Last Update : 22-Dec-2011,Thursday
 

એક રૂપિયામાં શું મળે?

 

ભારતનો રૂપિયો આજકાલ ગબડી રહ્યો છે, ગબડતો ગબડતો અટકી રહ્યો છે, અટકીને પાછો ચડી રહ્યો છે...
પણ સવાલ એ છે કે બોસ, આજે રૂપિયાની ‘વેલ્યુ’ શું? તો દોસ્તો, જરા પોઝિટીવલી વિચારો... આજે ૧ રૂપિયામાં શું શું મળે છે!!
***
જુઓ, જુઓ, જલ્સા કરો
આજે એક રૂપિયામાં
શું શું મળે છે...
***
રૂપિયામાં બે આઠ આની
ચાર ચાર આની
તે ય કેવી રૂપાળી
હજી યે જોવા મળે છે...
અને પાંચિયા-દસિયાનો ભાવ?
ક્યારેક ભંગારવાળો ય ગણે છે!
જુઓ જુઓ જલ્સા કરો
આજે એક રૂપિયામાં
શું શું મળે છે...
***
રૂપિયાના પૈસા સો
સો પૈસાનો ‘ટૉકટાઈમ’...
અરે સો ‘સેકન્ડ’નો ટોકટાઈમ...!
બધી સ્કીમોમાં મળે છે!
એસએસએસની વાત ન પૂછો
સો સો એસએમએસ મળે છે!
લવ-યુ કહો કે મિસ-યુ
બઘું એક પૈસામાં મળે છે!
જુઓ જુઓ જલ્સા કરો
આજે એક રૂપિયામાં
શું શું મળે છે...
***
ધાણા-દાળનાં બે પેકેટ
મુખવાસનું એક પેકેટ
શેમ્પુનું અડઘું પેકેટ
ને ફેસ-વૉશનું પા પેકેટ
એક રૂપિયામાં મળે છે!
પેટ્રોલના ભાવ તો ઊંચા છે
પણ એક રૂપિયામાં
ગણી તો જુઓ...
૧૪ એમએલ પેટ્રોલ મળે છે!!
જુઓ જુઓ જલ્સા કરો
આજે એક રૂપિયામાં
શું શું મળે છે...
***
પોસ્ટકાર્ડ બે પુરાં મળે છે
યસ, પોસ્ટકાર્ડ તો બે મળે છે!
પણ મારું કહેવું માનો,
એક ‘જવાબી’ પોસ્ટકાર્ડ લઈ
એને કાશ્મીરથી પોસ્ટ કરીને
કન્યાકુમારીના કોઈ સરનામે
પચાસ પૈસામાં છેક દોડાવી
જવાબ તેનો ઝટ્ટ લખાવી
ફરી કાશ્મીરે પોસ્ટ કરાવી
રૂપિયો ‘વસૂલ’ કરાવી લેજો!
ભલે ને લાગે દોઢ મહિનો?
પણ એક રૂપિયામાં
આટલી લાંબી, મસ્ત સફર
બીજે ક્યાં મળે છે?
જુઓ જુઓ જલ્સા કરો
આજે એક રૂપિયામાં
શું શું મળે છે....

 

- મન્નુ શેખચલ્લી

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

બટાકા ખાઓ, લાંબુ જીવો
ડ્રેસઅપથી વધે છેે કોન્ફિડન્સ

નવજાત બાળકના નખની સાવધાની

માધવન જેવો હસબન્ડ જોઈએ ઃ બિપાશા

નિલ-નિતિન મુકેશ જ હશે આગામી ‘બાઝીગર’
વિદ્યા બાલનની ‘ધ ડર્ટી સાડી’લાખોમાં વેચાઈ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved