Last Update : 22-Dec-2011,Thursday
 

લોકપાલ ઃ બન્ને બાજુની કસોટી

તમામ ચિહ્નો એવાં છે કે સંસદના શિયાળુ સત્રમાં લોકપાલ ખરડો પસાર કરી દેવામાં આવે. અગાઉ બે વાર સફળતાપૂર્વક અને જનસમર્થન સાથે જનલોકપાલના મુદ્દે આંદોલન કરી ચૂકેલા અન્નામંડળે સરકારને ભીંસમાં લેવામાં કોઇ કસર છોડી નથી. પહેલી વાર જંતરમંતરમાં સરકારના વાયદાથી અને બીજી વાર રામલીલા મેદાન પર સરકારને નાકલીટી તાણવાની મુદ્રામાં મુકીને અન્નાએ પોતાના આંદોલનની તાકાતનો પરચો બતાવી દીધો છે. એ પરચો એવો હતો કે જનલોકપાલના મુદ્દે ઘણા વખત સુધી અવઢવમાં રહેલો વિરોધપક્ષ - અને ખાસ કરીને ભાજપ- આખેઆખો અન્નાની છાવણીમાં બેસી ગયો છે અને તેમની સાથે જોડાઇ જવામાં પોતાનું રાજકીય હિત જોયું છે.
વિપક્ષી વલણમાં આવેલો અણધાર્યો પલટો હૃદયપરિવર્તનને નહીં, પણ નીતાંત સ્વાર્થબુદ્ધિને આભારી છે. અન્નામંડળના આંદોલનને કારણે દેશભરમાં વર્તમાન સરકાર સામે વિરોધનું વાતાવરણ પેદા થતું હોય, તો એનો લાભ ખાટવાની વૃત્તિ શી રીતે જવા દેવાય? સવાલ રહ્યો અન્નામંડળના ખરડા સાથે સંમત થવાનો. એ મુદ્દે વિપક્ષોને વાંધાવચકા છે, પણ અત્યારે અન્ના સાથે જોડાઇ જવામાં જ તેમને ઉગારો અને ફાયદો લાગ્યાં છે.
સરકાર એક વાર નહીં, બબ્બે વાર અન્નાના મુદ્દે માત થઇ ચૂકી છે. ત્યાર પછી પણ વિલંબનીતિથી માંડીને અન્નામંડળના સભ્યો વિશેના સાચાખોટા આરોપની યુક્તિપ્રયુક્તિઓ અજમાવાતી રહી છે.
અન્નાની આસપાસના લોકો- લડતના મુખ્ય સાથીદારો વિશે ઘણા લોકોને ઘણું બધું કહેવાનું છે. તેમાં ઘણું તથ્ય હોઇ શકે છે, પરંતુ તેનાથી અન્નાએ પકડેલા ભ્રષ્ટાચારના મુદ્દાની અપીલ ઓછી થઇ નથી. અન્નાને ચાલુ રહેલા જનસમર્થનની ઝલક અન્નાએ કરેલા એક દિવસના પ્રતીક ઉપવાસથી સરકારને મળી ગઇ છે. હવે વિપક્ષો પણ ખસી ગયા છે, ત્યારે લોકપાલ અંગેની નિષ્ફળતાનો સઘળો આળિયોગાળિયો અને અન્ના આંદોલનને કારણે ઊભું થનારું નૈતિક વજન માત્ર ને માત્ર સરકાર પર આવે એમ છે. એ ઝીલી શકવાની સરકારની અક્ષમતા અત્યાર લગી અનેક વાર છતી થઇ ચૂકી છે. એટલે બધાં વાનાં અજમાવી જોયા પછી છેવટે સરકારે સંસદનું શિયાળુ સત્ર ત્રણ દિવસ માટે લંબાવવાની પણ તૈયારી કરી લીધી છે. એ વધારાના સમયગાલામાં લોકપાલ ખરડા ઉપરાંત જ્યુડિશ્યલ એકાઉન્ટેબિલીટી બિલ અને વ્હીસલબ્લોઅર બિલ ઉપર પણ સંસદમાં ચર્ચા થવાની ધારણા છે. એ કેટલી હદે પાર પડે છે, એનાં તો નીવડયે વખાણ.
સરકારના પક્ષે સૌથી મોટો પડકાર અન્નામંડળની ગેરવાજબી માગણીઓને તાબે થયા વિના, અસરકારક લોકપાલની રચના કરવાનો છે. અન્નાની ઘણી શરતો સરકારે સ્વીકારી હોવાનું કહેવાય છે. તેમાં ચોક્કસ શરતોને આધીન વડાપ્રધાનનો લોકપાલની હદમાં સમાવેશ, સીબીઆઇના ડાયરેક્ટરની નિમણૂંક પ્રક્રિયામાં પરિવર્તન, લોકપાલે સીબીઆઇને સોંપેલા કેસમાં તેની તપાસ પર દેખરેખ રાખવાની લોકપાલની સત્તા જેવી બાબતોનો સમાવેશ થાય છે. નીચલી કક્ષાના સરકારી કર્મચારીઓ લોકપાલના દાયરામાં સમાવાય તો લોકપાલની સંસ્થા પર કામગીરીનું ભારણ એટલું વધી જાય કે તેની અસરકારકતા સામે ગંભીર પ્રશ્નાર્થો ખડા થાય અને ભ્રષ્ટાચાર નિવારવા જતાં નવી, સમાંતર તુમારશાહી ઊભી થવાની સંભાવના રહે. આ બાબતનો સરકાર કેવી રીતે તોડ કાઢે છે તે જોવાનું છે. અન્નાની માગણીને આંખ મીંચીને સ્વીકારી લઇને, 'ભવિષ્યમાં જે થશે તે જોયું જશે' એવું વલણ રાખવાનું સરકાર કે વિપક્ષોને અત્યારે સહેલું લાગે, પણ એ માનસિકતા એકંદરે આખા આંદોલનની ફળશ્રુતિને અવળી દિશામાં લઇ જનારી નીવડી શકે છે.
આ સ્થિતિમાં સરકાર અને વિપક્ષો પાસે લોકપાલ ખરડા સહિતના બીજા ખરડા પર સાર્થક અને મુદ્દાસર ચર્ચાની અપેક્ષા રહે છે. જે સંસદના કાયદા ઘડવાના અધિકાર કે વિશેષાધિકાર વિશે ચર્ચા અને ચિંતા થાય છે, એવો વિશેષાધિકાર ભોગવવાની લાયકાત પોતે ધરાવે છે, એવું સાંસદોએ પોતાના વર્તન પરથી અને આ ખરડાઓ વિશેની ચર્ચામાંથી દર્શાવી આપવાનું છે.
અન્ના પક્ષે દુરાગ્રહો કે આત્યંતિક આગ્રહો છોડીને આંદોલનનું હાર્દ અને તેની ઉપલબ્ધિ નજર સામે રાખવાનું જરૃરી બને છે. અસરકારક લોકપાલ માટે તે સરકાર અને સાંસદોના કાન જરૃર પકડી શકે અને જરૃર લાગ્યે તેને આમળી પણ શકે. છતાં, પોતાના જનલોકપાલ ખરડાનો ચુસ્તપણે સ્વીકાર થાય અને તેમાં કશો ફેરફાર ન થવો જોઇએ, એવો આગ્રહ રાખવામાં આવે તો એ વાજબી નહીં ગણાય. અત્યાર સુધી બન્ને પક્ષો પ્રમાણભાનના ગંભીર પ્રશ્નો જોવા મળ્યા છે, પરંતુ આટલા મહિનાની પોતપોતાની ભૂલોમાંથી બન્ને પક્ષો યથાયોગ્ય બોધપાઠ ગ્રહણ કરે અને છેવટે ભારતના નાગરિકોને આ ચળવળનાં સુપરિણામ ભોગવવા મળે, તેમાં આખા આંદોલનની સાર્થકતા છે.
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇસીબીએ યુરોપની બેંકોને ૬૪૫ અબજ ડોલરનું ફંડીંગ મંજૂર કરતા ક્રિસમસ પૂર્વે વૈશ્વિક તેજી
સોનામાં આગળ ધપતી તેજી ઃ રૃ.૫૩ હજાર કૂદાવતી ચાંદી
ગવારના વાયદામાં તેજીનો અતિરેક ઃ સટ્ટાની આશંકા
ભારતીય બજારમાં ફેલાયેલો વિશ્વાસનો અભાવ
સાંભળ્યું છે કે...
હૈદરાબાદમાં સલમાન ખાને યોજેલી એક પાર્ટીમાં મોટો તમાશો થયો
રિતેશ અને જેનેલિયાના લગ્નને કારણે બંનેની ફિલ્મના નિર્માતાઓ મુશ્કેલીમાં મૂકાયા
ઇમરાન હાશ્મીએ સફળ ફિલ્મને પગલે તેની કિંમતમાં તગડો વધારો કર્યો
૨૦૧૧ના વર્ષમાં બોકસ ઓફિસ પર પટકાયેલી દસ ફિલ્મો કઇ ?
પ્રિયંકાની પિતરાઇ પરિણીત ચોપરાનું રૃપેરી પડદે આગમન
સંસદમાં આજે નવુ લોકપાલ વિધયેક રજૂ થશે
અણ્ણા લાખો રૃપિયા ભાડું ચૂકવી બીકેસીમાં અનશન પર બેસવાની વિરુદ્ધ
૧૨ અને ૧૫ વર્ષના બે કિશોરે દસ જ મિનિટમાં એ.ટી.એમ. તોડી નાખ્યું
'વિણા મલિક સહિતના બધા જ પાકિસ્તાની કલાકારોને તગેડી મૂકો'
રફિકને જાહેરમાં જ તલવાર, છરી અને ગુપ્તીથી વેતરી નાખ્યો
સ્કૂલબેગ-ટીફીન કબ્જે કરી આચાર્ય વર્ગખંડને તાળું મારી ચાલ્યા ગયા !
બોગસ ડ્રાફટ ધાબડી ૪૦ લાખની છેતરપીંડીમાં એકની ધરપકડ
જૂનાગઢમાં આજે મોદીના VIP ઉપવાસ કોંગ્રેસ દ્વારા 'હિસાબ દો, જવાબ દો' કાર્યક્રમ
ડીસામાં બટાટા મુદ્દે યોજાયેલી રેલીના આયોજકો સામે ફરિયાદ
ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં પોન્ટીંગ અને ઔમાર્શનો સમાવેશઃ ઇજાગ્રસ્ત વોટસન બહાર
ભારત-ઓસ્ટ્રેલિયન બોર્ડ ચેરમેન ઇલેવન વચ્ચેની પ્રેક્ટિસ મેચ ડ્રો
ઓસ્ટ્રેલિયન ચાહકોમાં ભારતના લેજન્ડરી બેટ્સમેનોનું આકર્ષણ
શારાપોવા ફેડ કપમાં રશિયા તરફથી રમવા માટે તૈયાર

બીજી ટેસ્ટમાં પાકિસ્તાનનો સાત વિકેટથી વિજય

એસ્સારના ચેરમેન પદેથી નિવૃત્ત થવા રવિ રૃઈયાનો નિર્ણય
ભારે દેવા હેઠળ દબાયેલા ઈટાલીમાં ત્રીજા ત્રિમાસમાં વિકાસ દસ ૦.૨ ટકા
૨૦૧૪ પછી પણ અમેરિકી સેના અફઘાનિસ્તાનમાં રહી શકે ઃ નાટોના વડા
નાસાના કેપ્લર મિશનમાં સૂર્યમાળાની બહાર જીવનની શક્યતાવાળા પૃથ્વી જેવા બે નાના ગ્રહો શોધાયા
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

બટાકા ખાઓ, લાંબુ જીવો
ડ્રેસઅપથી વધે છેે કોન્ફિડન્સ

નવજાત બાળકના નખની સાવધાની

માધવન જેવો હસબન્ડ જોઈએ ઃ બિપાશા

નિલ-નિતિન મુકેશ જ હશે આગામી ‘બાઝીગર’
વિદ્યા બાલનની ‘ધ ડર્ટી સાડી’લાખોમાં વેચાઈ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved