Last Update : 22-Dec-2011,Thursday
 

એમ્બ્રોઇડરી એકમોની હાલત કામકાજના અભાવે કફોડી બની

 

વેપારમાં ખૂબ મંદી અને વેપારીઓ પ્રોગ્રામ આપતાં ન હોવાથી ઘણાં એકમો બંધ છે
(પ્રતિનિધિ દ્વારા) સુરત, બુધવાર
દિવાળી પછી થોડા દિવસ માંડ માંડ ચાલેલા એમ્બ્રોઇડરી એકમોની હાલત ફરી વધુ કફોડી બની છે. જોબવર્ક માટે એજન્ટો અને દલાલો સેમ્પલો લઇને માર્કેટો-માર્કેટો ફરી રહ્યાં છે. વેપારમાં ખૂબ મંદી અને વેપારીઓ પ્રોગ્રામ આપતાં ન હોવાથી ઘણાં એકમો બંધ છે.
કાપડ ઉદ્યોગની તેજી-મંદીની સીધી અસર બીજા વેપાર-ધંધા ઉપર તૂર્ત જ આવે છે. કાપડમાં અત્યારે મંદી હોવાથી વિવિંગ અને એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં પણ તેની સીધી અસર છે. વિવિંગમાં તો જો કે, ગ્રેનો ભરાવો થવા માંડયો છે. કીંતુ એમ્બ્રોઇડરી એકમો રૉ-મટીરીયલ્સનો ફલો ઘટતાં બંધ થવા માંડયા છે. એમ્બ્રોઇડરીના ૨૫થી ૩૦ ટકા એકમો કામકાજનાં અભાવે બંધ છે, એમ કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું.
જોબવર્ક મેળવવા માટે એજન્ટો-દલાલો સેમ્પલો લઇને સવારથી સાંજ સુધી માર્કેટો-માર્કેટો રખડી રહ્યાં છે પણ બહુ ઓછા એજન્ટો- દલાલો પૂરતું કામ મેળવવામાં સફળ થાય છે. એક મશીન ઉપર કામ ચાલુ હોય અને કામનાં અભાવે બીજું મશીન બંધ હોય, તેવાં સંજોગોમાં બંધ મશીન ચાલુ કરવા કરતા ચાલુ મશીન પણ ગમે ત્યારે પણ બંધ ન થઇ જાય, તેની ચિંતા કારખાનેદારને વધુ છે. જોબવર્ક મેળવવામાં પડી રહેલી મુશ્કેલીને કારણે કારખાનેદારની હાલત વધુ કફોડી બની છે.
કાપડ ઉદ્યોગમાં અત્યારે આખી શૃંખલા જ ઠપ્પ થઇ ગઇ છે. ફીનીશ્ડમાં કામકાજો ન હોવાથી વેપારીઓ જૂનો સ્ટોક ખાલી ન થાય ત્યાં સુધી એમ્બ્રોઇડરીમાં નવાં પ્રોગ્રામો આપવાનું જોખમ ખેડવા તૈયાર નથી. કાપડ બજારમાં તેજીના પગરણ જયાં સુધી મંડાય નહીં ત્યાં સુધી ઉદ્યોગની સ્થિતિ સુધરે એમ નથી, એવો સૂર સૌનો છે.

મંદી અને બદલાયેલી ઋતુએ પેમેન્ટોનુ ધારાધોરણ બદલ્યું
(પ્રતિનિધિ દ્વારા) સુરત, બુધવાર
બહારગામના પેમેન્ટો ત્રણ મહિનાને બદલે છ-સાત મહિને મેળવામાં ફાફાં પડી રહ્યાં હોવાથી વેપારીઓ ભયંકર ભીંસનો સામનો કરી રહ્યાં છે. મંદીને કારણે વેપાર ઘટયો છે. પણ, ઋતુ બદલાતાં વેપારીઓ ફંડ બીજાં વસ્ત્રોમાં વાળી રહ્યાં હોવાથી, પેમેન્ટો મોડાં પડી રહ્યાં છે. અત્યારે બહારગામથી નવાં ઓર્ડરો પણ મળતાં નથી.
કાપડઉદ્યોગની તેજી-મંદીથી આમતો વેપારીઓ, ઉદ્યોગકારો ટેવાઇ ગયાં છે કિંતુ આ વેળાંની સ્થિતિ આગળના અનુભવથી થોડા અલગ છે. મંદીનું જોર આ વેળાં થોડું લાંબુ ચાલશે, તેમાં બદલાયેલી ઋતુએ એક મહત્વની ભૂમિકા ભજવી હોવાનું સૌનું માનવું છે. કાપડના એક વેપારીએ જણાવ્યું કે, ઉત્તરની ધરાકી ઉપર આ વેળાં બ્રેક છે. પણ, દક્ષિણની ઘરાકી તો સંપૂર્ણપણે જ ફેઇલ ગઇ હોવાથી, વેપારીઓ ભેરવાયાં છે.
જાન્યુઆરી પહેલાં ફીનીશ્ડમાં થોડી ખરીદી નીકળવાની ગણતરી વેપારીઓની હતી, ઉત્તર કરતાં દક્ષિણમાંથી થોડો ઘણો વેપાર તો કમસેકમ મળશે, એવી ગણતરી હતી. પણ, દક્ષિણમાંથી હજુ વેપારીઓને નવાં ઓર્ડરો મળ્યાં નથી. વેપારીઓની મુશ્કેલી અત્યારે એ રીતે વધી છે કે, ઓર્ડરો તો નથી. પણ, પેમેન્ટો સુધ્ધાં સમયસર મળતાં નથી. સિઝનલ ધંધો કરતાં કાપડનાં વેપારીઓ અત્યારે મૌસમ પ્રમાણે પેમેન્ટો બાકી રાખી, અન્યત્ર વાળી રહ્યાં છે, એમ સૂત્રો કહે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇસીબીએ યુરોપની બેંકોને ૬૪૫ અબજ ડોલરનું ફંડીંગ મંજૂર કરતા ક્રિસમસ પૂર્વે વૈશ્વિક તેજી
સોનામાં આગળ ધપતી તેજી ઃ રૃ.૫૩ હજાર કૂદાવતી ચાંદી
ગવારના વાયદામાં તેજીનો અતિરેક ઃ સટ્ટાની આશંકા
ભારતીય બજારમાં ફેલાયેલો વિશ્વાસનો અભાવ
સાંભળ્યું છે કે...
હૈદરાબાદમાં સલમાન ખાને યોજેલી એક પાર્ટીમાં મોટો તમાશો થયો
રિતેશ અને જેનેલિયાના લગ્નને કારણે બંનેની ફિલ્મના નિર્માતાઓ મુશ્કેલીમાં મૂકાયા
ઇમરાન હાશ્મીએ સફળ ફિલ્મને પગલે તેની કિંમતમાં તગડો વધારો કર્યો
૨૦૧૧ના વર્ષમાં બોકસ ઓફિસ પર પટકાયેલી દસ ફિલ્મો કઇ ?
પ્રિયંકાની પિતરાઇ પરિણીત ચોપરાનું રૃપેરી પડદે આગમન
સંસદમાં આજે નવુ લોકપાલ વિધયેક રજૂ થશે
અણ્ણા લાખો રૃપિયા ભાડું ચૂકવી બીકેસીમાં અનશન પર બેસવાની વિરુદ્ધ
૧૨ અને ૧૫ વર્ષના બે કિશોરે દસ જ મિનિટમાં એ.ટી.એમ. તોડી નાખ્યું
'વિણા મલિક સહિતના બધા જ પાકિસ્તાની કલાકારોને તગેડી મૂકો'
રફિકને જાહેરમાં જ તલવાર, છરી અને ગુપ્તીથી વેતરી નાખ્યો
સ્કૂલબેગ-ટીફીન કબ્જે કરી આચાર્ય વર્ગખંડને તાળું મારી ચાલ્યા ગયા !
બોગસ ડ્રાફટ ધાબડી ૪૦ લાખની છેતરપીંડીમાં એકની ધરપકડ
જૂનાગઢમાં આજે મોદીના VIP ઉપવાસ કોંગ્રેસ દ્વારા 'હિસાબ દો, જવાબ દો' કાર્યક્રમ
ડીસામાં બટાટા મુદ્દે યોજાયેલી રેલીના આયોજકો સામે ફરિયાદ
ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં પોન્ટીંગ અને ઔમાર્શનો સમાવેશઃ ઇજાગ્રસ્ત વોટસન બહાર
ભારત-ઓસ્ટ્રેલિયન બોર્ડ ચેરમેન ઇલેવન વચ્ચેની પ્રેક્ટિસ મેચ ડ્રો
ઓસ્ટ્રેલિયન ચાહકોમાં ભારતના લેજન્ડરી બેટ્સમેનોનું આકર્ષણ
શારાપોવા ફેડ કપમાં રશિયા તરફથી રમવા માટે તૈયાર

બીજી ટેસ્ટમાં પાકિસ્તાનનો સાત વિકેટથી વિજય

એસ્સારના ચેરમેન પદેથી નિવૃત્ત થવા રવિ રૃઈયાનો નિર્ણય
ભારે દેવા હેઠળ દબાયેલા ઈટાલીમાં ત્રીજા ત્રિમાસમાં વિકાસ દસ ૦.૨ ટકા
૨૦૧૪ પછી પણ અમેરિકી સેના અફઘાનિસ્તાનમાં રહી શકે ઃ નાટોના વડા
નાસાના કેપ્લર મિશનમાં સૂર્યમાળાની બહાર જીવનની શક્યતાવાળા પૃથ્વી જેવા બે નાના ગ્રહો શોધાયા
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

બટાકા ખાઓ, લાંબુ જીવો
ડ્રેસઅપથી વધે છેે કોન્ફિડન્સ

નવજાત બાળકના નખની સાવધાની

માધવન જેવો હસબન્ડ જોઈએ ઃ બિપાશા

નિલ-નિતિન મુકેશ જ હશે આગામી ‘બાઝીગર’
વિદ્યા બાલનની ‘ધ ડર્ટી સાડી’લાખોમાં વેચાઈ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved