Last Update : 22-Dec-2011,Thursday
 
માઓવાદની પક્કડ તૂટી ગઈ છે ઃ નેતાગીરી ક્ષેત્રે શૂન્યાવકાશ
- રાજ્યસભામાં જણાવાયું છે કે માઓવાદી હુમલાની સંખ્યામાં ઘટાડો થયો છે
દેશભરમાં માઓવાદીઓના હુમલામાં ઘટાડો થઈ રહ્યો છે પરંતુ ઉગ્રપંથીઓ દ્વારા હુમલામાં ઝારખંડ આ વર્ષે પણ મોખરે રહ્યું છે. રાજ્યસભામાં ગૃહખાતાના રાજ્યકક્ષાના પ્રધાન જીતેન્દ્રસિંહે ઉપરોક્ત વિગત આપી હતી.
આ વર્ષે ૧૪ નવેમ્બર સુધીમાં દેશમાં માઓવાદી હુમલાની સંખ્યા ગત વર્ષની સરખામણીમાં ઓછી છે. જેમકે ગત વર્ષ માઓવાદી હુમલાની સંખ્યા ૧૯૨૫ હતી જે આ વર્ષે ૧૪૬૮ છે. જોકે ઝારખંડ આજે પણ માઓવાદીઓના હુમલાનું ટાર્ગેટ બનેલું છે. ગયા વર્ષે અહીં હુમલાની ૪૩૫ ઘટનાઓ બની છે જ્યારે આ વર્ષે ૪૧૩ ઘટનાઓ બની છે. ગયા વર્ષે સુરંગ વિસ્ફોટના કારણે ૨૪ અને આ વર્ષે ૧૩ લોકો માર્યા ગયા હતા.
રાજ્યસભામાં જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે આ વર્ષે માઓવાદી હુમલાની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે માઓવાદીઓના હુમલામાં કુલ ૨૦૭ લોકો માર્યા ગયા હતા. જ્યારે આ વર્ષે ૪૯ લોકો માર્યા ગયા છે. છત્તીસગઢમાં ૨૦૧૦માં માઓવાદી હુમલામાં ૫૩૮ ઘટના બની હતી જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં ૩૮૪ ઘટના બની હતી.
એવી જ રીતે ઓઢીસા (ઓરિસા)ની વાત કરીએ તો અહીં ગત વર્ષે ૧૮૭ ઘટનાઓ બની હતી. જ્યારે આ વર્ષે ૧૬૯ ઘટનાઓ બની છે.
એવી જ રીતે અન્ય રાજ્યોમાં પણ માઓવાદી હિંસાચારની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ બધા રાજ્યોમાં ઝારખંડ આજે પણ માઓવાદીઓના નિશાન પર છે.
સરકારે રાજ્યસભામાં આપેલા આંકડા સાથે ઝારખંડની પોલીસ સંમત નથી. તેમના મતે માઓવાદી વિચારસરણી સાથે નહીં સંકળાયેલા ઘણાં જૂથો છૂટા છવાયા છે અને હિંસાચારમાં પણ સંડોવાયેલા છે. આવા જૂથો દ્વારા થતી હિંસાના આંકડાને ગણતરીમાં લેવાતા નથી.
નકસલ નેતા મેલોઉજેલા કોટેશ્વર રાવ ઉર્ફે કિશનજી માર્યો ગયો ત્યારે તેમની ફરતે રહેલા નકસલવાદના સમર્થકો બહાર આવ્યા હતા.
નકસલવાદ તરફી વિચારસરણી ધરાવતા કેટલાંક તત્વો પણ જાણે-અજાણે બહાર આવી ગયા હતા. તેમના કુટુંબીઓએ કહ્યું હતું કે અમે સતત ડર હેઠળ જીવતા હતા. ૧૯૭૫માં ઇમરજન્સી વખતે ઘર છોડનાર કિશનજી તાજેતરમાં જ ઘેર પાછા ફર્યા હતા. કિશનજીને પોલીસે ઠંડે કલેજે પતાવી દીધા હતા, તે પોલીસ એન્કાઉટરનો ભોગ બન્યા હતા એમ કહેવાય છે જ્યારે પોલીસ એમ કહે છે કે નકસલવાદીઓ સાથે રૃટીનમાં થતી અથડામણોનો તે ભોગ બન્યા હતા. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ પણ આ ઘટના એ એક સામાન્ય અથડામણ ગણાવી હતી.
કિશનજી માર્યા ગયા તેના થોડા સમય અગાઉ જ ગૃહપ્રધાન ચિદમ્બરમે નકસલવાદીઓને શસ્ત્રો હેઠા મુકવા અને મંત્રણા કરવા અનુરોધ કર્યો હતો. મે-૨૦૦૪થી જાન્યુઆરી ૨૦૦૫ સુધી નકસલવાદીઓ સાથે શસ્ત્રો હેઠા મુકવા અંગે ચર્ચાનો દોર શરૃ થયો હતો. તે સમયે આંધ્રના મુખ્ય પ્રધાન પદે વાય.એસ.ચંદ્રશેખર રેડ્ડી હતા. જે મુદ્દે કર્ચા ભાંગી પડી હતી. તેમાં નકસલી નેતાઓએ ત્રણ લાખ એકર જમીન રેગ્યુલરાઈઝ કરવા જણાવ્યું હતું. જાન્યુઆરી ૨૦૦૫માં સરકારે નકસલવાદીઓ સાથેનો યુદ્ધ વિરામ તોડયું હતું.
છેલ્લા બે વર્ષમાં નક્સલવાદીઓના બે ટોચના નેતા માર્યા ગયા છે. જેમાં આઝાદ અને કિશનજીનો સમાવેશ થાય છે. આ માઓવાદની મુવમેન્ટ માટે ફટકા સમાન હતું. નકસલવાદને ટેકો આપતા પણ કેટલાક પ્રદેશો છે.
તેલંગાના ક્ષેત્રના નિઝામાબાદ, અદીલાબાદ, ખમ્મમ મેડક, નાલગોડા, મહોબતનગર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. અહીં નકસલવાદીઓએ ઘણાં ભૂમિહીન કિસાનોને જમીનની વહેંચણી કરી હતી. કિશનજી સેન્ટ્રલ કમિટીના સભ્ય હતા અને સમાચાર માધ્યમોને મોબાઈલ પર ઇન્ટરવ્યુ પણ આપતા હતા. છેલ્લા પાંચ વર્ષની નકસલવાદી નેતાઓની પાછળ પડી ગયેલી પોલીસના કારણે આખા સંગઠનમાં નેતાગીરી ક્ષેત્રે શૂન્યાવકાશ જેવી સ્થિતિ ઊભી થઈ છે.
એક તરફ એગ્રેસીવ નેતાઓ પૈકીના અડધા જેલમાં હોય અને કેટલાક પોલીસ અથડામણનો ભોગ બન્યાં હોય ત્યારે મુવમેન્ટ સ્વાભાવિક રીતે જ પક્કડ ગુમાવી દે છે. બીજી તરફ પોલીસ પણ માઓવાદીઓને પકડવા સખતાઈ બતાવી રહી છે. માઓવાદના એક પછી એક ગઢ તૂટી રહ્યા છે અને મુવમેન્ટની પક્કડ પણ તૂટી રહી છે.
માઓવાદની મુવમેન્ટ ઘણી જગ્યાએ પક્કડ ગુમાવી ચુકી છે. જેમાં તેલંગાના જિલ્લાનો પણ સમાવેશ થાય છે. એવી જ રીતે મહારાષ્ટ્ર, કેરળ, તમિળનાડુનો પણ સમાવેશ થાય છે.
માઓવાદના ટેકેદારો પણ છે. તેમને વિવિધ મુદ્દે ટેકો અપાય છે પરંતુ માઓવાદીઓ લશ્કરના જવાનો રહેંસી નાખવાનું કૃત્ય કરે છે ત્યારે સમાજ તેમનો બહિષ્કાર કરે છે. લશ્કર પરના ઉપરાછાપરી હુમલાનો આખા દેશમાં વિરોધ થયા હતા. કિશનજી માર્યા ગયા તેના કારણે પૂર્વ પટ્ટા પરની પક્કડ ઘટી છે. ટોચના ત્રણ માઓવાદી નેતાઓ પકડયા બાદ હવે કટ્ટર સમર્થકોને ગાઈડ લાઈન આપનાર કોઈ રહ્યું નથી. આગળ લખ્યું છે એમ માઓવાદીઓની નેતાગીરીમાં શૂન્યાવકાશ સર્જાયો છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇસીબીએ યુરોપની બેંકોને ૬૪૫ અબજ ડોલરનું ફંડીંગ મંજૂર કરતા ક્રિસમસ પૂર્વે વૈશ્વિક તેજી
સોનામાં આગળ ધપતી તેજી ઃ રૃ.૫૩ હજાર કૂદાવતી ચાંદી
ગવારના વાયદામાં તેજીનો અતિરેક ઃ સટ્ટાની આશંકા
ભારતીય બજારમાં ફેલાયેલો વિશ્વાસનો અભાવ
સાંભળ્યું છે કે...
હૈદરાબાદમાં સલમાન ખાને યોજેલી એક પાર્ટીમાં મોટો તમાશો થયો
રિતેશ અને જેનેલિયાના લગ્નને કારણે બંનેની ફિલ્મના નિર્માતાઓ મુશ્કેલીમાં મૂકાયા
ઇમરાન હાશ્મીએ સફળ ફિલ્મને પગલે તેની કિંમતમાં તગડો વધારો કર્યો
૨૦૧૧ના વર્ષમાં બોકસ ઓફિસ પર પટકાયેલી દસ ફિલ્મો કઇ ?
પ્રિયંકાની પિતરાઇ પરિણીત ચોપરાનું રૃપેરી પડદે આગમન
સંસદમાં આજે નવુ લોકપાલ વિધયેક રજૂ થશે
અણ્ણા લાખો રૃપિયા ભાડું ચૂકવી બીકેસીમાં અનશન પર બેસવાની વિરુદ્ધ
૧૨ અને ૧૫ વર્ષના બે કિશોરે દસ જ મિનિટમાં એ.ટી.એમ. તોડી નાખ્યું
'વિણા મલિક સહિતના બધા જ પાકિસ્તાની કલાકારોને તગેડી મૂકો'
રફિકને જાહેરમાં જ તલવાર, છરી અને ગુપ્તીથી વેતરી નાખ્યો
સ્કૂલબેગ-ટીફીન કબ્જે કરી આચાર્ય વર્ગખંડને તાળું મારી ચાલ્યા ગયા !
બોગસ ડ્રાફટ ધાબડી ૪૦ લાખની છેતરપીંડીમાં એકની ધરપકડ
જૂનાગઢમાં આજે મોદીના VIP ઉપવાસ કોંગ્રેસ દ્વારા 'હિસાબ દો, જવાબ દો' કાર્યક્રમ
ડીસામાં બટાટા મુદ્દે યોજાયેલી રેલીના આયોજકો સામે ફરિયાદ
ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં પોન્ટીંગ અને ઔમાર્શનો સમાવેશઃ ઇજાગ્રસ્ત વોટસન બહાર
ભારત-ઓસ્ટ્રેલિયન બોર્ડ ચેરમેન ઇલેવન વચ્ચેની પ્રેક્ટિસ મેચ ડ્રો
ઓસ્ટ્રેલિયન ચાહકોમાં ભારતના લેજન્ડરી બેટ્સમેનોનું આકર્ષણ
શારાપોવા ફેડ કપમાં રશિયા તરફથી રમવા માટે તૈયાર

બીજી ટેસ્ટમાં પાકિસ્તાનનો સાત વિકેટથી વિજય

એસ્સારના ચેરમેન પદેથી નિવૃત્ત થવા રવિ રૃઈયાનો નિર્ણય
ભારે દેવા હેઠળ દબાયેલા ઈટાલીમાં ત્રીજા ત્રિમાસમાં વિકાસ દસ ૦.૨ ટકા
૨૦૧૪ પછી પણ અમેરિકી સેના અફઘાનિસ્તાનમાં રહી શકે ઃ નાટોના વડા
નાસાના કેપ્લર મિશનમાં સૂર્યમાળાની બહાર જીવનની શક્યતાવાળા પૃથ્વી જેવા બે નાના ગ્રહો શોધાયા
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

બટાકા ખાઓ, લાંબુ જીવો
ડ્રેસઅપથી વધે છેે કોન્ફિડન્સ

નવજાત બાળકના નખની સાવધાની

માધવન જેવો હસબન્ડ જોઈએ ઃ બિપાશા

નિલ-નિતિન મુકેશ જ હશે આગામી ‘બાઝીગર’
વિદ્યા બાલનની ‘ધ ડર્ટી સાડી’લાખોમાં વેચાઈ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved