Last Update : 22-Dec-2011,Thursday
 
 
ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં પોન્ટીંગ અને ઔમાર્શનો સમાવેશઃ ઇજાગ્રસ્ત વોટસન બહાર

 

ભારત સામેની પ્રથમ ટેસ્ટ માટેની ટીમમાં અનુભવી ફાસ્ટર હિલ્ફન્હોસની પસંદગી

પ્રેક્ટિસ મેચમાં સદી ફટકારનારા કોવનને તક અપાઇ ઃ ખ્વાજા-હ્યુજ પડતા મુકાયા
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ૨૬મી ડિસેમ્બરથી પ્રથમ ટેસ્ટ
મેલબોર્ન,તા.૨૧
ભારત સામે ૨૬મી ડિસેમ્બરથી મેલબોર્નમાં શરૃ થઇ રહેલી પ્રથમ ટેસ્ટ માટેની ઓસ્ટ્રેલિયાની ટીમમાં અનુભવી પોન્ટીંગે સ્થાન જાળવી રાખ્યું છે. માઇકલ ક્લાર્કની આગેવાની હેઠળની જાહેર થયેલી ૧૩ ખેલાડીઓની ટીમમાં ફિટનેસ સાબિત કરવાની શરતે શોન માર્શને તક મળી છે. જ્યારે જોહનસન અને વોટસન જેવા અનુભવીઓની ગેરહાજરીમાં ફાસ્ટર હિલ્ફન્હોસની પસંદગી કરવામાં આવી છે. ઇજાથી પરેશાન વોટસન અને ફાસ્ટ બોલર હેરિસને પડતા મુકવામાં આવ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી આઉટ ઓફ ફોર્મ જણાતા ભૂતપુર્વ કેપ્ટન પોન્ટીંગને વધુ એક જીવતદાન મળ્યું છે. ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની મહત્વની શ્રેણીમાં ભૂતકાળના અનુભવને ધ્યાનમાં રાખીને પોન્ટીંગ, માઇકલ હસી અને હેડિનને ટીમમાં સ્થાન આપ્યું છે. ખાસ કરીને પોન્ટીંગ પર જે પ્રકારનું દબાણ સર્જાયું છે તે જોતા લાગે છે કે ભારત સામેની શ્રેણી તેને માટે આખરી તક સમાન છે.
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાનારી પ્રથમ ટેસ્ટ માટેની પસંદ કરવામાં આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમમાં પણ યુવા અને બીન અનુભવી ખેલાડીઓની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ઓસ્ટ્રેલિયા પણ સ્ટાર ખેલાડીઓની ઇજાથી પરેશાન છે. વોટસનની ઇજા તાજેતરમાં યોજાયેલા બેટિંગ કેમ્પમાં વધી ગઇ હતી અને તેના કારણે તેને પડતો મુકવામાં આવ્યો છે. હેરિસ અને જોહનસન પણ ઇજાગ્રસ્ત છે આ સમયે પેટીન્સન, સ્ટાર્ક જેવા યુવા બોલરોની સાથે સિડલ અને હિલ્ફન્હોસનો ટીમમાં સમાવશ કરવામાં આવ્યો છે.
તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં કંગાળ દેખાવ બાદ ઓપનર હ્યુજ અને ખ્વાજાને પડતા મુકવામાં આવ્યા છે. તેમના સ્થાને માર્શ અને ડેનિયલ ક્રિસ્ટીયનને તક આપવામાં આવી છે. જો કે પસંદગીકારોએ માર્શને ફિટનેસ ટેસ્ટ પાસ કરવાની શરતે ટીમમાં સામેલ કર્યો છે. ભારત સામેની પ્રેક્ટિસ મેચમાં સદી ફટકારનારા એડ કોવનને પણ ટેસ્ટ ટીમમાં તક મળી છે. ઓસ્ટ્રેલિયા વોર્નરની સાથે કોવનને ઓપનીંગમાં ઉતારી શકે છે.
ઓસ્ટ્રેલિયાના ચીફ સિલેક્ટર જોન ઇન્વેરારીટીએ કહ્યું કે, કોવન આ વર્ષે જોરદાર ફોર્મમાં છે અને તેને સમાવવા પાછળ ઇરાદો એવો છે કે જરૃર પડે તેને વોર્નરની સાથે ઓપનીંગમાં ઉતારી શકાય. ટીમમાં સ્થાન મેળવવા માટે માર્શ અને ક્રિસ્ટીયન વચ્ચે સ્પર્ધા થશે.
જો માર્શ રમશે તો તે ત્રીજા ક્રમે બેટિંગમાં ઉતરશે. જો ક્રિસ્ટીયનની પસંદગી થાય તો છઠ્ઠા ક્રમે મેદાનમાં આવશે આ પ્રકારે બેટિંગ ઓર્ડરમાં ફેરફાર કરી શકાય તેમ છે. આવી સ્થિતીમાં સ્ટાર્ક અથવા હિલ્ફન્હોસને ૧૨માં ખેલાડીની ભુમિકા ભજવવી પડે તેમ છે.
માર્શની ફિટનેસની અનિશ્ચિતતાને લીધે ઓસ્ટ્રેલિયાએ ૧૨ને બદલે ૧૩ ખેલાડીઓની ટીમની જાહેરાત કરી છે તેવી સ્પષ્ટતા પણ ઇન્વેરારીટીએ કરી હતી. વોટસનને ફિટનેસ મેળવવાની પુરતી તક મળી રહે તે માટ આરામ આપ્યો હોવાનું જણાવાત ઇન્વેરારીટીએ કહ્યું કે, અમને આશા છે કે તે ભારત સામેની બીજી સિડની ટેસ્ટ અગાઉ ફિટનેસ મેળવી લેશે. વોટસને ટીમના કોચ આર્થર સાથે લાંબી ચર્ચા વિચારણા કરી હતી અને પોતે ફિટ ન હોવાનું જણાવતા અમે આ નિર્ણય લીધો હતો.
કોવન ચાલુ સિઝનમાં જોરદાર ફોર્મમાં છે. તેણે નવેમ્બરના મધ્યમાં શરૃ થયેલી સિઝનની પ્રથમ મર્યાદિત ઓવરની મેચમાં ૯૧ રન કર્યા હતા. જે પછી જુદી-જુદી મેચોમાં તેણે અનુક્રમે ૪, ૧૩૪*, ૧૪૫, ૧૦, ૬૫, ૧૪૫*નો સ્કોર કર્યો હતો. ભારત સામેની પ્રેક્ટિસ મેચમાં તેણે પ્રથમ ઇનિંગમાં ૧૦૯ રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયાએ એકમાત્ર સ્પિનર તરીકે લિયોનનો સમાવેશ કર્યો છે.
ઓસ્ટ્રેલિયાની પ્રથમ ટેસ્ટ માટેની ટીમ
ક્લાર્ક (કેપ્ટન)
પોન્ટીંગ
એમ.હસી
વોર્નર
એસ.માર્શ
ક્રિસ્ટીયન
કોવન
હેડિન
સિડલ
પેટીન્સન
હિલ્ફન્હોસ
સ્ટાર્ક
લિયોન
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇસીબીએ યુરોપની બેંકોને ૬૪૫ અબજ ડોલરનું ફંડીંગ મંજૂર કરતા ક્રિસમસ પૂર્વે વૈશ્વિક તેજી
સોનામાં આગળ ધપતી તેજી ઃ રૃ.૫૩ હજાર કૂદાવતી ચાંદી
ગવારના વાયદામાં તેજીનો અતિરેક ઃ સટ્ટાની આશંકા
ભારતીય બજારમાં ફેલાયેલો વિશ્વાસનો અભાવ
સાંભળ્યું છે કે...
હૈદરાબાદમાં સલમાન ખાને યોજેલી એક પાર્ટીમાં મોટો તમાશો થયો
રિતેશ અને જેનેલિયાના લગ્નને કારણે બંનેની ફિલ્મના નિર્માતાઓ મુશ્કેલીમાં મૂકાયા
ઇમરાન હાશ્મીએ સફળ ફિલ્મને પગલે તેની કિંમતમાં તગડો વધારો કર્યો
૨૦૧૧ના વર્ષમાં બોકસ ઓફિસ પર પટકાયેલી દસ ફિલ્મો કઇ ?
પ્રિયંકાની પિતરાઇ પરિણીત ચોપરાનું રૃપેરી પડદે આગમન
સંસદમાં આજે નવુ લોકપાલ વિધયેક રજૂ થશે
અણ્ણા લાખો રૃપિયા ભાડું ચૂકવી બીકેસીમાં અનશન પર બેસવાની વિરુદ્ધ
૧૨ અને ૧૫ વર્ષના બે કિશોરે દસ જ મિનિટમાં એ.ટી.એમ. તોડી નાખ્યું
'વિણા મલિક સહિતના બધા જ પાકિસ્તાની કલાકારોને તગેડી મૂકો'
રફિકને જાહેરમાં જ તલવાર, છરી અને ગુપ્તીથી વેતરી નાખ્યો
સ્કૂલબેગ-ટીફીન કબ્જે કરી આચાર્ય વર્ગખંડને તાળું મારી ચાલ્યા ગયા !
બોગસ ડ્રાફટ ધાબડી ૪૦ લાખની છેતરપીંડીમાં એકની ધરપકડ
જૂનાગઢમાં આજે મોદીના VIP ઉપવાસ કોંગ્રેસ દ્વારા 'હિસાબ દો, જવાબ દો' કાર્યક્રમ
ડીસામાં બટાટા મુદ્દે યોજાયેલી રેલીના આયોજકો સામે ફરિયાદ
ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં પોન્ટીંગ અને ઔમાર્શનો સમાવેશઃ ઇજાગ્રસ્ત વોટસન બહાર
ભારત-ઓસ્ટ્રેલિયન બોર્ડ ચેરમેન ઇલેવન વચ્ચેની પ્રેક્ટિસ મેચ ડ્રો
ઓસ્ટ્રેલિયન ચાહકોમાં ભારતના લેજન્ડરી બેટ્સમેનોનું આકર્ષણ
શારાપોવા ફેડ કપમાં રશિયા તરફથી રમવા માટે તૈયાર

બીજી ટેસ્ટમાં પાકિસ્તાનનો સાત વિકેટથી વિજય

એસ્સારના ચેરમેન પદેથી નિવૃત્ત થવા રવિ રૃઈયાનો નિર્ણય
ભારે દેવા હેઠળ દબાયેલા ઈટાલીમાં ત્રીજા ત્રિમાસમાં વિકાસ દસ ૦.૨ ટકા
૨૦૧૪ પછી પણ અમેરિકી સેના અફઘાનિસ્તાનમાં રહી શકે ઃ નાટોના વડા
નાસાના કેપ્લર મિશનમાં સૂર્યમાળાની બહાર જીવનની શક્યતાવાળા પૃથ્વી જેવા બે નાના ગ્રહો શોધાયા
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

બટાકા ખાઓ, લાંબુ જીવો
ડ્રેસઅપથી વધે છેે કોન્ફિડન્સ

નવજાત બાળકના નખની સાવધાની

માધવન જેવો હસબન્ડ જોઈએ ઃ બિપાશા

નિલ-નિતિન મુકેશ જ હશે આગામી ‘બાઝીગર’
વિદ્યા બાલનની ‘ધ ડર્ટી સાડી’લાખોમાં વેચાઈ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved