Last Update : 22-Dec-2011,Thursday
 
સોમનાથ વિસ્તારના દરિયાકિનારેથી રોજ ૨૦૦ ટ્રેકટરો ભરી પથ્થરો રેતીની ચોરી
 

વેરાવળ,તા.૨૧
સોમનાથ મહાદેવના સાનીધ્યમાં દરીયાકિનારે જયાં દરરોજ વહેલી સવારે ૪ વાગ્યે દરરોજ ૨૦૦ જેટલા ટ્રેકટરો બેરોકટોકપણે રેતી પથ્થરો ચોરી જાય છે. તેમજ આ વિસ્તારમાં આવેલા સોડાએશ, સિમેન્ટ ફેકટરીઓમાં દરરોજ માફીયાઓ દ્વારા હજારો ટન પથ્થરો ચોરી કરીને લઈ જવામાં આવે છે. ૧૦૦ કિલોમીટરના દરિયાકિનારે છેલ્લા ૨૦ વર્ષથી માફીયા ટોળકીઓ બેરોકટોકપણે પથ્થરો રેતીની ચોરી કરી માફીયા રાજ ચલાવી રહેલ છે. તેની સામે રાજય સરકાર પણ ઘુંટણીયે પડેલ છે.
કિનારાના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૦થી ૧૫ કિ.મી. સુધી ઘુસી ગયેલા ખારા પાણી ઃ ખેતીવાડીને વ્યાપક નુકશાન
સોમનાથ, સુત્રાપાડા, ચોરવાડ, ઉના સુધીના વિસ્તારોમાં ગૌચર સરકારી ખરાબો જંગલ વિસ્તારમાં દરરોજ હજારો ટન પથ્થરો દરિયાઈ વિસ્તારમાંથી હજારો ટન રેતીનું ગેરકાયદેસર રીતે ખોદકામ થઈ રહ્યું છે. તે આજે પણ અવીરતપણે ચાલુ છે.
દરિયાકિનારે બેરોકટોકપણે મોટા ભાગની જમીનો ઉપર ખોદકામ કરી મકાન બનાવાના પથ્થરો કાઢી આખા વિસ્તારમાં ૧૦૦થી ૨૦૦ ફુટ ખોદકામ કરેલ છે. તેથી આ વિસ્તારના ગ્રામ્યમાં ખારા પાણી ૧૦થી ૧૫ કિમી સુધી થયેલ છે. મોટા ભાગની દરિયાકિનારે આવેલી ખેતીવાડી નષ્ટ થયેલ છે. આજે હજારો ગ્રામ્યજનોને મીઠું પાણી મેળવવા માટે દુર દુર સુધી જવું પડે છે. તેમજ ખારાશવાળી જમીન માફીયાઓએ ખેડુતો પાસે મફતમાં પડાવી લીધેલ છે.
સમૃધ્ધ ખેડૂત લીલોછમ પ્રદેશ ધીરેધીરે ઉજ્જળ બનતો જાય છે. તેમજ મોટા ભાગના ખેડુતો આજે મજુર બની ગયા છે. ૧૦૦ કિલોમીટર વિસ્તારમાં ઉદ્યોગો સાથે રહી કરોડો રૃપીયાની મલાઈ તારવી આજે માલતુજાર બની ગયેલ છે. ચોરવાડ, વડોદરા, ડોડીયા, ડારી, લાટી, કદવાર, સુત્રાપાડા, વડોદરા, ઝાલા, લોઢવા, ધામળેજ સહિતની દરિયાઈ વિસ્તાર તથા જંગલ વિસ્તારમાં વર્ષોથી બેરોકટોકપણે થતું ગેરકાયદેસર ખોદકામથી ખીણો બની ગયેલ હોય તેમાં જંગલના રક્ષીત પ્રાણીઓ સિંહ દીપડા, હરણ શિયાળ સહિત અનેક પ્રાણીઓ માટે આ ખીણો મોતની ખીણો બની ગયેલ હોય જેમાં અનેક પ્રાણીઓ કમોતે મરી રહેલ છે. તેની કયાંય નોંધ પણ થતી નથી.
કરોડો રૃપીયાના ધંધા સામે કોઈ ચુંકે કે ચાં કરી શકતું નથી. વહિવટીતંત્ર, પોલીસતંત્ર જિલ્લાના અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ આ ગેરકાયદેસર પ્રવૃત્તી સામે આંખ મીચામણા કરી અવાઝ ઉઠાવનાર કોઈપણ હોય તેને દબાવવા ધાક ધમકીના સીલસીલાથી ભયભીત વાતાવરણ સર્જાયેલ છે. ખાણ ખનીજની ઓફીસોમાં રામરાજ હોય છે. કોઈ અધિકારી હોતા નથી. અનેક જગ્યાએ કલાર્કથી જ ચાલતી ઓફીસોમાં ગમે ત્યારે રોયલ્ટીની બુકમાં કોઈપણ સિક્કાઓ મારી શકે છે. તાકિદે તપાસની માંગ ઉઠી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇસીબીએ યુરોપની બેંકોને ૬૪૫ અબજ ડોલરનું ફંડીંગ મંજૂર કરતા ક્રિસમસ પૂર્વે વૈશ્વિક તેજી
સોનામાં આગળ ધપતી તેજી ઃ રૃ.૫૩ હજાર કૂદાવતી ચાંદી
ગવારના વાયદામાં તેજીનો અતિરેક ઃ સટ્ટાની આશંકા
ભારતીય બજારમાં ફેલાયેલો વિશ્વાસનો અભાવ
સાંભળ્યું છે કે...
હૈદરાબાદમાં સલમાન ખાને યોજેલી એક પાર્ટીમાં મોટો તમાશો થયો
રિતેશ અને જેનેલિયાના લગ્નને કારણે બંનેની ફિલ્મના નિર્માતાઓ મુશ્કેલીમાં મૂકાયા
ઇમરાન હાશ્મીએ સફળ ફિલ્મને પગલે તેની કિંમતમાં તગડો વધારો કર્યો
૨૦૧૧ના વર્ષમાં બોકસ ઓફિસ પર પટકાયેલી દસ ફિલ્મો કઇ ?
પ્રિયંકાની પિતરાઇ પરિણીત ચોપરાનું રૃપેરી પડદે આગમન
સંસદમાં આજે નવુ લોકપાલ વિધયેક રજૂ થશે
અણ્ણા લાખો રૃપિયા ભાડું ચૂકવી બીકેસીમાં અનશન પર બેસવાની વિરુદ્ધ
૧૨ અને ૧૫ વર્ષના બે કિશોરે દસ જ મિનિટમાં એ.ટી.એમ. તોડી નાખ્યું
'વિણા મલિક સહિતના બધા જ પાકિસ્તાની કલાકારોને તગેડી મૂકો'
રફિકને જાહેરમાં જ તલવાર, છરી અને ગુપ્તીથી વેતરી નાખ્યો
સ્કૂલબેગ-ટીફીન કબ્જે કરી આચાર્ય વર્ગખંડને તાળું મારી ચાલ્યા ગયા !
બોગસ ડ્રાફટ ધાબડી ૪૦ લાખની છેતરપીંડીમાં એકની ધરપકડ
જૂનાગઢમાં આજે મોદીના VIP ઉપવાસ કોંગ્રેસ દ્વારા 'હિસાબ દો, જવાબ દો' કાર્યક્રમ
ડીસામાં બટાટા મુદ્દે યોજાયેલી રેલીના આયોજકો સામે ફરિયાદ
ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં પોન્ટીંગ અને ઔમાર્શનો સમાવેશઃ ઇજાગ્રસ્ત વોટસન બહાર
ભારત-ઓસ્ટ્રેલિયન બોર્ડ ચેરમેન ઇલેવન વચ્ચેની પ્રેક્ટિસ મેચ ડ્રો
ઓસ્ટ્રેલિયન ચાહકોમાં ભારતના લેજન્ડરી બેટ્સમેનોનું આકર્ષણ
શારાપોવા ફેડ કપમાં રશિયા તરફથી રમવા માટે તૈયાર

બીજી ટેસ્ટમાં પાકિસ્તાનનો સાત વિકેટથી વિજય

એસ્સારના ચેરમેન પદેથી નિવૃત્ત થવા રવિ રૃઈયાનો નિર્ણય
ભારે દેવા હેઠળ દબાયેલા ઈટાલીમાં ત્રીજા ત્રિમાસમાં વિકાસ દસ ૦.૨ ટકા
૨૦૧૪ પછી પણ અમેરિકી સેના અફઘાનિસ્તાનમાં રહી શકે ઃ નાટોના વડા
નાસાના કેપ્લર મિશનમાં સૂર્યમાળાની બહાર જીવનની શક્યતાવાળા પૃથ્વી જેવા બે નાના ગ્રહો શોધાયા
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

બટાકા ખાઓ, લાંબુ જીવો
ડ્રેસઅપથી વધે છેે કોન્ફિડન્સ

નવજાત બાળકના નખની સાવધાની

માધવન જેવો હસબન્ડ જોઈએ ઃ બિપાશા

નિલ-નિતિન મુકેશ જ હશે આગામી ‘બાઝીગર’
વિદ્યા બાલનની ‘ધ ડર્ટી સાડી’લાખોમાં વેચાઈ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved