્રમુખ દરોમાં ઘટાડો કરશે એવા અંદાજોએ આજે બેંકિંગ, ઓટો, રીયાલ્ટી, પાવર- કેપિટલ ગુડઝ, કન્ઝ્યુમર ડયુરેબલ્સ, મેટલ શેરોમાં ઘટયામથાળે વધુ શોર્ટ કવરીંગ સાથે વેલ્યુબાઇંગે બજારે યુ-ટર્ન લઇ સળંગ બીજા દિવસે સુધારો બતાવ્યો હતો. ટ્રેડીંગનો આરંભ એશીયાના અન્ય બજારોની નરમાઇ અને યુ.એસ.માં ગઇકાલે ઘટાડા સાથે યુરોપમાં પેકેજ મામલે વિખવાદે નરમાઇથી નેગેટીવ થયો હતો. રૃપિયા સામે ડોલરની નરમાઇ અને ભારતમાં રીટેલ ક્ષેત્રે એફડીઆઇ મંજૂરી અભરાએ મૂકાતા હવે અમેરિકામાં પણ આઉટસોર્સીંગ મામલે કડક કાયદા લાવીને ભારતના આઇટી ઉદ્યોગને ફટકો મારવાની હલચલની નેગેટીવ અસરે ટ્રેડીંગના આરંભમાં આઇટી- સોફ્ટવેર શેરો ઇન્ફોસીસ, વિપ્રો, ટીસીએસમાં વેચવાલી સાથે આઇસીઆઇસીઆઇ બેંક, રિલાયન્સ, ભારતી એરટેલ, હિન્દાલ્કો, કોલ ઇન્ડિયા સહિતના શેરોમાં વેચવાલી નીકળતા સેન્સેક્ષ આગલા બંધ ૧૫૬૮૫.૨૧ સામે નીચે ગેપમાં ૧૩૮.૫૫ પોઇન્ટના ઘટાડે ૧૫૫૪૬.૬૬ મથાળે ખુલ્યો હતો. પરંતુ અન્ન મોંઘવારીનો આંક ઘટીને ચાર વર્ષના તળીયે આવ્યાની પોઝિટીવ અસર અને યુરોપના બજારો બપોરે એક વાગ્યે મજબૂતીએ ખુલ્યાની અસરે આઇસીઆઇસીઆઇ બેંક, સ્ટેટ બેંક સહિતના બેંકિંગ શેરો તેમજ ડીએલએફ સહિતના રીયાલ્ટી શેરો સાથે ટાટા મોટર્સ, મારૃતી સુઝુકી સહિતના એટો શેરોમાં કવરીંગ સાથે વેલ્યુબાઇંગ નીકળતા સેન્સેક્ષ બપોરે બે વાગ્યે સંપૂર્ણ ઘટાડો પચાવીને ધીમી છતાં મક્કમ સુધારાની ચાલે એક તબક્કે ૧૪૯.૪૨ પોઇન્ટ વધીને ઉપરમાં ૧૫૮૩૪.૬૩ સુધી જઇને અંતે ૧૨૮.૧૫ પોઇન્ટ વધીને ૧૫૮૧૩.૩૬ મથાળે બંધ રહ્યો હતો.
નિફ્ટી સ્પોટ મક્કમ ચાલે ૪૬૩૨.૯૫ના તળીયેથી ઉપરમાં ૪૭૪૦ આંબી ગયો
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૪૬૯૩.૧૫ સામે ૪૬૩૬.૯૦ ખુલી આરંભમાં આઇટી શેરો એચસીએલ ટેક્નોલોજી, ઇન્ફોસીસ, ટીસીએસ, વિપ્રો સહિતમાં વેચવાલીના દબાણે નીચામાં ૪૬૩૨.૯૫ થઇ પાછો ફરીને બેંકિંગ શેરો આઇસીઆઇસીઆઇ બેંક, સ્ટેટ બેંક, એચડીએફસી બેંક, એક્સીસ બેંક, પીએનબીમાં આકર્ષણ સાથે ટાટા મોટર્સ, આઇડીએફસી, ડીએલએફ, રિલાયન્સમાં કવરીંગ સાથે લેવાલી નીકળતા બે વાગ્યે સંપૂર્ણ ઘટાડો પચાવી નિફ્ટી ૪૭૦૦ની સપાટી પાર કરી એક તબક્કે ૪૭.૪૫ પોઇન્ટના ઉછાળે ઉપરમાં ૪૭૪૦.૬૦ સુધી જઇ અંતે ૪૦.૭૫ પોઇન્ટ વધીને ૪૭૩૩.૮૫ બંધ રહ્યો હતો. નિફ્ટી બેઝડ ઘટનાર શેરોમાં આજે વિપ્રો, ઇન્ફોસીસ, ટીસીએસ, સેસાગોવા, ભારતી એરટેલ, સેઇલ, કેઇન ઇન્ડિયા, સિમેન્સ, કોટક મહિન્દ્રા બેંકમાં નરમાઇ હતી.
ડિસેમ્બર એકસ્પાયરી ૪૮૫૦ નજીક ધ્યાને નિફ્ટીમાં લેવાલી ઃ ૪૯૦૦નો કોલ ૬.૧૦થી ઉછળીને ૧૭
ડેરીવેટીવ્ઝમાં ઇન્ડેક્ષ બેઝડ ગઇકાલે એફઆઇઆઇની રૃા. ૧૪૯૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી બાદ આજે આરંભમાં નરમાઇમાં ફંડોએ નિફ્ટી બેઝડ વધુ લેણ કરતા નિફ્ટી ડિસેમ્બર ફ્યુચર ૪૭૧૧.૫૦ સામે ૪૬૭૩.૫૫ ખુલી નીચામાં ૪૬૪૦થી ઉપરમાં ૪૭૫૮ સુધી જઇ અંતે ૪૭૫૩ બોલાતો હતો. નિફ્ટીમાં હવે ૪૬૦૦ના મહત્વના ટેકાએ ફંડો સાથે અમુક ખેલંદાઓ ડિસેમ્બર એકસ્પાયરી ૪૮૫૦ નજીકના ધ્યાને લેવાલ બન્યા હતા. નિફ્ટી ૪૮૦૦નો કોલ ૫૫૪૫૪૪ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૩૩૯૬.૫૩ કરોડના ટર્નઓવરે ૩૫.૭૦ સામે ૨૫.૧૦ ખુલી નીચામાં ૧૭.૫૫ થઇ પાછો ફરીને ઉપરમાં ૪૮.૫૫ સુધી જઇ અંતે ૪૫ બોલાતો હતો. નિફ્ટી ૪૬૦૦નો પુટ ૬૦૪૬૬૦ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૪૦૧૬.૮૦ કરોડના ટર્નઓવરે ૩૩.૬૫ સામે ૪૪.૭૦ ખુલી ઉપરમાં ૫૩.૫૫ થઇ નીચામાં ૧૮.૬૦ સુધી જઇ છેલ્લે ૨૦ બોલાતો હતો. નિફ્ટી ૪૯૦૦નો કોલ ૧૩.૮૦ સામે ૯.૫૦ ખુલી નીચામાં ૬.૧૦ થઇ ઉપરમાં ૧૯.૫૫ સુધી જઇ છેલ્લે ૧૭ હતો.
અન્ન મોંઘવારી આંક ૧.૮૯ ટકા ચાર વર્ષના નવા તળીયે ઃ રિઝર્વ બેંકના ઉદાર પગલાં અપેક્ષીત
બેંકિંગ શેરોમાં ઓવરસોલ્ડ પોઝિશનમાં આજે આરંભમાં ઘટયામથાળે વધુ શોર્ટ કવરીંગ સાથે લેવાલી આઇસીઆઇસીઆઇ બેંકની આગેવાનીએ નીકળી હતી. અન્ન મોંઘવારી આંક ૪.૩૪ ટકાથી ઘટીને ચાર વર્ષના નવા નીચા તળીયે ૧.૮૯ ટકા આવી જવા હવે રિઝર્વ બેંક દ્વારા ગમે તે ઘડીએ પ્રમુખ દરોમાં ઘટાડાની અપેક્ષાએ બેંક શેરોમાં લેવાલી નીકળી હતી. બેંક નિફ્ટી ફ્યુચર ૮૧૯૮.૮૫ સામે ૮૧૧૯.૮૦ ખુલી નીચામાં ૮૦૭૯ સુધી જઇ પાછો ફરીને ઉપરમાં ૮૪૧૯ થઇ અંતે ૮૩૯૫ બોલાતો હતો.
બેંકેક્ષ ૨૧૩ પોઇન્ટ ઉછળ્યો ઃ પીએનબી રૃા. ૩૪, આઇસીઆઇસીઆઇ બેંક રૃા. ૨૫ ઉછળ્યા
બેંકિંગ શેરોમાં આઇસીઆઇસીઆઇ બેંક રૃા. ૨૪.૭૫ ઉછળીને રૃા. ૭૨૭.૧૦, પીએનબી રૃા. ૩૩.૫૫ ઉછળીને રૃા. ૮૨૫.૨૦, બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૧૦.૫૦ વધીને રૃા. ૩૦૪, સ્ટેટ બેંક રૃા. ૪૫.૩૫ વધીને રૃા. ૧૬૬૮.૪૫, યશ બેંક રૃા. ૬.૮૦ વધીને રૃા. ૨૫૭.૨૦, આઇડીબીઆઇ બેંક રૃા. ૨.૦૫ વધીને રૃા. ૮૪.૫૦, એક્સીસ બેંક રૃા. ૧૯.૦૫ વધીને રૃા. ૮૭૩.૩૦, ઇન્ડસઇન્ડ બેંક રૃા. ૫ વધીને રૃા. ૨૪૫.૦૫, એચડીએફસી બેંક રૃા. ૭.૭૦ વધીને રૃા. ૪૪૩, બેંક ઓફ બરોડા રૃા. ૯.૦૫ વધીને રૃા. ૬૮૦.૨૦ રહ્યા હતા. બીએસઇ બેંકેક્ષ ઇન્ડેક્ષ ૨૧૩.૪૮ પોઇન્ટ વધીને ૯૬૨૯.૮૯ રહ્યો હતો.
પ્રોપર્ટી કંપનીઓને કર્મચારીઓને પગાર આપવાના ફાફા? જંગી દેવાબોઝ ઃ રિઝર્વ બેંકની અપેક્ષાએ શેરો વધ્યા
રીયાલ્ટી ક્ષેત્રે અત્યારે હોમ લોનના અત્યંત ઊંચા દરો અને પ્રોપર્ટીના ઊંચા ભાવોએ ખરીદીના અભાવમાં ઉચા ભાવે ફસાયેલા ઇન્વેસ્ટરો ૧૫થી ૨૦ ટકા ડિસ્કાઉન્ટે પ્રોપર્ટી વેચવા માંડયા હોઇ પ્રોપર્ટીના ભાવોમાં વધુ કડાકાની શક્યતા અને પ્રોપર્ટી ડેવલપરોને પગાર આપવાના ફાંફાની ચર્ચા છતાં રિઝર્વ બેંકની ધિરાણ નીતિમાં ઢીલની અપેક્ષાએ રીયાલ્ટી શેરોમાં શોર્ટ કવરીંગ થયું હતું. ડીએલએફ રૃા. ૯.૦૫ વધીને રૃા. ૧૯૭.૬૦, પાર્શ્વનાથ ડેવલપર્સ રૃા. ૧.૯૦ વધીને રૃા. ૪૩.૦૫, યુનીટેક રૃા. ૧૯.૪૫, એચડીઆઇએલ રૃા. ૨.૦૫ વધીને રૃા. ૫૭.૨૫, ફિનિક્સ મિલ્સ રૃા. ૩.૦૫ વધીને રૃા. ૧૫૭.૮૦ રહ્યા હતા. બીએસઇ રીયાલ્ટી ઇન્ડેક્ષ ૪૦.૩૨ પોઇન્ટ વધીને ૧૪૨૬ રહ્યો હતો.
ઓટો લોન સસ્તી થવાની અપેક્ષાએ શેરોમાં કવરીંગ ઃ અશોક લેલેન્ડ, અપોલો ટાયર્સ, ટાટા મોટર્સ વધ્યા
ઓટોમોબાઇલ કંપનીઓના વાહનોના વેચાણને પણ ઔદ્યોગિક મંદ વૃદ્ધિ સાથે ઓટો લોનના ઉંચા દરો અને ફ્યુલના પ્રવર્તમાન ઊંચા ભાવોની નેગેટીવ અસર હોઇ હવે અન્ન મોંઘવારી આંક ચાર વર્ષના તળીયે જતાં રિઝર્વ બેંકની રાહતની અપેક્ષાએ ઓટો લોન સસ્તી બનવાના અંદાજોએ આટો શેરોમાં શોર્ટ કવરીંગ જોવાયું હતું. અશોક લેલેન્ડ રૃા. ૨.૩૫ વધીને રૃા. ૨૩.૩૫, અપોલો ટાયર્સ રૃા. ૫.૩૫ વધીને રૃા. ૬૦.૮૫, ક્યુમિન્સ ઇન્ડિયા રૃા. ૧૮.૨૦ વધીને રૃા. ૩૪૪.૪૫, ટાટા મોટર્સ રૃા. ૬.૬૫ વધીને રૃા. ૧૮૩.૭૦, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૧.૧૦ વધીને રૃા. ૧૦૫, મારૃતી રૃા. ૬.૩૫ વધીને રૃા. ૯૬૭.૩૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃા. ૩.૫૦ વધીને રૃા. ૬૯૩.૩૦ રહ્યા હતાં.
પાવર શેરોમાં ઘટાડે વેલ્યુબાઇંગ શરૃ ઃ ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ, સુઝલોન, પીટીસી, પાવર ગ્રીડમાં લેવાલી
કેપિટલ ગુડઝ- પાવર શેરોમાં પણ ઘટયામથાળે શોર્ટ કવરીંગ વધતા અને વેલ્યુબાિંગે બીએસઇ પાવર ઇન્ડેક્ષ ૩૫.૦૮ પોઇન્ટ વધીને ૧૮૧૫.૫૬ અને કેપિટલ ગુડઝ ઇન્ડેક્ષ ૯૨.૯૨ પોઇન્ટ વધીને ૮૧૦૫.૯૬ રહ્યા હતાં. ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ રૃા. ૮.૧૫ વધીને રૃા. ૧૧૭.૩૫, સુઝલોન એનર્જી ૭૫ પૈસા વધીને રૃા. ૧૮.૬૫, જીએમઆર ઇન્ફ્રા. રૃા. ૧૯.૮૫, પાવર ગ્રીડ કોર્પ રૃા. ૨.૪૫ વધીને રૃા. ૧૦૦.૩૦, ટાટા પાવર રૃા. ૨.૦૫ વધીને રૃા. ૮૮.૯૦, એનટીપીસી રૃા. ૩.૫૦ વધીને રૃા. ૧૬૩.૮૦, એનએચપીસી રૃા. ૧૯.૧૦, પીટીસી ઇન્ડિયા રૃા. ૪૦.૫૫, ભેલ રૃા. ૩.૬૦ વધીને રૃા. ૨૩૭.૬૫, રિલાયન્સ પાવર રૃા. ૧.૨૦ વધીને રૃા. ૭૩.૫૫ રહ્યા હતાં.
યુ.એસ.ના આઉટસોર્સીંગ અંકુશોની હલચલે આઇટી શેરોમાં વેચવાલી ઃ ડોલર વધીને રૃા. ૫૨.૯૦ થયો
રૃપિયા સામે ડોલર પાછલા દિવસોમાં રેકોર્ડ રૃા. ૫૪.૩૦ની ઉંચાઇથી તૂટીને રૃા. ૫૨.૫૦ થઇ ગયા બાદ આજે રૃા. ૫૨.૫૦ સામે ઉપરમાં રૃા. ૫૨.૯૦ અને નીચામાં રૃા. ૫૨.૬૦ થઇ છેલ્લે રૃા. ૫૨.૭૩ રહેવા છતાં યુ.એસ.માં ભારતના આઇટી ઉદ્યોગ પાસેથી આઉટસોર્સીંગ પર અંકુશો લાદવાના પગલાંની વિચારણાએ આઇટી શેરોમાં વેચવાલીએ એમ્ફેસીસ રૃા. ૧૬.૨૦ ઘટીને રૃા. ૩૧૨.૭૫, વિપ્રો રૃા. ૧૦.૯૦ ઘટીને રૃા. ૩૯૬.૭૦, ઓરકેલ ફીનસર્વ રૃા. ૪૦.૯૦ ઘટીને રૃા. ૧૮૫૫, ઇન્ફોસીસ રૃા. ૨૯.૪૫ ઘટીને રૃા. ૨૭૧૪.૮૦, પટની કોમ્પ્યુટર રૃા. ૪ ઘટીને રૃા. ૪૪૧, ટીસીએસ રૃા. ૧૦.૯૦ ઘટીને રૃા. ૧૧૪૯ એચસીએલ ટેક્નોલોજી રૃા. ૨.૧૦ ઘટીને રૃા. ૩૮૮.૩૦ રહ્યા હતાં. બીએસઇ આઇટી ઇન્ડેક્ષ ૬૯.૨૬ પોઇન્ટ ઘટીને ૫૬૮૦.૧૯ રહ્યો હતો.
હાથીના ફેવરીટ પુંજ લોઇડમાં કોણે કોની ગેમ કરી? પ્રતિબંધ બાદ એફએન્ડઓમાં રૃા. ૩૭ ભાવે ૩૦ લાખ શેરોનો સોદો થયો
પુંજ લોઇડમાં પાછલા દિવસોમાં ફ્યુચર એન્ડ ઓપ્શન્સમાં હાથીના આ ફેવરીટ શેરમાં કોઇનું મોટું તેજીનું ઓળીયું પકડી લઇને રૃા. ૫૨થી ૫૩ નજીકના ભાવે આ તેજીના ખેલાડીને ફસાવવાનો વ્યુહ અપનાવી એફએન્ડઓમાં સ્ક્રીપને નવા ઓળીયા માટે પ્રતિબંધમાં મૂકવા ફરજ પાડયાની ચર્ચા બાદ આ ખેલાડીનો તેજીના પોટલા છોડાવી દેતા કડાકામાં શેરનો ભાવ રૃા. ૩૦ના તળીયે લાવી મૂક્યા પછી આજે એફ એન્ડઓમાં રૃા. ૩૬ના ભાવ નજીક ૩૦ લાખ શેરોનો સોદો કરી હાથીએ જ મોટી નોટ છાપ્યાની ચર્ચા હતી. એફએન્ડઓમાં પુંજ લોઇડમાં આજે બપોરે બાર વાગ્યા સુધીમાં એક કરોડ શેરોનું વોલ્યુમ થઇ ગયું હતું. બીએસઇમાં ૧૩.૪૯ લાખ શેરોના વોલ્યુમે શેરનો ભાવ રૃા. ૩૮.૦૫ સામે આજે નીચામાં રૃા. ૩૭.૩૦ થઇ અંતે રૃા. ૪૦.૬૦ રહ્યો હતો. જ્યારે એનએસઇમાં સ્ટોક ફ્યુચરમાં પુંજ લોઇડ પ્રતિબંધ આજે મોટાપાયે ટ્રેડીંગમાં રૃા. ૮.૬૫ ઉછળીને (૨૮.૫૦ ટકા) રૃા. ૩૯ બંધ રહ્યો હતો. એનએસઇ એફ એન્ડઓમાં પુંજ લોઇડમાં આજે કુલ ૧.૭૨ કરોડ શેરોમાં રૃા. ૬૪.૩૪ કરોડનું વોલ્યુમ થયું હતું.
હાથી તકલીફમાંથી બહાર આવ્યો? ફેવરીટ શેરો વીઆઇપી, ટાઇટન, આયોન, હિન્દ ઓઇલ, બિલકેરમાં તેજી
હાથી- એલીફન્ટના ફેવરીટ શેરોમાં પાછલા દિવસોમાં મોટાપાયે ધોવાણ બાદ આજે પુંજ લોઇડમાં મોટી ગેમ થઇ ગયા સાથે હાથી તકલીફમાંથી બહાર આવ્યાની ચર્ચા વચ્ચે ફેવરીટ શેરોમાં તેજીનો વ્યાપક ચમકારો જોવાયો હતો. ડેલ્ટા કોર્પ રૃા. ૫.૪૫ ઉછળીને રૃા. ૬૧.૫૫, પુંજ લોઇડ રૃા. ૧.૯૫ વધીને રૃા. ૪૦, ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૫.૯૦ વધીને રૃા. ૧૭૪.૮૫, આયોન એક્ષચેન્જ રૃા. ૩.૨૦ વધીને રૃા. ૮૯, હિન્દુસ્તાન ઓઇલ એક્સપ્લોરેશન રૃા. ૩.૩૫ વધીને રૃા. ૯૫.૨૦, બિલકેર રૃા. ૮.૦૫ વધીને રૃા. ૧૬૯.૯૫, ક્રિસિલ રૃા. ૬.૩૫ વધીને રૃા. ૮૬૬.૮૦, કજારિયા સિરામિક વધીને રૃા. ૯૬.૨૫, એગ્રોટેક ફૂડ રૃા. ૯.૯૦ ઘટીને રૃા. ૩૪૧.૩૫, એટુઝેડ મેઇન્ટેનન્સ વધીને રૃા. ૯૧.૯૫, લુપીન રૃા. ૫.૩૦ વધીને રૃા. ૪૪૧.૦૫, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૧.૯૦ વધીને રૃા. ૭૪.૬૫, સ્ટર્લિંગ હોલીડે રીસોર્ટ રૃા. ૧.૧૫ વધીને રૃા. ૮૧.૬૫, સુબેક્ષ રૃા. ૧.૦૫ વધીને રૃા. ૨૪.૭૦, વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૭.૮૫ વધીને રૃા. ૮૫.૫૦, ઓર્ચિડ કેમિકલ્સ રૃા. ૩.૮૫ વધીને રૃા. ૧૪૦.૬૦, એપટેક રૃા. ૧.૧૫ ઘટીને રૃા. ૭૨.૭૫, કરૃર વૈશ્ય બેંક રૃા. ૪.૨૦ વધીને રૃા. ૩૫૩.૪૫, પ્રાઇમ ફોકસ ઘટીને રૃા. ૪૫.૨૫, રાલીઝ ઇન્ડિયા રૃા. ૨.૬૦ ઘટીને રૃા. ૧૨૬, જીઓજીત બીએનપી વધીને રૃા. ૧૫.૮૦, ઓટોલાઇન ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૧.૩૦ વધીને રૃા. ૯૦.૬૫, એનસીપી વધીને રૃા. ૩૬.૨૫ રહ્યા હતાં.
એફઆઇઆઇની કેશમાં રૃા. ૨૩૭ કરોડની નેટ વેચવાલી
એફઆઇઆઇ દ્વારા આજે ગુરુવારે કેશ સેગ્મેન્ટમાં વધુ રૃા. ૨૩૬.૩૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરાઇ હતી. જ્યારે ડીઆઇઆઇ દ્વારા રૃા. ૨૨૯.૭૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરાઇ હતી. યુરોપના બજારોમાં સાંજે ૩૦થી ૭૫ પોઇન્ટનો ઉછાળો હતો. એશીયામાં ૩૫થી ૪૫ પોઇન્ટની નરમાઇ હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સુખોઈ-૩૦ વિમાનનો સોદો મંજુરઃ ભુજ ખાતે સુખોઈની હાજરીથી ગુજરાતને સુખ
ઇરાકમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો ૫૭નાં મોત ઃ ૧૭૬ ઘાયલ
ભારતીય યુવકના હત્યારા ઓસ્ટ્રેલિયન કિશોરને ૧૩ વર્ષની જેલ
અમુક વિદેશીઓને નિવૃત્ત થવાની છૂટ ચીન આપશે
પાક. સંરક્ષણ મંત્રાલયનો ISI અને સૈન્ય પર અંકુશ નથી
યુ.એસ.દ્વારા આઉટસોર્સીંગ અંકુશોની વિચારણાએ આરંભિક નરમાઇ બાદ
સોનામાં તેજી અટકી રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદીમાં પણ ફરી કડાકો
૨૦૧૧માં રૃા. ૩૨,૦૦૦ કરોડના આઈપીઓ માંડી વળાયા
કપાસ-રૃની કિંમતોમાં વધારો થવાની શક્યતા નથી
વિશ્વમાં સ્ટીલના ઉત્પાદન ક્ષમતાનો વપરાશ બે વર્ષના તળિયે
ફિલ્મમાં મલ્લિકા શેરાવતના મેકઅપ પાછળ જ રૃા. ૬૦ લાખનો ખર્ચ કરાશે
સંગીતકાર પ્રીતમ પહેલી જ વાર ધર્મા પ્રોડકશનની ફિલ્મમાં સંગીત આપશે
'મુન્નાભાઈ' સિરીઝની નવી ફિલ્મના કલાકારો યથાવત પણ દિગ્દર્શક બદલાશે
૨૦૧૧ના ફિલ્મી વિવાદો ઃ 'હીરોઇન'ની હીરોઇન ઐશ્વર્યા ગર્ભવતી થઇ અને...
તેંડુલકરને મેલબોર્નમાં ૧૦૦મી સદી ફટકારતો જોવા આતુર છુંઃ શેન વોર્ન
સૌરાષ્ટ્ર અને રેલ્વેની મેચમાં બે દિવસમાં ૩૬ વિકેટ પડી
બ્રેડમેન કરતા તેંડુલકર વધુ મહાન બેટ્સમેન કહી શકાય
હરિયાણાના ૨૦૭ સામે ગુજરાતે ૨૨૮ રન નોંધાવ્યા

પ્રથમ ટેસ્ટ અગાઉ ઝહીરની ફિટનેસ અંગે ભારત ચિંતિત

અનુસૂચિત જનજાતિની યાદીમાં સુધારો કરવા અંગેના બિલને સંસદની મંજૂરી
આદર્શ સોસાયટીનો ગગનચુંબી ગોટાળો ઃ અદાલતી પંચની મુદત છ મહિના લંબાવાઈ
નવા લોકપાલ બિલ મુજબ લોકપાલ અને લોકાયુક્તને વ્યાપક સત્તા
ચાલુ નાણાંકીય વર્ષનો અંદાજીત વિકાસદર ૭.૬ ટકા ઃ રીઝર્વ બેન્ક
ભગવદ્ ગીતા પર રશિયામાં પ્રતિબંધ મૂકવા અંગે મુંબઈના હાઈકોર્ટે આદેશ આપ્યો
બોગસ કલાસ ખોલી વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃતિની રકમ ચાઉં કરી
રાજપીપળા પોસ્ટ ઓફિસ લૂંટવાનો પ્રયાસ ઃ પોલીસ પર ફાયરીંગ
દાહોદમાંં રેગીંગ ઃ વિદ્યાર્થિની અને સમગ્ર કોલેજ સામસામે
ચાલક પર છરાથી હુમલો કરી ૧૦ લાખના દાણા ભરેલી ટ્રકની લૂંટ
જીપ ટેન્કરને ઓવરટેક કરવા જતાં અકસ્માતમાં એકનું મોત
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved