Last Update : 22-Dec-2011,Thursday
 
વલસાડની હાઇ.માં ઉધઇની દવાના છંટકાવથી વિદ્યાર્થીઓ ગુંગળાયા

 

૭ વિદ્યાર્થીનીને બળતરા અને ઉલ્ટી થવા માંડી

RMVM શાળાને કારણે આાખા વિસ્તારમાં દુર્ગંધ ફેલાઇઃ સૌથી વધુ અસર જમનાબાઇ હાઇ.માં ઃ આસપાસની શાળાઓમાં રજા આપી દેવી પડી
આરોગ્ય વિભાગની ટીમ દોડી આવી ઃ ૭ વિદ્યાર્થીની હોસ્પિટલમાં
વલસાડ, બુધવાર
વલસાડની આરએમવીએમ હાઇસ્કૂલમાં આજે સવારે ઉધઇ મારવાની દવાનો છંટકાવ કરાયા બાદ તીવ્ર દુર્ગંધ ફેલાતાં વિદ્યાર્થીઓને આંખમાં બળતરા અને ઉલટી સાથે ગુંગળામણ શરૃ થતાં દોડધામ મચી ગઇ હતી. સૌથી વધુ અસર પામેલી જમનાબાઇ હાઇસ્કૂલની ૭ વિદ્યાર્થીનીઓને વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ આરોગ્યની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
વલસાડનાં શહીદ ચોક વિસ્તારમાં સ્કૂલ કેમ્પસમાં આવેલી આરએમવીએમ સ્કૂલમાં લેબોરેટરીના ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું. આ ફર્નિચરના કામમાં શાળા દ્વારા પ્રવિણભાઇ નામનાં કોન્ટ્રાકટરને ઉધઇ મારવાની દવા છાંટવાનું કામ સોંપવામાં આવ્યું હતું પરિણામે શાળાએ ધોરણ-૯ના ૧૭૮ વિદ્યાર્થીઓને અન્ય વર્ગખંડમાં શીફટ કર્યા હતા. તેમજ ધોરણ-૮ના ૩૦૮ વિદ્યાર્થીઓને પણ અન્યત્ર બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
વર્ગખંડ ખાલી કરાવ્યા બાદ કોન્ટ્રાકટર દ્વારા એન્ટીટર્માઇડ નામની દવાનો છંટકાવ શરૃ કરાતાં સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ પ્રસરી ગઇ હતી. આ દવાની તીવ્રતા એટલી બધી હતી કે, આરએમવીએમ શાળાને અડીને આવેલી જમનાભાઇ હાઇસ્કૂલની ધોરણ-૯ની ૩૦૮ વિદ્યાર્થીનીઓ પૈકી ૭ વિદ્યાર્થીનીઓને આંખોમાં બળતરા, ગુંગળામણ અને ઉલટી શરૃ થઇ ગઇ હતી.
આ વિદ્યાર્થીનીઓની તબિયત લથડતાં તેમને તાત્કાલિક નજીકની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જયારે પરિસ્થિતિની ગંભીરતા સમજી આજુબાજુની સ્કૂલોમાં રજા આપી દેવાઇ હતી. વિદ્યાર્થીઓને અસહ્ય તકલીફો થવાની જાણ થતાં આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમજ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી વિદ્યાર્થીનીઓની મુલાકાત લીધી હતી.

 
 
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇસીબીએ યુરોપની બેંકોને ૬૪૫ અબજ ડોલરનું ફંડીંગ મંજૂર કરતા ક્રિસમસ પૂર્વે વૈશ્વિક તેજી
સોનામાં આગળ ધપતી તેજી ઃ રૃ.૫૩ હજાર કૂદાવતી ચાંદી
ગવારના વાયદામાં તેજીનો અતિરેક ઃ સટ્ટાની આશંકા
ભારતીય બજારમાં ફેલાયેલો વિશ્વાસનો અભાવ
સાંભળ્યું છે કે...
હૈદરાબાદમાં સલમાન ખાને યોજેલી એક પાર્ટીમાં મોટો તમાશો થયો
રિતેશ અને જેનેલિયાના લગ્નને કારણે બંનેની ફિલ્મના નિર્માતાઓ મુશ્કેલીમાં મૂકાયા
ઇમરાન હાશ્મીએ સફળ ફિલ્મને પગલે તેની કિંમતમાં તગડો વધારો કર્યો
૨૦૧૧ના વર્ષમાં બોકસ ઓફિસ પર પટકાયેલી દસ ફિલ્મો કઇ ?
પ્રિયંકાની પિતરાઇ પરિણીત ચોપરાનું રૃપેરી પડદે આગમન
સંસદમાં આજે નવુ લોકપાલ વિધયેક રજૂ થશે
અણ્ણા લાખો રૃપિયા ભાડું ચૂકવી બીકેસીમાં અનશન પર બેસવાની વિરુદ્ધ
૧૨ અને ૧૫ વર્ષના બે કિશોરે દસ જ મિનિટમાં એ.ટી.એમ. તોડી નાખ્યું
'વિણા મલિક સહિતના બધા જ પાકિસ્તાની કલાકારોને તગેડી મૂકો'
રફિકને જાહેરમાં જ તલવાર, છરી અને ગુપ્તીથી વેતરી નાખ્યો
સ્કૂલબેગ-ટીફીન કબ્જે કરી આચાર્ય વર્ગખંડને તાળું મારી ચાલ્યા ગયા !
બોગસ ડ્રાફટ ધાબડી ૪૦ લાખની છેતરપીંડીમાં એકની ધરપકડ
જૂનાગઢમાં આજે મોદીના VIP ઉપવાસ કોંગ્રેસ દ્વારા 'હિસાબ દો, જવાબ દો' કાર્યક્રમ
ડીસામાં બટાટા મુદ્દે યોજાયેલી રેલીના આયોજકો સામે ફરિયાદ
ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં પોન્ટીંગ અને ઔમાર્શનો સમાવેશઃ ઇજાગ્રસ્ત વોટસન બહાર
ભારત-ઓસ્ટ્રેલિયન બોર્ડ ચેરમેન ઇલેવન વચ્ચેની પ્રેક્ટિસ મેચ ડ્રો
ઓસ્ટ્રેલિયન ચાહકોમાં ભારતના લેજન્ડરી બેટ્સમેનોનું આકર્ષણ
શારાપોવા ફેડ કપમાં રશિયા તરફથી રમવા માટે તૈયાર

બીજી ટેસ્ટમાં પાકિસ્તાનનો સાત વિકેટથી વિજય

એસ્સારના ચેરમેન પદેથી નિવૃત્ત થવા રવિ રૃઈયાનો નિર્ણય
ભારે દેવા હેઠળ દબાયેલા ઈટાલીમાં ત્રીજા ત્રિમાસમાં વિકાસ દસ ૦.૨ ટકા
૨૦૧૪ પછી પણ અમેરિકી સેના અફઘાનિસ્તાનમાં રહી શકે ઃ નાટોના વડા
નાસાના કેપ્લર મિશનમાં સૂર્યમાળાની બહાર જીવનની શક્યતાવાળા પૃથ્વી જેવા બે નાના ગ્રહો શોધાયા
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

બટાકા ખાઓ, લાંબુ જીવો
ડ્રેસઅપથી વધે છેે કોન્ફિડન્સ

નવજાત બાળકના નખની સાવધાની

માધવન જેવો હસબન્ડ જોઈએ ઃ બિપાશા

નિલ-નિતિન મુકેશ જ હશે આગામી ‘બાઝીગર’
વિદ્યા બાલનની ‘ધ ડર્ટી સાડી’લાખોમાં વેચાઈ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved