Last Update : 23-Dec-2011,Friday
 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૩-૧૨-૨૦૧૧ શુક્રવાર
માગશર વદ ચૌદશ-વિંછુંડો
માસિક શિવરાત્રી
વિષ્ટી બપોરના ૩ ક. ૧૭ મિ. સુધી
દિવસના ચોઘડિયા ઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા ઃ રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૯ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૭ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૦૨ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૭ ક. ૦૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૫ મિ.
નવકારસી સમય ઃ (અ) ૮ ક. ૦૭ મિ. (સૂ) ૮ ક. ૦૨ મિ. (મું) ૭ ક. ૫૭ મિ.
જન્મરાશિ ઃ- આજે જન્મેલ બાળકની વૃશ્ચિક (ન.ય.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ- અનુરાધા સવારના ૧૧ ક. ૧૧ મિ. સુધી પછી જયેષ્ઠા. આજે સવારના ૧૧ ક. ૧૧ મિ. પછી જન્મેલ બાળક માટે જ્યેષ્ઠા શાંતિ કરાવવી.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય-ધન, મંગળ-સિંહ, બુધ-વૃશ્ચિક, ગુરૃ-મેષ, શુક્ર-મકર, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-વૃશ્ચિક
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૩, ખર સ., જૈનવીર સંવતઃ ૨૫૩૮
રા.દિ. પો- ૨ ઉત્તરાયણ શિશિર ઋતુ
માગશર વદ ચૌદસને શુક્રવાર માસિક શિવરાત્રી. આજે વિંછુંડો છે. વિષ્ટી ૧૫-૧૭ સુધી. આજે રાત્રે ૨ ક. ૦૨ મિ.થી અમાવાસ્યા શરૃ થાય છે. દર્શ અમાવાસ્યા આવતીકાલે શનિવારે છે.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ મોહરમ માસનો ૨૭ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ અમરદાદ માસનો ૭ રોજ
ફસલી દએ મહિનાનું બીજું જસન.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

તા. ૨૩-૧૨-૨૦૧૧ શુક્રવાર

મેષ ઃ આજે આકસ્મિક ચિંતા-ઉપાધિના કારણે દિવસ અશાંતિમાં, ખર્ચ-દોડધામવાળો રહે. શારીરિક-માનસિક અસ્વસ્થતા અનુભવાય.

વૃષભ ઃ જાહેર સંસ્થાકીય કામમાં, પોતાની સંસ્થાના કામમાં આપ ચિંતા-મુંઝવણમાં અટવાયેલા રહો. આક્ષેપ-અપયશ-વિવાદ-નુકસાની જણાય.

મિથુન ઃ કૌટુંબીક બિમારી, સગા સંબંધી-મિત્રવર્ગની, પરિવારની બિમારી આપને ચિંતા-વ્યથા, કામકાજમાં રૃકાવટ રખાવે. વધારાનો ખર્ચ આવી જાય.

કર્ક ઃ પુત્ર પૌત્રાદિકની ચિંતા રહે. વાત વાતમાં મતભેદ થઈ જાય કે મનદુઃખ થાય. શેરોના, નોકરી-ધંધાના કામમાં જીદ્દ-મુમત-અહમ રાખવો નહીં.

સિંહ ઃ મકાન-જમીન-વાહન-મીલ્કતના પ્રશ્નમાં, વેપાર-ધંધામાં, ટ્રાવેલ્સના ધંધામાં, ભાગીદારીવાળા સંયુક્ત કૌટુંબીક ધંધામાં- મીલ્કતમાં ચિંતા રહે.

કન્યા ઃ આજે આપે યાત્રા પ્રવાસ-મુલાકાતની, બહાર જવાની તૈયારી રાખવી પડે. અચાનક બહાર જવાનું થાય. ધંધાના કામમાં આવક થાય.

તુલા ઃ આપના નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો. વધારાનું કામ ઉકેલાય, ઘર-પરિવારના કામમાં સાનુકૂળતા રહે. આનંદ રહે.

વૃશ્ચિક ઃ શાંતિથી દિવસ પસાર કરવો. કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. ઉશ્કેરાટ-ગુસ્સો કરવો નહીં. જોખમી કોઈ નિર્ણય કરવો નહીં. તબિયત સાચવવી.

ધન ઃ આપના અંગત કામમાં બંધન-ચિંતા-રૃકાવટમાં અટવાયેલા રહો. શરીરમાં કળતર-પીડાથી નોકરી-ધંધાના કામમાં તકલીફ જણાય.

મકર ઃ આપના રોજીંદા કામમાં તેમજ અન્ય વધારાના કામમાં ધ્યાન આપી શકો. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. સીઝનલ ધંધામાં આવક થાય.

કુંભ ઃ હરોફરો, કામકાજ કરો પરંતુ નોકરી-ધંધાના, ઘર, પરિવાર, કુટુંબના પ્રશ્નમાં શાંતિ-રાહત જણાય નહીં. સંતાન સાથે મતભેદ થઈ જાય.

મીન ઃ અન્યની બિમારી-ચિંતા-મુશ્કેલીના કારણે આપે બહાર કે બહારગામ જવું પડે. ચિંતા-ખર્ચ અનુભવાય. રસ્તો ક્રોસ કરતાં સંભાળવું.

- પ્રા. અગ્નિદત્ત પદમનાભ

 

 

જન્મ તારીખ વર્ષ સંકેત

તા. ૨૩ ડિસેમ્બર

 

આજની તારીખે શરૃ થઈ રહેલ આપનું જન્મવર્ષ આરોહ-અવરોહનું રહે. વર્ષારંભે કૌટુંબીક પ્રશ્નમાં ચિંતા-બિમારી-ખર્ચ જણાય. વધારાનો ખર્ચ આવી જાય, નાણાંભીડ અનુભવો. પોતાના આરોગ્યની કાળજી રાખવી પડે.

- નોકરી-ધંધામાં મહેનત વધારે અને ફળ ઓછું જણાય, અવાર નવાર હતાશા-નિરાશા જણાય પરંતુ જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ હતાશા-નિરાશા દૂર થાય. તમારા ભાગ્યોદય-પ્રગતિ-સફળતાના સંજોગો પ્રબળ બનતા જાય.

- પત્ની-સંતાન સુખ પ્રાપ્ત થાય. તેમના સહકારથી, ભાગ્યબળથી ઘર-પરિવારની આવક-સુખસંપત્તિમાં વધારો થાય. અવિવાહીતને વિવાહ-લગ્નનું નક્કી થાય.

- સંયુક્ત મીલ્કત કે વ્યક્તિગત મીલ્કતની વહેંચણી, વેચાણ-ખરીદીના પ્રશ્નમાં વિવાદ, કાનૂની કાર્યવાહી, સરકારી ખાતાકીય કાર્યવાહીના કારણે વિલંબ થાય. પરંતુ કામ ઉકેલાય.

- સ્ત્રીવર્ગને માનસિક પરિતાપ રહે. સાંસારીક પ્રશ્નમાં ચિંતા રહે. જીદ્દ-મુમત-ઉશ્કેરાટ-અહમમાં તકલીફ થાય.

- વિદ્યાર્થીવર્ગને ભણવામાં એકાગ્રતા રાખવી જરૃરી રહેશે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગન અને લીલા ફિલ્મ જોવા ગયેલા. અંધારું થયું અને ફિલ્મ થોડીક ચાલી હશે અને લીલીએ છગનને કોણી મારીને કહ્યું, 'જોયું ? મારી બાજુમાં બેઠેલા બહેન ઊંઘી રહ્યા છે ? અને એમના નાકનો અવાજ પણ આવે છે.'
'હા. પણ.' છગને કહ્યું, 'આટલી નાની વાત કહેવા માટે તારે મને જગાડવાની શું જરૃર હતી ?'

[Top]
 

આજ ની રેસીપી

 

જૈન પુલાવ વીથ કબાબ

 

સામગ્રી ઃ (કબાબ માટે) ૧ કપ ચણાની દાળ, ૧૦૦ ગ્રામ જરદાળુ, પ્રમાણસર મીઠું, ૧/૪ ચમચી ખાવાનો સોડા, ૧ ચમચી મરચાની ચટણી, ૬ પાઉની સ્લાઈસ ( ખુણા કાપેલી), ૧/૨ કપ ખમણેલું નાળિયેર, ૧/૨ કપ બારીક કરેલી કોથમીર, ૨ ચમચા તેલ, ૧ ચમચી લીંબુનો રસ, ૧ ચમચો ધાણા અને ખસખસનો અધકચરો ભૂકો.
પુલાવ માટે ઃ ૨ કપ બાસમતી ચોખા,૧ નાળિયેરનું જાડું દૂધ, ૧ કપ બારીક કોથમીર, ૧ ચમચો સાકર, ૧/૨ કિલો ટામેટા, ૨ ચમચી ઘી, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી મરચાની ચટણી, પ્રમાણસર મીઠું, ૧ ચમચી જીરું, ૧ ચમચી કોર્નફ્‌લોર, સુકો મસાલો, ૫ લવંિગ, ૧૦ મરીના દાણા, ૭ ઈલાયચી, ૪ તજના કટકા.
રીત ઃ (કબાબની) ચણાની દાળને સાત કલાક ઠંડા પાણીમાં પલાળો. પથ્થર પર વાટવી તેમાં જરદાળું સિવાય ઉપરનો બધો મસાલો નાખવો. પાઉં પાણીમાં પલાળી દબાવી નાખવા. જરદાળુને ૬ કલાક પાણીમાં પલાળવા. બહાર કાઢી લેવી. બદામને બારીક સમારી ભાત પર પાથરવી. દરેક જરદાળુના બે ભાગ કરવા.
ચણાની દાળનું પુરણ લઈ તેની હાથમાં નાની પુરી બનાવવી. તેમાં અડઘું જરદાળું મુકી બંધ કરવું. આ પ્રમાણે બધા કબાબ બનાવી ગરમ તેલમાં તળી બાજુ પર રાખવા.
પુલાવની રીત ઃ ટમેટાના બારીક ટુકડા કરી ઈલેક્ટ્રીક બ્લેન્ડરમાં ચર્ન કરી સૂપના સંચાની બારીક જાળીથી ગાળી લેવું.
૦ ચોખાને ૨ કલાક ભીંજવી છૂટો કરી જરા કડક ભાત બનાવો. તેમાં મીઠુ નાખી બાજુ પર મૂકી દેવું.
૦ નાળિયેરનું દૂધ અને ટમેટાનો રસ ભેગા કરી તેમાં કોર્નફ્‌લોર નાખી બરાબર હલાવવું. મીઠું, મરચું, મરચાની ચટણી અને સાકર નાળિયેરના દૂધમાં ભેગા કરી તે ગ્રેવી બાજુ પર રાખવી.
પુલાવ બનાવવા માટેના વાસણમાં ઘી ગરમ કરવા મુકવું. તેમાં જીરું નાખી બારીક કોથમીર નાખવી. નાળિયેરના દૂધની ગ્રેવી નાખી ભાત ઉમેરવો. સૂકો મસાલો ભેળવી વાસણ ઢાંકીને ધીમે તાપે ૧૦ મિનિટ ગેસ પર ચડવા દેવું.
૦ પીરસતી વખતે ભાત લાંબી પ્લેટમાં પાથરવો. તેના ઉપર તળેલા કબાબ ગોઠવવા. ઉપર બદામ ભભરાવવી.

ત્રિરંગી બટેટાંટોપ
સામગ્રી ઃ એક કિલો બટાટા, અડધો કિલો વટાણા, અડધો કીલો રતાળું, કોપરું, તજ, લવંિગ, તલ, લાલ દ્રાક્ષ, કોથમીર, આદુ-મરચાં, લસણ, વાટેલ સીંગદાણા, મીઠું, ખાંડ, હળદર, જોઈતા પ્રમાણમાં ગરમ મસાલો, ત્રણ ચમચા ઘઉંનો અથવા ચણાનો લોટ.
રીત ઃ સૌપ્રથમ બટેટાને બાફી તેનો છુંદો કરી નાખવો અને તેમાં થોડું મીઠું તેમજ ત્રણ ચમચા ઘઉંનો અથવા ચણાનો લોટ ભળી દેવો. રતાળુને વરાળથી બાફી નાખી તેનો છુંદો કરવો અને તેમાં પણ થોેડુંક મીઠું ભેળવવું. લીલા વટાણાને ગ્રાઈન્ડરમાં પીસી નાખવા ત્યારબાદ તજ લવંિગનો વઘાર કરી સાંતળવા અને તેમાં કોપરું થોડા તલ, લાલ દ્રાક્ષ, કોથમીર, આદુ, મરચાં, લસણ, વાટેલા સીંગદાણા ા, મીઠું, ખાંડ, હળદર, ગરમ મસાલો વગેરે સરખી રીતે મિક્સ કરી દેવો.
ત્યારબાદ કથરોટના જેવું પહોળું તપેલું લઈ તેમાં તેલ લગાવવું અને તેમાં બટેટાનો રોટલો થાપી મુકી દેવો. આ રોટલા ઉપર વટાણાનો જે મસાલો ઉપર તૈયાર કર્યો છે તેનું પડ પાથરવું અને આ પડની ઉપર રતાળુનો રોટલો બનાવી મુકી દેવો. ફરી તેના પર જેટલા પડ બનાવવા હોય તેટલા બનાવી શકાય છે. તપેલામાં તેલ જરા વધારે રેડવું અને તવેથા વડે સરખું ગોળ બનાવી દેવું. ત્યારબાદ વાસણને એકદમ ધીમા તાપે મુકવું અને લાલ રંગનું પડ થાય ત્યારે ઉતારી લેવું. ત્યારબાદ તેના પર કોથમીર અને કોપરાનું ડેકોરેશન કરવું. આ વાનગીને કેકની જેમ કાપી શકાશે અને ત્રણ રંગની દેખાશે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
બટાટાંની બરફી
સામગ્રી ઃ ૫૦૦ ગ્રામ બટાટા, ૧ કિલો સાકર, ૨૫૦ ગ્રામ માવો, એક છટાંક કોપરું, એક છટાંક કીસમીસ, એક તોલો ઈલાયચી, ૨ નંગ ચાંદીના વરખ, એક છટાંક પીસ્તા બદામ.
રીત ઃ બટાટા બાફી, છોલી, છીણી નાખો. ત્યારબાદ ઘીમાં સાંતળી નાખો, સાકરની જાડી ચાસણી કરી તેમાં બટાટાનું પુરણ, માવો કોપરું, કીસમીસ અને છેલ્લે બદામ નાખો. બઘુ ંએકરસ થાય અને પાણી બિલકુલ રહે નહિ ત્યાં સુધી હલાવો. થાળીમાં ઘી લગાવી તૈયાર થયેલા પુરણને તેના પર પાથરી દો, એલચીના દાણા, પીસ્તાના ટુકડા અને ચાંદીના વરખ, શોેભા માટે તેના પર લગાવો ઠરી ગયા પછી તેના કડકા કરો.

 

 

[Top]
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved