Last Update : 22-Dec-2011,Thursday
 
સેન્સેક્સ અને સોનિયા
 
દિલ્હીના વાતાવરણમાં ધુમ્મસ છવાયેલું છે એમ લોકપાલ બીલ પણ રાજકીય ધુમ્મસમાં અટવાયું છે. દિલ્હીની સ્કુલોમાં સખત્ત ઠંડીના કારણે ૧૫ જાન્યુઆરી સુધી વિન્ટર વેકેશન અપાયું છે જ્યારે સંસદનું શિયાળુ સત્ર લંબાવાઈ રહ્યું છે. સેન્સેક્સ અને સોનિયા ગાંધી બંનેએ આજે મજબૂતાઈ બતાવી હતી.
ક્રિસમસ બગડી...
સંસદનું સત્ર ત્રણ દિવસ લંબાવાયું છે તેનો કોઈ લાભ થશે ખરો?! સત્ર લંબાવાયું છે તે સારી વાત છે પરંતુ મોટાભાગના સાંસદો માને છે કે ત્રણ દિવસમાં કંઈ થવાનું નથી. સત્ર સમયસર પુરું કરી દેવાયું હોત તો ચાલત અને આવતા મહિને ટૂંકું સત્ર બોલાવવાની જરૃર હતી. જેના કારણે લોકપાલ પર વધુ ચર્ચાને સમય આપી શકાત. સાંસદોના મનમાં એવું છે કે એકતરફ ક્રિસમસના તહેવારો છે અને બીજી તરફ સત્ર લંબાવાયું છે. ઉત્તર-પૂર્વના સાંસદો તો ખૂબ નારાજ છે. મોટાભાગના સાંસદો ક્રિસમસ દરમ્યાન ગોવામાં હોય છે કે વિદેશમાં જાય છે. તેમણે વિરોધ પણ કર્યો છે પરંતુ બિઝનેસ એડવાઈઝરી કમિટીએ કોઈપણ ચર્ચા વિના તેમનો વિરોધ ફગાવી દીધો હતો.
કૃષ્ણ અને ક્રિષ્ના...
રશિયામાં ગીતા પરના પ્રતિબંધના વિરોધ અંગે ભાજપમાં-મતભેદો છે કે તેમના ફ્લોર મેનેજરો નિષ્ફળ ગયા છે તે ખબર નથી પડતી. ગઈકાલે લોકસભામાં જે ચર્ચા થઈ તેમાં બધા રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો. પરંતુ એવું લાગી રહ્યું છે કે ગીતા વિવાદ પર ભાજપના નેતા સુષ્મા સ્વરાજ, યશવંત સિંહા વગેરે જુદા મત ધરાવે છે. જ્યારે વિદેશ પ્રધાન એસ.એમ. ક્રિષ્ના લોકસભામાં બોલવા ઊભા થયા કે ભાજપના નેતાઓએ પ્રિવીલેજ મોશન ગૃહપ્રધાન ચિદમ્બરમ્ માટે ઉભો કર્યો હતો. સંસદનું સત્ર ચાલુ હતું ત્યારે ગૃહની બહાર ચિદમ્બરમ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા હતા. જ્યારે અધ્યક્ષ મીરાં કુમાર ગૃહમાંનો ઉહાપોહ અટકાવી ના શક્યા ત્યારે તેમણે સ્ટેટમેન્ટ ગૃહના ટેબલ પર મુકવા જણાવ્યું હતું. અધ્યક્ષે ત્યારબાદ ભાજપના સભ્યોને પ્રિવેલેજ મોશન પર બોલવા કહ્યું હતું. ત્યારે સુષ્મા સ્વરાજે કહ્યું કે વિદેશ પ્રધાન ક્રિષ્ના હજુ ગીતાના મુદ્દે બોલ્યા નથી. પરંતુ અધ્યક્ષે કહ્યું કે સ્ટેટમેન્ટ ટેબલ પર મુકી દીધું છે માટે આપણે આગળ વધીએ. પરંતુ સુષ્માએ આગ્રહ રાખતાં ક્રિષ્નાએ સ્ટેટમેન્ટ વાંચ્યું હતું.
સરકારને ચિંતા
યુપીએ સરકારના નેતાઓને ચિંતા એ વાતની થઈ રહી છે કે લોકપાલ આંદોલન આગળ વધી રહ્યું છે. ટીણ અણ્ણા તરફથી વિરોધ વધી રહ્યો છે. વિપક્ષો સરકારને ટાર્ગેટ કરી રહ્યાં છે. સરકારી કર્મચારીઓ અને સીબીઆઈના અધિકારીઓ ચિંતામાં છે. આ ઉપરાંત સિટીઝન ચાર્ટર બીલ મુખ્ય વિવાદનો મુદ્દો છે. જ્યારે લોકપાલ બીલ આવતીકાલે સંસદમાં રજૂ કરશે કે કેમ તે હજુ નિશ્ચિત નથી.
એક તબક્કે અણ્ણાએ કહ્યું હતું કે સંસદનું સત્ર લંબાવાય તેમાં કોઈ વાંધો નથી પરંતુ હવે તે સત્ર લંબાવાયાની જાહેરાત પછી પણ ત્રણ દિવસના ઉપવાસની વાત કરે છે. આ ઉપરાંત ૩૦ ડિસેમ્બરથી તે 'જેલ ભરો' માટે આગળ વધી રહ્યા છે. તેનો અર્થ એ થયો કે સંસદનું સત્ર લંબાવવાના પગલાનો કોઈ અર્થ રહ્યો નથી.
ચિદમ્બરમનો વિરોધ
ગૃહપ્રધાન પી. ચિદમ્બરમનો વિરોધ ભાજપ છોડે એવા કોઈ ચિન્હો દેખાતા નથી. પરંતુ ભાજપવાળા તેમને મૂંઝવણભરી સ્થિતિમાં મુકી રહ્યા છે. ગૃહમાં ચિદમ્બરમ્ બોલવા માગે છે પરંતુ તેમને ભાજપ બોલવા દેતો નથી. આ ઉપરાંત જ્યારે ચિદમ્બરમ્ ગૃહની બહાર બોલે છે ત્યારે ભાજપ પ્રિવીલેજ મોશન લાવે છે. જ્યારે ગૃહ ચાલુ હતું ત્યારે બહાર ચિદમ્બરમ્ પ્રેસ સમક્ષ પોતાના જુના ક્લાયન્ટના કેસ અંગે ખુલાસો કરતા હતા. તેમણે ગૃહ સચિવ આર.કે. સિંહ અને તેમના પુરોગામી જી.કે. પિલ્લાઈને પણ પ્રેસ સમક્ષ ઉભા કર્યા હતા. ચિદમ્બરમ્ સામેનો પ્રિવીલેજ મોશન વિવાદ ઉભો કરશે. અધ્યક્ષ ચુકાદા નહીં આપે ત્યાં સુધી વિવાદ ચાલ્યા કરશે.
જયલલિથાનું રાજકારણ
તમિળનાડુના મુખ્ય પ્રધાન અને અન્ના ડી.એમ.કે.ના સુપ્રિમો જયલલિથાએ તેમની રાઈટ હેન્ડ મનાતી શશીકલાની પક્ષમાંથી હકાલપટ્ટી કરી ત્યારે તે નિર્ણય ટોકિંગ પોઇંટ બન્યો હતો. માત્ર શશીકલા જ નહીં પણ તેના ૧૩ ફેમીલી મેમ્બરને પણ કાઢી મુક્યા હતા. આ મેમ્બરોમાં શશીકલાના પતિ એમ. નટરાજન, તેના ભત્રીજા દિવાકરન, જયલલિથાના ભૂતપૂર્વ દત્તક પુત્ર વી.એન. સુધાકરન વગેરેનો સમાવેશ થાય છે. જયલલિથા સામેના વધુ પડતી સંપત્તિના કેસમાં શશીકલા પણ સહઆરોપી છે.
શશીકલાની હકાલપટ્ટીથી તમિળનાડુના ઉત્તર અને પશ્ચિમના જિલ્લામાં કાર્યકરોએ ફટાકડા ફોડયા હતા. શશીકલાનું કુટુંબ આઈએએસ અને આઈપીએસના પોસ્ટીંગ અને બદલીઓમાં ચંચુપાત કરતા હતા. શશીકલા મનારગુદી નામના નાના શહેરમાંથી આવે છે. સુબ્રમણ્યમ સ્વામીએ જ્યારે જયલલિથા અને શશીકલા સામે વધુ પડતી સંપત્તિનો કેસ કર્યો ત્યારે આ બંને માનુનીઓને 'મનારગુદી માફિયા' કહ્યું હતું.
- ઈન્દર સાહની
Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

બટાકા ખાઓ, લાંબુ જીવો
ડ્રેસઅપથી વધે છેે કોન્ફિડન્સ

નવજાત બાળકના નખની સાવધાની

માધવન જેવો હસબન્ડ જોઈએ ઃ બિપાશા

નિલ-નિતિન મુકેશ જ હશે આગામી ‘બાઝીગર’
વિદ્યા બાલનની ‘ધ ડર્ટી સાડી’લાખોમાં વેચાઈ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved